________________
યાદી તૈયાર કરી. મારા આશ્ચર્ય વચ્ચે તેઓએ, મારા આપેલાં માપથી ત્રણ ગણાં અને ચાર ગણાં માપ લખ્યાં!
મોતી અને કસ્તુરી જેવાં દુર્લભ અને બહુમૂલ્ય દ્રવ્યો પણ વધુ માપમાં લખ્યાં! સાચાં મોતી એક કિલો લખાવ્યાં હતાં. તેમણે કહ્યું: એક કિલોએ શું થાય?
દાદાની પ્રતિમા કેટલી મોટી અને વિશાળ છે. બે કિલો તો જોઈએ. કસ્તુરી ચાર રતિ જેટલી નોંધાવી હતી. તો કહે:
આપણે અરધો તોલો તો લઈએ. જેટલી શુદ્ધ મળશે તેમ વધુ લઈશું.
આમ દ્રવ્યોની યાદી ઉદારતાપૂર્વક થઈ
અનેક પવિત્ર નદીઓનાં અને સંગમ સ્થળોનાં જળ તથા મૃત્તિકાની નોંધ કરાવી. દૂર દૂરના સ્થળોએથી બહુમાનપૂર્વક, વિધિપૂર્વક અને ઉમંગભેર એ જળ અને કૃત્તિકા લાવવાની યાદી કરતાં અમે ભાવવિભોર થતાં હતા.
બધાં દ્રવ્યો આવી ગયા પછી એને કેવી રીતે સાફ કરાવવા, ખંડાવવા, ચળાવવા, માપ પ્રમાણે તૈયાર કરાવવાનું વિચારાયું. અગુરુ નામનું કાષ્ઠ, અગર, અંબર અને આવી અનેક વસ્તુઓ તૈયાર કરાવવાનું કામ ચાલ્યું. આ કાર્ય કરનારા સ્વસ્થ પુરુષોની શુદ્ધિનો પણ ખાસ પ્રબંધ કરાયો.
દાદાનો અભિષેક કરનારા સેવકો, ગિરિરાજ પરની એક એક પરબ સાચવનારા બહેનો અને ભાઈઓ, અભિષેક: ૧૪
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org