________________
અભિષેક થયા. થોડીવાર રહી બધા વિખરાવા લાગ્યા એટલે એ પરબના ઓટલે ગિરિરાજ સમક્ષ શ્રી શકસ્તવના પાઠની તૈયારી કરી. રજનીભાઈ તેમના પરિવાર જનો સાથે હજુ પાસે જ હતા. તેમણે પૂછ્યું: શું કરો છો? મેં કહ્યું : એક ઉત્તમ સ્તોત્રનો પાઠ કરીશું. તેઓ કહેઃ અમે સાંભળી શકીએ? મેં કહ્યું? ખુશીથી. મારી બાજુમાં રાજહંસવિજયજી તથા અન્ય સાધુઓ હતા. શ્રી શીલચન્દ્ર વિજયજી ક્યારે આવીને પાછળ બેસી ગયા તેનો અણસાર પણ આવ્યો નહીં. શક્રસ્તવ હવે પૂર્ણ થવા આવ્યું હતું. મેં કહ્યુંઃ અહીંયાં રહેલા અનેક સમ્યગ્દષ્ટિ દેવો આ અનુષ્ઠાનની અનુમોદના કરે છે. તમારા જીવનનું એક શ્રેષ્ઠ કાર્ય આજે સાનંદ સંપન્ન થયું. મને એમ કે રજનીભાઈના મનમાં નથં જન્મપત્ન અને ગતો મવમયઃ એવું એવું રમતું હશે. પરંતુ મારા એ શબ્દો સાંભળી, શક્રાવના પુસ્તકના સાપડાની પાસે રહેલા મારા ઓઘાને હાથ વડે ખેંચીને તેઓ બોલ્યા,
આ બાકી છે. આ આવે તો કામ થયું કહેવાય.
એમના હૃદયમાંથી બહાર વહી આવેલી આ ભાવનાને અમે આસપાસ બેઠેલા સહુએ સજળ નેત્રે અભિનંદી !
અત્યારે આ લખું છું ત્યારે પણ એમના આ સાધુતા પામવાના અભિગમથી ભાવવિભોર બનેલી વિકસ્વર આંખો અને શ્રદ્ધાના તેજથી ઝળહળતો એ ગોળ ચહેરો મને સ્પષ્ટ દેખાય છે. કાળની રજ ન ચોંટે તેવી રીતે એ
પપ: અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org