________________
કે.
કે
.
e
માં
છે.
બy
છે
જ
કલિયુગની કલ્પવેલી,
આદિનાથની મૂરતિ અલબેલી વિલેપનની પૂર્ણ અસર બિંબને બરાબર સ્પર્શે ત્યાં સુધી થોડી વાર વિલેપન એમ જ રહેવા દીધું.
એ દરમિયાન રંગમંડપમાં ભક્તિભાવનો રંગ બરાબર જામ્યો હતો.
સંગીતના સૂર રેલાતાં રહ્યા. ગીતો ગવાતાં રહ્યાં. લયબદ્ધ ચામર-નૃત્ય અજબ દશ્ય રચતું રહ્યું. દીપમાળાની હાર ચોતરફ પ્રગટી હતી.
સંગીતને સાથ આપતો ધીમો-ધીમો ઘંટારવ ગુંજી રહ્યો હતો.
અને આ બધાંની સાથે હર્ષવિભોર બનેલા ભક્તજનોનો લયબદ્ધ કરતલ દવનિનો ગુંજારવ રંગમંડપને ઓળંગીને સમગ્ર પરિસરમાં છવાઈ રહ્યો.
ભક્તિની છોળથી વાતાવરણ ભીંજાઈ રહ્યું હતું.
સ્થળ-કાળને ભૂલી સહુ કોઈ દાદામય બની ચૂક્યા હતા.
૩૫ : અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org