________________
અમી-છાંટણાં થઈ રહ્યા છે એ આનંદની, હરખની એક-બીજાને આપ-લે કરે ન કરે એટલામાં તો મેઘરાજા મન મૂકીને સાંબેલાધારે વરસી પડ્યા.
અભિષેક દરમિયાન હવે મુદ્રા-દર્શન કરાવતી વેળાએ, દાદાના દેરામાંથી રાયણ પગલે પહોંચતાં પૂરી પંદર મિનિટ થઈ ! જંબૂવિજયજી મહારાજની કાયાને સાચવવી પડી. આમે ય રાયણ-પાદુકાએ તો વાયુ દેવતાની સતત હાજરી હોય છે જ. અત્યારે તો સપરિવાર, સાયુધ અને સાલંકાર પધાર્યા હોય એમ લાગ્યું. પહેરેલાં વસ્ત્રો પણ માંડ સચવાયા. દેવતાધિષ્ઠિત નીલુડી રાયણનો આજનો ઠાઠ કંઈ ગજબનો હતો. તેના પાન પાનથી હરખનાં આંસુની ધારા અનરાધાર વરસતી હતી.
હવે વરસાદની ઝડીઓ એવી તો વીંઝાવા લાગી કે એકાએક આ શું બની રહ્યું છે એ કળવું મુશ્કેલ બન્યું. ગરવ એવો શરૂ થયો કે જાણે મોટી-મોટી શિલાઓ દુકાળને દૂર તગેડી દેવા મેદાને પડી ન હોય! અરે, ધોળે દહાડે વીજળીના ઝબકારા દેખાયા.
“મનો વાસરે વિદ્યુત” એ વચન યાદ આવી ગયું.
સહુના તન-મન આહલાદક રોમાંચ અનુભવવા લાગ્યા.
બહાર હતા એ બધા રંગમંડપમાં સાંકડમોકડ ભરાઈ ગયા. - રંગમંડપમાં તો કાળી રાત જેવો અંધકાર છવાયો હતો.
૩: અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org