Book Title: Upmiti Bhav Prapancha Katha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/022714/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પૂ. સિદ્ધર્ષિ ગણિ વિરચિત ઉપમિતિભવપ્રપંચા કથા શબ્દશઃ વિવેચન ભાગ-૨ દ્વિતીય પ્રસ્તાવ : તિર્યંચગતિ વક્તવ્યતાવર્ણન 6 0000 100000 વિવેચકઃ પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા Page #2 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંયા કથા શબ્દશઃ વિવેચન (દ્વિતીય પ્રસ્તાવ) ભાગ-૨ * મૂળ ગ્રંથકાર * વ્યાખ્યાતૃચૂડામણિ, માનસશાસ્ત્રવિદ્ર પ. પૂ. શ્રી સિદ્ધર્ષિ ગણિ * દિવ્યકૃપા : વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના શિષ્યરત્ન કદ્દર્શનવેત્તા, પ્રાવચનિકપ્રતિભાધારક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા આશીર્વાદદાતા * વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા * વિવેચનકાર એક પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા * સંકલનકારિકા ને રાખીબેન રમણલાલ શાહ ત્ર પ્રકાશક : તાર્થ માટે શ્રુતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ શબ્દશઃ વિવેચન • વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા આવૃત્તિ : પ્રથમ વીર સં. ૨૫૪૦ - વિ. સં. ૨૦૭૦ નકલ : ૧૦૦૦ મૂલ્ય : રૂ. ૧૦૦-૦૦ આર્થિક સહયોગ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજ્ય રામચંદ્રસૂરીશ્વરજી પાઠશાળા ૯, ‘સિદ્ધાચલ વાટિકા', સ્મૃતિમંદિર પાસે, રામનગર, સાબરમતી, અમદાવાદ-૫. (શાંતિલાલ ગમનાજી ચેરીટેબલ ટ્રસ્ટ) અને એક સગૃહસ્થ તરફથી અમદાવાદ. - : મુખ્ય પ્રાપ્તિસ્થાન : તાર્થ ૧૭૨ શ્રુતદેવતા ભવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Email : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online : gitarthganga.wordpress.com મુદ્રક સર્વોદય ઓફસેટ ૧૩, ગજાનંદ એસ્ટેટ, ઇદગાહ પોલીસ ચોકી પાસે, પ્રેમ દરવાજા, અમદાવાદ-૧૬. ફોન ઃ ૨૨૧૭૪૫૧૯ સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય ૨ામચંદ્રસૂરીશ્વ૨જી પાઠશાળા Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ * અમદાવાદ : ગીતાર્થ ગંગા ‘શ્રુતદેવતા ભવન’, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. – (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૪૫૭૪૧૦ Email : gitarthganga@yahoo.co.in gitarthganga@gmail.com * મુંબઈ : શ્રી લલિતભાઈ ધરમશી ૧૦૧-૧૦૨, સર્વોદય હાઈટ્સ, જૈન મંદિર રોડ, સર્વોદયનગર, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. - (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૬૦૩૦ (મો.) ૯૩૨૨૨૩૧૧૧૬ Email : jpdharamshi60@gmail.com *સુરતઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. ૧ (૦૨૬૧) ૩૨૨૮૭૨૩ (મો.) ૯૦૧૬૧૮૮૯૯૦ ** BANGALORE : Shri Vimalchandji C/o. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. (080) (0) 22875262 (R) 22259925 (Mo.) 9448359925 Email : amitvgadiya@gmail.com પ્રાપ્તિસ્થાન * વડોદરા : શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ ‘દર્શન’, ઈ-૬૯, લીસાપાર્ક સોસાયટી, વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩. ૮ (૦૨૬૫) ૨૩૯૧૬૯૬ (મો.) ૯૮૨૫૨૧૨૯૯૭ Email : saurin108@yahoo.in શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જ્વેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. ૧ (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ Email : divyaratna_108@yahoo.co.in ૧ જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્ક્સ, C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. - (૦૨૮૮) ૨૭૭૮૫૧૩ (મો.) ૯૭૨૭૯૯૩૯૯૦ Email : karan.u.shah@hotmail.com * રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. ૧ (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ (મો.) ૯૪૨૭૧૬૮૬૧૩ Email : shree_veer@hotmail.com Page #7 -------------------------------------------------------------------------- ________________ – પ્રકાશકીય 6 સુજ્ઞ વાચકો ! પ્રણામ... અંધકારમાં ટૉર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, તો તેનાથી પણ ટૉર્ચ કઈ રીતે વાપરવી તે ન જાણનાર વ્યક્તિ વધુ દયાપાત્ર છે. કારણ ? તે વ્યક્તિ પાસે સાધન હોવા છતાં પણ તેની જરૂરી જાણકારીના અભાવે તેનો ઉપયોગ નહીં કરી શકે. તેવી જ રીતે. અંધકારભર્યા સંસારમાં જિનશાસનની પ્રાપ્તિ વગર ભટક્તો જીવ ચોક્સ દયાપાત્ર છે, પરંતુ જિનશાસનની પ્રાપ્તિ બાદ પણ જો જીવ તેનાં રહસ્યજ્ઞાન વગરનો જ રહ્યો, તો તે વધારે દયાપાત્ર છે; કેમ કે દુઃખમય અને પાપમય સંસારમાંથી છૂટવા માત્ર જિનશાસન પ્રાપ્તિ પર્યાપ્ત નથી, પરંતુ તેની પ્રાપ્તિ બાદ શાસનનાં ઊંડાણભર્યા રહસ્યોના જ્ઞાન દ્વારા શાસન પ્રત્યે અતૂટ બહુમાન અને સાધનામાર્ગનો દઢ સંકલ્પ જરૂરી છે. અન્યથા ભાગ્યે દીધેલ જિનશાસનનો લાભ તે વ્યક્તિ પૂર્ણતયા ઉઠાવી નહીં શકે. અમને ગૌરવ છે કે, જિનશાસનનાં આ જ રહસ્યોને ગીતાર્થગંગા સંસ્થા દ્વારા ૧૦૮ મુખ્ય અને અવાંતર ૧૦,૦૦૮ વિષયોના માધ્યમે ઉજાગર કરાવવા અમે ભાગ્યશાળી થયા છીએ. અહીં દરેક વિષય સંબંધી ભિન્ન-ભિન્ન શાસ્ત્રોમાં વેરાયેલાં રહસ્યમય શાસ્ત્રવચનોનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ તેમાં દેખાતા વિરોધાભાસોના નિરાકરણ સાથે પરસ્પર સંદર્ભ જોડવા દ્વારા તેમાં છુપાયેલાં રહસ્યોનો આવિષ્કાર કરવામાં આવે છે. જો કે, આ રહસ્યો અસામાન્ય શક્તિશાળી સિવાયના લોકોને સીધાં પચતાં નથી; કેમ કે તે દુર્ગમ જિનશાસનના નિચોડરૂપ હોવાથી અતિ દુર્ગમ છે. તેથી અમારી સંસ્થાના માર્ગદર્શક ૫.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.એ પ્રસ્તુત રહસ્યોને વ્યાખ્યાનો સ્વરૂપે સુગમ શૈલીમાં, શાસ્ત્રીય અને આધુનિક દરેક પરિપ્રેક્ષ્યમાં પીરસ્યાં છે અને પીરસશે. જેમાંથી એક ધર્મતીર્થ વિષયક પ્રવચનોનો અધશ પ્રગટ થયેલ છે. અલબત્ત, આ શૈલીની સુગમતાજન્ય લંબાણને કારણે અમુક વિષય સુધી વિવેચનની મર્યાદા બંધાઈ જાય છે, માટે શ્રીસંઘને પૂર્ણ લાભ મળે તે હેતુથી ત્યારબાદના વિષયો સંબંધી અખૂટ રહસ્યગર્ભિત શાસ્ત્રવચનોનો પરસ્પર અનુસંધાન સાથે સંગ્રહ પ્રગટ કરવામાં આવશે, જેને આજની ભાષા Encyclopedia (વિશ્વકોષ) કહે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ તેમાં તે તે વિષય સંબંધી દૂરનો સંબંધ ધરાવતાં શાસ્ત્રવચનો પણ તે વિષયક રહસ્યજ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે સંગૃહીત થશે અને આ સંગ્રહરૂપ બીજ દ્વારા ભવિષ્યમાં સમગ્ર શ્રી સંઘને શાસનનાં રહસ્યજ્ઞાનની પ્રાપ્તિમાં તૈયાર સામગ્રી પૂરી પડશે. વિદાનેવ વિનાનાતિ વિજ્ઞાનપરિશ્રમ' એ ઉક્તિ અનુસાર વિદ્વાનો દ્વારા થતું આ વિઠ્ઠલ્મોગ્ય અને અશ્રુતપૂર્વ કાર્ય ઘણા પુરુષાર્થ ઉપરાંત પુષ્કળ સામ્રગી અને સમય પણ માંગે છે. બીજી બાજુ, શ્રી સંઘ તરફથી સ્વ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.નાં પ્રવચનો અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા કૃત શાસ્ત્રનાં વિવેચનો શાસનનાં રહસ્યો સુધી પહોંચવાની કડી સ્વરૂપ હોવાથી પ્રસિદ્ધ કરવાની માંગણીઓ પણ વારંવાર આવે છે. જો કે, આ પ્રવૃત્તિ સંસ્થાના મૂળ લક્ષ્યથી સહેજ ફંટાય છે, છતાં વચગાળાના સમયમાં, મૂળ કાર્યને જરા પણ અટકાવ્યા વગર પ્રસ્તુત કાર્યને સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારીએ છીએ. તેના અન્વયે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે. ઉપરોક્ત દરેક કાર્યોને શ્રીસંઘ ખોબે-ખોબે સહર્ષ વધાવશે, અનુમોદશે અને સહાયક થશે તેવી અભિલાષા સહ. “શ્રુતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ગીતાર્થ ગંગાનું ટ્રસ્ટીગણ અને શ્રુતભક્તો Page #9 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મસા.) કુત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો (હિન્દી આવૃત્તિ) ૩. યોગદષ્ટિસમુચ્ચય ૪. કર્મવાદ કણિકા પ. કર્મવાદ કર્ણિકા (હિન્દી આવૃત્તિ) ૬. સદ્ગતિ તમારા હાથમાં ! ૭. સદ્ગતિ આપકે હાથ મેં! (હિન્દી આવૃત્તિ) ૮. દર્શનાચાર ૯. શાસન સ્થાપના ૧૦. શાસન સ્થાપના (હિન્દી આવૃત્તિ) ૧૧. અનેકાંતવાદ ૧૨. પ્રશ્નોત્તરી ૧૩. પ્રશ્નોત્તરી (હિન્દી આવૃત્તિ) ૧૪. ચિત્તવૃત્તિ ૧૫. ચિત્તવૃત્તિ (હિન્દી આવૃત્તિ) ૧૬. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૭. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૮. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૯. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગ) ૨૧. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૨૨. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૩. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૪. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૫. જિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રદાય ? (હિન્દી આવૃત્તિ) ૨૬. Is Jaina Order Independent Religion or Denomination ? (અંગ્રેજી આવૃત્તિ) ૨૭. status of religion in modern Nation state theory (અંગ્રેજી આવૃત્તિ) ૨૮. ગૃહજિનાલય મહામંગલકારી ૨૯. શ્રી ઉપધાન માપદેશિકા - સંપાદ :- પ. પૂ. પંન્યાસ શ્રી રિહંતસરની મદાર ન લાદવ १. पाक्षिक अतिचार ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી આવૃત્તિ). ૫. Right to Freedom of Religion !!!!! ૬. “રક્ષાધર્મ' અભિયાન 9. 'Rakshadharma' Abhiyaan ૮. સેવો પાસ સંખેસરો ૯. સેવો પાસ સંખેસરો (હિન્દી આવૃત્તિ) સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ Page #11 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનના ગ્રંથો |_| | If_ne fr વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચના ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામગ્ગદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૭. ભિક્ષુદ્વાત્રિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાત્રિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદૃષ્ટિની સજ્ઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાત્રિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાત્રિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાત્રિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરુષકારદ્વાત્રિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાત્રિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાત્રિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાત્રિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાત્રિંશિકા-૨ શબ્દશઃ વિવેચન ૫૨. જિનભક્તિદ્વાત્રિંશિકા-૫ શબ્દશઃ વિવેચન ૫૩. યોગાવતારદ્વાત્રિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન ૫૪. યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન ૫૫. સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન ૫૬. પૂર્વસેવાદ્વાત્રિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન ૫૭. ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન Page #13 -------------------------------------------------------------------------- ________________ ૫૮. ક્લેશતાનોપાયદ્વાચિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચન પ૯. વિનયદ્વાચિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૨. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૪. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ઉપ. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાચિંશિકા-૩૧ શબ્દશઃ વિવેચન ૧૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચના ૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૯. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૨. પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચના ૭૩. કથાદ્વાચિંશિકા-૯ શબ્દશઃ વિવેચન ૭૪. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૭૫. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૬ ૭૭. નવતત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૭૮. ૧૫૦ ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન ૭૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૮૦. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૬ ૮૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૨. અમૃતવેલની મોટી સઝાય અને નિશ્ચય-વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન તથા શ્રી સીમંધરસ્વામી સ્તવન શબ્દશઃ વિવેચના ૮૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૭ ૮૪. આનંદઘન ચોવીશી શબ્દશઃ વિવેચન ૮૫. પક્નીસૂત્ર (પાકિસૂત્ર) શબ્દશઃ વિવેચન ૮૬. ધર્મપરીક્ષા પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૮૭. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૮. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૯. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૦. પાતંજલ યોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૧. પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૨. ધર્મબિંદ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૩. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૪. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૫. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૬. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૯. વાદદ્વાચિંશિકા-૮ શબ્દશઃ વિવેચન ૧૦૦. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૧. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૦૨. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૦૩. સકલાહત-સ્તોત્ર અને અજિતશાંતિ સ્તવન શબ્દશઃ વિવેચન ૧૦૪. પગામસિક્કા શબ્દશઃ વિવેચના ૧૦૫. સખ્યત્ત્વના સડસઠ બોલ સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૧૦૬. ધર્મવ્યવસ્થાદ્વાબિંશિકા-૭ શબ્દશઃ વિવેચન ૧૦૭. દેવસિઅ રાઈઅ પ્રતિક્રમણ સૂત્ર શબ્દશઃ વિવેચન ૧૦૮. સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૯. સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૦, વૈરાગ્યકલ્પલતા પ્રથમ સ્તબક શબ્દશઃ વિવેચન ૧૧૧. શાંતસુધારસ શબ્દશઃ વિવેચન ૧૧૨. બારભાવના શબ્દશઃ વિવેચન ૧૧૩. ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧૪. ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૫. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૧૬. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૫ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭. વીતરાગ સ્તોત્ર પ્રાયઃ શબ્દશઃ વિવેચન ૧૧૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૯. દ્રવ્યગુણપર્યાયના રાસના છૂટા બોલ રાસના આધારે વિવેચન ૧૨૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨૧. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૨૨. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૨૩. ધર્મપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨૪. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨૫. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨૬. