________________
૧૨૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ कृमिपिपीलिकादिरूपाणि, किमत्राश्चर्यम् ? अथवा मुग्धबुद्धिरद्यापि वत्सो न जानीते यदस्य स्वरूपम्। वत्स! न संभवत्येव भवनोदरे तत्संविधानकं यदस्य संसारिजीवस्य संबन्धिनि चरिते नावतरति, तद्वत्स! निवेदयतु तावदेषः सर्वं यथावृत्तं, पश्चात्तवाहमस्य भावार्थं निराकुला कथयिष्यामि, भव्यपुरुषेणोक्तं-यथाज्ञापयत्यम्बेति ।
પ્રજ્ઞાવિશાલા દ્વારા સંકેતનો ઉધ્ધોધ અને આ રીતે સંસારી જીવે કહે છતે=અનુસુંદર ચક્રવર્તીનો જીવે અગૃહીતસંકેતાને કહે છતે, પ્રજ્ઞાવિશાલાના કર્ણની પાસે રહીને ભવ્યપુરુષ આ કહે છે – શું કહે છે? તે “યથા'થી બતાવે છે – હે માતા આ પુરુષ કોણ છે? અથવા આના વડે શું કહેવાનું પ્રારંભ કરાયો છે? આ અસંવ્યવહાર આદિ નગરો ક્યાં છે? અને આ ગુટિકા કઈ છે? જે એક એક વાસકમાં=એકેન્દ્રિય આદિ એક એક વાસકમાં, પ્રયોગ કરાયેલી છતી અનેક રૂપોને કરાવે છે. અનેક પ્રકારનાં સુખદુઃખ આદિ કાર્યો બતાવે છે, અથવા એક પુરુષને આટલા કાળ સુધી અવસ્થિતિ કેવી રીતે છે? અને મનુષ્ય છતાં અસંભાવતીય એવાં કૃમિપિપીલિકાદિ રૂપો કેવી રીતે થાય? તે કારણથી અપૂર્વઆલજાલ કલ્પ તસ્કરનું આ સકલ ચરિત્ર=અપૂર્વ રીતે અસંબંધ વિકલ્પોવાળું ચોરનું આ સકલ ચરિત્ર, મને પ્રતિભાસે છે. તે કારણથી હે માતા ! તું કહે – આનો ભાવાર્થ શું છે ? પ્રજ્ઞાવિશાલા વડે કહેવાયું – હે વત્સ ! આનું=પ્રસ્તુત ચોરનું, હમણાંનું વિશેષ સ્વરૂપ જે દેખાય છે તે આના વડે કહેવાયું નથી. તો શું કહેવાયું છે ? તેથી કહે છે – સામાન્ય- રૂપથી સંસારી જીવ તામવાળો આ પુરુષ છે, આથી જ=પ્રસ્તુત ચોરનું સંસારી જીવ નામ છે આથી જ, તે જ=સંસારી જીવ જ, આના દ્વારા પોતાનું નામ કહેવાયું અને આવા દ્વારા=પ્રસ્તુત ચોર દ્વારા, સર્વ આ ઘટમાન આત્મચરિત્ર જ નિવેદન કરવા માટે પ્રારંભ કરાયું છે. તે આ પ્રમાણે – અસાંવ્યવહારિક જીવરાશિ અહીં=સંસારમાં, અસંવ્યવહારનગર છે, તે એકેન્દ્રિય જાતિઓ પાંચ પણ પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિરૂપ છે, તેઓનું સ્થાન એકાક્ષનિવાસ છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિયરૂપ વિકસેન્દ્રિયોનું સ્થાન વિકલાક્ષનિવાસ છે. પંચેન્દ્રિય તિર્યંચોનું તિલય=આવાસ, પંચાક્ષપશુસંસ્થાન છે. એકજભપ્રાયોગ્ય કર્મપ્રકૃતિનો સમૂહ એકવિવેદ્ય ગુટિકા એ પ્રમાણે કહેવાય છે – તેના ઉદયથી=એક ભવવેદ્ય ગુટિકા સ્વરૂપ કર્મપ્રકૃતિના જાળાના ઉદયથી, નાના પ્રકારનાં રૂપો થાય જ છે–તે એક ભવમાં જીવતી અનેક અવસ્થાની પ્રાપ્તિ રૂપ તારા રૂપો જ થાય છે. વિવિધ પ્રકારનાં સુખદુ:ખરૂપ કાર્યો થાય જ છે–તે ગુટિકાના સમૂહ રૂપ કર્મોના ઉદયથી સુખદુઃખરૂપ કાર્યો થાય જ છે, અને આ પુરુષ અજર, અમર છે.
પોતાનો આત્મા ક્યારેય નાશ પામતો નથી. પરંતુ સર્વ ભવોમાં અનુગત એવો તે આત્મા શાશ્વત જ છે. તેથી આનું આ પુરુષનું, અનંત પણ કાલઅવસ્થાન યુક્ત જ છે અને અહીં=સંસારમાં, હે ભદ્ર ! સંસારી જીવના કૃમિપિપીલિકાદિ રૂપો થાય જ છે, એમાં આત્માના આવા સ્વરૂપમાં, શું આશ્ચર્ય છે? અથવા હે વત્સ ! મુગ્ધબુદ્ધિવાળો એવો તું હજી પણ આવું જ સ્વરૂપ છે તે તું જાણતો નથી,