________________
* Uિ * * * Uિ#l# *િ *િ *િ * * * * * Nિ* !* Iિ | * આચાર્યશ્રીએ પોતાના ગુરુ ભગવંત વિક્રમસૂરીશ્વરજી મ.સા. સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, * Fાં આંધ્રપ્રદેશ, બિહાર, બંગાળ, કર્ણાટક, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ આદિ પ્રાંતોમાં હજારો કિલોમિટર
પગપાળા વિચરણ કરેલ છે અને હિન્દી-ગુજરાતી-મરાઠી-અંગ્રેજી-સંસ્કૃત ભાષામાં ધારાબદ્ધ પ્રવચનો આપેલ છે. FE આ પ્રાંતોની સ્કૂલ, કોલેજ, ટાઉનહોલ, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ અને અન્ય જાહેર સંસ્થાઓમાં તેઓએ * જીવનનિર્માણ અર્થે તેમજ મૂલ્યશિક્ષણ માટે બુલંદ નાદ જગાવ્યો છે. જેલમાં પણ તેમની વાણી પ્રભાવિત સિદ્ધ 5] થઈ છે. વિશ્વવિખ્યાત બનારસની વિશ્વ હિન્દુ વિધાલય, બનારસ જૈન વિદ્યાપીઠ અને અન્ય સંસ્કૃતભાષી. *| સંસ્થાનોમાં પણ પૂજ્યશ્રીનાં પ્રવચનો આયોજિત થયેલ છે.
પ્રભાવી લેખની-આશુ કવિત્વ શક્તિ પૂજ્યશ્રી જેમ પ્રખર પ્રવચનકાર છે, તેવી જ રીતે સિદ્ધહસ્ત ઝ૪) લેખક છે. લગભગ ૮૬ પુસ્તકોનું આલેખન તથા સંપાદન તેમના દ્વારા થઈ ચૂક્યું છે. તેઓ દ્વારા આલેખિત || ‘ભક્તામર દર્શન ગ્રંથ'ને વિદ્વાનોએ વૈશ્વિક ગ્રંથમાં સ્થાન આપેલ છે. આ ગ્રંથ હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ ઝ૪) ભાષામાં આલેખન કરાયેલ છે.
સિદ્ધહસ્ત લેખકની જેમ આપ આશુ કવિત્વ શક્તિના પણ સ્વામી છો. કેટલીય વાર થોડી મિનિટોમાં જ આપે કાવ્યરચનાનું કાર્ય કર્યું છે. છેલ્લાં કેટલાક ચાતુર્માસથી પૂજ્યશ્રી સ્વયં રચિત ગીત પર જ રવિવારીયા સંગીતમય શિબિરનું ભવ્ય અને સુંદર આયોજન સફળતા સાથે પાર પાડી રહ્યા છે. તેમની લેખની અને કાવ્યમાં તેમની પ્રચંડ મનીષા અને વિદ્વત્તા અને ભાવનાઓનું ઉચ્ચ અને સ્વચ્છ જગત વ્યક્ત થતું દેખાય છે. | તીર્થોદ્ધારક :–નધર્મના પ્રાણ સમાન પ્રાચીન તીર્થના વારસાનું સંવર્ધન અને સંરક્ષણ કરી આચાર્યશ્રીએ || એક ઇતિહાસનું ભવ્ય-નવ્ય સર્જન કર્યું છે. સુવર્ણમય આ ઇતિહાસ યુગ યુગ સુધી જૈન ઇતિહાસની ગાથા ગાતો રહેશે. તેઓશ્રીએ પૂર્વ ભારતમાં ઉવસગ્ગહરં તીર્થ, પશ્ચિમ ભારતમાં ભરૂચ તીર્થ, અમદાવાદમાં પ્રેરણાતીર્થ, અંકલેશ્વરમાં ચંપાપુરી તીર્થ, ઉત્તર ભારતમાં પાર્શ્વનાથ ભગવાનની કલ્યાણક ભૂમિ ભેલપુર બનારસ તીર્થ, દક્ષિણ ભારતમાં આદીશ્વર ભ.નું કલ્યાણકજી તીર્થ આદિનો જીર્ણોદ્ધાર કરાવી જૈનધર્મની ચારે બાજુ પતાકા લહેરાવી
છે. મંદિરનિર્માણનું કાર્ય એટલે હૃદયમાંથી સહજ ભાવે પ્રગટેલી પરમાત્મભક્તિનો સહજાનંદ છે. પરમાત્મા પ્રતિ *| કૃતજ્ઞભાવની સહજ અભિવ્યક્તિ છે. મુક્તિમાર્ગની સાધના પ્રતિ અવિરત ગતિ છે.
જૈન ફેરપ્રણેતા સુસંસ્કારનાં બીજારોપણના હેતુ સાથે પૂજ્યશ્રીએ મદ્રાસ, ચેન્નઈમાં વ્યાપકરૂપે જૈન ફેર, સંસ્કાર સમારોહ, સંસ્કાર પ્રદર્શનનું ભવ્યાતિભવ્ય સમાયોજન કરેલ. આ માં અહિંસા, વ્યસનત્યાગ, ઝ, ગર્ભપાત નિરોધ, શિશુ સંસ્કારવર્ધન, મહાપુરુષોનું જીવનદર્શન, યોગ વિષયક અનેક વાતો તથા ભારતીય
આચાર-પ્રચાર અને પ્રસાર હજારો ચિત્રો દ્વારા કરવામાં આવેલ. લાખો લોકોએ આ જૈન જોયો અને થી મધ, માંસ, ગુટખા, તમાકુ આદિ અનેક વ્યસનોનો ત્યાગ કરેલ. હજારો સ્ત્રીઓએ ગર્ભપાત નહીં કરાવવાનો નિયમ કરેલ.
સફળતાનું રહસ્ય –આપના જીવનમાં સફળતાની ચાવી છે ગુરુકુળવાસ, આજીવન ગુરુસેવા, | ગુરુકૃપાથી જ તેઓશ્રીમાં જ્ઞાનપ્રતિમા, શ્રુતજ્ઞાન, અનુભવજ્ઞાન, વસ્તૃત્વશક્તિ, ઉદારતા, સાત્વિકતા, * *| નિર્ભયતા, નિર્ણાયક શક્તિ, વિશાળ-ઉદાર વિચારધારા, સહિષ્ણુતા, નિરાગ્રહતા અને સમયજ્ઞાતા આદિ અનેક !િ | ગુણોનો વિકાસ થયેલ છે. અનેક ગુરુભક્ત, શ્રોતાગણ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોનાં હૃદયસિંહાસન પર *| ‘રાજા'નું સ્થાન પ્રાપ્ત કરેલ છે.
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી જેલસિંહ જ્ઞાની, ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરીસિંહ શેખાવત, ભારતના તે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈ, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી ચિમનભાઈ પટેલ, શ્રી |
છબીલદાસ પટેલ, શ્રી કેશુભાઈ પટેલ, ગુજરાત રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, આરોગ્ય મંત્રી શ્રી અશોકભાઈ ભટ્ટ, મધ્યપ્રદેશના પદાધિકારી નીતિન ગડકરી, વિજય દડ, શ્રીમતી આભા પાંડે તથા જયવંતીબહેન આદિ અનેક મહાનુભાવો પૂજ્યશ્રીના આશીર્વાદ પામી ધન્યતા અનુભવતા હતાં. %E #F #* *H %E #F #F #F *EL #LE #* F *]EL *IE *
F[* 5* 5*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org