________________
અને એના બીજા જ દિવસે આ પ્રબંધની રચના થઈ છે. અહીં આ રચનાનો રસાસ્વાદ કરાવવાનો ઉપક્રમ છે.
શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ, એવું એનું નામ છે. શ્રી વિધામંડનસૂરિજીના ગુરુભાઇ શ્રી વિનયમંડન પાઠકના શિષ્ય, વાસ્તુશાસ્ત્ર-વિશેષજ્ઞ તથા જ્યોતિષશાસ્ત્ર-જ્ઞાતા પંડિત વિવેકધર ગણિ તેના રચયિતા છે.
દેવભાષા સંસ્કૃતમાં બે ઉલ્લાસમાં રચાયેલા આ પદ્યબંધ પ્રબંધમાં વૈવિધ્યભર્યા છંદો પ્રયોજાયા છે. ૯૩ પદ્મના પહેલાં અને ૧૬૯ પદ્યના બીજા ઉલ્લાસમાં વર્ણનો આકર્ષક અને પ્રાસાદિક છે, ભાષા લલિત અને પ્રાંજલ છે.
આ ગ્રંથનું બીજું એક અભિપ્રેત નામ ઇષ્ટાર્થસાધક છે. ઉદ્ધારના ભગીરથ કાર્યનું ઉત્થાન-બીજ કે આરંભબિંદુ, આ શબ્દમાં સમાયેલું છે. કર્માશાહના પિતાજી તોલાશાહે, શ્રી વિદ્યામંડનસૂરિજીના ગુરુ શ્રી ધર્મરત્નસૂરિજીને પ્રશ્ન કર્યો હતો કે; મારો ઇષ્ટ અર્થ સિધ્ધ થશે કે નહીં? બૃહત તપાગચ્છના રત્નાકરની ભૃગુકચ્છીય શાખામાં ઘણા પ્રભાવશાળી આચાર્ય મહારાજાઓ થયા તેમાં એક, પ્રભાવશાળી શ્રી ધર્મરત્નસૂરિજી મહારાજ હતા.
આ કાર્યના મંડાણ થયા માટે ઇષ્ટાર્થસાધક, આ નામ યથાર્થ છે. ગ્રંથના રચયિતા સ્વયં આ ધન્ય પ્રસંગના સાક્ષી હતા, એટલું જ નહીં, તેઓશ્રી શ્રી વિનયમંડન પાઠકના નિકટના સાથી અને શિષ્ય પણ હતા. ૮૩ : અભિષેક
Jain Education International 2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org