________________
વાત એમ બની હતી કે આગની આ ઘટના બની તેના પાંચ વર્ષ પહેલાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના જિનાલયે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. પ્રભુજીની પ્રતિષ્ઠાના દિવસે, રાત્રે નગરમાં ધારાવાડી દેવાઈ હતી. જે જે રસ્તે થઈને ધારાવાડી કરનારા સ્વયંસેવકો પસાર થયા હતા, જે જે વિસ્તારમાં ધારાવાડી દેવાઈ હતી તે વિસ્તાર આગમાંથી ઉગરી ગયો હતો ! ધારાવાડી દેનારાઓ પ્રાયઃ રાત્રે નીકળે. બધા થાક્યા હોય તેથી ઝટપટ ફરી કેટલાક વિસ્તાર છોડી દેતા હોય છે. ખરેખર તો સૂર્યાસ્ત સમયે નગર ફરતાં વધુ ને વધુ વિસ્તારને આવરીને પ્રભુજીના અભિષેક-જળનો છંટકાવ થવો જોઈએ -- જેનો આવો દિવ્ય પ્રભાવ આજે પણ અનુભવાય છે. દિવ્ય ઔષધિ, ઉત્તમ જળ અને પ્રભુના સ્પર્શનો આવો પ્રભાવ છે.
આવા અનુષ્ઠાનમાં વનસ્પતિઓ વિધિપૂર્વક લાવવામાં આવે તે જરૂરી છે. જેમ કેઃ મૂલ નક્ષત્રમાં તે તે છોડનાં મૂળ, વિશાખા નક્ષત્રમાં ડાળ કે પાંદડાં લાવવામાં આવે તો તે તેનું કાર્ય પૂર્ણરૂપે કરે છે. કેટલાંયે પુષ્પો, પત્રો, મૂળ તો એવી ભાવના ભાવે કે પ્રભુ-ભક્તિને કાજ અમારો કોઈ ઉપયોગ કરે તો કેવું સારું ! પ્રભુભક્તિમાં પુષ્પો વપરાય તો તેને તેમાં પીડા નથી ઊપજતી પણ પ્રસન્નતા પ્રગટે છે. પ્રભુને પણ જર-ઝવેરાત કરતા પુષ્પો વધુ વહાલાં હોય છે કારણકે તે સજીવ છે. પ્રભુએ જીવો માટે તો તપ કરી જ્ઞાન મેળવીને ધર્મ સ્થાપ્યો છે.
૨૫:: અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org