________________
વાણીનો સિદ્ધાંત
૪૩
૪૪
વાણીનો સિદ્ધાંત
ઈઝ સ્વિકિંગ વિથ યુ. ટેપરેકર્ડ ઈઝ ધી સ્પિકર. તમે શ્રોતા છો અને હું વચ્ચે જ્ઞાતા-દ્રષ્ટા છું. ધિસ ઈઝ નોટ માય સ્પિચ, પણ ટેપરેકર્ડની સ્પિચ છે આ. આ ટેપરેકર્ડ કહીએ છીએ, એ કેવી સુંદર વાગે છે ! અને હું જાતે બોલવા જઉં તો બગડી જાય.
પ્રશ્નકર્તા : આમાં શ્રોતા તો બાજુ ઉપર રાખો. પણ વક્તા અને જ્ઞાતા, એ બન્ને વચ્ચેનો સંબંધ કયો ?
દાદાશ્રી : “” ને “બોલનાર’ બે જુદા છે. ‘બોલનાર’ ટેપરેકર્ડ છે અને ‘હું જાણનાર છું. ‘આ ટેપરેકર્ડ શું વાગી રહી છે' એ જોયા કરું, જાણ્યાં કરું. આમાં ક્યાં ક્યાં ભૂલ્લ થાય છે, કઈ ભૂલ છે ને કઈ નથી, એ બધું હું તપાસ રાખ્યા કરું છું. ક્યો શબ્દ અવળો નીકળ્યો, ક્યો શબ્દ સવળો નીકળ્યો, સામાને ફાયદો થઈ રહ્યો છે કે નહીં, ક્યો શબ્દ વાંધાજનક છે, ક્યો શબ્દ વધારે પડતો છે કે ક્યો શબ્દ ઓછો છે, ક્યો શબ્દ ગેરવાજબી છે, એમાં સામાને દુઃખ થશે કે કેમ, એનું મારે નિરંતર રિસર્ચ જેવું ચાલે. એટલે આ ટેપરેકર્ડ કેવી બોલે છે ને શું શું બોલે છે, એને જોવું ને જાણવું, એ જ મારા સ્ટડીમાં હોય. બધું ખ્યાલમાં આવી જાય. બનતાં સુધી ભૂલ વગરની ટેપ છે. પણ વખતે કોઈ વખત ભૂલ બની ય જાય, કંઈ કહેવાય નહીં.
જ્ઞાતી વદે, જેમ છે તેમ
તે પાછો હું ય સાંભળું છું, હં. તમારે એવું ન માનવું કે હું નથી સાંભળતો. તમે જાણો કે દાદાજી અમને બધાને સંભળાવે છે ! અરે ભઈ, હું ય સાંભળું. આ રેકર્ડ વાગવાની શરૂ થાય છે, એટલે મને સાંભળવાની તે ઘડીએ ગમે છે. ખાવાનું-પીવાનું કશું ગમતું નથી. ભૂખે ય ના લાગે, આ રેકર્ડ જ્યારે વાગે ત્યારે. હવે આ રેકર્ડ વાગે ને તમે જો એટલાં તન્મયાકાર થઈ જાવ, તો તમને પણ એવું થઈ જાય.
પ્રશ્નકર્તા : અમે આપની વાણી કાને સાંભળીએ છીએ. આપ કઈ રીતે સાંભળો છો ? આપે કહ્યું કે, આ વાણી હું ય સાંભળું છું.
દાદાશ્રી : ત્યારે હું કંઈ સાંભળ્યા વગર રહેતો હોઈશ ? મને ય જ્ઞાન થાય કે ના થાય, આવું સાંભળું એટલે ? એને હું ય સાંભળું છું. ને ! અને ભૂલચૂક થતી હોય તો હું ય ભૂલ કાઢે ને ! હા, મહીં એકાદ ભૂલ થયેલી હોય તો હું ય ભૂલ કાઢું કે “આ ભૂલ છે.'
ટેપની ભૂલ જડે જોતારાને ! પ્રશ્નકર્તા : ઓરિજિનલ ટેપરેકર્ડમાં ભૂલ હોય ?
દાદાશ્રી : હા, કોઈક વખતે ભૂલ બની જાય. પણ તે જોવાની. હવે અમારો શું ગુનો થતો હશે ? કોઈ જાતનો અમારો ગુનો થાય નહીં. કારણ કે આ શરીરમાં જ હું રહેતો નથી. અઠ્ઠાવીસ વર્ષથી આ શરીરમાં ફર્સ્ટ નેબરર તરીકે રહું છું. તો પછી અમારા ગુના ક્યાં આગળ આવ્યા ? છતાં ય આ ‘પટેલ'ના ગુના છે. આ ‘એ.એમ.પટેલ’ ૩૫૬ ડિગ્રી ઉપર છે અને ‘ભગવાન' પોતે ૩૬૦ ડિગ્રી પર છે. ‘એ.એમ.પટેલ'ને ચાર ડિગ્રી ઓછી છે, એટલે કંઈ ભૂલ થવાનો સંભવ તો ખરો જ. ઓરિજિનલ ટેપરેકર્ડ ચાર ડિગ્રી કમીવાળી છે, પરફેક્ટ નથી. આ વળી આ ચાર ડિગ્રી કમીવાળી છે એટલે ‘મારે' જોતાં રહેવું પડે. ‘જોનાર’ છે તે પૂરી ડિગ્રીથી જુએ છે એટલે એ ભૂલચૂક હોય તે સુધારી આપે. ‘એની’ ભૂલો ભાંગશે એટલે કમ્પ્લીટ થઈ જશે.
અત્યારે આ બોલાય છે, તેની જોખમદારી મારી નથી. કારણ કે હું આમાં જુદો છું. આ રેકર્ડ બોલી રહી છે, એટલે જોખમદારી નથી
અમે જે શબ્દ બોલીએ ને, તે “છે’ એને છે કહીએ અને ‘નથી” એને નથી કહીએ. ‘નથી’ એને અમારાથી ‘છે' કહેવાય નહીં. નહીં તો ગુનો લાગે. કારણ કે અમે જવાબદાર છીએ.
એટલે વસ્તુ જુદી છે. આ તો મારે જાતે ક્યારે કહેવું પડે છે ? તમે પૂછો ત્યારે મારે બોલવું પડે. નહીં તો આ બોલ્યાનો અર્થ જ નહીં ને ! ‘સારી-ખોટી’ મારાથી બોલાય નહીં અને છતાં બોલું તો મને વાંધો નથી. કારણ કે એ વાણી મારી નથી. એ ટેપરેકર્ડ છે. એ ટેપરેકર્ડ બોલે છે ને હું જ્ઞાતા-દ્રષ્ટા છું. આ વાણી શું બોલી રહી છે, તે હું તેને જોયા