Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મેમ્બરની સંખ્યા ૭૧૫ની થયેલ છે. હાલમાં મેમ્બરે થવા માટે વગર પ્રયત્ન નામ આવતાં જાય છે જુલાઈ ૧૯૬૦માં મળનાર કાર્યવાહક કમિટી વખતે રૂા. ૫૦૧ મેમ્બર ફી કરવા માટે વાટાઘાટે ચાલે છે. હાલમાં કામ ચલાઉ રૂ ૨૫ ને બદલે મેમ્બર ફી રૂ ૩૫) રાખવામાં આવી છે.
ગઈ જનરલ સભાએ ઠરાવ કરીને પંચવર્ષીય એજના ઘડી કાઢી છે અને તેને હેતુ અત્યારે શાસ્ત્રો ભેટ તરીકે આપવામાં જે ખોટ ખમવી પડે છે તે પુરી કરવાનો છે. રૂ. ૨૫ થી વધુ ગમે તેટલી રકમ પાંચ વર્ષ સુધી સમિતિને કેઈપણ વ્યકિત (મેમ્બર હો યા ન હો તે) ભેટ આપે તેમ સમિતિએ અપીલ કરી છે. સમિતિના પ્રમુખ શેઠ શાતિલાલભાઈએ રૂા. ૧૦૦૦] એક હજાર પાંચ વર્ષ સુધી આપવાનું જાહેર કર્યું છે
અત્યાર સુધીમાં રૂા ૪૦૭૮) ની રકમ સમિતિને પહેલા વર્ષની ભેટ તરીકે મળી પણ ગઈ છે. આવી રીતે મદદ આપનારને શાસ્ત્રો ભેટ મળવાનાં નથી તે વાત સમજી શકાય તેમ છે.
લગ્ન પ્રસંગે, પૂત્ર જન્મ પ્રસગે, દિક્ષા પ્રસંગે વર્ષિતપ પ્રસંગે તેમજ બીજા શુભ પ્રસંગોએ થતા ખર્ચામાં છેડે કાપ મુકીને પણ આ ચેજના અપનાવી લેવા સારા સમાજને અમે વિનંતિ કરીએ છીએ.
અથાગ પરિશ્રમ વેઠીને સમાજના કલ્યાણ માટે જે સંત આવું અણમેલું કાર્ય કરી રહ્યા છે અને જેને વ્યવસ્થિત રીતે પ્રસિદ્ધ કરીને ઘેર ઘેર આગમ પહોચાડવા જે સમિતિ કાર્ય કરી રહી છે. તેના હાથ મજબુત કરવા સમાજના સાધુ, સાધ્વી શ્રાવક-શ્રાવિકા એ દરેકની પવિત્ર ફરજ છે -એજ વિનતિ.
તા. ૧-૬-૬૦ રાજકેટ,
સેવક, માનદ્ મંત્રીઓ,