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૨૭. ૧૮ પાપરસ્થાનક સ્વાધ્યાય, અમૃતવેલની નાની સક્ઝાય, “સાચો જૈન” પદ અને વીરોની પ્રભુભક્તિ' પદ શબ્દશઃ વિવેચન ૧૨૮. સમ્મતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૨૯. ઉપમિતિભવપ્રપંચા કથા (પ્રથમ પ્રસ્તાવ) શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૩૦. ઉપમિતિભવપ્રપંચા કથા (દ્વિતીય પ્રસ્તાવ) શબ્દશઃ વિવેચન ભાગ-૨ ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો f ૧. ધર્મતીર્થ ભાગ-૧ ૨. ધર્મતીર્થ ભાગ-૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ પાના નં. - જ જ ર જ છ છ છ $ એક અનુક્રમણિકા હss [ ક્રમ | વિષય મનુષ્યગતિની નગરરૂપે કલ્પના મનુષ્યનગરીનું માહાભ્ય કર્મપરિણામનું મહારાજપણું તથા ક્રીડાપ્રિયતા કાલપરિણતિ મહાદેવી કાલપરિણતિ રાણી વડે કરાયેલ વિચિત્ર નાટકનો નિર્દેશ કાલપરિણતિ રાણીની પ્રભુતાનું આધિક્ય પુત્રની ચિંતા પુત્ર જન્મનો મહોત્સવ તથા નામકરણવિધિ પ્રજ્ઞાવિશાલા વડે કહેવાયેલ રાજાની નિર્બેજ તરીકેની પ્રસિદ્ધિનો હેતુ કર્મપરિણામરાજા અને કાલપરિણતિ રાણી સર્વ જીવોનાં પારમાર્થિક માતા-પિતા ભવ્યપુરુષના જન્મથી સદાગમને થયેલ હર્ષ સદાગમ વડે કહેવાયેલ ભવ્યપુરુષના ગુણો સદાગમની ત્રણે કાળના ભાવોનું પ્રતિપાદન કરવાની પટુતા રાજપુત્રની સદાગમને અત્યંત વલ્લભતામાં હેતુ ભવ્યપુરુષના જન્મથી સદાગમને સ્વ આત્માની સફળતાનો અવગમ સદાગમનું માહાભ્ય સદાગમના વચનની આરાધના વિરાધનાના ફળનો નિર્દેશ સદાગમની સુબાંધવ આદિ રૂપતા સદાગમના દર્શનથી અગૃહતસંકેતાના વિકલ્પોનો નાશ અગૃહીતસંકેતા વડે કરાયેલ સદાગમની પર્કપાસનાનો સંકલ્પ ધાત્રીરૂપ પ્રજ્ઞાવિશાલાના પ્રયત્નથી ભવ્યપુરુષ દ્વારા સદાગમના શિષ્યભાવનો સ્વીકાર સંસારીજીવ નામના ચોર વડે સદાગમના શરણનો સ્વીકાર સંસારી જીવના વૃત્તાંતમાં અનાદિ નિગોદનું વર્ણન તનિયોગનું આગમન | તગ્નિયોગ વડે કહેવાયેલ લોકસ્થિતિનું સ્વરૂપ અનાદિ નિગોદ સ્થિત લોકની સંખ્યા નિગોદ આત્મક ભોંયરામાં રહેલ જીવોના પરસ્પરના સ્નેહનું સ્વરૂપ ૬ . છે પ૪ રે છે છું રે રું કે જે જે છે ? ૭૯ ૮૪ ૮૮ ૨૭. ૯૦ Page #17 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૨૮. ૨૯. ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | અનુક્રમણિકા પાના નં. વિષય સંસારીજીવની પત્ની ભવિતવ્યતાનો મહિમા તીવ્ર મોહોદય, અત્યંત અબોધ અને ભવિતવ્યતાની સાથે સંસારી જીવનો અવ્યવહાર નિગોદમાંથી નિર્ગમ ૩૦. સંસારીજીવનું સાંવ્યવહારિક નિગોદમાં સ્થાપન ૩૧. પ્રત્યેકતાની પ્રાપ્તિ ૩૨. સંસારીજીવને ગુટિકાના પ્રયોગથી વનસ્પતિમાં વિવિધ રૂપે કદર્થનાઓ સંસારીજીવને પૃથ્વીકાયપણાની પ્રાપ્તિ ૩૩. ૩૪. સંસારીજીવનું અપ્લાયમાં ગમન ૩૫. સંસારી જીવનું તેઉકાયમાં ગમન ૩૬. સંસારીજીવનું વાઉકાયમાં ગમન ૩૭. સંસારીજીવનું ફરીથી વનસ્પતિકાય આદિમાં ગમન ૩૮. સંસારીજીવનો વિકલાક્ષનગરના વાડાઓમાં નિવાસ ૩૯. સંસારીજીવને બેઇન્દ્રિયપણાની પ્રાપ્તિ ૪૦. સંસારી જીવને તેઇન્દ્રિયપણાની પ્રાપ્તિ ૪૧. સંસારીજીવને ચઉરિન્દ્રિયપણાની પ્રાપ્તિ ૪૨. સંસારીજીવને તિર્યંચપંચેન્દ્રિય સંસ્થાનમાં વિવિધ કદર્થનાની પ્રાપ્તિ ૪૩. સંસારીજીવને હાથીના ભવમાં થયેલ પીડા તથા શુભભાવ ૪૪. સંસારીજીવને પુણ્યોદયયુક્ત માનવભવની પ્રાપ્તિ ૪૫. પ્રજ્ઞાવિશાલા દ્વારા સંકેતનો ઉદ્બોધ ૯૧ ૯૭ ૧૦૦ ૧૦૨ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૭ ૧૦૮ ૧૦૮ ૧૦૯ ૧૧૨ ૧૧૩ ૧૧૫ ૧૨૧ ૧૨૨ ૧૨૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ ही अहँ नमः । ह्री श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । છે નમઃ | પૂ. સિદ્ધર્ષિ ગણિ વિરચિત ઉપમિતિભવપ્રપંચા કથા શબ્દશઃ વિવેચન ભાગ-૨ તે દ્વિતીય પ્રસ્તાવ : તિર્યંચગતિ વક્તવ્યતાવર્ણન પ્રથમ પ્રસ્તાવ સાથે બીજા પ્રસ્તાવનું યોજનઃ સંસારનું વાસ્તવિક સ્વરૂપ બતાવવા અર્થે ઉપમાન દ્વારા ભવપ્રપંચનું સ્વરૂપ બતાવવાનો ગ્રંથકારશ્રીએ પ્રારંભ કર્યો છે અને તેને અનુરૂપ જ ગ્રંથનું નામ આપેલ છે. જે નામથી જ બોધ થાય છે કે ઉપમાન દ્વારા ભવપ્રપંચનું સ્વરૂપ પ્રસ્તુત ગ્રંથમાં બતાવાશે, છતાં ભગવાનનું શાસન પ્રથમ બતાવવું આવશ્યક છે જેથી યોગ્ય જીવોને ભગવાનના શાસનને પામેલા જીવો કેવા ગુણસમૃદ્ધિવાળા હોય છે, તેનો યથાર્થ બોધ થાય તેથી ચૌદરાજલોકવર્તી જે જીવો ભગવાનના શાસનમાં વર્તે છે, તેઓ ભાવથી કેવા ગુણોવાળા હોય છે, તે ગુણોને ગ્રહણ કરીને પીઠિકામાં ભગવાનનું શાસનરૂપી રાજમંદિર કેવા સ્વરૂપવાળું છે તે બતાવેલ છે. જેમાં કોઈ નિયત ક્ષેત્રરૂપ રાજમંદિર નથી, પરંતુ બાહ્ય ઉચિત આચરણાઓ અને ઉચિત આચરણાઓથી જન્ય જીવની ઉત્તમ પરિણતિ જે સંસારી જીવોમાં છે તેને જ ગ્રહણ કરીને રાજમંદિરની ઉપમા આપેલ છે. રાજમંદિરને નહીં પામેલો જીવ સંસારમાં ભટકતાં ભટકતાં કઈ રીતે દર્શનમોહનીય કર્મની મંદતાથી કે દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમથી ભગવાનના શાસનને પ્રાપ્ત કરે છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રીએ પોતાના આત્માને ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે ભિખારીની ઉપમા આપેલ છે અને ભીખ માંગતાં માંગતાં તે કઈ રીતે કર્મવિવર નામના દ્વારપાલથી ભગવાનના શાસનમાં પ્રવેશ પામેલ છે તે બતાવેલ છે, પ્રવેશ પામ્યા પછી તે જીવ કઈ રીતે વિશેષ-વિશેષ રીતે ભગવાનના શાસનને પામીને સર્વવિરતિને પ્રાપ્ત કરે છે અને શાસ્ત્રઅભ્યાસ કરીને ભગવાનના શાસનના રહસ્યને જાણનાર બને છે, ત્યારપછી યોગ્ય જીવોનો કઈ રીતે ઉપકાર કરે છે, ઉપકાર અર્થે ગ્રંથોની રચના કરીને ભાવિના જીવોના કલ્યાણ અર્થે મહાપુરુષો કઈ રીતે પ્રવૃત્તિ કરે છે તે રીતે જ ગ્રંથકારશ્રીના આત્માએ પણ સુવિશુદ્ધ આશયથી સ્વપરના Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ કલ્યાણના પ્રયોજનથી આ ઉપમિતિ ગ્રંથ રચ્યો છે તેમ બતાવેલ છે. આ રીતે ભગવાનના શાસનમાં પ્રવેશ પામેલા જીવોનું સ્વરૂપ બતાવ્યા પછી ચૌદરાજલોક રૂપ સંસાર છે અને તેનો યથાર્થબોધ કરાવવા અર્થે નગરની ઉપમા દ્વારા જે પ્રકારની નગરની વ્યવસ્થા છે તે પ્રકારે જ સંસારરૂપી નગરની વ્યવસ્થા છે તેનો બોધ કરાવવા અર્થે બીજા પ્રસ્તાવનો પ્રારંભ કરે છે. मनुजगतेर्नगरकल्पना ૨ अस्तीह लोके सुमेरुरिवाऽऽकालप्रतिष्ठा, नीरनिधिरिव महासत्त्वसेविता, कल्याणपरम्परेव मनोरथपूरणी, जिनप्रणीतप्रव्रज्येव सत्पुरुषप्रमोदहेतुः, समरादित्यकथेवानेकवृत्तान्ता, निर्जितत्रिभुवनेव लब्धश्लाघा, सुसाधुक्रियेवापुण्यैरतिदुर्लभा मनुजगतिर्नाम नगरी । सा च कीदृशी ? उत्पत्तिभूमिधर्मस्य, मन्दिरमर्थस्य, प्रभवः कामस्य कारणं मोक्षस्य, स्थानं महोत्सवानामिति । यस्यामुत्तुङ्गानि विशालानि विचित्रकनकरत्नभित्तिविचित्राणि अतिमनोहारितया परमदेवाध्यासितानि मेरुरूपाणि देवकुलानि । यस्यां चानेकाद्भुतवस्तुस्थानभूतत्वेनापहसितामरनिवासाः क्षितिप्रतिष्ठिताद्यनेकपुरकलिता भरतादिवर्षरूपाः पाटकाः, अत्युच्चतया कुलशैलाकाराः पाटकपरिक्षेपाः । यस्याश्च मध्यभागवर्त्ती दीर्घतराकारो विजयरूपाऽऽपणपङ्क्तिभिर्विराजितो महापुरुषकदम्बकसंकुलः शुभाशुभमूल्यानुरूपपण्यलाभहेतुर्महाविदेहरूपो विपणिमार्गः। यस्याश्च निरुद्धचन्द्राऽऽदित्यादिगतिप्रसरतयाऽतीतः परचक्रलङ्घनाया मानुषोत्तरपर्वताकारः प्राकारः, तस्मात्परतो यस्यां विस्तीर्णगम्भीरा समुद्ररूपा परिखा, यस्यां च सदा विबुधाध्यासितानि भद्रशालवनादिरूपाणि नानाकाननानि, यस्यां च बहुविधजन्तुसंघातजलपूरवाहिन्यो महानदीरूपा महारथ्याः, यस्यां च समस्तरथ्यावताराधारभूतौ लवणकालोदसमुद्ररूपौ द्वावेव महाराजमार्गौ, यस्यां च महाराजमार्गप्रविभक्तानि जम्बूद्वीपधातकीखण्डपुष्करवरद्वीपार्द्धरूपाणि वसन्ति त्रीण्येव पाटकमण्डलानि, यस्यां च लोकसुखहेतवः समुचितस्थानस्थायिनः कल्पद्रुमरूपा भूयांसः स्थानान्तरीयनृपतय इति । મનુષ્યગતિની નગરરૂપે કલ્પના આ લોકમાં સુમેરુની જેમ સ્થિર આકાલપ્રતિષ્ઠાવાળી, નીરનિધિની જેમ મહાસાત્ત્વિક પુરુષોથી સેવાયેલી, કલ્યાણની પરંપરાની જેમ મનોરથોને પૂરનારી, જિનપ્રણીત પ્રવ્રજ્યાની જેમ સત્પુરુષોના પ્રમોદનું કારણ, સમરાદિત્ય કથાની જેમ અનેક વૃત્તાંતવાળી, જીતી લીધું છે ત્રણેય ભુવનને જેણે એની જેમ લબ્ધશ્લાઘાવાળી, સુસાધુની ક્રિયાની જેમ અપુણ્યશાળી વડે અતિદુર્લભ, મનુષ્યગતિ નામની નગરી છે. ચૌદરાજલોક વિશાળ ક્ષેત્ર છે. તેમાં અનેક નગરો છે. તેમાં મનુષ્યગતિ નામની નગરી છે અને જેમ મેરુપર્વત ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં રહેશે તેમ આ મનુષ્યનગરી પણ ત્રણેયકાળમાં Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ અસ્તિત્વ ધરાવે છે. વળી, મહાસત્ત્વશાળી પુરુષો સમુદ્રની સફર કરે છે અને તેમાંથી પાર ઊતરે છે તેવી મહાપુરુષોથી સેવાયેલી આ મનુષ્યનગરી છે; કેમ કે અનેક ઉત્તમપુરુષો અનેક પ્રકારના સત્ત્વથી યુક્ત જન્મીને સંસારસાગરથી તરે છે. માટે મહાસત્ત્વશાળી પુરુષોથી સેવાયેલી આ મનુષ્યગતિ નગરી છે. વળી, જે જીવોમાં કલ્યાણની પરંપરા થાય તેવું પુણ્ય વર્તે છે, તે જીવોના દરેક ભવોમાં સર્વ મનોરથો પુરાય છે. તેમ સત્ત્વશાળી જીવો મનુષ્યગતિમાં જન્મીને સર્વકલ્યાણની પરંપરાનું કારણ બને એવા ધર્મને સેવીને મનોરથ પૂરા કરે છે. માટે મનોરથો પૂરનારી આ મનુષ્યનગરી છે. વળી, ઉત્તમપુરુષોને ભગવાનના શાસનમાં બતાવેલ સંપૂર્ણ નિરવદ્ય આચારરૂપ પ્રવ્રજ્યા અત્યંત પ્રમોદનો હેતુ થાય છે તેમ મનુષ્યગતિમાં જન્મીને જીવો સમગ્ર પ્રકારે ધર્મ સેવીને સર્વકલ્યાણોની પ્રાપ્તિ કરે છે. માટે મનુષ્યગતિ પુરુષોના પ્રમોદનો હેતુ છે. વળી, સમરાદિત્યની કથા અનેક વૃત્તાંતોથી યુક્ત છે તેમ આ મનુષ્યગતિમાં પણ ઘણા પ્રકારના મહાત્માઓ જન્મે છે, મધ્યમકક્ષાના જીવો જન્મે છે અને અધમ જીવો પણ જન્મે છે, તેથી મનુષ્યગતિમાં તેઓની આચરણાનાં અનેક ચરિત્રો પ્રાપ્ત થાય છે. માટે અનેક વૃત્તાંતના અંતવાળી આ મનુષ્યગતિ નગરી છે. વળી, ત્રણેય ભુવનમાં લબ્ધશ્લાઘાવાળી મનુષ્યગતિ છે; કેમ કે સંસારના વિચ્છેદને કરનારા અને સદ્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરનારા સર્વ ઉત્તમ જીવો આ મનુષ્યગતિને પામીને હિત સાધે છે. તેથી લબ્ધશ્લાઘાથી ત્રણેય ભુવનને જીતી લીધું છે તેવી આ મનુષ્યગતિ છે. વળી, સુસાધુઓની ક્રિયા મહાસાત્ત્વિક જીવો જ સેવી શકે છે. અલ્પસત્ત્વવાળા ક્વચિત્ ક્ષણભર વિરક્ત થઈને સંયમ ગ્રહણ કરે તોપણ મોહનો નાશ કરી શકે તે પ્રકારે સુસાધુઓની ક્રિયા સેવી શક્તા નથી. તેથી જેઓનું મોહનાશને અનુકૂળ કર્મ ક્ષયોપશમભાવને પામે તેવું શિથિલ છે તેવા પુણ્યશાળી જીવો જ સુસાધુઓની ક્રિયા સેવી શકે છે. અન્ય માટે તે ક્રિયા અતિદુર્લભ છે, તેમ ભવપ્રપંચના ઉચ્છેદનું પ્રબળકારણ બને તેવા પુણ્ય પ્રાભારથી લભ્ય એવી મનુષ્યગતિ અતિ દુર્લભ છે. અને તે=મનુષ્યગતિ કેવી છે તે બતાવે છે. ધર્મની ઉત્પત્તિભૂમિ છે=પ્રારંભિક ભૂમિકાથી માંડીને સર્વ પ્રકારના ધર્મની ઉત્પત્તિભૂમિ છે; કેમ કે મનુષ્યભવમાં જ બીજાધાનથી માંડીને વાવત્ યોગનિરોધ સુધીનો ધર્મ મહાત્માઓ પ્રાપ્ત કરે છે. અર્થનું મંદિર છે અનેક પ્રકારના ધનાદિક મનુષ્યનગરીમાં છે. તેથી ધનરૂપી અર્થનું મંદિર છે. કામનો પ્રભાવ છે=વિવેકી જીવોને પણ અનાદિકાળથી કામના સંસ્કારો પડ્યા છે. તેઓને સર્વપ્રકારના કામને પ્રાપ્ત કરાવનાર મનુષ્યનગરી છે. મોક્ષનું કારણ છેકમનુષ્યભવને પામીને ઘણા જીવો મોક્ષમાં જાય છે અને જશે. તે સર્વનું કારણ મનુષ્યગતિમાં જન્મની પ્રાપ્તિ છે, મહોત્સવોનું સ્થાન છે=સર્વ પ્રકારના ધર્મોનું સેવન કરીને જીવનને સમૃદ્ધ કરે તેવા મહોત્સવોનું સ્થાન મનુષ્યગતિ છે. જેમાં=મનુષ્યગતિમાં, ઊંચા, વિશાલ, વિચિત્ર પ્રકારના સુવર્ણરત્નની ભીંતવાળા વિચિત્ર એવા અતિ મનોહારીપણું હોવાને કારણે પરમદેવથી અધ્યાસિત મેરુ જેવા દેવકુલો છે. જેમાં મનુષ્યગતિમાં અનેક અદ્દભુત વસ્તુના સ્થાનભૂતપણું હોવાને કારણે હસી નાખ્યા છે અમરના નિવાસો જેણે એવા–દેવોના નિવાસો કરતાં પણ ચડિયાતા, ક્ષિતિપ્રતિષ્ઠિત આદિ અનેક નગરીઓથી યુક્ત ભરતાદિવર્ષરૂપ પાડાઓ છે, અતિ ઉચ્ચપણાને કારણે કુલશલ આકારવાળા પાડાઓના પરિક્ષેપો છે=કિલ્લાઓ છે. અને જેના મધ્યભાગવર્તી=જે પાડાઓના મધ્યભાગવર્તી, દીર્ઘતર આકારવાળો Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ વિજયરૂપ આપણપંક્તિથી શોભતોકબજારની હારમાળાઓથી શોભતો, મહાપુરુષોના સમૂહથી સંકુલ= તીર્થકર આદિ ઉત્તમપુરુષોના સમૂહથી યુક્ત, શુભાશુભ મૂલ્યને અનુરૂપ પથ્યલાભનો હેતુ એવો મહાવિદેહરૂપ બજારમાર્ગ છે. ભરત અને ઐરાવતરૂપ બે પાડાઓના મધ્યભાગમાં મહાવિદેહરૂપ બજારમાર્ગ છે. જ્યાં અનેક મહાપુરુષો વર્તે છે. વળી, જીવો પોતે જે પ્રકારના શુભ અશુભરૂપ ધન લઈને જે બજારરૂપ મહાવિદેહમાં જન્મ્યા છે તેને અનુરૂપ ત્યાં ભોગસામગ્રીની ખરીદી કરે છે અર્થાત્ ઉત્તમપુરુષો શ્રેષ્ઠ પુણ્ય પ્રાપ્ત કરીને ચારિત્રની ગુણસંપત્તિરૂપ રત્નોને ખરીદે છે અને અશુભકર્મના ઉદયવાળા જીવો તેવા ઉત્તમ નગરમાં પણ અનેક પ્રકારની વિડંબના પ્રાપ્ત કરાવે તેવા પાપને જ પ્રાપ્ત કરે છે. અને તેવી પ્રાપ્તિના સ્થાનભૂત બજારમાર્ગ જેવો મહાવિદેહ મનુષ્યનગરીમાં છે. અને જે મનુષ્યગતિને રોકાઈ ગયેલી ચંદ્ર-સૂર્યની ગતિના પ્રસરપણાથી પરચક્રની લંઘનાને ઓળંગી ગયેલો એવો માનુષોત્તર પર્વતના આકારવાળો કિલ્લો છે. તેનાથી આગળ જેમાં વિસ્તીર્ણ ગંભીર સમુદ્રરૂપ પરિખા છે અને જેમાં સદા વિબુધોથી અધ્યાસિત-દેવતાઓથી વાસ કરાયેલાં, ભદ્રશાલવતાધિરૂપ અનેક પ્રકારનાં જંગલો છે. જેમાં બહુવિધ જીવોના સમૂહવાળી જલતા પૂરને વહન કરનારી મહાનદી રૂપ મહાશેરીઓ છે. જેમાં સમસ્ત શેરીઓના અવતારના આધારભૂત લવણ અને કાલોદ સમુદ્રરૂપ બે જ મહારાજમાર્ગ છે અને જેમાં=મનુષ્યનગરીમાં, મહારાજમાર્ગથી પ્રવિભક્ત જંબુદ્વીપ, ધાતકીખંડ, પુષ્કરવરકીપાદ્ધરૂપ ત્રણ જ પાટક મંડલો રહેલા છે અને જેમાં લોકના સુખના હેતુવાળા સમુચિત સ્થાવસ્થાથીઉચિત સ્થાને રહેલા, કલ્પદ્રમ જેવા ઘણા સ્થાનાંતરીય રાજાઓ છે. મહારાજમાર્ગથી પ્રવિભક્ત એવા જંબૂઢીપ આદિ પાટક મંડલોમાં વિવેકથી યુક્ત એવા તે તે નગરના રાજાઓ છે. જેઓ લોકોની સમસ્ત પ્રકારની ચિંતા કરનારા છે. તેથી કલ્પદ્રુમ જેવા છે. અને જેના કારણે ત્યાં વસતા લોકો દુષ્ટ જીવોથી ઉપદ્રવ વગર પોતાનું હિત સાધી શકે છે. मनुजनगर्या माहात्म्यम् બ્લોક : अपि च-यस्याः कः कोटिजिह्वोऽपि, गुणसंभारगौरवम् । शक्तो वर्णयितुं लोके, नगर्याः ? किमु मादृशः? ।।१।। મનુષ્યનગરીનું માહાભ્ય શ્લોકાર્ચ - વળી, જે નગરીના ગુણસંભારના ગૌરવને=જે નગરીના ગુણના સમૂહના માહાભ્યને લોકમાં વર્ણન કરવા માટે કોટી જિલ્લાવાળો પણ કોણ સમર્થ છે? Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ કોઈ સમર્થ નથી. તો મારા જેવો કઈ રીતે વર્ણન કરી શકે ? અર્થાત્ તે નગરીના ગુણોનું વર્ણન શબ્દથી અશક્ય છે. આવા બ્લોક : यस्यां तीर्थकृतोऽनन्ताश्चक्रिकेशवशीरिणः । संजाताः संजनिष्यन्ते, जायन्तेऽद्यापि केचन ।।२।। શ્લોકાર્ચ - જેમાં જે નગરીમાં, અનંતા તીર્થકરો, ચક્રવર્તીઓ, વાસુદેવો થયા, થશે અને હમણાં પણ કેટલાક થાય છે. ચા. શ્લોક : या चेह सर्वशास्त्रेषु, लोके लोकोत्तरेऽपि च । अनन्तगुणसंपूर्णा, दुर्लभत्वेन गीयते ।।३।। શ્લોકાર્થ : અને અહીં સર્વશાસ્ત્રોમાં, લોકમાં અને લોકોતરમાં પણ અનંત ગુણ સંપૂર્ણ જે નગરી દુર્લભપણા વડે ગવાય છે. Il3II શ્લોક : उच्चावचेषु स्थानेषु, हिण्डित्वा श्रान्तजन्तवः । प्राप्ताः खेदविनोदेन, लभन्ते यत्र निर्वृतिम् ।।४।। શ્લોકાર્ચ - ઊંચાં, નીચાં સ્થાનોમાં ભટકીને થાકી ગયેલા મનુષ્યગતિને પામેલા જીવો ખેદ-વિનોદ વડે જેમાં જે મનુષ્યગતિમાં, મોક્ષને મેળવે છે=જે મનુષ્યનગરીમાં ઘણા જીવો નરકાદિ હલકાં સ્થાનોમાં અને ઊંચાં એવાં દેવાદિ સ્થાનોમાં ભટકીને, સંસારના પરિભ્રમણથી થાકેલા અને મનુષ્યનગરીને પામેલા છે તેઓને ખેદ થાય છે=આવી ઉત્તમ નગરી વિધમાન છે અને પૂર્વમાં અનંતી વખત તેને પામવા છતાં આપણે સંસારનો અંત કરી શક્યા નહીં તેથી પોતાની મૂર્ખતાનો ખેદ થાય છે અને હવે આ નગરીનું માહાભ્ય પોતે જાણે છે. તેથી હવે આ નગરીમાં જન્મીને અવશ્ય પોતે સંસારનો અંત કરશે તેવો નિર્ણય થવાથી આનંદને પામે છે અને સમ્યમ્ રીતે પુરુષાર્થને સેવીને મોક્ષને પ્રાપ્ત કરે છે. III Page #23 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોક : विनीताः शुचयो दक्षा, यस्यां धन्यतमा नराः । न धर्ममपहायान्यन्नूनं चेतसि कुर्वते ।।५।। શ્લોકાર્ધ : વિનીત–ઉત્તમપુરુષો પ્રત્યે વિનયવાળા, શુચિ=સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરનારા હોવાથી પવિત્ર, દક્ષ મનુષ્યભવને પામીને કઈ રીતે હિત સાધવું જોઈએ તેમાં નિપુણબુદ્ધિવાળા, ધન્યતમ મનુષ્યો જે નગરીમાં ધર્મને છોડીને ખરેખર અન્યને ચિત્તમાં કરતા નથી=સતત ધર્મને સેવીને સંસારનો ઉચ્છેદ કરવો તેવા જ ભાવોને ચિત્તમાં કરે છે. પાં શ્લોક : यस्यां नार्यः सदाऽनार्यकार्यवर्जनतत्पराः । पुण्यभाजः सदा धर्म, जैनेन्द्रं पर्युपासते ।।६।। શ્લોકાર્થ : જે નગરીમાં સદા અનાર્યકાર્યના વર્જનમાં તત્પર પુણ્યશાળી સ્ત્રીઓ સદા જૈનેન્દ્ર ધર્મની પર્યાપાસના કરે છે. llll શ્લોક : किञ्चात्र बहुनोक्तेन? वस्तु नास्ति जगत्त्रये । तस्यां निवसतां सम्यक्, पुंसां यनोपपद्यते ।।