________________
હોય તો એ દેખાડાનું પ્રયોજન શું છે ? ઉત્કૃષ્ટ દ્રવ્યો વડે ભક્તિ થાય તે સારી જ વાત છે, પણ ‘કોઈએ ન કરી હોય તેમ કરવી છે' એ વિચાર જ અહંકારના ઘરનો છે. હા, બીજાએ કરેલાં ઉત્તમ કામો કે ઉત્તમ રીતોમાંથી પ્રેરણા લઈ શકાય. જેમ કે વિ. સં. ૧૫૮૭માં કર્માશાહે દાદાને પ્રતિષ્ઠિત કર્યા ત્યારે જે અભિષેક કર્યો તેમાં ઔષધિઓ ઓળખવા માટે અંતરિયાળ જંગલોમાંથી ગિરિ-વનવાસી વ્યક્તિઓને લાવીને ઔષધિઓની સાચી ઓળખ મેળવી હતી,- તેવું જરૂર કરી શકાય. પણ માત્ર કોઈએ ન કર્યું તે કરવું એવું ન વિચારવું. અને ક્યારેક મધ્યમ-માર્ગ હિતાવહ નીવડે છે. સહજ બની આવે તો ભલે પણ એવી ભાવ-હીન ધૂન ન રાખીએ તે જ યોગ્ય છે.
પ્રશ્ન : હાજી. આપે ઔષધિની વાત કરી, તો તેના પ્રભાવ વિષે કશુંક કહો ને !
ઉત્તર ઃ ઔષધિ વિષે ? ઔષધિના પ્રભાવ માટે તો ‘ચિન્ત્ય' શબ્દ વાપરવામાં આવ્યો છે. એ આખું વાક્ય આ પ્રમાણે છે. મળિ-મન્ત્રૌષધીનાં અધિસ્ત્યો હિપ્રભાવ મણિનો, મંત્રનો અને ઔષધિનો તો ન કલ્પી શકાય તેટલો પ્રભાવ હોય છે.
તમે પૂછો છો; તમારી જિજ્ઞાસા છે, તો થોડી વિગ વાત કરું.
તમે ત્રિફળા નામની ઔષધિથી તો સારી રી પરિચિત છો જ. તેમાં ત્રણ દ્રવ્ય આવે છે: હરડાં, બહે ને આમળાં. બરાબર ! હવે તેમાં જે બહેડાં છે તે, જેને અભિષેક: ૨૦
Jain Education International 2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org