________________
ગરવા ગિરિરાજના ઉદ્ધાર, એ તો ઇતિહાસનાં પાનાં પર અમર થવા સર્જાયેલી ઘટનાઓ છે. કોઈ સૌભાગ્યવંતા વિરલ મનુષ્યને, તેની અભિલાષા જાગે, એ અભિલાષા પૂર્ણ કરવાની કોઈ ભાગ્યવાનને સામગ્રી મળે અને કોઈક જ પુણ્યવંત આત્મા જ, એવું કામ કરીને સ્વજન્મને કૃતાર્થ કરે!
શ્રી શત્રુંજય તીર્થના આવા ઉદ્ધાર ઘણાં થયા છે. તેમાં તેર-ચૌદ-પંદર એ ત્રણ ઉદ્ધાર અનુક્રમે, જાવડશાહ, બાહડમંત્રી અને સમરાશાહે કરાવેલા છે. કાળનો કાટ ન લાગે, તે રીતે ઇતિહાસના પાને એ કંડારાયા છે. એક એક ઉદ્ધારનાં, કાવ્યો રચાયાં છે. કવિઓએ નાનાવિધ વર્ણનોથી પોતાની કલમ કૃતાર્થ કરી છે. રસમય વર્ણનોથી રસિકજનોના મનને તરબતર કરી, એમના ભક્ત હૃદયને પ્રભુમય બનાવ્યું છે.
સોળમાં ઉદ્ધારની કથા પણ એવી જ રોમાંચક છે. કર્માશાહે કરાવેલા આ ઉદ્ધારની કથા બહુ જાણીતી નથી. એમાં પ્રતિષ્ઠા કરનાર આચાર્ય શ્રી વિદ્યામંડનસૂરિજી મહારાજ હતા અને ઉદ્ધાર કરાવવામાં કેવા -કેવા સાધક -બાધક પરિબળોએ ભાગ ભજવ્યો હતો એ વાત જાણીતી નથી.
આ સોળમાં ઉદ્ધારના વર્ણનોનો પ્રબંધ રચાયેલો છે. એક પ્રશસ્તિ પણ રચાઈ છે. (શ્રી લાવણ્યસમય કૃત આ પ્રશસ્તિ ગિરિરાજ ઉપર અંકિત છે.) આ પ્રતિષ્ઠા વિ.સં.૧૫૮૭ના વૈશાખ વદિ છઠ્ઠના શુભ દિને થઈ છે.
અભિષેક: ૮૨
Jain Education International 2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org