________________
દાદાના અભિષેક : એક સ્મરણયાત્રા
૧ - સાવધાન થઈ સાંભળો ! રાખી મન થિર ઠામ
w
વિ. સં. ૨૦૪૪ ના જેઠ - અષાઢના દિવસો આજે યાદ આવી ગયા અને તે દિવસોના સુખદ સંભારણાં મનને વીંટળાઈ વળ્યાં; હૃદયમાં હરખની હેલી વરસી પડી ! મન હરખથી છ-છસ્ થઈ ગયું ! મોં મરક મરક બની ગયું ! કેવી મજા આવી 'તી ! આપાદ-મસ્તક બસ મજા જ મજા ! ચૌદ-ચૌદ વરસ પછી પણ તે પ્રસંગની તાજપ એટલી ફોરે છે. વગડાઉ જૂઈની સુગંધની જેમ એ અવસરની સોડમ સ્હેજ પણ કરમાઈ નથી, જૂની થઈ નથી. તેને કાળની રજ ચોંટી જ નથી. શાશ્વતીની મુદ્રાથી અંકિત થઈ જાય તેને કોણ શું કરી શકે ? સ્મૃતિમંજુષામાંથી જ્યારે-જ્યારે પણ બહાર કાઢું ત્યારે તરોતાજી સુગંધ પ્રસરાવતા એ પ્રસંગોની નોળવેલ સૂંઘી લઉં અને ફ્રેશ થઈ જાઉં !
વાત છે, સિદ્ધગિરિરાજના ત્રણ જગતના શિરતાજ દાદા આદીશ્વરના અભિષેકની. પણ એ વાત માંડીને - ઠરીને વિગતે કરવી છે. મનગમતા માણેલા એ આનંદની વ્હાણ આજે મારા પ્રિય વાચકોને કરવી છે.
અભિષેક: ૨
Jain Education International 2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org