________________
ન ઢોર મળે, ન માણસ મળે. આવામાં કોઈ તો કૂતરું મળે ને, તો ય સારું લાગે ! આવા સાવ સૂના-સૂના ને ભેંકાર ભાસતા રસ્તામાં એક મળે - મળ્યા કરે ! કોણ? તે કહું! કાળા કાળા ધૂમાડા ઓકતા ખટારા મળ્યા કરે ! જાણે પોતાની મરતી માના મોંમાં ગંગાજળ મૂકવા ન દોડતા હોય! --એવા વેગથી દોડતા, ઘોંધાટનો ઢગલો કરતા જોવા મળે અને આપણાં મનને વધુ બેચેન બનાવે. કાળી, લાંબી સડક પર ચાલતાં ચાલતાં, નિશાળમાં નાની વયે ભણેલી પેલી કવિતાની લીટી યાદ આવી ગઈ. એ ગણગણતાં રસ્તો કંઈક ઠીક ચલાયો ! લાંબા છંદમાં (શિખરિણી) લખાયેલી કવિતાની લીટીઓ આમ છે :
ઉનાળાનો લાંબો દિવસ, સરતો મંથર ગતિ, રહ્યા જાણે વાંચી, અપ્રિય કવિની નીરસ-કૃતિ;
અભિપ્રાયાર્થે વા કથની ઊગતા લેખકની, પરાણે વા જવું પડતું પૂફ, જેમાં ભૂલ ઘણી.
માંડ માંડ ખડોળ પહોંચ્યા. ત્યાંથી ધંધૂકા, બરવાળા થઈને વલ્લભીપુર આવ્યા. સૂકો-ભંઠ ભાલ ઓળંગી ગયા - અહીં હવે જરા હાશ થઈ. પછી આવ્યું સિહોર. ત્યાંથી ત્રણ રસ્તા હતા. પાલિતાણા તો ચોમાસા માટે જવાનું હતું જ. બાકી બે રસ્તા - ભાવનગર અને મહુવા. ગરમગરમ લુથી તપેલા તો હતા જ. એટલે શીળી છાયાની શોધ માટે મહુવા સાંભર્યું અને મહુવાની દિશામાં ડગ માંડ્યા.
૫: અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org