________________
સૂર્ય-ચંદ્ર દર્શન દર્શાવવાની તો આજે આકાશે ના કહી ! આજે આકાશમાં મેઘ સિવાય કોઈનું સામ્રાજ્ય નહીં.સહસ્રકિરણોવાળા સૂરજદાદાને પણ ઢાંકી દીધા.
દાદાના અઢાર અભિષેક પૂરા થવામાં હતા. સત્તરમો અભિષેક ચાલી રહ્યો હતો. અમે ફરી ગર્ભગૃહમાં પહોંચ્યા.
રોથા બરાબર પ્રભુજીના મસ્તકેથી સમગ્ર કાયા પર એક પાતળું સુગંધીદાર આવરણ રચતી નીચે જઈ રહી હતી. કપૂરની ઠંડી આલાદક સૌરભ આખા ગભારામાં છવાઈ રહી. અભિષેક કરનાર પ્રત્યેક ભક્તજનના ચહેરા પર પણ સંતોષથી મઢેલી ચમક છવાઈ રહી. છેલ્લો અઢારમો અભિષેક પૂરો થયો, થાળી વાગી અને અમે સહુ રંગમંડપની બહાર આવ્યા.
વરસાદ જરા વિરમ્યો હતો. તેણે અલ્પ વિરામ લીધો હોય એવું લાગ્યું. વરાપ નીકળ્યો. સવારનો ઊનો લ્હાય જેવો દઝાડતો તડકો હવે કૂણો થયો હતો. માસાદી વગેરે
શ્લોકના ઉચ્ચાર કરીને પ્રભુની ક્ષમાપના કરી, પ્રાર્થના કરી, અભિષેકની વિધિપોથી સંકેલી હવે નતમસ્તકે અને હસતે મોંઢ દાદાનાં દર્શન કરી કૃતજ્ઞતા પ્રગટ કરી. શ્રી પુંડરીકસ્વામીનાં દર્શને આવ્યા. મનમાં વિચારોની ઘટમાળ ચાલતી હતી. એક વિચાર ઝબક્યો. આજની ઘડી રળિયામણી! અને યાદગાર પણ છે. જીવનની ધન્ય ક્ષણ છે. દાદાએ આજે સામું જોયું છે. દાદાએ હોંકારો ભણ્યો છે ! એની અખૂટ કૃપાના દર્શન કરાવ્યાં છે.
૪૧ઃ અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org