________________
નવનનિ સંદર્દિ” એ સત્ય લાગે. અહીં તો સહસ્ર નહીં બલ્ક લક્ષ હાજરી હતી. તે વરઘોડાના સંકુલ કોલાહલ વચ્ચે રજનીકાન્ત દેવડીને અમારા ગુરુ મહારાજ હેમચન્દ્રસૂરિ મહારાજે કહ્યું કે : તમારા બધા મનોરથ પૂર્ણ થયા, હવે કોઈ મનોરથ બાકી છે ? એ વેળાએ રજનીભાઈ સત્વર બોલ્યા: સાધુપણું હજી બાકી છે. અગાઉ, મિત્ર ચંદુભાઈ સાથે આ વિષયે વાતો થતી રહેતી: “આપણે બને એ માર્ગે પ્રયાણ કરીએ.” ત્યારે ચંદુભાઈએ એવું કહેલું કે : આ સંયમજીવનમાં મારું કામ નહીં, સંયમજીવન તો દુષ્કર છે. વળી તમને પણ કેમ ફાવશે? રજનીભાઈનો સહજ જવાબ હતો:
મન કરીએ તો શું અઘરું છે ? બધું જ થઈ શકે.
જે દિવસે અભિષેક હતા તે દિવસની વાત તો મારા મનમાં ઊંડે સુધી ઊતરી ગઈ. સમગ્ર અભિષેકમાં કામની વહેંચણી કરવામાં આવી હતી, તેમાં મને શ્રી પુંડરીકસ્વામી ભગવાન સમક્ષ શ્રી શકસ્તવનો પાઠ કરવાનું કહેવામાં આવ્યું હતું. ભાવિકોની સખત ભીડને કારણે હું ત્યાં સુધી પહોંચી ન શક્યો અને જ્યાં રજનીભાઈ સ-પરિવાર અભિષેક કરવાના હતા તે દ્રાવિડ-વારિખિલ્લજીની ચરણ પાદુકા પાસેની પરબની જગ્યાએ જ રોકાયો હતો. અભિષેકનું વિધાન પૂર્ણ થઈ જાય તે પછી ગિરિરાજ સમક્ષ શ્રી શકસ્તવનો પાઠ કરીશું, એવી ધારણા હતી. - થાળી ડંકો વાગ્યો એટલે સર્વત્ર એક જ સમયે અભિષેક: ૫૪
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org