________________
આથી, તેમના વર્ણનોમાં સજીવતા ભારોભાર છે.
કાવ્યનો ઉપાડ, છટાદાર છે. પહેલા પ્રબંધમાં શાર્દૂલ વિક્રીડિત છંદમાં મંગલ અભિય અને પ્રયોજન દર્શાવ્યા છે. શબ્દ-પ્રાસ, વર્ણ-સગાઈ અને છંદોલય એવા કર્ણમધુર છે કે એનાં શ્રવણ-વાચન મન હરી લે છે.
પ્રથમ બે શ્લોકમાં શ્રી ઋષભદેવ અને શ્રી પુંડરીક સ્વામીને મંગલાચરણરૂપ સ્મરણ કરી, પ્રથમ ચક્રવતિ શ્રી ભરત મહારાજા વગેરેએ કરેલા ૧૮ ઉદ્ધારનો નામોલ્લેખ છે. (કમશાહથી પહેલા પંદર ઉદ્ધાર થયા, તે ઉપરાંત સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી વિક્રમ રાજાએ, શ્રી ઘનશ્વરસૂરિજીના ઉપદેશથી શિલાદિત્ય રાજાએ અને વસ્તુપાળ મંત્રીશ્વરે કરેલા ઉદ્ધાર ગણતરીમાં લેતાં, સંખ્યા અઢારની થાય છે. એક અપેક્ષાએ, એવા બધા ઉદ્ધારને સૂક્ષ્મ ગણવામાં આવે છે અને તેની સંખ્યા ઘણી થાય છે.)
શ્રી ધનરાજ સંઘવીએ કાઢેલા સંઘમાં, આબુ વગેરે તીર્થની યાત્રા કરી, તેઓ મેવાડ દેશની રાજધાની ચિતોડનગરમાં પધાર્યા હતા. આ નગરના આલંકારિક વર્ણનની એક પંક્તિ સ્મરણ- મંજૂષામાં અકબંધ ગોઠવાઈ છે : શનિા સંમિનાં વ્ર ચત્ર મધુર સ્વાધ્યાય ધોષોશ્વના છે (મધુર સ્વાધ્યાયના ઘોષથી ગાજતાં, સાધુના જ્યાં ઉપાશ્રય હતા.)
ચિતોડનગરના રાજા સાંગારાણાએ શ્રી સંઘનું સામૈયું કર્યું અને ધર્મવાણીનું નિત્ય શ્રવણ કરવા લાગ્યા. અભિષેક: ૮૪
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org