________________
કરતાં ભક્તિનો પરિમલ ફેલાવતા. ચાતુર્માસ પૂર્ણ થયે પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો.
પ્રભુ જ્યાં ચારમાસ વિરાજ્યા ત્યાં મરુદેવા શંગ (ટૂંક) પર પેલા સિંહદેવે શ્રી શાંતિનાથ પ્રભુનું વિશાળ ચૈત્ય બનાવરાવ્યું. પ્રતિમાજી સ્થાપન કર્યા. ઘણાં દેવોએ પણ ત્યાં આજુબાજુ ચૈત્ય બનાવરાવ્યા. ગિરિરાજની તળેટી વલભીપુર હતી તે સમયની આ વાત છે. (સંદર્ભઃ શત્રુંજય માહાભ્યઃ સર્ગ આઠમો.)
કાળક્રમે ભૌગોલિક ફેરફાર થતાં એ ભાગ છૂટો પડ્યો, વચ્ચે પુષ્કળ અંતર પડ્યું. એ કાળ પણ કેટલો બધો પસાર થયો ! વધેલા આ અંતરને ધ્યાનમાં રાખીને પછી એ જ શાંતિનાથ પ્રભુનું પ્રતીક ચૈત્ય આ વાઘણપોળમાં પ્રવેશતાં જ ડાબી બાજુએ નિર્માણ પામ્યું. સમયે-સમયે તેના સંખ્યાબંધ જીર્ણોદ્ધાર પણ થયા, પણ સિંહદેવે કરેલું એ ચૈત્ય આજે પણ પ્રભુ શ્રી શાંતિનાથ ભગવાને કરેલા ઉપકારની છડી પોકારતું અડીખમ ઊભું છે. આ દષ્ટિએ આ દેરું અદકેરું છે; રળિયામણું છે, સોહામણું છે. શાન્તિના ઉજાસને પ્રસરાવનારું છે. પ્રત્યેક યાત્રિક સલુણા શાંતિનાથ ભગવાનને મુજરો અપ યાત્રા-દર્શન-વંદન-પૂજન કરીને પછી જ દાદા આદીશ્વરને ભેટવા આગળ વધે છે. આ હેતુથી સિંહદેવે સર્જેલું શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર છે.
આશા છે કે તમારી જિજ્ઞાસા હવે તૃપ્ત થઈ હશે. અભિષેક: ૬૬
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org