________________
ઉત્તર : પ્રશ્ન લાખેણો છે. માર્મિક છે. ઉત્તર મળે કે ન મળે. આવા પ્રશ્નો થવા જ જોઈએ. ગાડર ટોળાની જેમ યાત્રાએ “આ ગયા અને આ આવ્યા” એવું તો ન જ હોવું જોઈએ.
મને પણ આ વાત માંડીને કહેવી ગમશે. વાત લાંબી છે. શ્રી શાન્તિનાથ ભગવાનના વારા પહેલાં આ વાતનું મૂળ છે. ભાઈ બ્રાહ્મણ હતા. સ્વાભાવિક જ યજ્ઞયાગાદિમાં ડૂબેલા રહેતા હતા. એક જૈન સાધુ મળ્યા. તેમણે કરુણા છલકતી વાણીમાં પૂછ્યું : આ હિંસા કરીને તમને શું મળે છે? આવો પ્રશ્ન સાંભળતાં જ અહં ઘવાયો અને ક્રોધિત થઈ મુનિ મહારાજને મારવા દોડ્યો! કુદરતને એમ મંજૂર ન હતું. આવા પવિત્ર મહાવ્રતધારી મુનિની હિંસાના કૃષ્ણ પરિણામથી એનું જ મૃત્યુ થયું! ઢેષભાવની પ્રબળતાને
[+ + + મામ
અભિષેક: ૬૨
છે
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org