________________
FI *
| *
*
*
*
*
*
*
|| *
* l* D* * Uિ* *િ *િ HિI* *િ *િ # U* *િ *િ Iિ* * Nિ*
| સુપ્રસિદ્ધ મહાન નાચાર્ય
પૂજય આચાર્ય રાજયશસૂરીશ્વરજી મ.સા.
જેમની જિલ્લા પર સરસ્વતીનો વાસ છે, જેના મુખ પર પ્રસન્નતાનો. { આવાસ છે, જેમના પર લોકોનો અનન્ય વિશ્વાસ છે એવા જૈનાચાર્ય | રાજયશસૂરીશ્વરજી મ. સાહેબ અનેક આત્માઓના શિરતાજ છે.
પૂજ્યશ્રીએ પોતાની સૌહાર્દમયી, સમન્વયી, યુગીનદૃષ્ટિયુક્ત, આશાવાદી પુષ્ટિમય પ્રજ્ઞાથી સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, ચિકિત્સા ક્ષેત્રે ધાર્મિક ક્ષેત્રે
તેમજ અધ્યાત્મિક ક્ષેત્રમાં એક અનોખી દૃષ્ટિ અને અનેક નવી દિશા ભર્યા પ્ત માર્ગદર્શનો કર્યા છે. આપનું આ માર્ગદર્શન અનેક આત્માઓના જીવનનું જાગરણ બની ગયું છે.
જ્ઞાનાભ્યાસઃ-ગુજરાતના નડિયાદ ગામમાં ધર્મનિષ્ઠ પિતા * જિનદાસભાઈના કુલને તથા માતા સુભદ્રાબહેનની રત્નકુક્ષિને આપે પાવન કરી. | માતા સુભદ્રાએ ગર્ભકાળ દરમ્યાન જૈન ધર્મમાં બતાવેલ ચૌદ મહાસ્વમ અંતર્ગત રહેલ શ્વેત હાથીને સ્વમમાં જોયો. આ સ્વપ્રથી સૂચિત થતું હતું કે ગર્ભસ્થિત આત્મા ભાવિમાં કોઈ મહાપુરુષ બનશે.
પૂજ્યશ્રીએ વ્યાવહારિક શિક્ષણ મહાનગરી મુંબઈમાં પ્રાપ્ત કરેલ. વ્યાવહારિક શિક્ષણ સાથે ધાર્મિક અભ્યાસે આપના હૃદયમાં વૈરાગ્યના ભાવ અંકુરિત કર્યા. માતા સુભદ્રાના પુત્ર રમેશને વિશ્વવિરલ વિભૂતિ, લબ્ધિધારી પૂ. દાદાગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની અંતિમ સેવાનો લાભ પુJયોગથી પ્રાપ્ત થયો અને તેઓશ્રીની સ્વર્ગભૂમિ લાલબાગમાં ઓગણીસ વર્ષની ઉંમરે તેઓશ્રીએ જૈન દીક્ષા ગ્રહણ કરી મુનિ રાજયશ. નામ ધારણ કરી આપે પૂજ્ય ગુરુદેવ આ.દેવ વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના ચરણોમાં જીવન સમર્પિત કર્યું. | મુનિ જીવનના પ્રારંભકાળથી જ આપના જીવનનું લક્ષ્ય હતું ગુરુ આજ્ઞાનું પાલન તથા જ્ઞાનાભ્યાસ, ગુરુભગવંતના સાંનિધ્યમાં જેનાગમ-વ્યાકરણ-ન્યાયશાસ્ત્ર-દર્શનશાસ્ત્ર-યોગશાસ્ત્ર-કર્મસિદ્ધાંત, તત્ત્વારથસૂત્ર આદિના પરિશીલન સાથે જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, કાવ્યાનુશાસન-શબ્દાનુશાસન, છંદાનુશાસનનો પણ ઊંડો અભ્યાસ કર્યો. પ્રખર પ્રજ્ઞાશક્તિથી આપે બાઈબલ, કુરાન, શ્રીમદ્ ભગવદ્ ગીતા, માં રામાયણ, મહાભારત આદિ અન્ય ધર્મગ્રંથોનું પણ પરિશીલન કર્યું.
આ અભ્યાસ અને ચિંતન દ્વારા આપનું વ્યક્તિત્વ એક પ્રૌઢ મેધાવી બની ખીલી ઊડ્યું. તેનાથી ભિl આપની પ્રતિભા અનેકમુખી બની વિસ્તૃત અને વિશ્રુત બની.
પ્રવચનપ્રભાવકતા - પૂજ્યશ્રી પ્રખર પ્રવચનકાર છે, ગહન ચિંતક છે. તેઓશ્રીની વાણીમાં શાસ્ત્રના ગહન વિષયને પણ સરળ શૈલીમાં પ્રસ્તુત કરવાની કળા છે. નેગેટિવ એપ્રોચને પોઝિટીવ એપ્રોચ પ્રદાન કરવાની વિશેષ દૃષ્ટિ. છે. નવયુવકોને પ્રભાવક દૃષ્ટિથી સમજાવવાની કળા છે. જીવનમાં જટિલ સમસ્યાનું સમાધાન પણ પૂજ્યશ્રીની વાણીમાંથી સહજતયા પ્રાપ્ત થાય છે.
માત્ર કંઠમાંથી નહીં પણ રોમરોમમાંથી વ્યક્ત થતી તેઓશ્રીની વાણીએ અનેક આત્માઓને મુગ્ધ કરી *| દીધા છે. અનેક આત્માઓના જીવનમાં પરિવર્તન આણ્યું છે. આજ સુધીમાં સેંકડો વિષય પર જાહેર પ્રવચના થઈ ચૂક્યા છે. નાગપુરમાં ચાતુર્માસ તથા શેષકાળમાં પણ “નવભારત', “લોકમત સમાચાર', “દૈનિક ભાસ્કર', ‘હિતવાદ' આદિ દૈનિક પત્રોમાં તેઓશ્રીનાં સેંકડો પ્રવચનો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. અમદાવાદથી. પ્રકાશિત થતા “જયહિંદ' વર્તમાનપત્રમાં આજે પણ ગુજરાતીમાં દરરોજ તેઓનાં પ્રવચન પ્રકાશિત થઈ રહેલા
F *
F] #
E 5| * *
| *
|| * || **
5*
5** || *
| * |
E * || * || * || *F #F #F * F =*F *
*
*H +]E #F #F * ACHARYASPIR
A TOIR
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org