________________
હનુમાનધારાના પૂજારી, અંગારશા પીરના મુરશીદ, હિંગળાજમાતાના રક્ષક, સેવક, બધા દેવ-સ્થાનોના પૂજારીઓ, આવા તમામ સેવક-વર્ગને બોલાવવા અને અભિષેકના આગલે દિવસે - બુધવારે, સહુને બહુમાન પૂર્વક ઉત્તમ દ્રવ્યોયુક્ત જમણ કરાવી પહેરામણી આપવી. તેમ જ એ વખતે, ગુરુવારે જે અનુષ્ઠાન કરવાનું છે તે શું છે, હૈયામાં ભક્તિ ધરીને હૃદયને ભાવિત કરવાનું, ભીંજવવાનું છે તેવી વાતો કહેવી, સમજાવવી - આ બધું વિસ્તારથી વિચારાયું. પ્રત્યેક દેવ-સ્થાને શ્રીફળ, ચુંદડી, હાર, ધૂપ પણ સુંદર રીતે, હૈયાની ઉલટ ધરીને અર્પણ
કરવા :
'क्षेत्रपालादयस्ते सर्वे प्रीयन्ताम् प्रीयन्ताम् ॥" એ અન્વયે એ બધું પણ નોંધાવી દીધું.
પછીના દિવસોમાં વિધિકારકોને, સંગીતકારોને આમંત્રણ આપવાની યાદી તૈયાર કરાઈ અને નિયંત્રણ પાઠવાયા. અનેક ભક્તિવંત શ્રાવકોને આ ભાવમય પ્રસંગમાં સહભાગી થવા આમંત્રણ પાઠવાયા.
આમ આ બધી પ્રાથમિક તૈયારીઓ થઈ. કામ વણથંભ્યા શરૂ થયા.
ઔષધિઓ આવવા લાગી. કેસરિયાજીના ઉપાશ્રયના પ્રાંગણમાં જ કામ શરૂ થયા. કઈ ચીજો આવી, કઈ બાકી એ બધી નોંધ થવા લાગી. ચાતુર્માસ કરવા આવેલા કેટલાંયે મહાનુભાવો આ કાર્યમાં હોંશે હોંશે જોડાયા. કાર્ય સરળતાથી આગળ ધપવા લાગ્યું. ૧૫: અભિષેક
4t
Jain Education International 2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org