________________
તાંસા, શરણાઈ, શંખ,ભૂંગળ, નરઘા, સારંગી, કાંશી, મંજીરા, નૃસિંધુ, ડફ વગેરે) નંદી વાજિંત્ર વાગતા હતા. આખા શહેરમાં સર્વ વ્યાપારીઓએ પોતપોતાની ઉલટથી અણોજો પાળ્યો હતો. કારીગરોએ પણ કામ પર જવું બંધ રાખ્યું હતું. નામદાર દરબારશ્રીના હુકમથી મટન માર્કેટ પણ બંધ રહી હતી.માછીની જાળો છોડાવી હતી. મિલ પ્રસાદિ તો બહુધા શરૂ જ ન હોવાથી તમામ બંધ હતું. આખું શહેર વરઘોડો જોવાને ઉછળી રહ્યું હતું.
સવારના ૮ કલાકે વરઘોડો ચાલ્યો હતો તે ગામ ફરતો ધારાવડી દઈને બપોરના ત્રણ કલાક પછી ઉતર્યો હતો. સ્થાને સ્થાને શ્રાવક સમુદાયની સ્ત્રીઓ વધાવવા ઊભી રહેલી દ્રષ્ટિએ પડતી હતી.જન સમૂહના હૃદયમાં ઉત્સાહ સમાતો નહોતો. વધાવવામાં એકંદર રૂા ૧૫૦નું રૂપાનાણું અને પ00-600 શ્રી ફળો આવ્યા છે. આ કાર્યનો પ્રારંભ થયો ત્યારથી જ વ્યાધિની શાંતિ થવા માંડી છે.
અને આ જળધારા થયા પછી વિશેષ પ્રકારે શાંતિ જણાય છે. થોડા દિવસમાં સર્વથા શાંતિ થઈ જવાનો સંભવ છે. આવા ઉત્તમ કાર્યો આ ભવમાં અને પરભવમાં ઊભયમાં હિતકારી છે.
શ્રી જૈન ધર્મ પ્રકાશ-અંક-૩ સં. ૧૯૫૬-પુસ્તક-૧૬
જેઠ સુદી ૧૫
અભિષેક: ૮૦
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org