________________
એક કારણ શ્રી રજનીકાન્ત દેવડીનું નિરહંકારી નેતૃત્વ પણ છે. એમની દાદા આદેશ્વર પ્રત્યેની અનન્ય ભક્તિ. તેના દર્શન મને એકથી વધારે વાર થયાં છે. એકવાર અમે ગિરિરાજની યાત્રામાં સાથે થઈ ગયા. આમ તેઓ ડોળીમાં હતા પણ શાંતિનાથ ભગવાનના દેરાસર પાસે મળી ગયા. ત્યાંથી જેવા દાદા પાસે ગયા, મન ભરીને દર્શન કર્યા અને સ્તુતિ બોલવાનું શરૂ કર્યું?
દાદા તારી મુખ-મુદ્રાને અમિય નજરે નિહાળી રહ્યો ....” એવી એક સ્તુતિ, પછી બીજી .. બીજી સ્તુતિ બોલાઈ રહી ત્યાં તો એમની આંખો ભીની થઈ; અશ્રુબિંદુ વહેવા લાગ્યાં. અમે સાથે જ ઊભા હતા. તારામૈત્રક રચાયું હતું. સજળ નયને દાદાના દર્શનનો દોર ચાલુ હતો. હાથ જોડાયેલા હતા, સ્તુતિઓ મધુર સ્વરે બોલાતી રહી. બોલવાનું ક્યારે બંધ થયું તે ખબર ન રહી. પ્રભુના દર્શન પ્રભુના ભક્તના હૃદયમાં થવા લાગ્યા અને એ ક્ષણોને અમે સંગોપીને ચિત્ત-મંજૂષામાં મૂકી દીધી.
આવી ભાવુક વ્યક્તિને એક ઉત્તમ મનોરથ થયો. દાદાના અભિષેક તો કરાવીએ પણ તે નિમિત્તે તપાગચ્છના સમગ્ર સાધુ-સમુદાયને આમંત્રણ આપીએ. તેમના નિર્મળ મનની સંભાવનાના બળથી જ વિશાળ સાધુ સમુદાય ક્યાંય દૂર-સુદૂરથી આ પ્રસંગે પધાર્યો હતો.
પ૧ : અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org