________________
અમારા મનનો ઉમળકો બેવડાયો. આ કાર્યમાં દાદાનો પણ હુકમ છે એવી ખાત્રી થઈ.
બુધવારનો દિવસ. મારા શિષ્ય રાજહંસવિજયજી તથા પધારેલાં વિધિકારકો, ભાવિકો સર્વશ્રી લલિતભાઈ મદ્રાસવાળા, વસંતભાઈ પંડિત વગરેની સાથે મનોરથના પુષ્પોની માળા ગુંથવામાં સમય ક્યાંયે સરી ગયો. સૌના કોડભર્યા હૈયાનાં હોંશની જ લહાણ થતી હતી. - રાત્રે બધી તૈયારી થઈ રહી હતી. ઔષધિઓ, દ્રવ્યો, ઉપકરણો ઉપર લઈ જવા માટે એલ્યુમિનિયમના નવાનકોર ડબામાં મૂકવામાં આવ્યા તે કઈ કઈ ડોળીમાં મૂકવા, કોને કોને સોંપવા; કાંઈ બાકી ન રહી જાય એ કાળજીપૂર્વક જોઈ લેવું, આ બધું સૂઝપૂર્વક ચાલી રહ્યું હતું ત્યાં કોઈ બોલ્યું:
બધી જ ચીજ-વસ્તુઓ આવી પણ હજુ જમનાના જળ અને મૃત્તિકા તો બાકી રહ્યા!
રાતના સાડા અગિયાર થયા હતા !
આવતી કાલે પરોઢિયે પાંચ વાગ્યે બધા અહીંથી સાથે જ જઈશું એમ વાતો થતી હતી. ત્યાં, કેસરિયાજીના દરવાજા આગળ એક વાહન આવીને અટક્યું.
એક ઉમળકાભર્યો અવાજ અમને સંભળાયો : હું આવી ગયો છું. નજીક આવતાં આછા અજવાળે એ અવાજ ઓળખાયો. ચંદુભાઈ ઘંટીવાળાના ભાઈ સુરાભાઈ. અમે આશ્ચર્યની અવધિ સાથે જોયું ! હાથમાં જમનાના અભિષેક: ૧૮
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org