________________
વનસ્પતિના પ્રભાવની તો શી વાત કરું. કેટલીક વાર તો દેવોની શક્તિ જ્યાં ન પહોંચે ત્યાં ઔષધિની શક્તિએ કામ કર્યું છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજ પાસે જેમણે અધ્યયન કર્યું છે તે આચાર્ય શ્રી સોમપ્રભસૂરિ મહારાજે કુમારપાળ પ્રતિબોધ નામનો ગ્રંથ રચ્યો છે, તેમાં એક કથા આવે છે:
એક રાજાની દીકરી સાવ મૂંગી છે. રાજાનો એક મિત્ર છે, જે રાજા પાસે એક દેવની શક્તિનું વર્ણન કરે છે. એ દેવ પોતાના તાબામાં છે, બોલાવે ત્યારે આવે છે તેમ તે કહે છે. રાજાને સૂઝયું અને કહ્યું કે : મારી આ માંદી દીકરીમાં એ દેવને બોલાવ. રાજાના મિત્ર દેવનું સ્મરણ કર્યું અને દેવ દીકરીમાં આવ્યા. આમ થવા છતાં પણ દીકરી બોલી નહીં. થોડી વારે દીકરી બોલી, ત્યારે રાજાએ પૂછયું કે વાર કેમ લાગી? દેવ કહે કે આવીને બોલવા મન કર્યું, પણ દીકરી તો મૂંગી હતી એટલે હિમાલયમાં જઈ ત્યાંથી ઔષધિ લઈ આવી તેનો પ્રયોગ કર્યો પછી તે બોલતી થઈ. (પૃષ્ઠ: ૧૬૦) - આ પરથી લાગે છે કે દેવને પણ ઔષધિની આ શક્તિનો સહારો લેવો પડે છે.
१४ ऐन्द्र स्तुति चतुर्विंशतिका
ના ગ્રન્થની વૃત્તિમાં લખ્યું છે કે બુદ્ધિના ક્ષયોપશમમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભવ અને ભાવ એ ચારે ય ભાગ ભજવે છે. તેમાં દ્રવ્ય તરીકે આ ઔષધિઓનું કામ આવે.
પ્રભુમાં પણ આહજ્ય શક્તિ છે તેને ફરતાં જે અભિષેક: ૨૨
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org