________________
બોલ્યુંઃ ગજપદ કુંડ અને જમનાના જળ અને મૃત્તિકા આવશે તો આ શાશ્વત ગિરિરાજની “તરુ રજ મંજિરી રે, શીશ ચઢાવે ભૂપ સલૂણા.” એમ કહેવાય છે એટલે આ મંગલ મૃત્તિકા પણ આમાં ભેળવવી જોઈએ. શત્રુંજયા સરિતાના જળ અને ગિરિરાજની ૨જ ઔષધિઓ સાથે મિશ્રિત કરાયા.
દક્ષિણાવર્ત શંખ અને દૂધે ભર્યો. સોનું અને સુગંધ ભળ્યા!
જંબૂવિજયજી મહારાજ સતત જિજ્ઞાસાભરી નજરે બધું જોતા અવરનવર પૃચ્છા કરતા હતા. તેઓ પણ ખૂબ ખુશ હોય તેમ લાગતું હતું.
ગિરિરાજના સેવકો, દાદાના સેવકો, સેવિકાઓ, બધાને જમાડવાનો, યોગ્ય પહેરામણીઓથી વિભૂષિત કરવાનો મંગલ અને અણમોલ પ્રસંગ ઉલ્લાસની છોળો વચ્ચે સંપન્ન થયો.
આવી રીતે બધાનું સન્માન જાણે પહેલીવાર થતું હોય એવું એ બધાએ અનુભવ્યું.
એકત્ર થયેલાં બધાને હિત-શિક્ષા આપવામાં આવી? તમારા સૌનું સદ્ભાગ્ય છે કે તમને દાદાની સેવા કરવાની મળી છે. તમારા ભાગ્ય ફળ્યા છે. હવે પછીના વરસો અને ભવ પણ સુધરી જશે.
એ બધાનાં મોં પર અને આંખમાં આનંદ ઉમંગ તરવરતો જોવા મળ્યો. ઉત્સાહ એ કાર્યસિદ્ધિનું પહેલું એંધાણ છે.
૧ : અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org