________________
કરવામાં આવેલ છે. જ્યારે જ્યારે શાંતિ-સ્નાત્ર ભણાવાય ત્યારે ત્યારે સમગ્ર અભિષેક જળને એક કુંભમાં વિધિપૂર્વક, વિશ્વશાંતિના પાઠપૂર્વક ભરવામાં આવે છે. એને ભરતી વખતે જળને વધુ શક્તિ-સમૃદ્ધ કરવા માટે લીલી ધરોની ઝૂડીમાંથી પસાર કરવામાં આવે છે. આમ આ અભિષેક જળનો સમસ્ત નગર ફરતે છંટકાવ કિરવામાં આવે છે.
વિ. સં. ૨૦૧૩ આસપાસની ગોધરા પંચમહાલ) ગામની આ વાત છે.
ગામમાં મોટી આગ લાગી હતી. ગોધરા બળ્યું એમ કહેવાયું. ભારે જહેમતે આગ શમી પછી ગામના લોકો ફરી ફરીને તારાજી જોઈ રહ્યા હતા ત્યાં એક જગ્યાએ અટકી ઊભા રહી ગયા. આશ્ચર્યચકિત થઈ માથું ખંજવાળવા લાગ્યા! આમ કેમ બન્યું હશે? આમ કેમ બની શકે?
જ્યાં ઊભા હતા ત્યાં વોરાભાઈઓના ઘર હતાં. રસ્તાની બન્ને બાજુ તેઓના ઘર હતાં એને સાંકળતો મોટો લાકડાંનો પૂલ હતો, અને નીચેથી રસ્તો જતો હતો. એ પૂલ અડધો બળ્યો હતો અને બાકીના અડધા ભાગમાં આગ આગળ વધતી અટકી ગઈ હતી ! માન્યામાં ન આવે એવું આ બન્યું હતું.
ઘણા તર્ક-વિતર્ક થયા. ઊંડાણમાં જતાં, એકબીજા સાથે વિચાર-વિનિમય કરતાં જે કારણ મળ્યું એ જાણી બધા ભાવ વિભોર બની ગયા. અભિષેક: ૨૪
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org