________________
પ્રભુ અહેતુના આલંબને જે સંકલ્પ સહિત મંત્રોચ્ચાર થયા તે સાર્થક થવા જ સર્જાયા છે. આપણે ત્યાં જે પૂજનો જોવા મળે છે તેમાં પ્રાચીનમાં પ્રાચીન શ્રી શાન્તિસ્નાત્ર છે, તે બે પ્રકારના એક લઘુ ૨૭-ગાથાનું અને બીજું ૧૦૮ ગાથાનું બૃહત-બને પ્રભાવ સંપન્ન છે. તેમાં એક ૨૭ નું લઘુનો પણ પ્રભાવ કેવો છે. મારી-મરકી-રોગશોક ઈતિ ઉપદ્રવ બધું જ દૂર કરે.
વિ.સં.૧૯૫૬ ની વાત છે. સમગ્ર ભાવનગરમાં અઢારે આલમમાં કોલેરા ફાટી નીકળ્યો.ચારે બાજુ હાહાકાર થઈ ગયો! અઢારે આલમનાં વડાની નજર અહંદુ ધર્મ ઉપર ઠરી.બધાની આજીજીભરી વિનંતીથી પૂજ્યપાદ પં.શ્રી ગંભીરવિજયજી મહારાજે તે ઉપદ્રવ શાંત થાય તે સંકલ્પ સાથે શ્રી શાંતિસ્નાત્ર ભણાવવાનું નિરધાર્યું.વૈશાખ વદિ છઠે વિધિપૂર્વક જળ લાવ્યા.અને ખાસ ભાવનગર ફરતે ધારાવાડી વિધિપૂર્વક બહુમાન સાથે વાજતે ગાજતે દીધી.અને બધાં રોગ-શોક ઈતિ ઉપદ્રવ શાંત થયા.
તે વખતના જૈન ધર્મ પ્રકાશ નામના માસિકમાં એ ધારાવાડીનો અહેવાલ આવ્યો છે.તે વાંચવાથી જ સમગ્ર પ્રસંગની ધારદાર અસરકારકતાનો ખ્યાલ આવશે માટે વાંચવો જરૂરી છે. જે આ પ્રમાણે છે :
ઉઃ અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org