________________
કાયા અને માયાથી રહિત મનમાં પ્રભુ ઋષભદેવનું ધ્યાન હતું. લોકોત્તર ધર્મ-સ્નેહથી છલકાતું વાતાવરણ અને એ બધાંની વચ્ચે અનેક પૂ. સાધુ-સાધ્વીજી મહારાજના સ્નેહપૂર્ણ નવકાર મંત્રના મંગલ સ્વરો સાંભળતાં સાંભળતાં તેઓનો આત્મા અહીંની અધૂરી ધર્મસાધના આગળ ધપાવવા સગતિમાં પ્રયાણ કરી ગયો! કાયાનું પિંજરું પડી રહ્યું અને હંસલો નવા કલેવર ધરીને માનસરોવરની યાત્રાએ ચાલી નીકળ્યો. કવિ બોટાદકરની પેલી કાવ્યપંક્તિનું સહજ સ્મરણ થઈ આવે તેવું વાતાવરણ હતું.
આ પ્રેમ પારાવારમાં નહાતાં, મરણ પણ મિષ્ટ છે.
બીજે દિવસે ભારે દબદબાપૂર્વકની તેમની અંતિમ યાત્રા નીકળી અને બપોરની વેળાએ સેકડો સાધુ-સાધ્વી ગણની ઉપસ્થિતિમાં તેમના ગુણોનું કીર્તન થયું.
कुलं पवित्रं, जननी कृतार्था, वसुन्धरा सार्थवती चयेन ॥ -- એવું જ બધાંને લાગ્યું.
એ પ્રસંગે મારા મિત્ર પં. શ્રી રત્નસુંદરવિજયજી મહારાજે શ્રી તિલકમુનિનું રચેલું પદ રજૂ કર્યું હતું તે અક્ષરશઃ તેમના જીવનમાં બન્યું હતું. પદમાં તો એને મનોરથના રૂપમાં રજૂ કરવામાં આવ્યું છે તે શ્રી રજનીભાઈના જીવનમાં ઘટના સ્વરૂપે બન્યું!
પદના એક એક શબ્દ મમળાવવા જેવા છેઃ
પ: અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org