७।। શ્લોકાર્ચ - વળી, અહીં=નગરીના ગુણોમાં, વધારે કહેવાથી શું? જગત્રયમાં વસ્તુ નથી કે તેમાં વસતા પુરુષને જે સમ્યક પ્રાપ્ત ન થાય આ મનુષ્યનગરીને પામીને જેઓની વિવેકદૃષ્ટિ પ્રાપ્ત થયેલી છે તેઓ દેવેન્દ્રપણું, ચક્રવર્તીપણું કે તીર્થંકરપણું જેવી અત્યંત દુર્લભવસ્તુઓ છે તે પણ આ નગરીમાં વસતા સુખપૂર્વક પ્રાપ્ત કરી શકે છે. ll૭ી. બ્લોક : सा हि रत्नाकरैः पूर्णा, सा विद्याभूमिरुत्तमा । सा मनोनयनानन्दा, सा दुःखौघविनाशिका ।।८।। શ્લોકાર્થ :તે નગરી રત્નાકરોથી પૂર્ણ છે. તે નગરી ઉત્તમ વિધાભૂમિ છે તે નગરીમાં ઘણા તીર્થકરો, Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ કેવલીઓ, ઉત્તમ ઋષિઓ, મહર્ષિઓ વસે છે. તેથી રત્નાકરથી પૂર્ણ છે. વળી, સર્વપુરુષાર્થને સફળ કરાવીને એકાંતે જીવ હિત સાધી શકે તેવી ઉત્તમવિધા આ નગરીમાં જ પ્રાપ્ત થાય છે તેથી ઉત્તમ વિધાભૂમિ છે. વળી, આ નગરી મન અને ચક્ષને આનંદ દેનારી છે; કેમ કે આ નગરીમાં ઉત્તમપુરુષો, ઉત્તમ એવો સન્માર્ગ અને તે સન્માર્ગ ઉપર ચાલનારા મહાત્માઓ દેખાય છે, જેને જોઈને યોગ્ય જીવોને મનમાં આનંદ થાય છે અને ઉત્તમપુરુષોના દર્શનથી ચક્ષને પણ આનંદ થાય છે. વળી, આ નગરી દુઃખોના સમૂહને વિનાશ કરનારી છે; કેમ કે વિવેકીપુરુષો મનુષ્યભવને પામીને અવશ્ય દુઃખની પરંપરાના કારણભૂત ક્લિષ્ટ સંસ્કારોને, ક્લિષ્ટ કર્મોને સુખપૂર્વક આ નગરીના આલંબનથી નાશ કરી શકે છે. llciા. શ્લોક : साऽखिलाश्चर्यभूयिष्ठा, सा विशेषसमन्विता । सा मुनीन्द्रसमाकीर्णा, सा सुश्रावकभूषिता ।।९।। શ્લોકાર્ચ - તે આ નગરી, અખિલ આશ્ચર્યથી ભૂયિષ્ઠ છે=જગતમાં જે કંઈ શ્રેષ્ઠતાની પ્રાપ્તિ થાય છે તે સર્વની પ્રાપ્તિના સ્થાનભૂત આ નગરી હોવાથી બધાં આશ્ચર્યોથી અતિશયવાળી છે. તે નગરી, વિશેષથી સમન્વિત છે અનેક પ્રકારના વિશેષભાવોથી સમન્વિત છે, તે નગરી મુનીન્દ્રોથી સમાકર્ણા છેઅનેક મહાસાત્વિક સાધુઓ આ નગરીમાં વસી રહ્યા છે, વળી, તે નગરી સુશ્રાવકોથી ભૂષિત છે-મુનિઓની ઉપાસના કરીને મુનિતુલ્ય થવા માટે શક્તિનો સંચય કરનારા ઉત્તમશ્રાવકોથી આ નગરી ભૂષિત છે. Ilell શ્લોક : सा जिनेन्द्राभिषेकादितोषिताखिलभव्यका । साऽपवर्गाय भव्यानां, सा संसाराय पापिनाम् ।।१०।। શ્લોકાર્ધ : તે નગરી, ભગવાનના અભિષેક આદિથી તોષિત થયેલા અખિલ ભવ્ય જીવોવાળી છે=આ નગરીમાં જ્યારે જ્યારે તીર્થંકરો થાય છે ત્યારે ત્યારે તીર્થકરોના અભિષેક આદિ કરીને દેવ, મનુષ્યઆદિને હર્ષ કરનારી છે. જ્યારે જ્યારે સાક્ષાત્ તીર્થકરોનો વિરહ હોય છે ત્યારે પણ ભવ્યજીવો શાસ્ત્રના વચનના બળથી તીર્થકરોના પારમાર્થિક સ્વરૂપને જાણીને તેવા સ્વરૂપવાળા ભગવાનની જ આ પ્રતિમા છે તેની સ્મૃતિ કરીને તેઓ તે પ્રતિમાનો અભિષેક આદિ કરે છે. ત્યારે સાક્ષાત્ જિનેન્દ્રના અભિષેક તુલ્ય તોષને કરાવનારી આ નગરી યોગ્ય જીવો માટે બને છે. તે નગરી, ભવ્ય જીવોના અપવર્ગ મોક્ષ માટે છે; કેમ કે ભવ્ય જીવો ઉત્તમ નગરીને પ્રાપ્ત કરીને તે ઉત્તમ નગરીથી જે ઉત્તમતા પ્રાપ્ત થઈ શકે છે તે સર્વ ઉત્તમતા સ્વશક્તિ અનુસાર સદા પ્રાપ્ત Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ કરવા યત્ન કરે છે. તેથી વર્તમાનના ભવમાં કે પરિમિતભવમાં તે મહાત્મા અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે. તેનું પ્રબળ કારણ આ ઉત્તમ નગરી છે. પાપી જીવોને તે નગરી સંસાર માટે છે; કેમ કે પાપી જીવો આ નગરીમાં જન્મીને સદ્ધર્મ તો સેવતા નથી, પરંતુ સાધુ કે શ્રાવકનો વેશ ગ્રહણ કરીને પણ ધર્મની લઘુતા જ કરે છે. આ નગરીમાં વર્તતા સર્વાના વચનનો અપલાપ કરે છે અને સ્વમતિ અનુસાર યથાતથા જીવીને આ નગરીના પ્રાપ્તિના બળથી જ સંસારની વૃદ્ધિ કરે છે. ll૧ol. શ્લોક - जीवोऽजीवस्तथा पुण्यपापाद्याः सन्ति नेति वा । अयं विचारः प्रायेण, तस्यामेव विशेषतः ।।११।। શ્લોકાર્થ : જીવ-અજીવ, પુણ્ય-પાપાદિ છે અથવા નથી એ પ્રકારનો આ વિચાર પ્રાયઃ કરીને વિશેષથી તે જ નગરીમાં થાય છે મનુષ્યનગરીમાં જ થાય છે. [૧૧ શ્લોક : यस्तस्यामपि संप्राप्तो, नगर्यां पुरुषाधमः । न युज्यते गुणैर्लोकः, सोऽधन्य इति गण्यते ।।१२।। શ્લોકાર્ય : તે પણ નગરીમાં સંપ્રાપ્ત થયેલો જે પુરુષાધમ ગુણવાન લોકો સાથે સંબંધ કરતો નથી. અર્થાત્ પોતાના પ્રમાદી સ્વભાવને પોષે છે તેવા લોકો સાથે સંબંધ કરે છે અને પોતાનો મનુષ્યભવ વ્યર્થ કરે છે. તે અધન્ય છે એ પ્રમાણે ગણાય છે. ll૧૨ શ્લોક : तां विमुच्य न लोकेऽपि, स्थानमस्तीह मानवाः! । संपूर्णं यत्र जायेत, पुरुषार्थचतुष्टयम् ।।१३।। શ્લોકાર્ય : હે માનવો ! અહીં લોકમાં તેને મનુષ્યનગરીને, છોડીને સ્થાન નથી જ્યાં સંપૂર્ણપુરુષાર્થ ચતુષ્ટય પ્રાપ્ત થાય. વિવેકપુરુષો માટે ધર્મ-અર્થ-કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થો સુખનું જ કારણ છે અને વિવેકી જીવો આ મનુષ્યનગરીને પામીને તે ચારેય પુરુષાર્થો દ્વારા સુખની પરંપરાની વૃદ્ધિ અવશ્ય કરે છે અને અંતે મોક્ષરૂપ પુરુષાર્થને પામીને પૂર્ણ સુખમય અવસ્થાને પામે છે. તે સર્વ પ્રાપ્ત કરી શકાય તેવું સ્થાન આ મનુષ્યનગરી છે. ll૧૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ कर्मपरिणामस्य महानरेन्द्रत्वं, केलिप्रियता च तस्यां च मनुजगतौ नगर्यामतुलबलपराक्रमः, स्ववीर्याक्रान्तभुवनत्रयः, शक्रादिभिरप्रतिहतशक्तिप्रसरः कर्मपरिणामो नाम महानरेन्द्रः। કર્મપરિણામનું મહારાજપણું તથા ક્રીડાપ્રિયતા અને તે મનુષ્યનગરીમાં અતુલબલ પરાક્રમવાળો, સ્વવીર્યથી આક્રાંત કર્યા છે ત્રણેય ભુવન જેણે એવો, શક્રાદિથી અપ્રતિહત શક્તિના પ્રસરવાળો કર્મપરિણામ નામનો મહારાજા છે. આ નગરી ઉપર સંપૂર્ણ પ્રભુત્વ કર્મપરિણામરાજાનું છે. આથી જ કર્મપરિણામરાજાની કૃપાથી જ જીવો મનુષ્યગતિને પ્રાપ્ત કરે છે. તીર્થકરો, ઋષિઓ વગેરે સર્વના તે તે પ્રકારના કર્મના પરિણામથી જ તેઓને આ મનુષ્યગતિની પ્રાપ્તિ થઈ છે. તેથી પરમાર્થથી તો આ નગરીમાં વસતા બધા જીવો ઉપર કર્મપરિણામનું જ સામ્રાજ્ય છે. આથી જ ઋષિઓ, મહર્ષિઓ પણ જે કંઈ ગુણસમૃદ્ધિ પ્રાપ્ત કરે તે સર્વ તેઓના તેવા પ્રકારના ક્ષયોપશમભાવવાળા કર્મના પરિણામને કારણે જ પ્રાપ્ત કરે છે. અને જેઓ પ્રત્યે આ કર્મપરિણામ દુષ્ટ થાય છે તેવા ચૌદપૂર્વધર પણ મનુષ્યભવને નિષ્ફળ કરીને નિગોદ આદિમાં જાય છે. તેથી આ નગરીમાં વસતા જીવોને સુંદર ગુણોની પ્રાપ્તિ પણ કર્મપરિણામરાજા જ કરાવે છે અને સર્વદોષોનો યોગ પણ કર્મપરિણામ જ કરાવે છે. અને કર્મપરિણામરાજા મનુષ્યનગરીમાં વસતો હોવા છતાં અતુલબલ પરાક્રમવાળો છે તેથી યોગીઓને પણ ક્ષયોપશમભાવના કર્મની સહાયતાની અપેક્ષા રહે છે. તેથી તેના પરાક્રમ આગળ અન્ય કોઈનું પરાક્રમ ચાલતું નથી. વળી, તે કર્મપરિણામરાજાએ પોતાના વીર્યથી ત્રણ ભુવનને આક્રાંત કર્યા છે. તેથી, ત્રણેય ભુવનમાં વર્તતા સર્વે જીવો કર્મપરિણામરાજાની આજ્ઞાનું લેશ ઉલ્લંઘન કરી શકતા નથી. માટે માત્ર મનુષ્યનગરીમાં તેનું સામ્રાજ્ય નથી, પરંતુ ત્રણેય ભુવનમાં વર્તતા સર્વ જીવો ઉપર તેનું સામ્રાજ્ય વર્તે છે. વળી શક્રાદિ દેવોથી પણ પરાભવ ન કરી શકાય એવો કર્મપરિણામ નામનો મહારાજા છે; કેમ કે કર્મનો વિપાક જ્યારે પણ પ્રાપ્ત થાય છે ત્યારે મહાસમર્થ એવા પણ મહાશકાદિ દેવો કાયર બને છે. તેથી કર્મપરિણામરાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા સમર્થ નથી. શ્લોક - यो नीतिशास्त्रमुल्लध्य, प्रतापैकरसः सदा । तृणतुल्यं जगत्सर्वं, विलोकयति हेलया ।।१।। શ્લોકાર્ચ - જે કર્મપરિણામરાજા પ્રતાપના એકરસવાળો નીતિશાસ્ત્રનું ઉલ્લંઘન કરીને હેલાથી સદા જગતના સર્વને તૃણતુલ્ય જુએ છે=અવગણનાથી જુએ છે. નીતિશાસ્ત્ર છે કે કોઈએ ભૂલ કરી હોય તેને દંડ આપે પરંતુ કર્મપરિણામરાજા તો કોઈ પુરુષ કોઈને Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ આવીને હેરાન કરે તેનાથી તે હેરાન થનારા પુરુષ ક્લેશને પામે તો કર્મપરિણામરાજા ક્લેશને પામનાર પ્રત્યે કુપિત થઈને તેને દંડ આપે છે. જ્યારે નીતિશાસ્ત્ર તો હેરાન કરનાર પુરુષને દંડ આપે છે પરંતુ હેરાન થનાર પુરુષને દંડ આપતો નથી. જ્યારે કર્મપરિણામ રાજા તો હેરાન કરનાર પુરુષને તેના અધ્યવસાય અનુસાર દંડ આપે છે અને હેરાન થનારા પુરુષને તેના અધ્યવસાય અનુસાર દંડ આપે છે. તેથી નીતિશાસ્ત્રનું ઉલ્લંઘન કરનાર કર્મપરિણામરાજા છે અને પોતાના પ્રતાપને અનુરૂપ સર્વજીવોને તે તે પ્રકારરૂપ કદર્શના ક૨ના૨ છે. તેથી જગતવર્તી સર્વજીવોને તૃણતુલ્ય અવગણનાથી જુવે છે. અને પોતાની ઇચ્છા અનુસાર સર્વજીવોની કદર્થના કરે છે. III શ્લોક ઃ निर्दयो निरनुक्रोशः, सर्वावस्थासु देहिनाम् । सचण्डशासनो दण्डं, पातयत्यनपेक्षया ।।२।। શ્લોકાર્થ ઃ વળી, તે કર્મપરિણામરાજા જીવોની સર્વ અવસ્થામાં નિર્દય, નિરનુક્રોશ છે. ચંડશાસનવાળો તે=કર્મપરિણામરાજા, અપેક્ષા રાખ્યા વગર=જીવોની દીનતા આદિભાવોની અપેક્ષા રાખ્યા વગર, દંડ આપે છે. સંસારી જીવોએ જે પ્રકારનાં કર્મો બાંધ્યાં હોય તે પ્રકારનાં ફળ આપવામાં પ્રચંડ શાસનવાળું કર્મ “આ જીવ મહાત્મા છે. આ જીવ તુચ્છ છે” ઇત્યાદિ કોઈ અપેક્ષા રાખ્યા વગર નિર્દયતાપૂર્વક દંડ આપે છે. આથી જ વી૨ભગવાને ત્રિપૃષ્ટના ભવમાં શય્યાપાલકના કાનમાં ઊકળતું સીસું નાખ્યું જેનાથી બંધાયેલાં કર્મો “આ જગતપૂજ્ય છે” તેવી કોઈ અપેક્ષા રાખ્યા વગર ભગવાનને દંડનો પાત કર્યો. IIII શ્લોક ઃ स च केलिप्रियो दुष्टो, लोभादिभटवेष्टितः । नाटकेषु परां काष्ठां प्राप्तोऽत्यन्तविचक्षणः ।।३।। શ્લોકાર્થ : અને તે કર્મપરિણામરાજા કેલિપ્રિય છે-લોકોને રંજાડવામાં પ્રીતિવાળો છે. દુષ્ટ છે=જીવોને દુઃખી કરવાના જ સ્વભાવવાળો છે. લોભ આદિ સુભટોથી વીંટળાયેલો છે=કર્મપરિણામરાજાના રક્ષકો લોભ આદિ સુભટો છે. તેથી જે જીવોમાં જેટલા જેટલા અંશોમાં લોભાદિના ભાવો અધિક છે, તેટલા તેટલા અંશથી તેમને કર્મપરિણામરાજા ઉપદ્રવો કરે છે, નાટકોમાં પરાકાષ્ઠાને પ્રાપ્ત થયેલો અત્યંત વિચક્ષણ એવો કર્મપરિણામરાજા છે; કેમ કે સંસારનું નાટક સતત સર્વજીવો પાસેથી તે કરાવે છે. અને કયા જીવને કયા પાત્રરૂપે નચાવું તેમાં તે અત્યંત કુશળ છે. II3II Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ બ્લોક : नास्ति मल्लो जगत्यन्यो, ममेति मदविह्वलः । स राजोपद्रवं कुर्वन्न धनायति कस्यचित् ।।४।। શ્લોકાર્ચ - જગતમાં મારો અન્ય મલ્લ નથી એ પ્રમાણે મદથી વિહ્વલ થયેલો તે રાજા કર્મપરિણામરાજા, ઉપદ્રવોને કરતો કોઈને ગણકારતો નથી. llll. શ્લોક : ततो हास्यपरो लोकान्, नानाकारैविडम्बनैः । सर्वान्विडम्बयन्त्रुच्चैर्नाटयत्यात्मनोऽग्रतः ।।५।। શ્લોકાર્ચ - તેથી હાસ્યમાં તત્પર વિવિધ પ્રકારની વિડંબનાથી સર્વ લોકોને વિડંબના કરતો પોતાની આગળ અત્યંત નચાવે છેકર્મ રાજા કોઈને ગણકારતો નથી તેથી સંસારવ દરેક જીવોને પોતાની આગળ તે તે ભાવોથી સતત નચાવે છે. Iml શ્લોક : तेऽपि लोका महान्तोऽपि, प्रतापमसहिष्णवः । तस्य यद्यदसौ वक्ति, तत्तत्सर्वं प्रकुर्वते ।।६।। શ્લોકાર્ધ : તે લોકો મહાન હોવા છતાં પણ તેના પ્રતાપને સહન નહીં કરનારા કર્મપરિણામરાજાના પ્રતાપને સહન નહીં કરનારા, જે જે આકર્મપરિણામરાજા કહે છે તે તે સર્વ કરે છે સંસારવર્તી જીવો કર્મ કરતાં પણ મહાન છે; કેમ કે અનંતવીર્યવાળા છે છતાં પોતાના કર્મના પ્રતાપને સહન નહીં કરી શકનારા હોવાથી કર્મથી ભયભીત થઈને કર્યો જે કહે છે કર્મને પરવશ તે તે પ્રમાણે સર્વ પ્રવૃત્તિઓ કરીને તેના ગુલામ થઈને વર્તે છે. Iકા શ્લોક : તતकांश्चिन्नारकरूपेणाक्रोशतो वेदनातुरान् । नर्तयत्यात्मनः प्रीति, मन्यमानो मुहुर्मुहुः ।।७।। Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોકાર્ધ : અને તેથી=મહાન પણ એવા તે જીવો કર્મના પ્રતાપને સહન કરી શકતા નથી તેથી, પોતાની પ્રીતિને માનતો કર્મપરિણામરાજા વારંવાર આક્રોશથી વેદનાથી આતુર એવા કેટલાક જીવોને નારક રૂપે નચાવે છે. ૭ શ્લોક : यथा यथा महादुःखैविह्वलांस्तानुदीक्षते । तथा तथा मनस्युच्चैरुल्लसत्येष तोषतः ।।८।। શ્લોકાર્ચ - જે જે પ્રમાણે મહાદુઃખથી વિધ્વલિત એવા તેઓને નારકીઓને, જુએ છે. તે તે પ્રકારે આ= કર્મપરિણામરાજા, તોષથી મનમાં અત્યંત ઉલ્લસિત થાય છે તે જીવો જેમ જેમ મહાદુઃખોથી વિક્વલ થાય છે, તેમ તેમ તે જીવોનાં કર્મો અત્યંત વૃદ્ધિ પામે છે. ll૮II શ્લોક : कांश्चिद्दोद्धुरो भूत्वा, स इत्थं बत भाषते । भयविह्वलचित्तत्वादाज्ञानिर्देशकारकान् ।।९।। શ્લોકાર્ચ - ભયથી વિલ્વલ ચિતપણું હોવાને કારણે આજ્ઞાના નિર્દેશન કરનારા કેટલાક જીવોને દર્પથી ઉદ્ધર થઈને તે કર્મપરિણામરાજા, આ પ્રમાણે કહે છે=જે જીવો કર્મના ભયથી વિસ્વલ ચિતવાળા છે તેઓ હંમેશાં કર્મપરિણામરાજાની આજ્ઞાને જ કરનારા છે તેવા જીવોને ગર્વથી ઉદ્ધર થઈને તે કર્મપરિણામરાજા આગળમાં કહે છે તે પ્રમાણે કહે છે. ll૯II શ્લોક : अरे रे! तिर्यगाकारं, गृहीत्वा रङ्गभूमिषु । कुरुध्वं नाटकं तूर्णं, मम चित्तप्रमोदकम् ।।१०।। શ્લોકાર્ચ - અરે તિર્યંચ-આકારને ગ્રહણ કરીને રંગભૂમિમાં મારા ચિત્તને પ્રમોદ કરનારું નાટક કરો આ પ્રકારે કર્મને પરતંત્ર જીવોને કર્મ આજ્ઞા કરે છે તેથી તે જીવો ચોદરાજલોક રૂપ નાટકની ભૂમિ ઉપર તિર્યચનો આકાર ગ્રહણ કરીને અનેક પ્રકારનાં નાટકો કરે છે. જેનાથી તેઓ વિવિધ પ્રકારનાં કર્મોને બાંધે છે. તે કર્મપરિણામરાજાના પ્રમોદનું સૂચક છે. ||૧૦|| Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોક : ततश्चकाकरासभमार्जारमूषकाकारधारकाः । सिंहचित्रकशार्दूलमृगवेषविडम्बकाः ।।११।। શ્લોકાર્ધ : અને તેથી-કર્મપરિણામ આજ્ઞા કરે છે તેથી, કાક રાસભ, બિલાડા, મૂષક આકારને ધારણ કરનારા, સિંહ, ચિતો, શાર્દૂલ, મૃગના વેષને ધારણ કરનારા. ll૧૧. શ્લોક : गजोष्ट्राश्वबलीवर्दकपोतश्येनरूपिणः । यूकापिपीलिकाकीटमत्कुणाकारधारिणः ।।१२।। શ્લોકાર્ચ - ગજ, ઊંટ, અશ્વ, બળદ, કબૂતર, કાગડો રૂપવાળા, જૂ, કીડી, પિપીલિકા, કીટ, મંકોડાના આકારને ધારણ કરાનારા. ll૧૨ાાં શ્લોક : अनन्तरूपास्तिर्यञ्चो, भूत्वा तच्चित्तमोदनम् । ते नाटकं महाहास्यकारणं नाटयन्ति वै ।।१३।। શ્લોકાર્ચ - અનેક રૂપવાળા તિર્યંચો થઈને તેઓ તેના ચિત્તના આનંદને કરનારા કર્મપરિણામરાજાના ચિત્તને આનંદને કરનારા, મહાહાસ્યના કારણ એવા નાટકને, કરે છે. II૧૩ શ્લોક : कुब्जवामनमूकान्धवृद्धबाधिर्यसंगतैः । तथाऽन्यमानुषैः पात्रैर्नाटकं नाटयत्यसौ ।।१४।। શ્લોકાર્ય : કુજ, વામન, મૂક, આંધળા, વૃદ્ધ, બહેરાપણાથી સંગત અજમાનુષ એવાં પાત્રો વડે આકર્મપરિણામરાજા, નાટકને કરાવે છે. II૧૪ll Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ બ્લોક : ईर्ष्याशोकभयग्रस्तैर्देववेषविडम्बकैः । विहितं नाटकं दृष्ट्वा , स तुष्टो बत जायते ।।१५।। શ્લોકાર્ચ - ઈર્ષા, શોક, ભયગ્રસ્ત, એવા દેવના વેષના વિડંબકો વડે કરાયેલું નાટક જોઈને તે કર્મપરિણામરાજા, તુષ્ટ થાય છે. ll૧૫II શ્લોક : तथा यथेष्टचेष्टोऽसौ, पुनस्तानेव सुन्दरैः । आकारैर्योजयत्युच्चैर्लोकानाटककाम्यया ।।१६।। શ્લોકાર્ય : અને યથેષ્ટ ચેષ્ટાવાળો આ નાટક કરાવાની કામનાથી તે જ લોકોને સુંદર આકારો વડે અત્યંત યોજન કરે છે. [૧ શ્લોક : विडम्ब्यमानास्ते तेन, प्राणिनः प्रभविष्णुना । त्रातारमात्मनः कञ्चिन्न लभन्ते कदाचन ।।१७।। શ્લોકાર્ચ - પ્રભાવવાળા એવા તેના વડે કર્મપરિણામરાજા વડે, વિડંબના કરાતા તે પ્રાણીઓ આત્માનું રક્ષણ કરનાર ક્યારે પણ કોઈને પ્રાપ્ત કરતા નથી. II૧૭ના બ્લોક : स हि विज्ञापनातीतः, स्वतन्त्रो यच्चिकीर्षति । तत्करोत्येव केनापि, न निषिद्धो निवर्तते ।।१८।। શ્લોકાર્થ :વિજ્ઞાપનાથી અતીત સ્વતંત્ર એવો તે ત્રાસેલા જીવોની વિજ્ઞાપનાથી અતીત સ્વતંત્ર એવો કર્મપરિણામરાજા, જે ઈચ્છે છે તે કરે છે. કોઈનાથી પણ નિષિદ્ધ કરાયેલો નિવર્તન પામતો નથી. II૧૮II શ્લોક : ततश्चक्वचिदिष्टवियोगार्त, क्वचित्संगमसुन्दरम् । क्वचिद्रोगभराक्रान्तं, क्वचिद्दारिद्र्यदूषितम् ।।१९।। Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ क्वचिदापद्गतानेकसत्त्वसंघातदारुणम् । क्वचित्संपत्समुद्भूतमहानन्दमनोहरम् ।।२०।। બ્લોકાર્ય : અને તેથી કર્મપરિણામરાજા પોતાની ઈચ્છા અનુસાર કરે છે તેથી, ક્યારેક ઈષ્ટના વિયોગથી આર્ત, ક્યારેક સંગમથી સુંદર ઈષ્ટ જીવોના સંગમથી સુંદર, ક્યારેક રોગના અતિશયથી આક્રાંત, ક્યારેક દરિદ્રતાથી દૂષિત, ક્યારેક આપત્તિને પામેલા અનેક જીવોના સમૂહથી દારુણ, ક્યારેક સંપત્તિઓથી ઉત્પન્ન થયેલા મહાઆનંદથી મનોહર એવું સંસારરૂપી નાટક કરાવે છે. એમ “શ્લોક ૨૪ સાથે સંબંધ છે. II૧૯-૨૦II શ્લોક : विलय कुलमर्यादां, प्रधानकुलपुत्रकैः । अनार्यकार्यकारित्वात्, क्वचिद्दर्शितविस्मयम् ।।२१।। શ્લોકાર્ય : શ્રેષ્ઠકુલના પુત્ર વડે, કુલમર્યાદાનું ઉલ્લંઘન કરીને અનાર્યકાર્યના કારિપણાથી ક્યારેક બતાવાયેલા વિસ્મયવાળું સંસારનાટક કરાવે છે એમ અન્વય છે. III શ્લોક : क्वचिदनुरक्तभर्तारं, मुञ्चद्भिः कुलटागणैः । नीचगामिभिराश्चर्यं, दधानं सुकुलोद्गतैः ।।