________________
પોતાની બધી શક્તિ નિચોવવા લાગી ગયા હતા. ઢોલીડાઓની આ ધ્રાંસ છેક તળેટીએ સંભળાતી હતી. ગિરિરાજની નીચેના જીવાપર, ડુંગરપર, રોહિશાળા, હાથસણી, આદપર વગેરે ગામના માણસો બોલતા હતા કે આજે મૂંગર ઉપર કંઈક છે. - ઢોલીડાઓએ તો બધડાટી બોલાવી દીધી. ચારે બાજુનું વાતાવરણ સમગ્ર બદલાઈ ચૂક્યું હતું. બારે મેઘ ખાંગા થયા હતા. પૃથ્વી અને આકાશ આજે એકાકાર થયા હતા. કુદરતે એના ખજાના ખુલ્લા મૂકી દીધા હતા. જંબૂવિજયજી, હું, રાજહંસવિજયજી વગેરે બધાના હૈયામાં હર્ષ માતો નહતો. સ્વપ્નો નમાયાનુમતિધનો નુ (આ સ્વપ્ન છે? કોઈ દેવી માયા છે ? કે આપણો મતિભ્રમ છે?)એવા તર્ક-વિતર્ક મનમાં ઊઠવા લાગ્યા!
અભિષેકની વિધિનો દોર આગળ ચાલતો રહ્યો. અભિષેક: ૪૦
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org