________________
૧૦
હતા. તેમની આનંદી બાળચેષ્ટા, નિર્દોષ હાસ્ય અને સરલ ગમ્મતથી તેમનાં માતા ઝવેરબાઈ બહુ ખુશિ રહેતાં અને તેમની સંભાળમાંજ સઘળે વખત આનંદથી પસાર કરતાં. કમનસિબે માતાને પુત્રરત્નના પ્રારબ્ધને વિશેષ નિહાળવાનો પ્રસંગ મળે તે પૂર્વે પુત્રની ઉમ્મર હજુ તે સાત વર્ષની થઈ તેટલામાં દેહમુકત થયાં અને તેથી પિતા પુત્રને કૈટુંબિક વર્ગ સાથે ખાવા-રહેવાની શેઠવણ કરવી પડી.
પુત્રનાં લક્ષણ પારણામાંથીજ વર્તાય.” તે ન્યાયે તેમની કેળવણી પરત્વે રૂચી, તપાસવાની ટેવ તથા ગ્રાહ્ય શકિત અસાધારણ હતાં. છતાં તેમનું જન્મસ્થળ ખુણામાં પડેલ હેવાથી અગિયાર વર્ષની ઉમ્મરે તેઓ ગુજરાતી છ ચેપડીને અ ભ્યાસ કરી રહ્યા તેટલામાં તેમને દુકાનમાં જોડી દેવામાં આવ્યા. દુકાનમાં તેમને મુખ્ય કામ નામાનું કરવાનું હતું. છતાં તે ઉપરાંત પોતાની ખેતી ઉપર દેખરેખ પણ રાખવી પડતી. અગર એ કે ખેતીનું કામ કરવાને માટે ખેડૂતને નેકર (સાથી) રાખેલ હતું, તે પણ જમીનની માલિકી અને ફોરમની જવાબદારી તેના કુટુંબને શીર હતી અને તેથી જમીનની આવકમાં તેમના આમ મનાતા વર્ગને લાભાલાભ સમાય હતે.
વર્તમાન સંજોગોમાં જેમ મોટે ભાગે લેવાય છે, તેમ ઘણું કુટુંબમાં સંજેગની પ્રતિકુળતાથી બાળકને શિક્ષણને સમય છતાં નજીવી આવક માટે ધંધાની ધુસરી કે નેકરીની બેડીમાં નાંખી દેવાય છે તેમ આપણું શ્રીયુત વિરજીભાઈ માટે થયું, છતાં કેટલીક વખત નજીવા સંજોગો પણ ખાસ અનુકુળ થઈ પડે છે તે ન્યાય આ પ્રસંગે વીરજીભાઈને લાગુ પડશે. કેમકે તેનું હૃદય કોમળ હતું, તેથી ખેતી જેવી સખ્ત મજુરી કરનાર ખેડૂત (મજુર)ના શ્રમ માટે તેમને દયા આવતી અને પિતે શેઠની ઉપાધીવાળા છતાં તે મેટાઈને બાજુ મુકી પાક તપાસવા જતાં પિતાના ખેડૂત સાથીને બપોરના જમવાને ભાત સાથે લઈ જઈ આપતા તથા તેમની સાથે વાતચીતમાં કેટલેક કાળ રેકતા, આ પ્રવૃત્તિથી તેઓને આનંદ એ થતું કે પિતાને સાથી પુખ્ત ઉમ્મરને અને ધર્મને રાગી હતું તેથી તે ભજન લલકારતે તે તેઓને સાંભળવાને હસ વધવા લાગી. સાથી જેનું નામ બહેચર હતું તે ગૃહસ્થાશ્રમી છતાં સ્ત્રી પુરૂષ બંનેએ ચેથાવતના નિયમ કર્યા હતા. અને તે વખતે વખત બે ત્રણ ઉપવાસ એકી સાથે ખેંચી કાઢતે. આટલું છતાં તે હમેશાં કામ ઉપર જતે અને રાત્રે તંબુ લઈ મેડી રાત સુધી ભજન કીર્તન કરતે. વિરજીભાઈને પરીચય વધતા ગયે; તેમ તેમ તે રાત્રીના ભજનમાં પણ જેડાવા લાગ્યા અને પોતે પણ સાથે ગાવા અને ભજન તથા પ્રહાદ આખ્યાન, ધ્રુવ
ખ્યાન, કુંવરબાઈનું મામેરું વિગેરે કેટલાક ગામડામાં સર્વ પરિચિત જવાતા ભજને મેએ કરી નાંખ્યા. આ સઘળાનું પરિણામ એ થયું કે વિરજીભાઈને ભક્તિ ઉપર પ્રેમ જાગ્યા અને બહેચર તથા વિરજીભાઈ બંને ભકતના નામથી ઓળખાવા લાગ્યા,