________________
વળી સમવસરણમાં શક્તિમાન દેવો જર-ઝવેરાતની વૃષ્ટિ નથી કરતા પણ પંચ વર્ણનાં પુષ્પોની જ વૃષ્ટિ કરે છે. કેટલાં યે પુષ્પો જેવાં કે જાઈ, જૂઈ, કમળ, પારિજાત વગેરે ફૂલોમાં લક્ષ્મીનો વાસ ગણાયો છે. માટે આવી ઔષધિનો પ્રભાવ અણચિંત્યો છે.
આપણે પણ રોજના પ્રભુજીના અભિષેક/પ્રક્ષાલમાં ગંધૌષધિને ઉપયોગમાં લેવી જોઈએ; જેમ કે, સુગંધી વાળો, સુકાયેલાં કેસૂડાનાં ફૂલ, કઠ(ઉપલોટ), ઘઉંલો, વજ (ગંધીલો વજ), કપૂરકાચલી આ છ ઔષધિથી મિશ્રિત જળ વડે પ્રભુનો અભિષેક નિત્ય થઈ શકે. આમાં ચંદન-કેસરનો ઘસારો પણ મેળવી શકાય.
ઔષધિની વાત છે તેવી જ સારા અત્તરની છે. કનોજના જાણીતા અત્તર જે દેશી અત્તર કહેવાય છે કે, ચોમાસામાં ગુલાબ; ઉનાળામાં ખસ; શીયાળામાં હીનો --આમ આ અત્તરને પાણીમાં ભેળવીને ઉપયોગમાં લેવાથી વાતાવરણ સુગંધિત બનાવી શકાશે.
પ્રભુના અભિષેકની વાત નીકળી છે તો સાથે થોડી, તે પ્રમાણે આવતાં પુષ્પોની પણ વાત કરી દઉં.
વર્ષની છ ઋતુઓ છે. પ્રકૃતિની ઉદારતા તો જુઓ! આદરેક ઋતુમાં એની મેળે ખરી પડે એવાં પુષ્પો ઊગતાં હોય છે. આ પુષ્પો વડે પગર ભરવા જોઈએ. (પ્રભુજીની આજુ-બાજુની ખાલી જગ્યામાં પુષ્પના ઢગલાથી રચનાઓ કરવી તેને પગર ભરવા એમ કહેવાય છે.) વીરવિજયજી મહારાજ એમની રચેલી પૂજામાં અભિષેક: ૨૬
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org