२२।। શ્લોકાર્થ : ક્યારેક અનુરક્ત એવા પતિને મૂક્તી, નીચગામી, સારાં કુલોમાં ઉત્પન્ન થયેલી એવી કુલટાગણો વડે આશ્ચર્યને બતાવનાર સંસારનાટક કરાવે છે એમ અન્વય છે. llરચા. શ્લોક : क्वचित् कृतचमत्कारं, नृत्यद्भिर्हास्यहेतुभिः । स्वागमोत्तीर्णकर्त्तव्यासक्तपाखण्डमण्डलैः ।।२३।। શ્લોકાર્ચ - ક્યારેક હાસ્યના હેતુ એવા નૃત્ય કરનારા પોતાના આગમથી ઉત્તીર્ણ કર્તવ્યતામાં આસક્ત એવા પાખંડ મંડલો વડે ક્યારેક કૃતચમત્કારવા સંસારનાટક કરાવે છે એમ અન્વય છે સાધુવેશ ગ્રહણ કરેલ હોય, પોતાના આગમની મર્યાદાથી રહિત એવાં જે કર્તવ્યો તેમાં આસક્ત થયેલા Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ એવા પાખંડી સાધુઓ કર્મને પરવશ નાચી રહ્યા છે. અને શિષ્યલોકોને તેઓનું આ નૃત્ય હાસ્યનો હેતુ છે અને તેવા નાટક દ્વારા ચમત્કારને બતાવતું કોઈક સ્થાનમાં સંસારનાટક કર્મરાજા કરાવે છે. ll૨૩| શ્લોક : तदेवंविधवृत्तान्तप्रतिबद्धमनाकुलम् । संसारनाटकं चित्रं, नाटयत्येष लीलया ।।२४।। શ્લોકાર્ય : આવા પ્રકારના પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારના, વૃતાંતથી પ્રતિબદ્ધ પૂર્વમાં વર્ણન કર્યું એવા જુદા જુદા પ્રકારના પ્રસંગોથી યુક્ત, અનાકુલ સતત, ચિત્ર પ્રકારના સંસારરૂપી નાટકને લીલાથી આ=કર્મપરિણામરાજા, કરાવે છે જીવો પાસેથી કરાવે છે. ર૪ll ભાવાર્થ - ચૌદરાજલોક અને તે સ્વરૂપ આ સંસાર છે, તેમાં અઢીદ્વીપ પ્રમાણ મનુષ્યનગરી છે. આ મનુષ્યનગરીમાં અવાંતર અનેક પાડાઓ છે તેમાં ઉત્તમ પુરુષો પણ જન્મે છે અને અધમપુરુષો પણ જન્મે છે; છતાં આ નગરીમાં જન્મીને ઘણા યોગ્ય જીવો ચારેય પ્રકારના પુરુષાર્થને સાધે છે અર્થાત્ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપ ચારેય પુરુષાર્થને સાધે છે અને તેના દ્વારા પોતાના પ્રયત્નને સફલ કરે છે. તેથી આ નગરી અનેક ગુણોવાળી છે તેમ કહેલ છે. વળી, અયોગ્ય જીવ અર્થ, કામનું સેવન કરીને પણ પોતાનું સદ્વર્ય નાશ કરે છે, એટલું જ નહીં ધર્મ પણ યથાતથા સેવીને પોતાનું સટ્વીર્ય નિષ્ફળ કરે છે. આવા જીવો આવી ઉત્તમ નગરીને પામીને પણ પોતાનું હિત સાધી શકતા નથી, તેથી મંદભાગ્યવાળા છે. આ નગરીનું એકછત્રીસામ્રાજ્ય કર્મપરિણામરાજાનું છે. કર્મપરિણામરાજા પ્રધાનરૂપે મનુષ્યનગરીમાં હોવા છતાં ચૌદરાજલોકનાં દરેક સ્થાનો પ્રત્યે એની સત્તા ચાલે છે. તેથી ચૌદરાજલોકવર્તી જે જીવો જન્મે છે, મરે છે તથા જે જે કૃત્યો કરે છે તે સર્વ પ્રત્યે કર્મપરિણામરાજા જ કારણ છે. આ મનુષ્યનગરીમાં તીર્થકર આદિ ઉત્તમપુરુષો થાય છે તેઓના ઉપર પણ કર્મપરિણામરાજાનું જ આધિપત્ય છે. આથી જ તેવા પ્રકારની પુણ્યપ્રકૃતિઓના બળથી તે જીવો મનુષ્યગતિને પામે છે. ક્રમસર ચારેય પુરુષાર્થોને સાધે છે તે સર્વમાં તેઓનું ક્ષયોપશમાદિ ભાવારૂપ કર્મ પણ કારણ છે અને ઉત્તમ સંઘયણ, ઉત્તમ સત્ત્વ આદિ આપાદક પુણ્યપ્રકૃતિઓ પણ કારણ છે. આથી કર્મપરિણામની સહાયના બળથી જ તે મહાત્માઓ મોક્ષરૂપ ચરમપુરુષાર્થને પણ સાધી શકે છે. વળી, આ કર્મપરિણામરાજા નીતિશાસ્ત્ર પ્રમાણે ચાલતો નથી; પરંતુ કર્મ બાંધનાર જીવના અધ્યવસાય પ્રમાણે ચાલે છે, તેથી સારા પણ જીવને ક્લેશકારી નિમિત્તો મળે અને તેનાથી ક્લેશ ઉત્પન્ન થાય તો તે ક્લેશને અનુરૂપ ક્લિષ્ટકર્મો બાંધીને તે જીવ દુર્ગતિઓમાં જાય છે. તેથી કર્મપરિણામરાજા કોઈના પ્રત્યે દયાળુ નથી; પરંતુ નિર્દય અને પ્રચંડ શાસનવાળો છે તથા પોતાના શાસનને ચલાવવા માટે કોઈની અપેક્ષા રાખ્યા વગર તે દંડ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ આપે છે. આથી જ દેવેન્દ્રોથી પૂજાતા એવા વીરભગવાનને પણ નિરનુબંધ ક્લિષ્ટકર્મ વિપાકમાં આવ્યાં ત્યારે તુચ્છ એવા ગોવાળિયા આદિ જીવોથી પણ કદર્થનાની પ્રાપ્તિ થઈ. અર્થાત્ પ્રચંડ શાસનવાળું કર્મ કોઈની શરમ, લજ્જા રાખતું નથી, પરંતુ પોતાની ઇચ્છા અનુસાર સર્વજીવોની કદર્થના કરે છે. આથી જ કર્મની કદર્થનાથી મુક્ત થવા માટે યોગીઓ યોગસાધના કરીને તેના સામ્રાજ્યથી પર એવી સિદ્ધઅવસ્થાને પ્રાપ્ત કરવા ઇચ્છે છે. વળી, આ કર્મરાજા ચારેયગતિના જીવોને કઈ કઈ રીતે કદર્થના કરાવે છે ? તેનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કર્યું છે. મહાત્માઓ પણ સાધુપણું ગ્રહણ કરીને પોતાની શાસ્ત્રમર્યાદાથી પર એવાં કૃત્યો કરે છે તેઓને પણ નચાવનાર આ કર્મ જ છે. માટે દુષ્ટ એવા આ કર્મરાજાના પારમાર્થિક સ્વરૂપને જાણીને કલ્યાણના અર્થી જીવે શું કરવું જોઈએ ? તેનો બોધ કરાવવા અર્થે સર્વ પ્રકારની કર્મની વિડંબના અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ બતાવી છે. હવે જેમ નાટકની અંદર સંગીત અને નાટક કરનારાં અનેક પાત્રો હોય છે તેમ સંસારનાટકનું સર્જન કરનારા જીવના અંતરંગભાવો કઈ રીતે નાટકને સુશોભિત કરે છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : रागद्वेषाभिधानौ द्वौ, मुरजौ तत्र नाटके । दुष्टाभिसन्धिनामा तु, तयोरास्फालको मतः ।।२५।। શ્લોકાર્થ : તે નાટકમાં રાગદ્વેષ નામનાં બે તબલાં છે. દુષ્ટઅભિસંધિ નામનો તે બેનો આસ્ફાલક મનાયો છે=સંસારનું નાટક સંસારી જીવો ચિત્ર પ્રકારના દેહને ધારણ કરીને કરે છે તે નાટકને સુંદર કરવા માટે તે તે જીવોમાં જે દુષ્ટઅભિસંધિ વર્તે છે, તેથી તે જીવોને તે દુષ્ટઅભિસંધિ અનુસાર રાગ-દ્વેષના પરિણામ થાય છે જેથી સંસારી જીવોનું નાટક કર્મપરિણામને પ્રીતિ ઉત્પન્ન કરે તેવું થાય છે. તેથી સુખના અર્થી જીવો પણ જ્યારે આત્માની નિરાકુલ અવસ્થાને છોડીને બાહ્યપદાર્થો પ્રત્યે સંશ્લેષના પરિણામવાળા થાય છે ત્યારે તે રૂ૫ દુષ્ટઅભિસંધિને કારણે ઈષ્ટપદાર્થોને જોઈને રાગ અને અનિષ્ટપદાથોને જોઈને દ્વેષનો પરિણામ થાય છે. તે દુષ્ટઅભિસંધિ રાગદ્વેષના પરિણામના આસ્ફાલકની ક્રિયારૂપ છે. રિપો શ્લોક : मानक्रोधादिनामानो, गायकाः कलकण्ठकाः । महामोहाभिधानस्तु, सूत्रधारः प्रवर्तकः ।।२६।। શ્લોકાર્ય : માન, ક્રોધાદિ નામના સુંદર કંઠવાળા ગાયકો છે. મહામોહ નામનો સૂત્રધાર પ્રવર્તક છે જીવમાં વર્તતા ક્રોધ, માન, માયા, લોભ નામના ચાર ગાયકો સંસારનાટકને સુંદર કરે છે. જેને જોઈને Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ કર્મપરિણામરાજા ખુશ થાય છે. આથી જ કષાયોને વશ થયેલા જીવોનાં કર્મો પુષ્ટ-પુતર થાય છે. અને મહામોહ નામવાળો-તત્ત્વને જોવામાં ગાઢ અજ્ઞાનતારૂપ મહામોહ નામવાળો, સૂત્રધાર નાટકનો પ્રવર્તક છે; કેમ કે જો જીવમાં અજ્ઞાનતા ન હોય તો સુખનો અર્થી જીવ પોતાના શત્રુભૂત એવાં કર્મોને પુષ્ટ કરે તેવા ક્લેશો કરીને સંસારનાટકને જીવંત બનાવે નહીં. ।।૨૬।। શ્લોક ઃ ૧૮ रागाभिलाषसंज्ञोऽत्र, नान्दीमङ्गलपाठकः । अनेकबिब्बोककरः, कामकामा विदूषकः ।। २७ ।। શ્લોકાર્થ ઃ અહીં=સંસારનાટકમાં, રાગના અભિલાષના સંજ્ઞાવાળો નાંદીમંગલ પાઠક છે. અનેક ચાળાઓને કરનાર કામનામનો વિદૂષક છે. જેમ નાટકનો પ્રારંભ નાંદી નામના મંગલ પાઠપૂર્વક કરવામાં આવે છે અને તે પાઠ કરનાર રાગ અભિલાષ નામનો પાઠક છે. તેથી જીવમાં વર્તતો બાહ્યપદાર્થો વિષયક રાગનો અભિલાષ નાટકના પ્રારંભને કરાવનાર છે. વળી, જેમ નાટકના ચાળા કરનારા વિદૂષકો હોય છે, જેને જોઈને લોકોને હાસ્ય ઉત્પન્ન થાય છે, તેવા ચાળા કરનાર કામ નામનો વિદૂષક છે; કેમ કે જીવમાં પ્રગટ થયેલી કામવૃત્તિ કેવી રીતે ચાળા કરવા તે સર્વકળા જાણે છે. II૨૭ના શ્લોક ઃ कृष्णादिलेश्यानामानो वर्णकाः पात्रमण्डनाः । योनिः प्रविशत्पात्राणां नेपथ्यं व्यवधायकम् ।।२८।। શ્લોકાર્થ ઃ કૃષ્ણાદિ લેશ્યા નામના વર્ણકો પાત્રમંડન છે. યોનિ પ્રવેશ કરતાં પાત્રોનું નેપથ્ય વ્યવધાયક છે. જેમ નાટકમાં પાત્રો પોતાના દેહને શણગારે છે તેમ સંસારી જીવો કૃષ્ણાદિ લેશ્યાથી પોતાના આત્માને શણગારે છે અને નાટક કરનારાં પાત્રો પોતાનો ભાગ ભજવીને પડદા પાછળ વ્યવધાનમાં જાય છે અને ત્યાંથી નવા આકારને ધારણ કરીને ફરી નાટકભૂમિમાં પ્રવેશ કરે છે. તેમ સંસારી જીવો જે ભવમાં છે તે ભવનું નાટક પૂર્ણ કરીને બીજા ભવની યોનિમાં જાય છે. ત્યારે રંગમંડપમાં નાટક કરતા દેખાતા નથી. પરંતુ ત્યાં નવું રૂપ ધારણ કરીને. જે ભવની જે યોનિ મળી હોય તે યોનિને અનુરૂપ નવું રૂપ ધારણ કરીને ફરી તે નાટકભૂમિમાં પ્રવેશ પામે છે. તેથી યોનિમાં પ્રવેશ કરતાં પાત્રોનું વ્યવધાન નેપથ્ય છે. II૨૮ શ્લોક ઃ भयादिसंज्ञा विज्ञेयाः, कंशिकास्तत्र नाटके । लोकाकाशोदरा नाम, विशाला रङ्गभूमिका ।। २९ ।। Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - ભયાદિ સંજ્ઞા તેનાટકમાં=સંસારરૂપી નાટકમાં, કંશિકા જાણવી. લોકાકાશની, ઉદર નામવાળી વિશાળ રંગભૂમિ છે=નાટકમાં નાટકની રંગભૂમિ હોય છે. તેમ લોકાકાશમાં સર્વજીવો નાટક કરે છે અને અલોકાકાશમાં કોઈ જીવ નાટક કરતું નથી તેથી, લોકાકાશ રંગભૂમિ છે અને સંસારી જીવોમાં ભયાદિ ચાર સંજ્ઞાઓ વર્તે છે, તે કંશિકાની જેમ નાટકને રમ્ય બનાવે છે. આથી જ તે તે જીવો ક્યારેક ભયથી વિહ્વળ બને છે. ક્યારેક આહાર સંજ્ઞાવાળા બને છે. ક્યારેક મૈથુન સંજ્ઞાવાળા બને છે. ક્યારેક પરિગ્રહસંજ્ઞાથી ધનાદિનો સંચય કરતા દેખાય છે. ર૯l. શ્લોક : पुद्गलस्कन्धनामानः, शेषोपस्करसंचयाः । इत्थं समग्रसामग्रीयुक्ते नाटकपेटके ।।३०।। શ્લોકાર્થ : પુગલસ્કંધ નામના શેષ ઉપસ્કર સંચયો છેઃનાટક માટે વેષભૂષા કરવા માટેની સામગ્રીરૂપે પુગલસ્કંધો છે. આ પ્રકારના સમગ્ર સામગ્રીયુક્ત નાકપેટકમાં નાટકના પ્રેક્ષણમાં. ll૩૦ll શ્લોક : नानापानपरावृत्त्या, सर्वलोकविडम्बनाम् । अपरापररूपेण, कुर्वाणोऽसौ प्रमोदते ।।३१।। શ્લોકાર્થ : નાના પાત્રના પરાવૃત્તિથી અપર અપર રૂ૫ વડે સર્વલોકોની વિડંબનાને કરતો આકર્મપરિણામરાજા, પ્રમોદ પામે છેઃચૌદરાજલોકવત જીવોને જુદાં જુદાં પાત્રો રૂપે પરાવૃત્તિ કરાવીને વિડંબના કરતું કર્મ તે તે ચેષ્ટાઓને જોઈને તે તે જીવમાં વૃદ્ધિ પામે છે. તે તેનો પ્રમોદ છે. II3II શ્લોક :__ किञ्चात्र बहुनोक्तेन? नास्ति तद्वस्तु किञ्चन । यदसौ मनसोऽभीष्टं, न करोति महानृपः ।।३२।। શ્લોકાર્ચ - અહીં વધારે કહેવાથી શું ? તે કોઈ વસ્તુ નથી જે મનને અભીષ્ટ છે તેને આ મહાનૃપ કરતો નથી અર્થાત્ જે અભીષ્ટ છે તે સર્વ કરે છે. જે જીવોનું જે પ્રકારનું કર્મ બંધાયું છે. તે જીવોના તે કર્મમાં જે પ્રકારની શક્તિ ઉત્પન્ન થઈ છે તે તેના મનને જ અભીષ્ટ છે, તેથી કર્મરૂપી રાજા તે જીવની તે પ્રકારની કદર્થના કરે છે. આથી જ કર્મની મર્યાદાનું Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ મહાસાધક એવા તીર્થકરોના જીવો પણ ઉલ્લંઘન કરી શકતા નથી. આથી જ તીર્થંકર રૂપે ચરમભવમાં જન્મ લે છે. તે તે પ્રકારના ઔદાયિકભાવો, ક્ષયોપશમભાવો, આદિને અનુરૂપ સંસારની સર્વ પ્રવૃત્તિઓ કરે છે. અને કેવલજ્ઞાન પામ્યા પછી પણ તેમનાં અઘાતિકર્મો અનુસાર સર્વ પ્રવૃત્તિઓ કરે છે. તેથી જ્યાં સુધી સર્વકર્મોથી મુક્ત થતા નથી ત્યાં સુધી તેઓનું કર્મ પણ તે તે પ્રકારની પ્રવૃત્તિ તે મહાત્માઓ પાસેથી પણ કરાવે છે. II3રા कालपरिणतिर्महादेवी तस्य चैवंभूतस्य त्रिगण्डगलितवनहस्तिन इव सर्वत्रास्खलितप्रसरतया यथेष्टचेष्टया विचरतो यथाभिरुचितकारिणः कर्मपरिणाममहानृपतेः समस्तान्तःपुरतिलकभूता ऋतुलक्ष्मीणामिव शरल्लक्ष्मीः, शरल्लक्ष्मीणामिव कुमुदिनी, कुमुदिनीनामिव कमलिनी, कमलिनीनामिव कलहंसिका, कलहंसिकानामिव राजहंसिका, बह्वीनां नियतियदृच्छाप्रभृतीनां देवीनां मध्ये निजरूपलावण्यवर्णविज्ञानविलासादिभिर्गुणै रमणीयत्वेन प्रधानतमा कालपरिणतिर्नाम महादेवी। सा च तस्य नृपतेर्जीवितमिवात्यन्तवल्लभा, आत्मीयचित्तवृत्तिरिव सर्वकार्येषु यत्कृतप्रमाणा, सुमन्त्रिसंहतिरिव स्वयमपि किञ्चित् कुर्वता तेन प्रष्टव्या, सुमित्रसन्ततिरिव विश्वासस्थानं, किम्बहुना? तदायत्तं हि तस्य सकलमधिराज्यमिति, अत एव चन्द्रिकामिव शशधरो, रतिमिव मकरध्वजो, लक्ष्मीमिव केशवः, पार्वतीमिव त्रिनयनस्तां कालपरिणति महादेवीं स कर्मपरिणामो महानरेश्वरो विरहकातरतया न कदाचिदेकाकिनी विरहयति, किन्तर्हि ? सर्वत्र गच्छंस्तिष्ठंश्चात्मसनिहितां धारयति। साऽपि च दृढमनुरक्ता भर्तरि न तद्वचनं प्रतिकूलयति, परस्परानुकूलतया हि दम्पत्योः प्रेम निरन्तरं संपद्यते, नान्यथा, ततस्तथा वर्तमानयोस्तयोर्गाढं निरूढमागतं प्रेम, विच्छिन्ना तद्विचलनाशङ्का। કાલપરિણતિ મહાદેવી અને ત્રણગંડથી ગલિતવાહસ્તિ જેમ સર્વત્ર અખ્ખલિત પ્રસરપણાથી યથાચેષ્ટાથી વિચરતા, યથાઅભિરુચિ કરનારા તે આવા પ્રકારના કર્મપરિણામરાજાની સમસ્ત અંતઃપુર કુલતિલકભૂત તુલક્ષ્મીઓમાં શરલક્ષ્મીની જેમ, શરલક્ષ્મીઓમાં કુમુદિની જેમ, કુમુદિનીઓમાં કમલિની જેમ, કમલિનીઓમાં કલહંસિકાની જેમ, કલહંસિકાઓમાં રાજહંસિકાની જેમ, ઘણી નિયતિ, યદચ્છા વગેરે દેવીઓમાં પોતાના રૂપ, લાવણ્ય, વર્ણ, વિજ્ઞાન, વિલાસ આદિ ગુણો વડે રમણીયપણાથી પ્રધાનતમ કાલપરિણતિ નામની મહાદેવી છે. જેમ હાથીમાં તેના ગંડસ્થલમાંથી મદ ઝરે છે. ત્યારે ઉન્માદવાળો થઈને કોઈનાથી નિયંત્રણમાં આવતો નથી, પરંતુ ઉન્માદને વશ ઇચ્છા પ્રમાણે તોફાન કરે છે. તેમ કર્મપરિણામરાજા પણ પોતાની રુચિઅનુસાર સર્વત્ર અખ્ખલિત પ્રસરવાળો છે. અને તેની કાલપરિણતિ નામની મહાદેવી છે. અને અન્ય પણ નિયતિ, Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ યદચ્છા વગેરે દેવીઓ છે. તે સર્વમાં કાલપરિણતિ પ્રધાન છે તે બતાવવા માટે જેમ સર્વ ઋતુઓમાં શરતુ શ્રેષ્ઠ હોય છે તેમ કાલપરિણતિ અન્ય દેવીઓમાં શ્રેષ્ઠ છે. ઇત્યાદિ ઉપમા દ્વારા યાવતુ રાજહંસિકા જેવી સર્વશ્રેષ્ઠ કાલપરિણતિરાણી છે. આનાથી એ પ્રાપ્ત થાય કે દરેક જીવોમાં કર્યો છે તે જીવ સાથે એકમેક થયેલાં હોવાથી જીવના પરિણામ સ્વરૂપ છે અને તે કર્મપરિણામરાજા સંસારની સર્વ અવસ્થાઓ જીવને પ્રાપ્ત કરાવે છે. આમ છતાં જે કાળમાં જે પરિણતિ જે જીવને પ્રાપ્ત થાય છે તે કાલપરિણતિને અનુરૂપ તે જીવનો કર્મવિપાક ઉદયમાં આવે છે અને આ કાલપરિણતિ એ પણ સંસારી જીવનો જ એક પરિણામ છે. જેમ, મોક્ષમાં જવા યોગ્ય જીવનો ભવ્યત્વ સ્વભાવ છે તેમ જે જે કાર્યની કાલપરિણતિ તે જીવમાં પ્રગટ થાય છે, તે વખતે તે જીવમાં તે કાર્ય થાય છે અને કાલપરિણતિ અને કર્મપરિણામ ઉભયને અનુરૂપ સંસારની સર્વ અવસ્થાની જીવને પ્રાપ્તિ થાય છે. આથી જ જે જીવનો ચરમાર્વતકાળ પાક્યો નથી, તે જીવોમાં ક્યારેક પણ મોક્ષને અભિમુખ પરિણામ થાય એવી નિર્મળતા પ્રાપ્ત થતી નથી. વળી જ્યારે તે જીવની સિદ્ધિગમનને અનુકૂળ પ્રાથમિક ભૂમિકાની કાલપરિણતિ પ્રગટ થાય છે, ત્યારે તે જીવને કંઈક મોક્ષને અનુકૂળ ભાવો થઈ શકે તેવી યોગ્યતા પ્રગટ થાય છે. આથી જ પાંચ કારણો અંતર્ગત કાલપરિણતિ પણ કાર્યનિષ્પત્તિ પ્રત્યે એક કારણ છે. વળી, જીવોનો જ ભવિતવ્યતા રૂપ પરિણામ છે તેને નિયતિ કહેવાય છે. અને નિયતિ પણ કર્મરાજાની દેવી છે. તેથી જે જીવની જે કાળમાં જે રીતે કાર્ય અનુકુળ નિયતિ હોય તે કાળમાં તે રીતે તે કાર્ય તે જીવમાં થાય છે. તે નિયતિને આધીન છે. વળી, યદ્દચ્છા=જે જીવો મૂઢતાથી યદચ્છા રૂપે વર્તે છે, તે જીવમાં વર્તતો યદ્દચ્છાનો પરિણામ તે પણ કર્મપરિણામરાજાની પત્ની સ્વરૂપ છે. અને તેઓ સર્વ મિલિત થઈને જ જીવને સંસારમાં નાટક કરાવે છે. અને તે કાલપરિણતિ મહાદેવી, તે રાજાને કર્મપરિણામરાજાને, પોતાના પ્રાણની જેમ અત્યંત વલ્લભ છે. પોતાની ચિત્તવૃત્તિની જેમ સર્વકાર્યમાં યસ્કૃત પ્રમાણવાળી છે=જેમ પોતાની ચિત્તવૃત્તિ સંસારી જીવોને સર્વકાર્યો કરવામાં પ્રમાણભૂત છે. તેથી ચિત્તવૃત્તિ અનુસાર સર્વકાર્યો કરે છે તેમ કર્મપરિણામરાજાને જે કંઈ તે કાલપરિણતિરાણી કરવાનું કહે છે તે પ્રમાણભૂત છે. તેથી જે તેના વડે કરાયું તે કર્મને પ્રમાણ છે એવી તે રાણી છે. સુમંત્રિઓના સમૂહની જેમ સ્વયં પણ કંઈ કરતા એવા કર્મપરિણામરાજા વડે પ્રખવ્ય છે=કાલપરિણતિરાણી પૂછવા યોગ્ય છે. સુમિત્રના સંતતિની જેમ વિશ્વાસનું સ્થાન છે=સંસારી જીવોને જે હિતકારી મિત્રો હોય તેઓનો સમૂહ હંમેશાં વિશ્વાસનું સ્થાન છે તેમ કર્મપરિણામરાજાને કાલપરિણતિરાણી અત્યંત વિશ્વાસનું સ્થાન છે. વધારે શું કહેવું ? તેણીને આધીન જ=કાલપરિણતિને આધીન જ, તેનું કર્મપરિણામરાજાનું, સંપૂર્ણ રાજ્ય છેઃકર્મપરિણામરાજાનું આખું સામ્રાજ્ય, કાલપરિણતિ અનુસાર જ પ્રવર્તે છે. આથી જ જે જે જીવોના જે જે પ્રકારના કાર્યને અનુકૂળ થવાને કાલપરિણતિ વર્તે છે. તે તે જીવોને તે તે કર્મો તે કાળમાં તે તે જીવને તે સ્વરૂપે કરે છે. આથી જ ઋષભદેવ ભગવાનની કાલપરિણતિ તેવી જ હતી કે તે કાલમાં તીર્થંકર રૂપે થાય તેથી તેમનાં તે પ્રકારનાં કર્મો તેમને તીર્થકર રૂપે કરે છે. અને વીરભગવાનની કાલપરિણતિ તેવી જ હતી કે ચોથા આરાના ચમકાલમાં જ તે પ્રકારના લઘુદેહવાળા, અલ્પ આયુષ્યવાળા, તીર્થંકરપણાને કરે, તે