________________
સુગંધી વાળો, કેસૂડાના સૂકા ફૂલ, ઉપલોટ, જટામાસી, કપૂર કાચલી એવા અનેક સુગંધી દ્રવ્યો ભરપૂર પ્રમાણમાં આવ્યા હતા. દશ-બાર જણાં એને ખાંડવાના, ચાળવાના, વીણવાના કામમાં લાગ્યા હતા. કેસરિયાજીનાં નજીકના રસ્તે પસાર થનારના પગ, આ બધાં દ્રવ્યોની મનોહર સુગંધથી થંભી જતા ! આવી સુગંધ ક્યાંથી આવે છે? - એવું પૂછતા!
એક ઊર્મિ-સભર વાતાવરણ રચાયું. ઉનાળો, દુકાળ, ગરમી, આ બધાં વિષયો હવે બદલાઈ ગયા હતા! બધાના મનમાં આશાભર્યો ઉલ્લાસ છલકાઈ રહ્યો હતો.
અમારા ઉત્સાહની તો શી વાત કરવી! લખાવ્યા કરતાં વધુ માપમાં આવેલાં દ્રવ્યો જોઈ મારી વર્ષો જુની ભ્રમણા ભાંગી ગઈ હતી. શ્રાવકવર્ગમાં આવી ઉદારતા ભરી પડી છે એનો સુખદ અનુભવ કર્યો. પેલું અનુમાન હતું; આ અનુભવ હતો. આ દિવસોમાં મને થયું કે દાદાના ભક્તોની દિલેરી પણ અકબંધ સચવાઈ છે.
તૈયારી તડામાર ચાલતી રહી. એક એક દિવસ મૂલ્યવાન હતો.
ઉત્સાહ સ્વયંભૂ હતો. ઉમળકાના તો ઉભરા આવતા હતા.
અનુકુળતાઓ જાણે આ કાર્યમાં સૂર પુરાવી રહી હતી. સારું સારું સૂઝવા લાગ્યું.
આવેલી ઔષધીઓની યાદી સરખાવતા કોઈ અભિષેક: ૧૬
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org