________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ કલ્યાણના પ્રયોજનથી આ ઉપમિતિ ગ્રંથ રચ્યો છે તેમ બતાવેલ છે. આ રીતે ભગવાનના શાસનમાં પ્રવેશ પામેલા જીવોનું સ્વરૂપ બતાવ્યા પછી ચૌદરાજલોક રૂપ સંસાર છે અને તેનો યથાર્થબોધ કરાવવા અર્થે નગરની ઉપમા દ્વારા જે પ્રકારની નગરની વ્યવસ્થા છે તે પ્રકારે જ સંસારરૂપી નગરની વ્યવસ્થા છે તેનો બોધ કરાવવા અર્થે બીજા પ્રસ્તાવનો પ્રારંભ કરે છે.
मनुजगतेर्नगरकल्पना
૨
अस्तीह लोके सुमेरुरिवाऽऽकालप्रतिष्ठा, नीरनिधिरिव महासत्त्वसेविता, कल्याणपरम्परेव मनोरथपूरणी, जिनप्रणीतप्रव्रज्येव सत्पुरुषप्रमोदहेतुः, समरादित्यकथेवानेकवृत्तान्ता, निर्जितत्रिभुवनेव लब्धश्लाघा, सुसाधुक्रियेवापुण्यैरतिदुर्लभा मनुजगतिर्नाम नगरी । सा च कीदृशी ? उत्पत्तिभूमिधर्मस्य, मन्दिरमर्थस्य, प्रभवः कामस्य कारणं मोक्षस्य, स्थानं महोत्सवानामिति । यस्यामुत्तुङ्गानि विशालानि विचित्रकनकरत्नभित्तिविचित्राणि अतिमनोहारितया परमदेवाध्यासितानि मेरुरूपाणि देवकुलानि । यस्यां चानेकाद्भुतवस्तुस्थानभूतत्वेनापहसितामरनिवासाः क्षितिप्रतिष्ठिताद्यनेकपुरकलिता भरतादिवर्षरूपाः पाटकाः, अत्युच्चतया कुलशैलाकाराः पाटकपरिक्षेपाः । यस्याश्च मध्यभागवर्त्ती दीर्घतराकारो विजयरूपाऽऽपणपङ्क्तिभिर्विराजितो महापुरुषकदम्बकसंकुलः शुभाशुभमूल्यानुरूपपण्यलाभहेतुर्महाविदेहरूपो विपणिमार्गः। यस्याश्च निरुद्धचन्द्राऽऽदित्यादिगतिप्रसरतयाऽतीतः परचक्रलङ्घनाया मानुषोत्तरपर्वताकारः प्राकारः, तस्मात्परतो यस्यां विस्तीर्णगम्भीरा समुद्ररूपा परिखा, यस्यां च सदा विबुधाध्यासितानि भद्रशालवनादिरूपाणि नानाकाननानि, यस्यां च बहुविधजन्तुसंघातजलपूरवाहिन्यो महानदीरूपा महारथ्याः, यस्यां च समस्तरथ्यावताराधारभूतौ लवणकालोदसमुद्ररूपौ द्वावेव महाराजमार्गौ, यस्यां च महाराजमार्गप्रविभक्तानि जम्बूद्वीपधातकीखण्डपुष्करवरद्वीपार्द्धरूपाणि वसन्ति त्रीण्येव पाटकमण्डलानि, यस्यां च लोकसुखहेतवः समुचितस्थानस्थायिनः कल्पद्रुमरूपा भूयांसः स्थानान्तरीयनृपतय इति ।
મનુષ્યગતિની નગરરૂપે કલ્પના
આ લોકમાં સુમેરુની જેમ સ્થિર આકાલપ્રતિષ્ઠાવાળી, નીરનિધિની જેમ મહાસાત્ત્વિક પુરુષોથી સેવાયેલી, કલ્યાણની પરંપરાની જેમ મનોરથોને પૂરનારી, જિનપ્રણીત પ્રવ્રજ્યાની જેમ સત્પુરુષોના પ્રમોદનું કારણ, સમરાદિત્ય કથાની જેમ અનેક વૃત્તાંતવાળી, જીતી લીધું છે ત્રણેય ભુવનને જેણે એની જેમ લબ્ધશ્લાઘાવાળી, સુસાધુની ક્રિયાની જેમ અપુણ્યશાળી વડે અતિદુર્લભ, મનુષ્યગતિ નામની નગરી છે.
ચૌદરાજલોક વિશાળ ક્ષેત્ર છે. તેમાં અનેક નગરો છે. તેમાં મનુષ્યગતિ નામની નગરી છે અને જેમ મેરુપર્વત ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં રહેશે તેમ આ મનુષ્યનગરી પણ ત્રણેયકાળમાં