પ્રમાણે જ વીરભગવાનનાં કર્મો તેમને તીર્થકરરૂપે કરે છે. આથી Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ જ=કર્મપરિણામરાજાનું સંપૂર્ણ રાજ્ય કાલપરિણતિરાણીને આધીન છે આથી જ, ચંદ્રિકાને જેમ ચંદ્ર, મકરધ્વજને જેમ રતિ, લક્ષ્મીને જેમ કેશવ, પાર્વતીને જેમ શંકર મૂકતો નથી, તેમ વિરહનું કાયરપણું હોવાથી તે કાલપરિણતિ મહાદેવીને તે કર્મપરિણામ મહારાજા ક્યારેય એકાકી મૂકતો નથી. તો શું કરે છે ? તેથી કહે છે. સર્વત્ર જતો અને રહેતો પોતાના સંન્નિહિત તેણીને ધારણ કરે છે અને તે પણ=કર્મપરિણતિરાણી પણ, ભર્તામાં=કર્મપરિણામરાજામાં, દૃઢરાગવાળી તેનું વચન પ્રતિકૂલ કરતી નથી. પરસ્પર અનુકૂલપણાથી દંપતીનો પ્રેમ નિરંતર પ્રાપ્ત થાય છે. અન્યથા નહીં. તેથી તે પ્રકારે વર્તમાન તે બેનો ગાઢ, નિરૂઢ, પ્રાપ્ત થયેલો પ્રેમ છે તેના વિચલનની આશંકા=તે બંનેના પ્રેમના વિચલનની આશંકા વિચ્છિન્ન છે. ૨૨ तत्कृतविचित्रनाटकनिर्देशः ततश्चासौ कालपरिणतिर्गुरुतया महाराजप्रसादस्य, उन्मादकारितया यौवनस्य, तुच्छतया स्त्रीहृदयस्य, चञ्चलतया तत्स्वभावानां कुतूहलतया तथाविधविडम्बनस्य, सर्वत्र लब्धप्रसराऽहं प्रभवामीति मन्यमाना युक्ता सुषमदुष्षमादिभिः शरीरभूताभिः प्रियसखिभिः परिवेष्टिता समयावलिकामुहूर्त्तप्रहरदिनाहोरात्रपक्षमासत्र्त्वयनसंवत्सरयुगपल्योपमसागरोपमावसर्पिण्युत्सर्पिणीपुद्गलपरावर्त्तादिना परिकरेण विविधकार्यकरणक्षमाऽस्मि लोकेऽहमिति संजातोत्सेकाऽस्मिन्नेव कर्मपरिणाममहाराजप्रवर्त्तिते चित्रसंसारनाटके तस्यैव राज्ञो निकटोपविष्टा सती साहङ्कारमेवं निमन्त्रयति, यदुत - यान्येतानि योनिजवनिकाव्यवहितानि पात्राणि तिष्ठन्ति (तानि) मद्वचनेन निर्गच्छन्तु शीघ्रम् । एतानि च निर्गतानि उपगतरुदितव्यापाराणि गृह्णन्तु मातुः स्तनम्, पुनर्धूलीधूसराणि रङ्गन्तु, भूमी, पुनर्लुठमानानि पदे पदे परिष्वजन्तु चरणाभ्यां कुर्वन्तु मूत्रपुरीषविमर्द्दनबीभत्समात्मानम् । पुनरतिक्रान्तबालभावानि धारयन्तु कुमारतां, क्रीडन्तु नानाविधक्रीडाबिब्बोकैः, अभ्यस्यन्तु सकलकलाकलापकौशलम् । पुनरतिलङ्घितकुमारभावान्यध्यासयन्तु तारुण्यम्, दर्शयन्तु मन्मथगुरूपदेशानुसारेण सकलविवेकिलोकहास्यकारिणोऽनपेक्षितनिजकुलकलङ्काद्यपायान् कटाक्षविक्षेपादिसारान् नानाकारविलासविशेषानिति, प्रवर्तन्तां पारदार्यादिष्वनार्यकार्येषु। पुनरपगततारुण्यानि स्वीकुर्वन्तु मध्यमवयस्तां, प्रकटयन्तु सत्त्वबुद्धिपौरुषपराक्रमप्रकर्षम्। पुनरतिवाहितमध्यमवयोभावानि संश्रयन्तु जराजीर्णतां दर्शयन्तु वलीपलिताङ्गभङ्गकरणविकलत्वमलजम्बालाविलशरीरतां समाचरन्तु विपरीतस्वभावतां, पुनर्व्यवकलितसकलजीवितभावानि देहत्यागेन नाटयन्तु मृतरूपताम् । ततः पुनः प्रविशन्तु योनिजवनिकाभ्यन्तरे, अनुभवन्तु तत्र गर्भकलमलान्तर्गतानि विविधदुःखानि पुनश्च निर्गच्छन्तु रूपान्तरमुपादाय कुर्वन्त्वेवमनन्तवाराः प्रवेशनिर्गमनम्। तदेवं सा कालपरिणतिर्महादेवी तेषां संसारनाटकान्तर्गतानां समस्तपात्राणामवस्थितरूपेण क्षणद्वयमप्यासितुं न ददाति, किन्तर्हि ? क्षणे क्षणे वराकाणि तान्यपरापररूपेण परावर्त्तयति, किञ्च Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ तेषां नृत्यतां यान्युपकरणानि पुद्गलस्कन्धनामानि पूर्वमाख्यातानि तान्यप्यतिचपलस्वभावतया साऽऽत्मनः प्रभुत्वं दर्शयन्ती क्षणे क्षणे अपरापररूपं भाजयति, तानि च पात्राणि 'किं क्रियते ? तत्र राजाप्यस्या वशवर्ती, न चान्योऽस्ति कश्चिदात्मनो मोचनोपाय' इति विचिन्त्य निर्गतिकानि सन्ति यथा यथा सा कालपरिणतिराज्ञापयति तथा तथा नानाकारमात्मानं विडम्बयन्तीति । ૨૩ કાલપરિણતિ રાણી વડે કરાયેલ વિચિત્ર નાટકનો નિર્દેશ તેથી આ કાલપરિણતિ મહારાજાના પ્રસાદનું ગુરુપણું હોવાને કારણે=કર્મપરિણામરાજાનો તેના ઉપર અતિપ્રસાદ હોવાને કારણે, યોવનનું ઉન્માદકારપણું હોવાને કારણે=કાલપરિણતિ સદા યૌવનમાં છે અને તેનું યૌવનનું ઉત્પાદકારપણું હોવાને કારણે, સ્ત્રીહૃદયનું તુચ્છપણું હોવાને કારણે, તત્વભાવોનું= સ્ત્રીના સ્વભાવોનું ચંચલપણું હોવાને કારણે, તેવા પ્રકારના વિડંબનનું કુતૂહલપણું હોવાને કારણે= કાલપરિણતિરાણીને જગતના જીવોને તે પ્રકારે વિડંબના કરવાનું કુતૂહલપણું હોવાને કારણે, સર્વત્ર લબ્ધપ્રસરવાળી હું સમર્થ છું એ પ્રમાણે માનતી=પોતાની જાતને માનતી, સુષમદુષમાદિ શરીરભૂત પ્રિયસખીથી યુક્ત, સમય, આવલિકા, મુહૂર્ત, પ્રહર, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, અયન, વર્ષ, યુગ, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી, પુદ્ગલ-પરાવર્ત આદિ પરિકરથી પરિવેષ્ટિત એવી કાલપરિણતિ, લોકમાં વિવિધકાર્ય કરવા હું સમર્થ છું એ પ્રમાણે થયેલા ઉત્સેકવાળી આ જ કર્મપરિણામ મહારાજાથી પ્રવર્તિત ચિત્ર સંસારરૂપી નાટકમાં તે રાજાની નિકટ બેઠેલી છતી અહંકાર સહિત આ પ્રમાણે તિમંત્રણા કરે છે. કાલપરિણતિરાણી નાટકનાં પાત્રોને અહંકારથી આ પ્રમાણે નિમંત્રણ કરે છે એમ પૂર્વમાં કહ્યું તે ‘વદ્યુત'થી બતાવે છે. જે આ યોનિના પડદાના વ્યવધાનવાળાં પાત્રો રહેલાં છે, તેઓ મારા વચનથી શીઘ્ર બહાર નીકળો=કાલપરિણતિ સંસારી જીવોને ગર્ભાદિસ્થાનોમાંથી ઉચિત કાળે બહાર નીકળવાની આજ્ઞા કરે છે અને તે પ્રમાણે જ સંસારી જીવો તેની આજ્ઞાનું અનુસરણ કરીને માતાના ગર્ભમાંથી બહાર નીકળે છે અને નીકળેલા એવા આ પ્રાપ્ત થયેલા રડવાના વ્યાપારવાળા માતાનું સ્તનગ્રહણ કરો. વળી ભૂમિ ઉપર ધૂણીથી ખરડાયેલા રમો, વળી બે પગો દ્વારા પદે પદે લોટતા પડો, પોતાને મળ-મૂત્રના વિમર્દનથી બીભત્સ કરો, વળી, અતિક્રાંતબાલભાવવાળા કુમારતાને ધારણ કરો, નાના પ્રકારની ક્રીડાના ચાળાઓથી રમો, સકલકલાના સમૂહના કૌશલ્યનો અભ્યાસ કરો. વળી, અતિલંધિત કુમારભાવવાળા તરુણતાને પ્રાપ્ત કરો. કામદેવરૂપી ગુરુના ઉપદેશના અનુસારથી સકલવિવેકી લોકોને હાસ્ય કરનારા અનપેક્ષિત નિજકુલના કલંકાદિના અપાયવાળા=કુલમર્યાદાને ઉલ્લંઘન કરનારા, કટાક્ષ વિક્ષેપાદિ પ્રધાન જુદા જુદા પ્રકારના વિલાસ વિશેષોને બતાવો=તરુણ અવસ્થામાં જીવો કામદેવ રૂપી ગુરુના ઉપદેશ અનુસાર પોતાના કુળને કલંક આપે તેવા જુદા જુદા પ્રકારના કામના ચાળાઓ કરે છે તે કાલપરિણતિના આદેશને અનુસાર છે; કેમ કે યુવાનકાળમાં યૌવનકાળની પરિણતિરૂપ કાલપરિણતિ જીવને તે તે પ્રકારનો આદેશ કરે છે. જેથી જીવ તે તે ભાવને અભિમુખ થાય છે. અને તેના કારણે તે તે પ્રકારનાં કર્મો વિપાકમાં આવે છે. અને જે વિપાકવશ જીવ તે પ્રકારના મોહના ચાળા કરે છે. પારદાર્યાદિ અનાર્યકાર્યોમાં પ્રવર્તો એ પ્રકારે કાલપરિણતિ જીવને Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ આજ્ઞા કરે છે. વળી, દૂર થયેલા તારુણ્યવાળા જીવો મધ્યમવયને સ્વીકાર કરો. સત્વ, બુદ્ધિ, પૌરુષના પરાક્રમના પ્રકર્ષને પ્રગટ કરો. આ પ્રકારે કાલપરિણતિ જીવોને આજ્ઞા કરે છે. વળી, પસાર થયેલા મધ્યમવયવાળા જીવો જરાજીર્ણતાનો આશ્રય કરો. કરચલીઓવાળું, અંગભંગકરણ વિકલત્વ, મલના જાળાઓથી આવિલ શરીરતાને ધારણ કરો. વિપરીત સ્વભાવતાની આચરણા કરો=વૃદ્ધાવસ્થામાં જીવો જે વિપરીત સ્વભાવવાળા થાય છે, તે સર્વ કાલપરિણતિના આદેશને વશ થાય છે. વળી, વ્યવકલિતસકલ જીવિતભાવવાળા દેહના ત્યાગથી મૃતરૂપતાનું નાટક કરો=કાલપરિણતિ જીવોને મૃત્યુ રૂપે નાટક કરવાનો આદેશ આપે છે. તેથી જીવો દેહનો ત્યાગ કરીને અન્યત્ર જાય છે. ત્યારપછી યોનિના પડદાના અત્યંતરમાં પ્રવેશ કરો. એ પ્રકારે કાલપરિણતિ જીવને મૃત્યુ પછી આદેશ આપે છે. ત્યાં થોતિરૂપ પડદાની પાછળમાં, ગર્ભરૂપી કાદવના મલ અંતર્ગત એવા તે જીવો વિવિધ દુઃખતો અનુભવ કરો. ફરી રૂપાંતરને ગ્રહણ કરીને બહાર નીકળો, આ રીતે અનંતવાર પ્રવેશ નિર્ગમન કરો. એ પ્રમાણે કાલપરિણતિ સર્વે સંસારી જીવોને આદેશ આપે છે. અને કાલપરિણતિના આદેશના અનુસાર તે તે સર્વે સંસારી જીવો તે તે કર્મ અનુસાર તે તે ચેષ્ટાઓ કરે છે. હવે કાલપરિણતિના અનેક આદેશો બતાવ્યા પછી તેનું નિર્ગમન કરતાં “તવં”થી કહે છે. આ રીતે તે કાલપરિણતિ મહાદેવી સંસારનાટક અંતર્ગત તે સમસ્ત પાત્રોને અવસ્થિત રૂપથી બે ક્ષણ પણ બેસવા દેતી નથી. તો શું કરે છે? એથી કહે છે. દરેક ક્ષણોમાં બિચારા તે જીવ રૂપી પાત્રોને અપર અપર રૂપે પરાવર્તન કરે છે. વળી, નૃત્ય કરતા એવા તે જીવોના જે પુદ્ગલસ્કંધ નામના પૂર્વમાં કહેલ ઉપકરણો છે તેઓને પણ અતિચપલ સ્વભાવપણું હોવાને કારણે તે=કાલપરિણતિ, પોતાનું પ્રભુત્વ બતાવતી ક્ષણે ક્ષણે અપર-અપરરૂપ બનાવે છે. અને તે પાત્રો=પરાવર્તન પામતા પુદ્ગલસ્કંધ નામના ઉપકરણ રૂપી પાડ્યો, “શું કરાય? ત્યાં=કાલપરિણતિના કૃત્યમાં, રાજા પણ=કર્મપરિણામરાજા પણ, આના વશવર્તી છે=કાલપરિણતિના વશવર્તી છે. બીજો કોઈ પોતાને મુક્ત થવાનો ઉપાય નથી=સંસારી જીવને કાલપરિણતિના આદેશ અનુસાર નાટક કરવાથી મુક્ત થવાનો ઉપાય નથી.” એ પ્રમાણે વિચારીને નિર્ગતિવાળા છતાંsઉપાય વગરના છતાં, જે, જે પ્રમાણે કાલપરિણતિ આજ્ઞા કરે છે. તે તે પ્રકારે નવા નવા આકાર રૂપ પોતાને વિડંબિત કરે છે. तस्याः प्रभुत्वाधिक्यम् किञ्च-कर्मपरिणामादपि सकाशात्सा कालपरिणतिरात्मन्यधिकतरं प्रभुत्वमावेदयत्येव स्वचरितैः, तथाहि-कर्मपरिणामस्य संसारनाटकान्तर्भूतजन्तुसन्तानापरापररूपकरणगोचर एव प्रभावः, तस्याः पुनः कालपरिणतेः संसारनाटकव्यतिकरातीतरूपेष्वपि निर्वृतिनगरीनिवासिलोकेषु क्षणे क्षणे अपरापरावस्थाकरणचातुर्यं समस्त्येव, ततः सा संजातोत्सेकातिरेका किं न कुर्यादिति? तदेवमनवरतप्रवृत्तेन परमाद्भुतभूतेन तेन नाटकेन तयोर्देवीनृपयोविलोकितेन संपद्यते मनःप्रमोदः, तद्दर्शनमेव तौ स्वराज्यफलमवबुध्येते इति। Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ કાલપરિણતિ રાણીની પ્રભુતાનું આધિક્ય વળી, કર્મપરિણામરાજાથી પણ તે કાલપરિણતિ પોતાનામાં અધિકતર પ્રભુત્વને સ્વચરિતથી આવેદન કરે જ છે. તે આ પ્રમાણે સંસારનાટક અંતર્ભત જીવોના સમૂહને અપર-અપર રૂપ કરણ રૂપ ગોચરમાં જ કર્મપરિણામરાજાનો પ્રભાવ છે. વળી, તે કાલપરિણતિનો સંસારનાટકના વ્યતિકરથી અતીતરૂપવાળા પણ નિવૃતિ નગરમાં નિવાસી લોકોમાં=સિદ્ધના જીવોમાં, ક્ષણે ક્ષણે અપર-અપર અવસ્થાકરણનું ચાતુર્ય છે. તેથી તે ઉત્પન્ન થયેલા ઉત્સુકતા અતિરેકવાળી–ઉત્પન્ન થયેલા ગર્વના અતિરેકવાળી, શું ન કરે? કાલપરિણતિ અને કર્મપરિણામરાજાના કથનનું નિર્ગમન કરતાં “તવમાંથી કહે છે. આ રીતે વિલોકન કરાયેલા એવા–દેવી અને રાજા દ્વારા વિલોકન કરાયેલા, સતત પ્રવૃત્ત પરમઅભુત તે નાટક વડે તે દેવી અને રાજાને મનનો પ્રસાદ થાય છે. તેના દર્શનને જ=સંસારરૂપી નાટકના દર્શનને જ, તે બંને સ્વરાજ્યનું ફળ જાણે છે. ભાવાર્થ : પૂર્વમાં મનુષ્યનગરી બતાવી અને તે નગરીના કર્મપરિણામરાજા છે તેમ બતાવ્યું. તે કર્મપરિણામરાજા કયા પ્રકારના અંતરંગભાવોના બળથી સંસારરૂપી નાટકને સમૃદ્ધ કરે છે તે બતાવ્યું. તે કર્મપરિણામરાજાને કાલપરિણતિ નામની મહાદેવી છે. અને કર્મપરિણામરાજા અને કાલપરિણતિ નામની મહાદેવી સંસારરૂપી નાટકમાં કઈ રીતે જીવોને પ્રર્વતાવે છે તેનું વર્ણન કર્યું. તેનાથી એ પ્રાપ્ત થાય કે સંસારવર્તી સર્વજીવોમાં જે કર્મોનો પરિણામ છે. તે કાલપરિણતિને આધીન સર્વકાર્ય કરે છે. તેથી જે જીવોની જે જે પ્રકારની કાલની પરિણતિ વર્તે છે, તે પ્રકારે તે તે જીવો તે તે ભવોની પ્રાપ્તિ કરીને તે તે ક્રિયાઓ કરે છે. અને જે જીવોની મોક્ષને અનુકૂળ બીજના આધાનનું કારણ બને તેવી કાલપરિણતિ પ્રાપ્ત થાય છે ત્યારે તે જીવો તે કર્મપરિણામ અને તે કાલપરિણતિના આદેશથી તે તે પ્રકારના ભાવોને કરીને યોગના બીજનું આધાન કરે છે અને જે જીવોને મોક્ષને અનુકૂળ યોગમાર્ગને સાધવાનું કારણ બને અને મોક્ષને અનુકૂળ યોગમાર્ગને સાથે તેવા ક્ષયોપશમભાવવાળાં કર્મો તે જીવોમાં વર્તે છે, ત્યારે તે જીવો ક્ષયોપશમભાવવાળાં કર્મો અને કાલપરિણતિના પ્રેરણાથી તે તે પ્રકારના યોગમાર્ગને સેવવાને અનુકૂળ પ્રયત્ન કરીને ચરમભવને પણ પામે છે અને પોતાના ક્ષયોપશમ ભાવનાં કર્મો અને કાલપરિણતિના બળથી જ પ્રેરાઈને તે જીવો ક્ષપકશેણીને પણ પ્રાપ્ત કરે છે. યાવતું યોગનિરોધને પ્રાપ્ત કરે છે અને જ્યારે કર્મથી મુક્ત થાય છે ત્યારે તે જીવો પોતાના મૂળસ્વભાવને પ્રાપ્ત કરે છે. સંસારની અવસ્થામાં તેઓનો જે કોઈ સુંદર કે અસુંદર સ્વભાવ હતો તે કર્મપરિણામ અને કાલપરિણતિના પ્રભાવે હતો. કર્મપરિણામ અને કાલપરિણતિની વિચારણા જ્યારે ચાલતી હોય ત્યારે પુરુષકાર, જીવનો સ્વભાવ, નિયતિ આદિ અન્ય કારણો ગૌણ બને છે. મુખ્ય રૂપે કર્મ-પરિણામરાજા અને કાલપરિણતિ કઈ રીતે સંસારમાં નાટક કરાવે છે, તેનું સ્વરૂપ વિચારાય છે. વળી, કર્મપરિણામરાજાનો પ્રભાવ સંસારવર્તી જીવો માત્ર ઉપર છે પરંતુ પગલો કે સિદ્ધના જીવો ઉપર તેમનો પ્રભાવ નથી. જ્યારે Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ કાલપરિણતિરાણીનો પ્રભાવ તો સંસારરૂપી જીવો ઉપર છે, જગવર્તી સર્વ પુદ્ગલો ઉપર છે, ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો ઉપર પણ છે અને કર્મથી મુક્ત થયેલા સિદ્ધના જીવો ઉપર પણ છે. આથી જગતમાં જે ઋતુઓનાં પરિવર્તનો થાય છે તે સર્વ કાલપરિણતિને આધીન છે અને સિદ્ધના જીવો પણ દ્રવ્યથી નિત્ય હોવા છતાં અને કર્મથી મુક્ત હોવા છતાં પોતાના શુદ્ધપર્યાયરૂપે સતત અપર-અપર ભાવરૂપે પરિણમન પામે છે તે કાલપરિણતિનો જ પ્રભાવ છે. આ રીતે સંસારની વ્યવસ્થામાં જીવોનાં કર્મો અને કાલપરિણતિ કઈ રીતે ભાગ ભજવે છે તેનું અત્યાર સુધી નિરૂપણ કરેલ છે. पुत्रचिन्ता શ્લોક : तयोश्च तिष्ठतोरेवमन्यदा रहसि स्थिता । सहर्षं वीक्ष्य राजानं, सा देवी तमवोचत ।।१।। પુત્રની ચિંતા શ્લોકાર્થ : અને આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, નાટકને જોતા રહેલા એવા તે બંન્ને હોતે છતે= કર્મપરિણામરાજા અને કાલપરિણતિરાણી હોતે છતે, અન્યદા એકાંતમાં રહેલી તે દેવી હર્ષથી યુક્ત રાજાને જોઈને તેને રાજાને, કહે છે. III શ્લોક : भुक्तं यन्नाथ! भोक्तव्यं, पीतं यत्पेयमञ्जसा । मानितं यन्मया मान्यं, साभिमानं च जीवितम् ।।२।। શ્લોકાર્ય : હે નાથ ! જે ભોગવવાયોગ્ય છે તે ભોગવાયું, જે પીવાયોગ્ય છે તે સહસા પિવાયું, જે મારા વડે માન્ય છે=માનવા યોગ્ય છે, તે મનાયું અને સાભિમાન મારું જીવિત છે. પણ શ્લોક : नास्त्येव तत्सुखं लोके, यस्य नास्वादितो रसः । प्राप्तं समस्तकल्याणं, प्रसादादेवपादयोः ।।३।। શ્લોકાર્ચ - તે સુખ લોકમાં નથી જેનો રસ આસ્વાદન કરાયો નથી. દેવના ચરણના પ્રસાદથી સમસ્ત કલ્યાણ પ્રાપ્ત કરાયું છે. ll3II Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોક - दृष्टं द्रष्टव्यमप्यत्र, लोके यन्नाथ! सुन्दरम् । किन्तु पुत्रमुखं देव! मया नाद्यापि वीक्षिताम् ।।४।। શ્લોકાર્ચ - અહીં લોકમાં જોવા યોગ્ય જે સુંદર છે હે નાથ ! તે જોવાયું. પરંતુ હે દેવ ! મારા વડે હજી પણ પુત્રનું મુખ જોવાયું નથી. II૪ll શ્લોક : यदि तद्देवपादानां, प्रसादादेव जायते । ततो मे जीवितं श्लाघ्यमन्यथा जीवितं वृथा ।।५।। શ્લોકાર્ચ - જે દેવના પ્રસાદથી જ તે થાય=પુત્ર થાય, તો મારું જીવિત શ્લાઘા છે. અન્યથા=જો પુત્ર ન થાય તો મારું જીવિત વૃથા છે. Ifપા શ્લોક : नरपतिरुवाचसाधु साधूदितं देवि ! रोचते मह्यमप्यदः । समदुःखसुखो देव्या, वर्तेऽहं सर्वकर्मसु ।।६।। શ્લોકાર્ચ - નરપતિ કહે છે. હે દેવી સુંદર સુંદર કહેવાયું, મને પણ આ રુચે છે. દેવીની સાથે સમદુઃખસુખવાળો હું સર્વ કૃત્યોમાં વર્તુ છું. કર્મપરિણામરાજા અને કાલપરિણતિદેવી બંને અત્યંત પરસ્પર પ્રીતિવાળાં હોવાથી બંને સમાન ચિત્તવાળાં થઈને સર્વકાર્ય કરે છે. તેથી જ જે પ્રકારે જે જીવોની કાલની પરિણતિ હોય અને જે પ્રકારે તે જીવનાં કર્મ હોય તે પ્રકારે જ તે જીવમાં તે તે પ્રકારનાં કાર્યો થાય છે. Iકા શ્લોક : किञ्चन विषादोऽत्र कर्त्तव्यो, देव्या यस्मात्प्रयोजने । आवयोरेकचित्तत्वं, यत्र तज्जायते ध्रुवम् ।।७।। Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોકાર્થ : વળી, કર્મ-પરિણામરાજા કાલપરિણતિને કહે છે. અહીં=પુત્ર પ્રાપ્તિના વિષયમાં, દેવીએ વિષાદ કરવો જોઈએ નહીં. જે કારણથી જે કાર્યમાં આપણા બેનું એકચિત્તપણું થાય છે. તે નક્કી થાય છે. જે જીવોને જે પ્રકારનું કર્મ હોય તેમને અનુરૂપ જ તેની કાળની પરિણતિ હોય ત્યારે અવશ્ય તે કાર્ય તે જીવમાં થાય છે. તેને સામે રાખીને કર્મપરિણામરાજા કાલપરિણતિને કહે છે. જ્યાં આપણા બેનું એક ચિત્ત છે, ત્યાં અવશ્ય કાર્ય થાય છે. માટે પુત્રજન્મની પ્રાપ્તિનો તારો મનોરથ અવશ્ય સફળ થશે. IIII શ્લોક ઃ कालपरिणतिरुवाच चारु चारूदितं नाथैर्विहितो मदनुग्रहः । भविष्यतीत्थमेवेदं बद्धो ग्रन्थिरयं मया । । ८ ।। શ્લોકાર્થ : કાલપરિણતિ કહે છે. નાથ વડે સુંદર સુંદર કહેવાયું. મારા ઉપર અનુગ્રહ કરાયો આ=નાથ વડે કહેવાયુ એ, એમ જ થશે મારા વડે ગ્રંથિ બંધાઈ. In શ્લોક ઃ आनन्दजलपूर्णाक्षी, भर्त्तुर्वाक्येन तेन सा । તતઃ સંનાતવિશ્રા, સતોષા સમપદ્યત ।।।। શ્લોકાર્થ ઃ ભર્તાના તે વાક્યથી=કર્મપરિણામના તે વચનથી, આનંદજલથી પૂર્ણ અક્ષિવાળી એવી તે=કાલપરિણતિ, ત્યારપછી પ્રાપ્ત થયેલા વિશ્વાસવાળી સંતોષવાળી થાય છે. મને અવશ્ય પુત્ર થશે એ પ્રકારના સંતોષવાળી થાય છે. IIII શ્લોક ઃ अन्यदा पश्चिमे यामे, रजन्याः शयनं गता । स्वप्ने कमलपत्राक्षी, दृष्ट्वैवं सा व्यबुध्यत ।।