________________
મોતી-પ્રવાલ-પન્ના-પોખરાજ જેવાં દુર્લભ દ્રવ્યો કલ્પનાબહારનાં પ્રમાણમાં લવાયાં હતાં.
આ પ્રસંગ દરમિયાન તેઓશ્રીને વરસીતપની આરાધના ચાલતી હતી જેનું નિમિત્ત પ્રભુ ઋષભદેવ પ્રત્યેની અનન્ય પ્રીતિ-ભક્તિ હતું ! પૂજ્ય આચાર્ય મહારાજશ્રી અશોકચન્દ્રસૂરિ મહારાજના આશીર્વાદ લઈ આ તપ આદર્યું હતું. તેમની શારીરિક કોમળતા વગેરે જોતાં આ તપ તેમના માટે અતિ દુષ્કર હતું. પ્રભુના ધર્મનો રંગ હવે તેમને ચોળ-મજીઠ જેવો લાગી ગયો હતો. તેમની ધર્મપ્રીતિ, ઉદારતા, સરળતા, સ્વભાવગત પારદર્શકતા જેવા અનેક સગુણોને કારણે તેઓ શ્રીસંઘના રત્ન હતા.
આ ઐતિહાસિક અભિષેકમાં ભાગ લેવા જેમ ઘણા ઘણા સાધુ-સાધ્વીજી મહારાજ પધાર્યા હતા તે જ પ્રમાણે ભારતભરના સંઘોના હજારો નહીં, લાખો (બે લાખ પંદર હજારનો આંકડો નિશ્ચિત નોંધાયો હતો.) શ્રાવકશ્રાવિકાઓ પધાર્યા હતા. સદીનો આ શ્રેષ્ઠ પ્રસંગ હતો.
રજનીકાન્તભાઈના મનમાં શુભ ભાવની છોળો ઊછળતી હતી જે એમની નજીક રહેનારને ભીંજવતી રહેતી; કહો કે પખાળતી હતી - એ જળયાત્રા સતત ચાલુ રહેતી ! કોઈ માણસ થાળી ફેકે તો માથા પરથી બારોબાર નીકળી જાય, નીચે ન પડે તેટલું માણસ હતું! શ્રી કલ્પસૂત્રમાં જે વર્ણન દર વર્ષે સાંભળવા મળે તે અહીં નજરે જોવા મળ્યું. “ધન્ય લોક નગર ધન્ય વેળા”
૫૩ઃ અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org