________________
૧૮
સન્મુખ ઉપસ્થિત થાય છે. ભુજંગની ઉગ્ન જ્વાળા મહાત્મા પર પડે છે અને મહાત્માના શાન્તિ-નાદ ભુજંગ પર પડે છે.
આખરે મહાત્માની જીત થાય છે. મહાત્માના શાન્તિ-રસના પ્રવાહમાં ભુજગના ક્રેાધ–મળ ધાવાય છે. મહાત્માના મહાન આત્મનાદ તેના આન્તર જીવનને સ્પર્શ કરે છે. ભુજંગતુ રુગ્નુ માનસ સ્વસ્થ અને છે.
"
શાન્તિથી શાન્તિ ! અને પ્રેમથી પ્રેમ! વિશુદ્ધ પ્રેમના પ્રભાવશ્રી વૈરીનુ વૈર ધાવાઇ જાય છે અને વૈરીને મિત્ર બનાવી શકાય છે. અહિંસાને આ મહાન સિદ્દાન્ત મહાવીરના જીવનમાં છોછા ભર્યાં છે, અને આજે પણ એને આભાસ જગત્ જોઈ રહ્યું છે. સગમ ' દેવ મહાવીરના ઉપર અનહદ મારેા ચલાવી રહ્યો છે, છતાં તેની ઉપર મહાવીરનું એક રૂંવાડુ પણ ક્રોધથી ફડફડતુ નથી. ઉલટુ, એ અજ્ઞાનીને માટે એ મહાત્માના હૃદયમાં દયા છે. પેાતાની પર પડતા મારાને તે એ મહાત્મા ગણકારતા નથી, કિન્તુ જે અજ્ઞાનમાંથી એ દુર્જન ચેષ્ટા વરસી રહી છે તેને માટે એ મહાત્માનું હૃદય દયા` અને છે. “ એ ખીચારાનું શું થશે !” ની દયાભરી લાગણી મહાવીરની આંખેામાં પાણી લાવે છે. હદ શ્રેષ્ઠ જાય છે શમવૃત્તિની ! સમતાની પરાકાષ્ઠા !
6
“ ગીતા ”ના નાદ છેઃ “ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय xxx. પણ મહાવીરના આત્મનાદમાં વિનાશાય દુષ્કૃતામ્ ”ને બદલે ઉદ્વ્રારાય દુષ્કૃતમ્ ( પાપીએને નાશ કરવા માટે નહિ, પણ તેમને પણ ઉદ્ધાર કરવા માટે ) સંભળાય છે. કેટલા ઉંચા આદર્શો ! કેટલુ ઉંચું જીવન ! કેટલેા સમભાવ ! વિશ્વબન્યું જીવન અહીં પરાકાષ્ઠાએ પહોંચે છે !