१०।। શ્લોકાર્થ : અન્યદા રાત્રિના પશ્ચિમ પહોરમાં શયનમાં સૂતેલી આ પ્રમાણે=આગળમાં કહે છે એ પ્રમાણે, સ્વપ્નમાં જોઈને કમલપત્રાક્ષિવાળી એવી તે=કાલપરિણતિ, જાગી, શું સ્વપ્નમાં જોયું ? તે કહે 9. 119011 Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોક : वदनेन प्रविष्टो मे, जठरे निर्गतस्ततः । નીતઃ ના મિત્રેન, નર: સાસુન્દર: સારા. શ્લોકાર્ચ - મારા વદનથી પ્રવેશ કરેલો પુરુષ જઠરમાંથી નીકળ્યો ત્યારપછી સર્વાંગસુંદર એવો નર કોઈક મિત્ર વડે લઈ જવાયો. ll૧૧II. શ્લોક :___ ततो हर्षविषादाढ्यं, वहन्ती रसमुत्थिता । तं स्वप्नं नरनाथाय, साऽऽचचक्षे विचक्षणा ।।१२।। શ્લોકાર્ચ - તેથી હર્ષ અને વિષાદથી યુક્ત એવા રસને વહન કરતી ઉસ્થિત થયેલી વિચક્ષણ એવી તેણીએ પોતાના સ્વામીને તે સ્વપ્ન કહ્યું. કોઈક જીવવિશેષ છે જેની કાલપરિણતિ સુંદર છે તે જીવની માતાને ગર્ભમાં પુત્ર આવવાથી જે પ્રકારનું સ્વપ્ન આવે છે, કાલપરિણતિનું તે સ્વપ્ન છે એ પ્રકારે તે જીવની માતાની સાથે અભેદ કરીને કહેવાય છે. તેથી કહ્યું કે કાલપરિણતિને પુત્રજન્મની ઇચ્છા થઈ અને તે પુત્રની માતાનાં અને પિતાનાં જે પ્રકારનાં કર્મો હતા તે માતાનાં અને પિતાનાં કર્મો અને તેની માતાની અને પિતાની કાલપરિણતિ તે બેના યોગથી જે પુત્ર થાય છે. તે પુત્રના પિતા અને માતા વિષયક જે આલાપ થાય છે તે કર્મપરિણામરાજા અને કાલપરિણતિનો આલાપ છે. એ પ્રકારનો ઉપચાર કરેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જ્યારે સર્વજીવોને આશ્રયીને કર્મપરિણામ ગ્રહણ કરવામાં આવે ત્યારે સંસારવર્તી જીવો જે કંઈ ભવોની પ્રાપ્તિ કરે છે, જે પ્રકારના ભાવોની પ્રાપ્તિ કરે છે અને જે પ્રકારે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે તે સર્વ જીવ સાધારણ એવું કર્મ કારણ છે અને જગતવર્તી સર્વજીવો અને સર્વપુદ્ગલોમાં જે જે પ્રકારનું પરિવર્તન થાય છે, તે સર્વ પ્રત્યે સર્વજીવોની અને સર્વપુગલોની સાધારણ કાલપરિણતિ કારણ છે. તેથી, જે જે પ્રકારનાં જે જે જીવોનાં કર્યો છે અને જે જે જીવોની જે જે પ્રકારની કાલપરિણતિ છે તે તે પ્રકારે તે તે જીવો સંસારરૂપી નાટકના સ્થાનમાં પોતપોતાનું નાટક ભજવે છે. અને વિવક્ષિત જીવને આશ્રયીને વિચારણા કરીએ ત્યારે તે જીવનું કર્મ અને તે જીવની કાલપરિણતિ જે જે કાળમાં જે જે પ્રકારની છે કે તે પ્રકારે તે જીવ તે તે ભવ અને તે તે ભવમાં તે તે ભાવો કરીને સંસારરૂપી નાટક કરે છે. વળી, કેટલાંક કાર્યો તે બે આદિ જીવોના સંયોગથી થાય છે. તેમાં તે બે આદિ જીવોનાં સંયુક્ત કર્મ કારણ છે અને તે બે આદિ જીવોની સંયુક્ત કાલપરિણતિ અને તે બે આદિના જીવોનાં સંયુક્ત કર્મો ભેગાં થઈને તે તે કાર્યો કરે છે. તેથી પ્રસ્તુતમાં જે માતા-પિતાને સુમતિ નામનો પુત્ર થવાનો છે તે બેનાં સમુદિત કર્મો અને તે બેની સમુદિત કાલપરિણતિ એક વિચારવાળી Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ થાય છે. તેથી તે કાલપરિણતિ પણ તેવા જ પ્રકારની હતી કે જેથી પુત્રજન્મનું કારણ બને અને તે બંનેના કર્મો પણ તેવા જ પ્રકારનાં હતાં કે કોઈક ઉત્તમપુત્રની પ્રાપ્તિનું કારણ બને તેથી કર્મપરિણામ અને કાલપરિણામનો એક વિચાર થવાથી અવશ્ય કાર્ય થાય છે. તેમ કહે છે. II૧ણા બ્લોક : नरपतिरुवाचस्वप्नस्यास्य फलं देवि! मम चेतसि भासते । भविष्यत्युत्तमः पुत्रस्तवानन्दविधायकः ।।१३।। શ્લોકાર્ધ : રાજા કહે છે કર્મપરિણામરાજા કાલપરિણતિરાણીને કહે છે. હે દેવી ! આ સ્વપ્નનું ફલ મારા ચિત્તમાં આ પ્રમાણે ભાસે છે. તને આનંદને આપનાર ઉત્તમપુત્ર થશે. ll૧૩ll શ્લોક : केवलं न चिरं गेहे, तावके स भविष्यति । धर्मसूरिवचोबुद्धः, स्वार्थसिद्धिं करिष्यति ।।१४।। શ્લોકાર્થ : કેવલ તે તારા ઘરમાં ચિરકાલ રહેશે નહીં. ધર્મસૂરીશ્વરના વચનથી બોધ પામેલો સ્વઅર્થની સિદ્ધિ કરશેeતે પુત્ર ધર્મસૂરીશ્વરના વચનને સાંભળીને પોતાનું હિત શું છે? અહિત શું છે ? તેના પરમાર્થને જાણીને પોતાના આત્મકલ્યાણની સિદ્ધિને પ્રાપ્ત કરશે. II૧૪ll શ્લોક : कालपरिणतिरुवाचजायतां पुत्रकस्तावत्पर्याप्तं तावतैव मे । करोतु रोचते तस्मै, यत्तदेव ततः परम् ।।१५।। શ્લોકાર્ચ - કાલપરિણતિ કહે છે – પુત્ર મને થાઓ તેટલાથી જ મને પર્યાપ્ત છે તેટલાથી જ મને સંતોષ છે. ત્યારપછી તેને જે રુચે તે જ કરો. ll૧૫ll. શ્લોક : ततश्चाविरभूद् गर्भस्तं वहन्त्याः प्रमोदतः । अथ मासे तृतीयेऽस्याः , संजातोऽयं मनोरथः ।।१६।। Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ ૩૧ શ્લોકાર્થ : અને ત્યારપછી ગર્ભ આવિર્ભત થયો. પ્રમોદથી તેને વહન કરતી એવી હવે આને કાલપરિણતિને, ત્રીજા માસમાં આ મનોરથ થયો. ll૧૬ll શ્લોક : अभयं सर्वसत्त्वेभ्यः, सर्वार्थिभ्यो धनं तथा । ज्ञानं च ज्ञानशून्येभ्यश्चेद्यच्छामि यथेच्छया ।।१७।। શ્લોકાર્ય : સર્વજીવોને ઈચ્છા પ્રમાણે અભય આપું અને સર્વઅર્થીઓને ઈચ્છા પ્રમાણે ધન આપું અને જ્ઞાનશૂન્ય જીવોને ઈચ્છા પ્રમાણે જ્ઞાન આપું. II૧૭ll શ્લોક : तथाविधविकल्पं तं, निवेद्य वरभूभुजे । संपूर्णेच्छा ततो जाता, कृत्वेष्टं तदनुज्ञया ।।१८।। શ્લોકાર્ય : તે તેવા પ્રકારના વિકલ્પને પૂર્વમાં જીવોને અભય આદિ દાન આપવાનો જે વિકલ્પ કાલપરિણતિને થયો તે તેવા પ્રકારના વિકલ્પને રાજાને નિવેદન કરીને, ત્યારપછી કાલપરિણતિ તેની અનુજ્ઞાથી= રાજાની અનુજ્ઞાથી, ઈષ્ટને કરીને સંપૂર્ણ ઈચ્છાવાળી થઈ. ll૧૮ll બ્લોક : अथ संपूर्णकालेन, मुहूर्ते सुन्दरेऽनघा । सा दारकं शुभं सूता, सर्वलक्षणसंयुतम् ।।१९।। શ્લોકાર્થ : હવે, સંપૂર્ણકાલ થવાથી ગર્ભનો કાલ પૂર્ણ થવાથી, સુંદર મુહૂર્તમાં નિર્દોષ એવી તેણીએ પિતા, પુત્ર અને માતાની સમુદિત એવી કાલપરિણતિએ, સર્વલક્ષણયુક્ત સુંદર પુત્રને જન્મ આપ્યો. ll૧૯ll पुत्रजन्ममहोत्सवो नामकरणविधिश्च ततः ससम्भ्रममुपगम्य निवेदितं दारकस्य जन्म नरपतये प्रियनिवेदिकाभिधानया दासदारिकया, दत्तं च तेनालादातिरेकसंपाद्यमनाख्येयमवस्थान्तरमनुभवता तस्यै एव मनोरथाधिकं पारितोषिकं दानं, दत्तश्चानन्दपुलको दसुन्दरं देहं दधानेन महत्तमानामादेशः, यदुत-भो भो महत्तमाः! देवीपुत्र Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ जन्माभ्युदयमुद्दिश्य घोषणापूर्वकं ददध्वमनपेक्षितसारासारविचाराणि महादानानि, पूजयत गुरुजनं, संमानयत परिजनं, पूरयत प्रणयिजनं, मोचयत बन्धनागारं, वादयताऽऽनन्दमर्दलसन्दोहं, नृत्यत यथेष्टमुद्दामतया, पिबत पानं, सेवध्वं दयिताजनं, मा गृणीत शुल्कं, मुञ्चत दण्डं, आश्वासयत भीतलोकं, वसन्तु सुस्वस्थचित्ताः समस्ता जनाः, नास्ति कस्यचिदपराधगन्धोऽपीति । ततो यदाज्ञापयति देव' इति विनयनतोत्तमाङ्गः प्रतिपद्य संपादितं तद्राजशासनं महत्तमैः, निर्वतितोऽशेषजनचमत्कारकारी जन्मदिनमहोत्सवः, प्रतिष्ठापितं समुचिते काले दारकस्य नरनाथेन स्वचित्तेनैवं पर्यालोच्य 'यतोऽस्य गर्भावतारकाले जननी सर्वाङ्गसुन्दरं नरं वदनेन प्रविशन्तं दृष्टवती' ततोऽस्य भवतु भव्यपुरुष इति नाम। ततस्तदाकर्ण्य देवी राजानमुवाच- 'देव! अहमपि पुत्रकस्य किंचिन्नाम कर्तुमभिलषामि, तदनुजानातु देव' इति, नृपतिराह-देवि ! कः कल्याणेषु विरोधः? अभिधीयतां समीहितमिति, ततस्तयोक्तं-यतोऽत्र गर्भस्थे मम कुशलकर्मकरणपक्षपातिनी मतिरभूत्ततोऽस्य भवतु सुमतिरित्यभिधानम्। ततोऽहो क्षीरे खण्डक्षेपकल्पमेतद्देवीकौशलेन संपन्नं यद्भव्यपुरुषस्य सतः सुमतिरित्यभिधानान्तरमिति ब्रुवाणः परितोषमुपागतो राजा विशिष्टतरं नामकरणमहोत्सवं कारयामास । પુત્ર જન્મનો મહોત્સવ તથા નામકરણવિધિ ત્યારપછી પ્રિયનિવેદિકા નામની દાસી પુત્રી વડે સંભ્રમપૂર્વક આવીને પુત્રનો જન્મ રાજાને નિવેદિત કરાયો. આલાદના અતિરેકનું સંપાદન કરે એવી અનાખેય અવસ્થાંતરને અનુભવતા એવા તેના વડે= પુત્ર જન્મના સમાચાર સાંભળીને તે રાજાને અત્યંત આનંદ થયેલ છે તેનાથી સંપાદ્ય એવી કોઈને ન કહી શકાય એવી પ્રીતિની અવસ્થાને તે રાજા અનુભવે છે એવા તે રાજા વડે, તેણીને જ=દાસીને જ, મનોરથથી અધિક પારિતોષિકદાન અપાયું. અને આનંદથી પુલકીભેદથી સુંદર એવા દેહને ધારણ કરતા રાજા વડે મંત્રીઓને આદેશ અપાયો. તે આદેશ યદુથી બતાવે છે. તે મહારમો ! દેવીપુત્રના જન્મના અભ્યદયને ઉદ્દેશીને ઘોષણાપૂર્વક=આ દેવીને પુત્ર થયો છે માટે દાન અપાય છે એ પ્રકારની ઘોષણાપૂર્વક, અનપેક્ષિત સાર-અસાર વિચારવાળાં મહાદાનો આપો=આ જીવને આદાન આપવું ઉચિત છે કે ન આપવું ઉચિત છે ઈત્યાદિ સાર-અસારનો વિચાર કર્યા વગર બધા જીવોને સંતોષ થાય તેવું દાન આપો. ગુરુજનનું પૂજન કરો. પરિજનનું સન્માન કરો. પ્રણયી વર્ગને એકઠા કરો. બંધન આગારમાં રહેલાને મુક્ત કરો, આનંદમઈલના સમૂહને-વાજિત્રોને, વગાડો, જે પ્રમાણે ઈષ્ટ હોય તે પ્રમાણે ઉદ્દામપણાથી નૃત્ય કરો. પાનને પીવો, દયિતાજનને સેવન કરો, શુલ્કને ગ્રહણ ન કરો, દંડને મુક્ત કરો, ભય પામેલા લોકને આશ્વાસન આપો, સુસ્વાસ્થચિત્તવાળા સમસ્ત લોકો વસો, કોઈને અપરાધની ગંધ પણ નથી. એ પ્રકારે કરો. એમ રાજાએ મંત્રીઓને આજ્ઞા કરી. ત્યારપછી દેવ જે આજ્ઞા કરે છે એ પ્રમાણે વિનયથી તમેલા મસ્તકવાળા મહત્તમપુરુષો વડે સ્વીકારીને= Page #50 -------------------------------------------------------------------------- ________________ 33 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ રાજાની આજ્ઞાને સ્વીકારીને, તે રાજાનું શાસન સંપાદન કરાયું, બધા જીવોના ચિત્તને ચમત્કાર કરનાર જન્મદિવસનો મહોત્સવ કરાયો. સમુચિત કાલમાં પુત્રનું રાજા વડે સ્વચિતથી જ આ પ્રમાણે પર્યાલોચન કરીને ભવ્યપુરુષ એ પ્રમાણે નામ પ્રતિસ્થાપન કરાયું. એમ અવય છે. જે કારણથી, આવા ગર્ભાવતારકાલમાં માતાએ સર્વાંગસુંદર નરને મુખથી પ્રવેશ કરતાં જોયેલો. તેથી આનું=આ પુત્રનું, ભવ્યપુરુષ એ પ્રમાણે નામ થાઓ. ત્યારપછી તેને સાંભળીને=રાજાએ તે પુત્રનું નામ આપ્યું તેને સાંભળીને, દેવીએ રાજાને કહ્યું હે દેવ ! હું પણ કંઈક પુત્રનું નામ કરવાની અભિલાષા કરું છું તે કારણથી દેવ, અનુજ્ઞા આપો. નૃપતિ કહે છે – હે દેવી ! કલ્યાણમાં વિરોધ શું હોય ? પુત્રનું તને નામ આપવાની જે ઈચ્છા થઈ છે તે સુંદર કાર્યમાં વિરોધ શું? સમીહિત કહો=જે તને તેનું નામ ઉચિત જણાય તે કહો. તેથી, તેણી વડે–તે કાલપરિણતિરાણી વડે કહેવાયું, જે કારણથી અહીં ગર્ભસ્થ અવસ્થામાં મને કુશલકર્મ કરવાના પક્ષપાતવાળી મતિ થઈ તેથી આનું આ પુત્રનું, સુમતિ એ પ્રમાણે કામ થાઓ. તેથી અહો=હર્ષમાં રાજા કહે છે અહો ! દૂધમાં સાકરના ક્ષેપ જેવું દેવીના કૌશલ્યથી આ પ્રાપ્ત થયું જે ભવ્યપુરુષ છતાં સુમતિ એ પ્રકારનું અભિધાનાંતર=નામાંતર છે, એ પ્રમાણે બોલતા, પરિતોષ પામેલા રાજાએ વિશિષ્ટતર નામકરણનો મહોત્સવ કરાવ્યો. प्रज्ञाविशालोक्तराजनिर्बीजख्यातिहेतुता इतश्चास्ति तस्यामेव मनुजगतौ नगर्यामगृहीतसङ्केता नाम ब्राह्मणी, सा जनवादेन नरपतिपुत्रजन्मनामकरणवृत्तान्तमवगम्य सखीं प्रत्याह-प्रियसखि प्रज्ञाविशाले! पश्य यत् श्रूयते महाश्चर्यं लोके यथा कालपरिणतिर्महादेवी भव्यपुरुषनामानं दारकं प्रसूतेति, ततः प्रज्ञाविशालयोक्तं-प्रियसखि! किमत्राश्चर्यम् ? अगृहीतसङ्केताऽऽह-यतो मयाऽवधारितमासीत् किलैष कर्मपरिणाममहाराजो निर्बीजः स्वरूपेण, इयमपि कालपरिणतिर्महादेवी वन्ध्येति। इदानीं पुनरनयोरपि पुत्रोत्पत्तिः श्रुयत इति महदाश्चर्यम्। प्रज्ञाविशालाऽऽह-अयि मुग्धे! सत्यमगृहीतसङ्केताऽसि, यतो न विज्ञातस्त्वया परमार्थः, अयं हि राजा अविवेकादिभिर्मन्त्रिभिरतिबहुबीज इति मा भूदुर्जनचक्षुर्दोष इति कृत्वा निर्बीज इति प्रख्यापितो लोके। इयमपि महादेव्यनन्तापत्यजनयित्री तथापि दुर्जनचक्षुर्दोषभयादेव तैरेव मन्त्रिभिर्वन्ध्येति लोके प्रख्याप्यते, तथाहि-यावन्तः क्वचित्केचिज्जन्तवो जायन्ते तेषां सर्वेषामेतावेव देवीनृपो परमवीर्ययुक्ततया परमार्थतो जननीजनको, अन्यच्च-किं न दृष्टं श्रुतं वा क्वचिदपि प्रियसख्या अनयोर्नाटकं पश्यतोर्यन्माहात्म्यम् ? यदुत-राजा समस्तपात्राणि यथेच्छया नारकतिर्यङ्नरामरगतिलक्षणसंसारान्तर्गतानेकयोनिलक्षप्रभवजन्तुरूपेण नाटयति, महादेवी पुनस्तेषामेव महाराजजनितनानारूपाणां समस्तपात्राणां गर्भावस्थितिबालकुमारतरुणमध्यमजराजीर्णमृत्युगर्भप्रविष्टनिष्क्रान्तादिरूपाण्यनन्तवाराः कारयतीति। Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ પ્રજ્ઞાવિશાલા વડે કહેવાયેલ રાજાની નિબજ તરીકેની પ્રસિદ્ધિનો હેતુ અને આ બાજુ તે જ મનુષ્યનગરીનાં અગૃહીતસંકેતા નામની બ્રાહ્મણી છે તે જતવાદથી હરપતિ પુત્રના જન્મના નામકરણના વૃત્તાંત જાણીને સખી પ્રત્યે કહે છે – હે પ્રિયસખી પ્રજ્ઞાવિશાલા ! જો, લોકમાં જે મહાઆશ્ચર્ય સંભળાય છે, જે આ પ્રમાણે કાલપરિણતિ મહાદેવીએ ભવ્યપુરુષ નામના પુત્રને જન્મ આપ્યો. તેથી પ્રજ્ઞાવિશાલા વડે કહેવાયું. હે પ્રિય સખી ! આમાં શું આશ્ચર્ય છે?=કાલ-પરિણતિએ ભવ્યપુરુષ નામના પુત્રને જન્મ આપ્યો તેમાં શું આશ્ચર્ય છે? તેથી અગૃહીતસંકેતા કહે છે – મારા વડે ખરેખર આ કર્મપરિણામ મહારાજા સ્વરૂપથી નિર્બોજ અવધારણ કરાયેલો છે. આ કાલપરિણતિ મહાદેવી વધ્યા છે એ પ્રમાણે અવધારણ કરાયેલું છે. હમણાં વળી, આ બંનેના પણ પુત્રની ઉત્પત્તિ સંભળાય છે એ મહાન આશ્ચર્ય છે. પ્રજ્ઞાવિશાલા કહે છે – હે મુગ્ધ સખી ! ખરેખર તું અગૃહીતસંકેતા છે != તાત્પર્યને ન સમજી શકે તેવી છો ! જેના કારણે તારા વડે પરમાર્થ જણાયો નહીં. આ રાજા અતિબહુબીજવાળો છે એથી અવિવેકાદિ મંત્રીઓ વડે દુર્જનના ચક્ષનો દોષ ન થાઓ એથી કરીને=દુર્જનની દૃષ્ટિ મહારાજા પ્રત્યે ન પડે એથી કરીને, નિર્બીજ એ પ્રમાણે લોકમાં પ્રકાશિત કરાયો છે અને આ મહાદેવી અનંતા પુત્રને જન્મ આપનારી છે. તોપણ દુર્જનના ચક્ષુદોષના ભયથી જ તે જ મંત્રીઓ વડે વધ્યા છે=આ મહાદેવી વધ્યા છે એ પ્રમાણે લોકમાં કહેવાય છે. તે આ પ્રમાણે – કોઈક સ્થાનમાં જેટલા કોઈક જીવો થાય છે, તે બધાના જ આ જ દેવી અને રાજા પરમ-વીર્યયુક્તપણું હોવાથી પરમાર્થથી જનની જનક છે. પૂર્વમાં રાજાએ પુત્રનાં બે નામો કરીને મહોત્સવ કર્યો તે કથન કર્યા પછી તે કથનને બાજુએ મૂકીને હવે તે નગરીમાં અન્ય શું છે? તે બતાવવા અર્થે કહે છે કે જે નગરીમાં આ સુમતિ નામનો પુત્ર જન્મ્યો છે તે જ નગરીમાં અગૃહીતસંકેતા નામની બ્રાહ્મણી છે. વસ્તુતઃ તે કોણ છે તે સ્વયં ગ્રંથકારશ્રી આઠમાં અધ્યયનમાં કહેવાના છે અને તે અગૃહતસંકેતા મંદબુદ્ધિવાળી રાજકન્યા છે અને પ્રજ્ઞાવિશાલા નામનાં સાધ્વીજી સાથે તેનો અત્યંત પરિચય છે તેથી, તે સાધ્વીજી સાથે રહે છે છતાં શબ્દોથી ગ્રહણ થાય તેટલો જ બોધ કરવાની શક્તિ હોવાથી તેનું નામ અગૃહીતસંકેતા કહેલ છે અને સાધ્વીજી તત્ત્વના વિષયમાં વિશાલ પ્રજ્ઞાવાળાં હોવાથી તેમનું નામ પ્રજ્ઞાવિશાલા કહેલ છે. તે સાધ્વીજી પાસેથી જ અગૃહતસંકેતાએ પૂર્વમાં સાંભળેલું છે કે પ્રસ્તુત નગરીનો રાજા કર્મપરિણામ છે અને તેને કાલપરિણતિ નામની દેવી છે અને તેઓએ કોઈ ઉત્તમપુરુષનો અત્યારસુધી જન્મ આપ્યો નથી તેને સામે રાખીને આપ્તપુરુષો કર્મપરિણામરાજાને નિર્બોજ કહે છે અને કાલપરિણતિરાણીને વંધ્યા કહે છે; કેમ કે ઉત્તમપુરુષના જન્મથી જ પુત્રપણાની સાર્થકતા છે. અને જ્યારે તે કાલમાં તે કર્મપરિણામરાજાએ અને કાલપરિણતિરાણીએ તેવા ઉત્તમપુત્રને જન્મ આપેલો નહીં, તેથી તેને નિર્બીજ અને વંધ્યા કહેવાય છે. અગૃહતસંકેતા તેના તાત્પર્યને જાણનાર નહીં હોવાથી તેને આશ્ચર્ય થાય છે કે નિર્ભુજ રાજા અને વંધ્યા એવી કાલપરિણતિરાણીથી પુત્રની ઉત્પત્તિ કેવી રીતે સંભવી શકે ? તેનું સમાધાન કરતાં પ્રજ્ઞાવિશાલા કહે છે કે કર્મપરિણામરાજા અને કાલપરિણતિરાણી સતત જે Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ જીવોને ઉત્પન્ન કરે છે તે સર્વ તેઓના પુત્ર છે તેથી, તેઓના અનંતા પુત્રો છે. આમ છતાં, તે રાજાના અવિવેકી આદિ મંત્રીઓ દુર્જનના ચક્ષુના દોષના નિવારણ અર્થે અનેક પુત્રોવાળા પણ કર્મપરિણામરાજાને નિર્ભુજ રૂપે અને કાલપરિણતિરાણીને વંધ્યા રૂપે પ્રકાશન કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે કર્મપરિણામરાજાના વિવેકવાળા જે મંત્રીઓ છે તેઓ હંમેશાં કર્મપરિણામરાજાનું રાજ્ય સતત સુંદર પ્રવર્તે તેવો જ યત્ન કરે છે. આથી જ મિથ્યાત્વઆદિ જે જીવના પરિણામો છે તે કર્મપરિણામરાજાના વિવેકી મંત્રીઓ છે. તેથી જીવમાં વર્તતા મિથ્યાત્વાદિ ભાવોને કારણે કર્મપરિણામરાજાનું રાજ્ય સુવ્યવસ્થિત ચાલે છે. અને જે જીવોમાં મિથ્યાત્વાદિ ભાવોનો ક્ષયોપશમભાવ વર્તે છે તે જીવોમાં સંસારના ઉચ્છેદને અનુકૂળ વિવેકદૃષ્ટિ પ્રગટેલી છે. તોપણ કર્મપરિણામરાજાના તે અવિવેકી મંત્રીઓ છે. તેથી કર્મપરિણામરાજાને તેવી સલાહ આપે છે કે જેથી તેનું રાજ્ય વિનાશ પામે માટે કર્મપરિણામરાજાને તે અવિવેકરૂપી મંત્રીઓએ જ કર્મપરિણામરાજાને નિર્બીજ અને કાલપરિણતિને વંધ્યા કહેલ છે. આથી જ જ્યારે જગતમાં ઉત્તમવિશિષ્ટ પુરુષો થતા નથી, ત્યારે વિદ્યમાન માર્ગાનુસારી ક્ષયોપશમવાળા મહાત્માઓ કહે છે કે આ કર્મપરિણામરાજા કોઈ સુંદર પુત્રને જન્મ આપતો નથી માટે નિર્બીજ છે. અને આ કાલપરિણતિરાણી પણ કોઈ ઉત્તમપુરુષને જન્મ આપતી નથી માટે વંધ્યા છે. આમ કહીને તેઓની નિંદા જ કરે છે. મહાત્માઓ ઇચ્છે છે કે કોઈ ઉત્તમપુરુષનો જન્મ થાય તો જ આ જગતનું હિત થાય. અને તેવો ઉત્તમપુરુષનો જન્મ વિશિષ્ટ કર્મપરિણામવાળા જીવોને જ કાલપરિણતિના યોગથી થાય છે. આથી જ, તે તે તીર્થકરના જીવોએ બાંધેલાં વિશિષ્ટકર્મોને કારણે તે તે કાળમાં જન્મને પ્રાપ્ત કરીને સ્વપરનું હિત સાધ્યું તેમ પ્રસ્તુતમાં પણ જ્યારે કર્મપરિણામરાજા સુમતિને જન્મ આપે છે, ત્યારે મહાપુરુષ કર્મપરિણામરાજાને નિર્બીજ અને કાલપરિણતિરાણીને વંધ્યા કહેતા નથી. પરંતુ કહે છે કે આ કર્મપરિણામરાજાએ અને કાલપરિણતિરાણીએ આવા ઉત્તમપુરુષનો જન્મ આપ્યો છે. વળી, અગૃહીતસંકેતા તે તાત્પર્યને જાણનાર નહીં હોવાથી સુમતિના જન્મમહોત્સવને સાંભળીને દ્વિઘામાં પડે છે. તેથી પ્રજ્ઞાવિશાલાને તેનું તાત્પર્ય પૂછે છે. ત્યારે પ્રજ્ઞાવિશાલા કહે છે. કર્મપરિણામરાજાના અનંતા પુત્રો હોવા છતાં અવિવેકી મંત્રીઓ જ કર્મપરિણામરાજાને નિર્બીજ અને કાલપરિણતિરાણીને વંધ્યા કહે છે. પરમાર્થથી તો તે બંનેને અનંતા પુત્રો છે. અને વળી બીજું=પ્રજ્ઞાવિશાલા અગૃહીતસંકેતાને કહે છે વળી બીજું, પ્રિયસખી વડે નાટકને જોતાં આ બેનું માહાભ્યઃકર્મપરિણામરાજા અને કાલપરિણતિરાણીનું માહાભ્ય, ક્યારે પણ શું જોવાયું નથી ? કે શું સંભળાયું નથી ?