________________
આથી ચૈત્યના પરિસરમાં ચોતરફ સુગંધી વાતાવરણ એવું આલ્હાદક બનશે કે દેવોને પણ અહીં પ્રભુભક્તિ નિહાળવા આવવાનું મન થાય! વળી આમ કરવાથી પ્રભુના સમવસરણમાં દેવો જે પરિમલમય વાતાવરણ નિમોણ કરે છે તેવો અસ્સલ આભાસ ઊભો થાય.
કુસુમાંજલિ” બે શબ્દોનો સમાસ છે : સુસુમ અને મંત્રિા કુસુમ એટલે પુષ્પ-ફુલ. અંજલિ એટલે સંપૂટ - ખોબો. ખોબો ભરીને ઝીણાં ઝીણાં નાજુક ફુલો જેવા કે જાઈ, જુઈ, બોરસલી અને પારિજાત કુસુમાંજલિમાં લેવા, એની સાથેની પાંદડીઓ પણ એમ જ રાખવી, છૂટી ન કરવી. કદાપિ અક્ષત-ચોખા ન લેવા. __"सव्वं च लक्खणोवेयं समहिठिंति देवया।" (સર્વ જે લક્ષણોવંત છે તેમાં દેવતા અધિષ્ઠાન કરીને રહે છે.)
પ્રભુજીના અઢાર અભિષેક થયા પછીનું એ જળ હવે સામાન્ય જળ નથી રહેતું, એ અમૃતમય બની જાય છે. નિજ-નિજ સ્વભાવ અને પ્રભાવયુક્ત સંજીવની ઔષધીઓથી મિશ્રીત થઈ, પ્રભુના સ્પર્શ પામી તે અમૃત બની જાય છે ! એટલે જ કહેવાય છે :
मणि-मंत्रौषधीना अचिन्यो हि प्रभावः। મણિ-મંત્ર અને ઔષધીનો પ્રભાવ ન વિચારી શકાય તેટલો હોય છે, વળી એમાં પ્રભુનો સ્પર્શ એને સર્વોત્તમ બનાવે છે.
૭૧ : અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org