=પ્રજ્ઞાવિશાલા અગૃહીતસંકેતાને કહે છે કે જગતમાં કર્મપરિણામરાજા અને કાલપરિણતિરાણી કઈ રીતે જીવો પાસેથી નાટક કરાવે છે અને તેઓ નાટક જોતાં બેસે છે તેનું માહાભ્ય ગીતાર્થપુરુષો અત્યાર સુધી કહે છે તે શું સાંભળ્યું નથી ? અને સ્વપ્રજ્ઞાથી તેને શું જોયું નથી ? તે બેનું માહાભ્ય શું છે? તે “વત'થી બતાવે છે – રાજા=કર્મપરિણામરાજા, સમસ્તપાત્રોને યથાઇચ્છાથી=જે પ્રકારે તેની ઈચ્છા છે તે પ્રકારની ઈચ્છાથી, તરક, તિર્યંચ, અમરગતિ રૂપ સંસાર અંતર્ગત અનેક યોનિલક્ષપ્રભવ લાખો યોનિઓથી પ્રભવ એવા જંતુ રૂપી નાટક કરાવે છે. વળી, મહાદેવી મહારાજાથી જડિત જુદા જુદા રૂપવાળાં તે જ સમસ્તપાત્રોને ગર્ભ-અવસ્થિતિ, બાલ, Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ કુમાર, તરુણ, મધ્યમ, જરાજીર્ણ, મૃત્યુ, ગર્ભમાં પ્રવિષ્ટ અને ગર્ભથી વિક્રાંત આદિરૂપ અનંતવાર કરાવે છે. ર્મ-જાતપરિાતી- तत्त्वतः सर्वेषां पितरौ अगृहीतसङ्केताऽऽह - प्रियसखि ! श्रुतमेतन्मया, किन्तु यदि नाम कर्म्मपरिणामस्य राज्ञः समस्तपात्रपरावर्तने सामर्थ्यं कालपरिणतेर्वा महादेव्यास्तेषामेवापरापरावस्थाकरणशक्तिः तत्किमेतावतैवानयोर्जननीजनकत्वं संभवति ? प्रज्ञाविशालाऽऽह - अयि प्रियवयस्ये! अत्यन्तमुग्धाऽसि, यतो गौरपीहार्द्धकथितमवबुध्यते, त्वं पुनः परिस्फुटमपि कथ्यमानं न जानीषे, यतः संसार एवात्र परमार्थतो नाटकं, तस्य च यौ जनकावेतौ परमार्थतः सर्वस्य जननीजनकाविति । अगृहीतसङ्केताऽऽह - प्रियसखि ! यदि समस्तजगज्जननीजनकयोरपि देवीनृपयोर्देव्या वन्ध्यात्वं नृपस्य निर्बीजत्वं दुर्जनचक्षुर्दोषभयादविवेकादिभिमन्त्रिभिः प्रख्यापितं लोके तत्किमित्यधुनाऽयं भव्यपुरुषोऽनयोः पुत्रतया महोत्सवकलकलेन प्रकाशित इति । प्रज्ञाविशालाऽऽह - समाकर्णय, अस्य प्रकाशने यत्कारणम् 'अस्त्यस्यामेव नगर्यां शुद्धसत्यवादी समस्तसत्त्वसङ्घातहितकारी सर्वभावस्वभाववेदी अनयोश्च कालपरिणतिकर्म्मपरिणामयोर्देवीनृपयोः समस्तरहस्यस्थानेष्वत्यन्तभेदज्ञः सदागमो नाम परमपुरुषः, अस्ति च तेन सार्द्धं मम घटना, स चान्यदा दृष्टो मया सहर्षः, पृष्टो निर्बन्धेन हर्षकारणम् । કર્મપરિણામરાજા અને કાલપરિણતિ રાણી સર્વ જીવોનાં પારમાર્થિક માતા-પિતા = અગૃહીતસંકેતા કહે છે – હે પ્રિય સખી ! આ મારા વડે સંભળાયું છે પરંતુ જો કર્મપરિણામરાજાનું સમસ્તપાત્રનું પરાવર્તનમાં સામર્થ્ય છે અથવા કાલપરિણતિ મહાદેવીનું તેઓની જ=બધાં પાત્રોની જ, અપર-અપર અવસ્થા કરણ શક્તિ છે તો આટલાથી જ આ બેનું જનની-જનકપણું શું સંભવે છે ? બધાં પાત્રોનાં આ માતા-પિતા છે તે સંભવે છે. પ્રજ્ઞાવિશાલા કહે છે અરે પ્રિય સખી ! અત્યંત મુગ્ધ છે. જે કારણથી ગાય પણ અહીં=સંસારમાં, અકથિતને જાણે છે. તું વળી સ્પષ્ટ કહેવાયેલું પણ જાણતી નથી. જે કારણથી સંસાર જ અહીં પરમાર્થથી નાટક છે અને તેના જે જનક છે તે જ પરમાર્થથી સર્વનાં જનની-જનક છે. સંસારનાટકમાં જે નવાં નવાં પાત્રો થાય છે, તેમાં જે જે જીવો થાય છે તે સંસારી માતા-પિતા વ્યવહારથી તે જીવોનાં માતા-પિતા છે. પરમાર્થથી તો કર્મપરિણામ અને કાલની પરિણતિ જ તે જીવોનાં માતા-પિતા છે; કેમ કે યોનિસ્થાનમાં જીવોનું આગમન કર્મના ઉદયથી જ થાય છે અને કર્મના ઉદયથી જ તે જીવો તે પુદ્ગલો દ્વારા પોતાનું શરીર બનાવે છે. અને તે જીવની તે પ્રકારની કાલપરિણતિ હોય અર્થાત્ તે જન્મ ઉત્પન્ન કરે તેવી કાલપરિણતિ હોય ત્યારે કર્મના પરિણામથી અને કાલની પરિણતિથી તે જીવ Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ ઉત્પન્ન થાય છે. અગૃહીતસંકેતા કહે છે – હે પ્રિય સખી, જો સમસ્ત જગતનાં માતા-પિતા એવાં પણ દેવી અને રાજામાંથી દેવીનું વંધ્યાપણું અને રાજાનું નિર્ભીકપણું દુર્જનના ચક્ષુદોષતા ભયથી અવિવેકાદિ મંત્રીઓ વડે લોકમાં પ્રખ્યાપન કરાયું તો કેમ હમણાં આ ભવ્યપુરુષ બેના પુત્રપણાથી મહોત્સવના કલકલથી પ્રકાશિત કરાયો ? પ્રજ્ઞાવિશાલા કહે છે – આના પ્રકાશમાં જે કારણ છે તેને સાંભળ – આ જ નગરમાં શુદ્ધસત્યવાદી સમસ્ત સત્વતા સંઘાતને હિતકરનાર=સમસ્ત જીવોના સમૂહના હિતને કરનાર, સર્વભાવોના સ્વભાવને જાણનાર, અને આ કાલપરિણતિ અને કર્મપરિણામ રૂ૫ દેવી અને રાજાનાં સમસ્ત રહસ્યોનાં સ્થાનોના અત્યંત ભેદને જાણનાર સદાગમ નામનો પરમ પુરુષ છે અને તેની સાથે મારી ઘટના છે=સંપર્ક છે, અને તે અત્યદા મારા વડે સહર્ષ જોવાયો. આગ્રહથી હર્ષનું કારણ પુછાયું. __ भव्यपुरुषजन्मतः सदागमस्य हर्षः तेनोक्तम्-‘आकर्णय भद्रे! यदि ते कुतूहलं, येयं कालपरिणतिर्महादेवी, अनया रहसि विज्ञापितो राजा, यदुत-निविण्णाऽहमेतेन[मनेन. मु] आत्मनोऽलीकवन्ध्याप्रवादेन, यतोऽहमनन्तापत्यापि दुर्जनचक्षुर्दोषभयादविवेकादिभिर्मन्त्रिभिर्वन्ध्येति प्रख्यापिता लोके, ममैवापत्यान्यन्यजनापत्यतया गीयन्ते, सोऽयं स्वेदजनिमित्तेन शाटकत्यागन्यायः। तदिदं वन्ध्याभावलक्षणं ममायशःकलङ्क क्षालयितुमर्हति देवः। ततो नृपेणोक्तं-देवि! ममापि निर्बीजतया समानमेतत्, केवलं धीरा भव, लब्धो मया अयशःपङ्कक्षालनोपायः। देव्याह-कतमोऽसौ ? प्रभुराह-देवि! अस्यामेव मनुजगतौ महाराजधान्यां वर्तमानया भवत्या मन्त्रिमण्डलवचनमनपेक्ष्य प्रकाश्यते प्रधानपुत्रस्य जन्म, क्रियते महानन्दकलकलः, ततश्चिरकालरूढमप्यावयोर्निर्बीजत्ववन्ध्याभावलक्षणमयशःकलङ्क क्षालितं भविष्यतीति। ततः सतोषया प्रतिपनं महाराजवचनं देव्या, कृतं च यथाऽऽलोचितं ताभ्याम्। ततः प्रज्ञाविशाले! योऽयं भव्यपुरुषो जातः स ममात्यन्तवल्लभः, अस्य जन्मनाऽहमात्मानं सफलमवगच्छामि' इत्यतो हर्षमुपागत इति। ततो मयोक्तं-शोभनं ते हर्षकारणं, तदयं अनेन कारणेन भव्यपुरुषो देवीनृपपुत्रतया प्रकाशितः इति। ભવ્યપુરુષના જન્મથી સદાગમને થયેલ હર્ષ તેમના વડે કહેવાયું=સદાગમ નામના પરમપુરુષ વડે કહેવાયું – હે ભદ્ર ! જો કુતૂહલ છે=મારા હર્ષના કારણને જાણવાની જિજ્ઞાસા છે તો સાંભળ, જે આ કાલપરિણતિ મહાદેવી છે એના દ્વારા એકાંતમાં રાજા વિજ્ઞાપત કરાયો, શું નિવેદન કરાયું તે “યહુતીથી કહે છે. હું આ પોતાના જૂઠા વંધ્યાના પ્રવાદથી ઉદ્વિગ્ન થઈ છું. જે કારણથી અનંત આપત્યવાળી પણ હું અનંત પુત્રવાળી પણ હું, દુર્જનચક્ષના દોષના ભયથી અવિવેકઆદિ મંત્રીઓ વડે વંધ્યા એ પ્રમાણે જાહેર કરાઈ છું, મારા જ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ પુત્રો અન્યના પુત્રોપણાથી ગવાય છે=કર્મપરિણામરાજા અને કાલપરિણતિરાણીએ જે અનંતા પુત્રોને જન્મ આપ્યો છે, તે વ્યવહારથી તે તે માતાના પુત્રો તરીકે ગવાય છે. અને કાલપરિણતિરાણી વંધ્યા છે એ પ્રમાણે ગવાય છે. તે આમારા પુત્રો અન્યના પુત્રો કહેવાય છે તે આ, પરસેવાથી જનિત જૂના નિમિત્તને કારણે વસ્ત્રના ત્યાગનો ન્યાય છે. વસ્ત્ર ૫હે૨વાથી વસ્ત્રમાં જૂ થશે તેમ માનીને કોઈક વસ્ત્રનો ત્યાગ કરે તે અત્યંત અનુચિત છે તેમ મારા ઘણા પુત્રોને જોઈને દુર્જનોની દૃષ્ટિ પડશે તેવા ભયથી મારા પુત્રોને બીજાના પુત્રો કહેવા અત્યંત અનુચિત છે. તે કારણથી=મારા પુત્રો અન્યના પુત્રો કહેવાય છે તે ઉચિત નથી તે કારણથી, વંધ્યાભાવ લક્ષણ મારા આ અયશકલંકને દેવે દૂર કરવો જોઈએ. તેથી=કાલપરિણતિએ કર્મપરિણામરાજાને કહ્યું તેથી, રાજા વડે કહેવાયું, હે દેવી ! નિર્બીજપણાથી મને પણ આ કલંક સમાન છે. કેવલ ઘીર થા, મારા વડે અયશના કાદવના ક્ષાલનનો ઉપાય પ્રાપ્ત થયો છે. દેવી કહે છે=કાલપરિણતિ કહે છે, કયો આ છે ?=આપણા અયશના નિવારણનો ઉપાય કયો આ છે ? પ્રભુ કહે છે=કર્મપરિણામરાજા કહે છે, હે દેવી ! આ જ મનુષ્યગતિ રૂપ મહારાજધાનીમાં વર્તમાન એવી તારા વડે મંત્રીમંડલના વચનની અપેક્ષા રાખ્યા વગર પ્રધાનપુત્રનો જન્મ પ્રકાશિત કરાય છે. અને મહાનંદ કલકલ કરાય છે. તેથી ચિરકાલરૂઢ પણ આપણા બેનું નિર્બીજત્વ અને વંધ્યાભાવ લક્ષણ અયશ કલંક ધોવાયેલું થશે. ત્યારપછી સંતોષપણાથી દેવી વડે મહારાજાનું વચન સ્વીકારાયું અને તે બંને દ્વારા=કર્મપરિણારાજા અને કાલપરિણતિરાણી દ્વારા, યથા આલોચિત કરાયું=મંત્રી મંડલના વચનની અપેક્ષા રાખ્યા વગર પ્રધાન પુત્રનો જન્મ પ્રકાશિત કરાયો, તેથી=કાલપરિણતિ અને કર્મપરિણામરાજાએ ભવ્યપુરુષ અને સુમતિ નામના પુરુષનું પ્રકાશન કર્યું તેથી, હે પ્રજ્ઞાવિશાલા ! જે આ ભવ્યપુરુષ થયો તે મને અત્યંત વત્સલ છે. અને આના જન્મથી હું પોતાને સફલ જાણું છું આથી હર્ષને પામેલો હું છું, તેથી મારા વડે=પ્રજ્ઞાવિશાલા વડે, કહેવાયું=સદાગમને કહેવાયું, તમારું હર્ષનું કારણ સુંદર છે. તેથી=સદા આગમને અત્યંત હર્ષ થયો તેથી, આ કારણથી=સદાગમને ભવ્યપુરુષ અત્યંત વલ્લભ છે એ કારણથી, આ ભવ્યપુરુષ દેવી અને રાજાના પુત્રપણાથી પ્રકાશન કરાયું છે. અગૃહીતસંકેતાને પ્રક્ષાવિશાલાએ કહ્યું કે સંસારવર્તી જીવોના પરમાર્થથી માતા-પિતા કર્મપરિણામરાજા અને કાલપરિણતિ છે. તેથી શબ્દમાત્રથી અર્થનો બોધ કરવા માટે સમર્થ એવી અગૃહીતસંકેતાને પ્રશ્ન થાય છે. કે જો રાજા અને રાણીના અનંતા પુત્રો હોય છતાં, અવિવેકી મંત્રીઓએ દુર્જન ચક્ષુના દોષના ભયને કારણે તેઓને વંધ્યા અને નિર્બીજ કહ્યા અને હવે આ ભવ્યપુરુષ તેઓનો પુત્ર છે તેમ કેમ પ્રકાશન કરાયું ? તેની સ્પષ્ટતા કરતાં પ્રજ્ઞાવિશાલા કહે છે કે આ મનુષ્યનગરીમાં એક મહાપુરુષ છે જેમનું નામ સદાગમ છે. અર્થાત્ જે મહાપુરુષ ભગવાનના શાસ્ત્રના પરમાર્થને જાણનારા છે અને શુદ્ધ સત્યને કહેનારા છે=સર્વજ્ઞના વચનથી નિર્ણીત જે પદાર્થ છે તેવા જ પદાર્થને કહેનારા છે. સ્વમતિથી કંઈ કહેનારા નથી. તેથી તેઓ જે કંઈ કહે છે તે પરિપૂર્ણ સત્ય છે. વળી, બધા જીવો પ્રત્યે અત્યંત દયાળુ છે. આથી જ છકાયના પાલન Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ કરનારા અત્યંત યતનાપરાયણ તે મહાત્મા છે. અને જગતવર્તી યોગ્ય જીવોને સન્માર્ગને બતાવીને તેઓના હિતને કરનારા છે. વળી, તે મહાત્મા જગતવર્તી ભાવોના સર્વ સ્વભાવોને જિનવચનાનુસાર જાણનાર હોય છે. તેથી કઈ રીતે જીવો સંસારચક્રમાં પરિભ્રમણ પામે છે, કઈ રીતે કર્મકૃત કદર્થના પામે છે, કઈ રીતે ઉત્તમપુરુષોના યોગથી તે જીવો સ્વયં ઉત્તમ બને છે અને અંતે સંસારનો ઉચ્છેદ કરે છે, તે સર્વભાવોને તે મહાત્મા યથાર્થ જાણનારા છે. વળી, જગતવર્તી જીવોનાં કર્મ અને કાલપરિણતિનાં બધાં રહસ્યોનાં સ્થાનોને અત્યંત જાણનારા છે. તેથી કર્મપરિણામરાજા અને કાલપરિણતિરાણી કૃત સંસારની વિડંબનાથી મુક્ત થવા માટે શું ઉચિત યત્ન કરવો જોઈએ, તે સર્વનાં અત્યંત રહસ્યોને જાણનારા છે અને તેવા મહાપુરુષ સાથે પ્રજ્ઞાવિશાલાને અત્યંત પરિચય છે. વળી સંસારમાં ભવ્યપુરુષનો જન્મ થયો ત્યારે તે મહાપુરુષને અત્યંત હર્ષ થાય છે. તેથી, તેમના હર્ષનું કારણ પ્રજ્ઞાવિશાલા પૂછે છે તેના સમાધાન રૂપે તે કહે છે કે કર્મપરિણામરાજા અને કાલપરિણતિ અત્યાર સુધી અયોગ્ય કે તુચ્છ જીવોને જન્મ આપતી હતી કે સામાન્ય જીવોને જન્મ આપતી હતી. વિશિષ્ટપુરુષને જન્મ આપતી ન હતી. તેથી જ મહાપુરુષો કર્મપરિણામરાજા નિર્બીજ છે અને કાલપરિણતિરાણી વંધ્યા છે તેમ પ્રકાશન કરતા હતા. વસ્તુતઃ મહાપુરુષો જાણે છે કે જગતના સર્વજીવો આ બેના પુત્રો છે. તોપણ સારા પુત્રને જે જન્મ ન આપે તે માતા પુત્રવાળી નથી તેમ જ વિવેકી પુરુષો કહે છે. અને જ્યારે કાલપરિણતિરાણી અને કર્મપરિણામરાજાને પોતાનું કલંક ટાળવાનો પરિણામ થયો અર્થાત્ મહાપુરુષોથી તેમને જે કલંક અપાયું હતું તે ટાળવાનો પરિણામ થયો ત્યારે તેઓએ ભવ્યપુરુષને જન્મ આપ્યો. તેથી એ પ્રાપ્ત થાય કે જેનાં કર્મો ઘણાં લઘુ થયાં છે અને જેની સુંદર કાલપરિણતિ છે તેવા ઉત્તમપુરુષનો જન્મ થાય છે. તે જીવો અતિનિર્મળમતિવાળા હોય છે. ઘણા ગુણોથી સમૃદ્ધ હોય છે. તેઓને જોઈને સદાગમ કાલપરિણતિ અને કર્મપરિણામરાજાને પુત્ર થયો તેમ પ્રકાશન કરે છે. વસ્તુતઃ જે જીવોનાં દીર્ઘભવસ્થિતિનાં નિયામક કર્મો અલ્પ થયા છે, જેથી નિર્મળ કોટિની મતિ પ્રગટેલી છે, તે જીવો મોક્ષને અનુકૂળ તેવા ક્ષયોપશમભાવવાળાં ઘણાં કર્મોથી યુક્ત હોય છે. તેથી કર્મજનિત તેઓનો ભવ હોવા છતાં તેઓની ઉત્તમતા ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. તેવા જીવોને આશ્રયીને સદાગમ કાલપરિણતિ અને કર્મપરિણામરાજાને પુત્ર થયો એમ કહે છે. सदागमकथितभव्यपुरुषगुणाः अगृहीतसङ्केतयोक्तं-साधु वयस्ये! साधु सुन्दरमाख्यातं भवत्या, नाशितो मे सन्देहः, तथा च त्वत्समीपमुपगच्छन्त्या मयाऽद्य हट्टमार्गे समाकर्णितो लोकप्रवादस्तथा देवीनृपयोः क्षालितमेवायशःकलङ्कमवगच्छामि। प्रज्ञाविशालयोक्तं-किमाकर्णितं प्रियसख्या? तयोक्तं-दृष्टो मया तत्र बहुलोकमध्ये सुन्दराकारः पुरुषः, स च सविनयं पृष्टः पौरमहत्तमैः भगवन्! य एष राजदारको जातः स कीदृग्गुणो भविष्यति? इति। तेनोक्तं-भद्राः! शृणुत समस्तगुणसंभारभाजनमेष वर्द्धमानः कालक्रमेण भविष्यतीत्यतो न Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ शक्यन्तेऽस्य सर्वे गुणाः कथयितुं, कथिता अपि न पार्यन्तेऽवधारयितुं, तथापि लेशोद्देशतः कथयामिभविष्यत्येष निदर्शनं रूपस्य, निलयो यौवनस्य, मन्दिरं लावण्यस्य, दृष्टान्तः प्रश्रयस्य, निकेतनमौदार्यस्य, निधिविनयस्य, सदनं गाम्भीर्यस्य, आलयो विज्ञानस्य, आकरो दाक्षिण्यस्य, उत्पत्तिभूमिर्दाक्ष्यस्य, इयत्तापरिच्छेदः स्थैर्यस्य, प्रत्यादेशो धैर्यस्य, गोचरो लज्जायाः, उदाहरणं विषयप्रागल्भ्यस्य, सद्भर्ता धृतिस्मृतिश्रद्धाविविदिषादिसुन्दरीणामिति। अन्यच्च-अनेकभवाभ्यस्तकुशलकर्मतया बालकालेऽपि प्रवर्त्तमानोऽयं न भविष्यति केलिप्रियः, दर्शयिष्यति जने वत्सलतां, समाचरिष्यति गुरुविनयं, प्रकटयिष्यति धर्मानुरागं, न करिष्यति लोलतां विषयेषु, विजेष्यते कामक्रोधादिकमान्तरमरिषड्वर्ग, नन्दयिष्यति भवतां चित्तानीति। ततस्तदाकर्ण्य सभयं सहर्षं च दिशो निरीक्षमाणैस्तैरभिहितम्-अहो विषमशीलतया समस्तजनविडम्बनाहेतुभूतयापि कालपरिणत्या कर्मपरिणामेन चेदमेकं सुन्दरमाचरितं यदाभ्यामस्यां सकलदेशविख्यातायां मनुजगतौ नगर्यामेष भव्यपुरुषः सुमतिर्जनितः, क्षालितान्येतज्जननेनाभ्यामात्मनः समस्तदुश्चरितान्यपुत्रत्वायशश्चेति। સદાગમ વડે કહેવાયેલ ભવ્યપુરુષના ગુણો અગૃહીતસંકેતા વડે કહેવાયું છે વયસ્ય પ્રજ્ઞાવિશાલા ! તારા વડે સુંદર સુંદર કહેવાયું, મારો સંદેહ દૂર કરાયો અને તે પ્રમાણે તારી સમીપે આવતાં મારા વડે આજે બજારમાર્ગમાં લોકપ્રવાદ સંભળાયો અને દેવી અને રાજાનો અયશ કલંક ધોવાયેલો જાણું છું. પ્રજ્ઞાવિશાલા વડે કહેવાયું, હે પ્રિય સખી ! શું સંભળાયું? તેણી વડે કહેવાયું અગૃહીતસંકેતા વડે કહેવાયું, ત્યાં ઘણા લોકોમાં સુંદર આકારવાળો પુરુષ મારા વડે જોવાયો ત=સુંદર આકારવાળો પુરુષ, પીરમહત્તમ વડે સવિનય પુછાયા. હે ભગવન્! જે આ રાજપુત્ર થશે તે કેવા ગુણવાળો થશે ? તેના વડે કહેવાયું તે સુંદર પુરુષ વડે કહેવાયું. ભદ્ર જીવો ! સાંભળો, કાલક્રમથી વધતો એવો આ રાજપુત્ર, સમસ્ત ગુણોના સમૂહનું ભાજન થશે. આથી આના સર્વગુણો કહેવા શક્ય નથી. અને કહેવાયેલા પણ અવધારણ કરવા શક્ય નથી. તોપણ લેશના ઉદ્દેશથી કહું છું “આ પ્રસ્તુત ભવ્યપુરુષ રૂપનું દાંત થશે. યૌવનનો વિલય થશે નિવાસસ્થાન થશે. લાવણ્યનું મંદિર થશે. પ્રશ્રયનું વિશ્ર્વાસનું, દષ્ટાંત થશે. ઔદાર્યનું નિકેતન થશે. વિનયનો વિધિ થશે. ગાંભીર્યનું સદન થશે. વિજ્ઞાનનું આલય નિવાસસ્થાન, થશે. દાક્ષિણ્યનો આકાર થશે. દક્ષપણાની ઉત્પત્તિભૂમિ થશે. ધૈર્યનો ઇયત્તાપરિચ્છેદ થશે ધૈર્યની પરાકાષ્ઠા ક્યાં સુધી છે તેની મર્યાદાને બતાવનાર થશે. ઘેર્યનો પ્રત્યાદેશ છે ઘેર્યનું સૂચન છે ઘેર્ય શું છે ? તેને બતાવવા માટે સૂચનરૂપ આ થશે. લજ્જાનો વિષય થશે. વિષયમાં પ્રાગલભ્યનું ઉદાહરણ થશે શ્રેષ્ઠ વિષયો કોણે પ્રાપ્ત કર્યા છે તેનું ઉદાહરણ થશે. ધૃતિ, સ્મૃતિ, શ્રદ્ધા, વિવિદિષાદિ સુંદરીઓનો સદ્ભર્તા થશે=બુદ્ધિના આઠગુણોનું નિધાન થશે. અને બીજું અનેક ભવોથી અભ્યસ્ત એવું કુશલકર્મપણું હોવાને કારણે બાલકાળમાં પણ પ્રવર્તતો આ ભવ્યપુરુષ કેલિપ્રિય થશે નહીં. લોકોમાં વત્સલતાને બતાવશે લોકોમાં Page #58 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ ૪૧ કોઈને પીડાકારી વચનો, પીડાકારી કૃત્યો કરવાને બદલે લોકોને પ્રીતિ કરે તેવા વાત્સલ્યભાવને બતાવશે. ગુરુવિનયને આચરશે. ધર્મના અનુરાગને પ્રગટ કરશે. વિષયોમાં લોલુપતાને કરશે નહીં પૂર્વમાં કહ્યું એ પ્રમાણે વિષયમાં પ્રાગભ્યનું ઉદાહરણ હોવાથી શ્રેષ્ઠકોટિના વિષયો તેને પ્રાપ્ત થયેલા હોવા છતાં વિષયોમાં લોલુપતા કરશે નહીં. કામ, ક્રોધાદિ, અંતરંગ શત્રુરૂપ ષવર્ગને જીતનારો થશે સંસાર અવસ્થામાં પણ અનુચિત કામક્રોધાદિ કષાયોને જીતનારો થશે. તમારા ચિતોને આનંદ આપશે તે રાજપુત્રનું સ્વરૂપ જેઓ પૂછી રહ્યા છે તેવા શ્રાવકોને તે સદાગમ કહે છે કે તમારા ચિતોને તે આનંદિત કરશે.” ત્યારપછી તેને સાંભળીને=સદાગમનાં વચનોને સાંભળીને, સમય અને સહર્ષ કંઈક ભયથી યુક્ત અને કંઈક હર્ષથી યુક્ત, દિશાને જોનારા એવા તેઓ વડે કહેવાયું=સદાગમે શ્રાવકોને રાજકુમાર કેવો થશે તેનું વર્ણન કર્યું તેનાથી શ્રાવકોને બોધ થયો કે કર્મપરિણામરાજા અને કાલપરિણતિરાણી આ રીતે સંસારી જીવોને સર્વ વિડંબના કરે છે છતાં આવા ઉત્તમપુરુષને જન્મ આપે છે તેથી કર્મપરિણામરાજાની વિડંબના સાંભળીને કંઈક ભય પામેલા અને આવા ઉત્તમપુરુષનો જન્મ થયો છે તે સાંભળીને હર્ષ પામેલા તે શ્રાવકો પોતાના ભય અને હર્ષ અભિવ્યક્ત કરતા દિશાઓને જુએ છે અને કહે છે. શું કહે છે? તે બતાવે છે. અહો – ખેદની વાત છે કે, વિષમશીલપણાને કારણે કર્મપરિણામરાજા અને કાલપરિણતિરાણીનું વિલક્ષણ સ્વભાવપણું હોવાને કારણે, સમસ્ત જતના વિડંબનાના હેતુભૂત પણ કાલપરિણતિથી અને કર્મપરિણામથી આ એક સુંદર આચરણ કરાયું. જે કારણથી આ બંને દ્વારા=કાલપરિણતિ અને કર્મપરિણામ દ્વારા, આ સકલદેશવિખ્યાત મનુષ્યગતિરૂપ નગરીમાં આ ભવ્યપુરુષ સુમતિ ઉત્પન્ન કરાયો. આવા જતનથી=સુમતિના જતનથી આ બંને દ્વારા કર્મપરિણામરાજા અને કાલપરિણતિ દ્વારા, પોતાનાં સમસ્ત દુશ્ચરિત્રો ધોઈ નાંખ્યાં છે અને અપુત્રત્વનો અયશ દૂર કરાયો છે. ઉત્તમપુરુષો પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારા છે. તેથી સંસારવર્તી જીવોના અનેક પ્રકારની વિચિત્ર આચરણાઓ આદિને જોઈને કહે છે કે આ કર્મપરિણામરાજા અને કાલપરિણતિ આ જીવોને તે તે પ્રકારની કદર્થના કરે છે. આથી જ આ જીવોની તેવા પ્રકારનાં ક્લિષ્ટકર્મોને કારણે ખરાબ પ્રકૃતિઓ થઈ છે અને તે ક્લિષ્ટકર્મો વિપાકમાં આવે તેવી કાલપરિણતિ હોવાથી જ તેઓ આ પ્રકારની દુષ્ટચેષ્ટાઓ કરે છે. તેથી કર્મપરિણામરાજા અને કાલપરિણતિરાણી ઘણાં દુશ્ચરિત્રોવાળાં છે તેમ મહાત્માઓ કહે છે. અને કોઈ સુંદર પુત્રોને જન્મ આપનારા નથી. તેથી કર્મપરિણામરાજા નિર્બીજ છે અને કાલપરિણતિરાણી વંધ્યા છે, તેમ કહીને તેઓને અપુત્રત્વનો અપયશ મહાપુરુષો આપે છે. પરંતુ કોઈક ઉત્તમ જીવ સુંદર કર્મપરિણામવાળો જગતમાં જન્મે છે, ત્યારે તે મહાત્માના અનેક ગુણોની નિષ્પત્તિનું કારણ બને તેવા ક્ષયોપશમભાવવાળાં પ્રચુરક હોય છે અને તેઓની કાલપરિણતિ પણ સુંદર હોય છે. જેથી તે મહાત્મા ઉત્તમગુણોથી યુક્ત મનુષ્યગતિમાં જન્મ પ્રાપ્ત કરે છે. તેને કારણે કર્મપરિણામરાજાનાં અને કાલપરિણતિરાણીનાં અન્ય સર્વ દુશ્ચરિત્રો ઢંકાઈ જાય છે અને ઉત્તમપુરુષને જન્મ આપનારા હોવાથી મહાપુરુષો તે બંનેનાં ગુણગાન કરે છે. વળી ઉત્તમપુત્રને જન્મ આપેલો હોવાથી તેઓનો અપુત્રત્વનો અપયશ પણ દૂર થાય છે; કેમ કે Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ મહાપુરુષ કહે છે કે આ સંસારમાં જે જે ઉત્તમો પુરુષ થાય છે, તે સર્વનું પ્રબળકારણ તેઓનાં ઉત્તમકર્મો અને ઉત્તમ કાલપરિણતિ છે. सदागमस्य त्रिकालभावप्रतिपादनपटुता तदिदं समस्तमवहितचित्तया मयाऽऽकर्णितं, तत एव संजातो मे मनसि वितर्कः-कथं पुनरनपत्यतया प्रसिद्धयोर्देवीनृपयोः पुत्रोत्पत्तिः? को वैष पुरुषः सर्वज्ञ इव भविष्यत्कालभाविनी राजदारकवक्तव्यतां समस्तां कथयतीति? ततश्चिन्तितं मया प्रियसखीमेतद्वयमपि प्रश्नयिष्यामि, कुशला हि सा सर्ववृत्तान्तानां, तत्रापनीतो भवत्या प्रथमः सन्देहः, साम्प्रतं मे द्वितीयमपनयतु भवती, प्रज्ञाविशालयोक्तम्वयस्ये! कार्यद्वारेणाहमवगच्छामि, स एव मम परिचितः परमपुरुषः सदागमनामा तदाचक्षाणोऽवलोकितो भवत्या, यतः स एवातीतानागतवर्तमानकालभाविनो भावान् करतलगतामलकमिव प्रतिपादयितुं पटिष्ठो, नापरः, यतो विद्यन्तेऽस्यां मनुजगतौ नगर्यामन्येऽपि तादृशा अभिनिबोधावधिमनःपर्यायकेवलनामानश्चत्वारः परमपुरुषाः, केवलं न तेषां परप्रतिपादनशक्तिरस्ति। मूका हि ते चत्वारोऽपि स्वरूपेण, तेषामपि स्वरूपं सत्पुरुषचेष्टितमवलम्बमानः परगुणप्रकाशनव्यसनितया लोकसमक्षमेष एव सदागमो भगवानुत्कीर्तयति। સદાગમની ત્રણે કાળના ભાવોનું પ્રતિપાદન કરવાની પટુતા તે આઅગૃહતસંકેતા પ્રજ્ઞાવિશાલાને કહે છે કે માર્ગમાં આવતા કોઈક સુંદરપુરુષ લોકો આગળ પૂર્વમાં કહ્યું એ પ્રમાણે કથન કરતા મેં સાંભળ્યું છે તે આ, સમસ્ત એકચિતપણાથી મારા વડે સંભળાયું છે. તેથી જ તે પુરુષના વચનને સાંભળવાથી જ મારા મનમાં વિતર્ક થયો. અપુત્રપણાથી પ્રસિદ્ધ એવાં દેવી અને રાજાને વળી કેવી રીતે પુત્રની ઉત્પત્તિ થઈ? એ પ્રકારનો મને મનમાં વિતર્ક થયો છે. એમ અગૃહીતસંકેતા કહે છે. અથવા કોણ આ પુરુષ સર્વજ્ઞની જેમ ભવિષ્યકાલમાં થનારી સમસ્ત રાજપુત્રની વક્તવ્યતા કહે છે ? તેથી મારા વડે વિચારાયું-અગૃહીતસંકેતા કહે છે કે મારા વડે વિચારાયું, આ બંને પણ=વંધ્યા એવી રાણી અને નિર્ભુજ એવા રાજાને પુત્રની ઉત્પત્તિ અને ઉત્પન્ન થયેલા પુત્રની ભવિષ્યમાં થનારી વક્તવ્યતાનું કથન એ બંને પણ, પ્રિય સખીને હું પૂછીશ=પ્રજ્ઞાવિશાલાને હું પૂછીશ, જે કારણથી સર્વવૃત્તાંતોમાં તે કુશલ છે. તત્ર તે બંને પ્રશ્નોમાં, તારા વડે=પ્રજ્ઞાવિશાલા વડે, પ્રથમ સંદેહ દૂર કરાયો. હવે મારો બીજો પ્રશ્ન તમે અપનય કરો. પ્રજ્ઞાવિશાલા વડે કહેવાયું, તે સખી ! કાર્ય દ્વારા હું જાણું છું જે પ્રકારનો તેણે ઉપદેશ આપ્યો છે તે કાર્યો દ્વારા હું જાણું છું, તે જ મારો પરિચિત પરમપુરુષ સદાગમ નામનો તેને કહેનારો=રાજપુત્રના ભવિષ્યના કથનને કહેનારો, તારા વડે અવલોકન કરાયો છે, જે કારણથી તે જ તે સદાગમ જ, અતીત અનાગત, વર્તમાન કાલ ભાવિભાવોને હાથમાં રહેલા આમલકની જેમ પ્રતિપાદન કરવા માટે પટુબુદ્ધિવાળા છે, અન્ય નથી. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ જે કારણથી આ મનુષ્યનગરીમાં અન્ય પણ તેવા અભિનિબોધ, અવધિ, મન:પર્યાય, કેવલજ્ઞાન નામના ચાર પરમપુરુષો છે તેઓની પર પ્રતિપાદનની શક્તિ નથી. હિ જે કારણથી તે ચારે પણ સ્વરૂપથી મૂંગા છે. તેઓનું પણ સ્વરૂપ સત્પરુષના ચેષ્ટિતનું અવલંબન કરનાર પરગુણના પ્રકાશનના વ્યસનીપણાને કારણે લોક સમક્ષ આ સદારામ ભગવાન ઉત્કીર્તન કરે છે=અભિતિબોધિઆદિ ચાર સપુરુષોનું સ્વરૂપ આ સદાગમ પ્રકાશન કરે છે. राजदारकस्य सदागमात्यन्तवल्लभतायां हेतुः अगृहीतसङ्केतयोक्तम्-वयस्ये! किं पुनः कारणमेष राजदारकोऽस्य सदागमस्यात्यन्तवल्लभः? किं चैतज्जन्मनाऽऽत्मानमयं सफलमवगच्छति? इति श्रोतुमिच्छमि। प्रज्ञाविशालयोक्तम्-एष हि महापुरुषतया सततं परोपकारकरणपरायणः समस्तजन्तुभ्यो हितमाचरत्येव, केवलमेते पापिष्ठाः प्राणिनो नास्य वचने वर्त्तन्ते, ते हि न लक्षयन्ति वराका यदस्य भगवतो माहात्म्यं ततस्तेभ्यो हितमुपदिशन्तमप्येनं सदागमं केचिद् दूषयन्ति, केचिदपकर्णयन्ति, केचिदुपहसन्ति, केचिदुपदिष्टाकरणशक्तिमात्मनो दीपयन्ति, केचित्तद्वचनाद् दूरत एव त्रस्यन्ति, केचित्तं प्रतारकधिया शङ्कन्ते, केचित्तद्वचनमादित एव नावबुध्यन्ते, केचित्तद्वचनं श्रुतमपि न रोचयन्ति, केचित्तद्रोचितमपि नानुतिष्ठन्ति, केचिदनुष्ठातुमधिकृतमपि पुनः शिथिलयन्ति। ततश्चैवं स्थिते नास्य सम्यक् संपद्यते परोपकारकरणलक्षणा समीहितसिद्धिः। ततोऽयमनया सततं प्राणिनामपात्रतया गाढमुद्वेजितः। भवत्येव हि गुरूणामपि निष्फलतया कुपात्रगोचरो महाप्रयासः चित्तखेदहेतुः। अयं तु राजदारको भव्यपुरुष इति पात्रभूतोऽस्य प्रतिभासते। भव्यपुरुषः सन्नपि यदि दुर्मतिः स्यात् ततो न पात्रतां लभेत। अयं तु राजदारको यतः सुमतिरतः पात्रभूत एवेतिकृत्वाऽमुष्य सदागमस्यात्यन्तवल्लभः। રાજપુત્રની સદાગમને અત્યંત વલ્લભતામાં હેતુ અગૃહતસંકેતા વડે કહેવાયું, હે સખી ! આ સદાગમને આ રાજપુત્ર અત્યંત વલ્લભ છે એનું શું કારણ છે ? વળી આના જન્મ વડે રાજપુત્રના જન્મ વડે, પોતાને આ સફલ જાણે છે=સદાગમ પોતાને સફલ જાણે છે. એ હું સાંભળવા ઇચ્છું છું. પ્રજ્ઞાવિશાલા વડે કહેવાયું. મહાપુરુષપણાને કારણે સતત પરોપકારપરાયણ આ=સદાગમ, સમસ્ત જીવોના હિતનું આચરણ જ કરે છે. કેવલ આ પાપિષ્ઠ પ્રાણીઓ આના વચનમાં વર્તતા નથી. જે કારણથી તે રાંકડાઓ જે આનું માહાભ્ય છે, તેને જાણતા નથી. તેથી તેઓ માટે તે જીવો માટે, હિતનો ઉપદેશ આપતા પણ આ સદાગમને કેટલાક દૂષિત કરે છે=કેટલાક જીવો સદાગમ જે કંઈ કહે છે તે અસંબદ્ધ છે, પ્રમાણભૂત નથી, તેમ કહીને તેમના વચનને દૂષિત કરે છે. કેટલાક સદાગમની અવગણના કરે છેકેટલાક જીવો સદાગમતા વચનના પરમાર્થને જાણવા માટે કોઈ પ્રકારે ઉત્સાહિત થતા નથી, પરંતુ સ્વમતિ અનુસાર ધર્મ કરવા Page #61 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ ૪૪ પ્રવર્તે છે. કેટલાક ઉપહાસ કરે છે=ભગવાનનું વચન મતિદુર્બલતાને કારણે તેના પરમાર્થને જાણી શકે નહીં ત્યારે આ ભગવાનનું વચન અસંબદ્ધ છે તેમ કહીને ઉપહાસ કરે છે. કેટલાક આત્માની ઉપદિષ્ટ અકરણશક્તિને પ્રગટ કરે છે=ભગવાને જે પ્રકારે કહ્યું છે તે પ્રકારે કરવાની પોતાની શક્તિ નથી તેમ કહીને નિઃસત્ત્વ બને છે. વસ્તુતઃ ભગવાને જે જીવોની જે પ્રકારની શક્તિ છે તે શક્તિને અનુરૂપ ઉચિત મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરવાની અનુજ્ઞા આપેલ છે. તેથી જેઓને ભગવાનના વચનાનુસા૨ ક૨વાનો અભિલાષ થાય તે જીવ અવશ્ય પોતાની ભૂમિકાનુસાર ઉપદિષ્ટ કૃત્ય કરી શકે, છતાં મૂઢતાને કારણે પોતાની શક્તિ નથી તેમ વિચારીને ભગવાનના વચન પ્રત્યે અનાદરવાળા થાય છે. કેટલાક વચન દ્વારા દૂરથી જ ત્રાસ પામે છે=ભગવાનનું વચન ભોગાદિનો ત્યાગ કરાવનાર હોવાથી કેવલ ક્લેશકારી છે તેમ માનીને તેનાથી દૂર જ ભાગે છે. વસ્તુતઃ ભગવાનનું વચન લેશ પણ ફ્લેશકારી નથી. સેવનારને તત્કાલ સુખ દેનાર છે. અને સુખની પરંપરાની વૃદ્ધિ દ્વારા અનેક ભવો સુધી અધિક અધિક સુખ પ્રાપ્ત કરાવનાર છે. છતાં મૂઢતાને કારણે તે વચનથી તેઓ ત્રાસ પામે છે. કેટલાક તેને=સદાગમને, પ્રતારકબુદ્ધિથી શંકા કરે છે=લોકોને ભોગોથી વંચિત કરીને ઠગનાર ભગવાનનું આ વચન છે તેમ માને છે. કેટલાક તેમના વચનને=ભગવાનના વચનને, આદિથી જ જાણતા નથી=માત્ર ધર્મ કરે છે પરંતુ ભગવાનના વચનના તાત્પર્યતા લેશને પણ જાણતા નથી, કેટલાકને તેમનું વચન સંભળાયેલું પણ રુચતું નથી=ભગવાનનું સર્વ વચન ઉચિત પ્રવૃત્તિ કરીને મોહનાશને અનુકૂળ ઉપદેશ આપે છે તે સ્વરૂપે ભગવાનનું વચન તેઓને રુચતું નથી, કેટલાકને ભગવાનનું વચન રુચિત પણ=રુચિનો વિષય થયેલો હોવા છતાં પણ, તેનું સેવન કરતા નથી=સ્વભૂમિકાનુસાર કોઈ ઉચિત પ્રવૃત્તિ કરતા નથી, કેટલાક અનુષ્ઠાન કરવા માટે અધિકૃત પણ થયેલ=સેવવા માટે સ્વીકારાયેલા પણ, અનુષ્ઠાનને ફરી શિથિલ કરે છે. તેથી=આ પ્રકારના અનેક જીવો છે તેથી, આ પ્રમાણે સ્થિત હોતે છતે=ભગવાનના વચન અનુસાર દૃઢ યત્ન કરનારા જીવોનું બહુલતાએ અભાવ છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, આને=સદાગમને, પરોપકાર કરણરૂપ સમીહિતની સિદ્ધિ સમ્યક્ પ્રાપ્ત થતી નથી. તેથી=સદાગમ નામના મહાપુરુષ યોગ્ય જીવોને ઉચિત ઉપકાર કરી શકતા નથી તેથી, આ=સદાગમ, પ્રાણીઓની અપાત્રતાને કારણે સતત ગાઢ ઉદ્વિગ્ન રહે છે. હિ=જે કારણથી ગુરુઓને પણ નિષ્ફલપણાથી કુપાત્રતા વિષયવાળો મહાપ્રયાસ ચિત્તના ખેદનો હેતુ થાય છે. વળી, આ રાજપુત્ર ભવ્યપુરુષ છે એથી આમને-સદાગમને, પાત્રભૂત ભાસે છે. ભવ્યપુરુષ છતો પણ જો દુર્મતિ થાય તો પાત્રતાને પામે નહીં. પરંતુ આ રાજપુત્ર જે કારણથી સુમતિ છે. આથી પાત્રભૂત જ છે. એથી કરીને આ સદાગમને અત્યંત વલ્લભ છે. એ પ્રમાણે અગૃહીતસંકેતાને પ્રજ્ઞાવિશાલા કહે છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ ૪૫ અગૃહતસંકેતાએ કહેલ કે સદાગમને આ રાજપુત્ર અત્યંત વલ્લભ કેમ છે ? તેનો ઉત્તર આપતાં પ્રજ્ઞવિશાલાએ કહ્યું કે વર્તમાનમાં મોટાભાગના જીવો જે ધર્મ કરે છે, તેમાંથી ભવ્યપુરુષો બહુઅલ્પ છે અને કેટલાક ભવ્યપુરુષો સદાગમના વચન અનુસાર કરે છે. તોપણ તેવી સુમતિવાળા નથી તેથી કંઈક ધર્મની પ્રવૃત્તિ કરવા છતાં જિનવચનાનુસાર દઢ યત્ન કરીને સંસારનો ઉચ્છેદ થાય તે પ્રકારે અખ્ખલિત પ્રવૃત્તિ કરે તેવી સુંદરમતિવાળા જીવો અપ્રાપ્ત હોય છે. અને આ રાજપુત્ર તેવી સુંદરમતિવાળો છે માટે સદાગમને અત્યંત વલ્લભ છે. भव्यपुरुषजन्मना सदागमस्य स्वात्मसाफल्यावगमः अन्यच्च-अयं सदागमो मन्यते-'यतोऽस्य दारकस्यैवंरूपतया जनकत्वादेव सुन्दरतरः कर्मपरिणामः, जननीत्वादेव चानुकूला कालपरिणतिः ततोऽयं विमुक्तबालभावः सुन्दरतया निजस्वभावस्य, प्रत्त्यासन्नतया कल्याणपारम्पर्यस्य, प्रमोदहेतुतयैवंविधपुरुषाणां मदर्शनमस्यामुपलभ्य नियमेनास्य भविष्यति मनस्येवंविधो वितर्कः-यथा सुन्दरेयं मनुजगतिनगरी, यस्यामेष सदागमः परमपुरुषः प्रतिवसति, ममाप्यस्ति प्रायेण योग्यता काचित्तथाविधा, ययाऽनेन सह मीलकः संपन्नः, ततोऽमुं परमपुरुषं विनयेनाऽऽराध्यास्य सम्बन्धि ज्ञानमभ्यस्यामि, ततोऽनुकूलत्वाज्जननीजनकयोस्ताभ्यां समर्पितो भविष्यति ममैष शिष्यः, ततोऽहमस्य संक्रामितनिजज्ञानः कृतकृत्यो भविष्यामि' इति बुद्ध्याऽयं सदागमोऽस्य सुमते व्यपुरुषस्य जन्मना सफलमात्मानमवगच्छतीति। अत एव संजात-परितोषतया जनसमक्षं राजदारकगुणानेष वर्णयति। ભવ્યપુરુષના જન્મથી સદાગમને સ્વ આત્માની સફળતાનો અવગમ વળી, પ્રજ્ઞાવિશાલા અગૃહીતસંકેતાને કહે છે કે અને અન્ય આ સદાગમ માને છે. જે કારણથી આ પુત્રનું આવા સ્વરૂપપણાથી જનકપણું હોવાને કારણે સુંદરતર કર્મપરિણામ છે=અત્યંત સુંદરમતિવાળો આ પુત્ર થયો છે એવા સુંદર પરિણામરૂપે કર્મપરિણામરાજા તેનો જનક હોવાને કારણે તે જીવતા ક્ષયોપશમભાવવાળા સુંદરતર કર્મપરિણામો છે, અને માતાપણું હોવાથી જ અનુકૂળ કાલપરિણતિ છે આવા ગુણયુક્ત પુત્રની માતા કાલપરિણતિ થયેલી છે. તેથીeતે જીવતી કાલપરિણતિ પણ તે જીવતા હિતને અનુકૂળ વર્તે છે તેથી, આ=આ રાજપુત્ર, વિમુક્ત બાલભાવવાળો પોતાના ભાવનું સુંદરપણું હોવાથી, કલ્યાણના પારંપર્યનું પ્રત્યાસક્ષપણું હોવાના કારણે, આવા પ્રકારના પુરુષોનું પ્રમોદહેતુપણું હોવાથી, આ નગરીમાં મારા દર્શનને પામીને આવા=આ રાજપુત્રના, મનમાં નિયમથી આવા પ્રકારનો વિતર્ક થશે. કેવો વિતર્ક થશે ? તે “કથા'થી બતાવે છે. સુંદર આ મનુષ્યનગરી છે. જેમાં આ સદારામ પરમપુરુષ વસે છે. મારી પણ કોઈક તેવા પ્રકારની યોગ્યતા છે જેના કારણે જે યોગ્યતાના કારણે, આની સાથે મેળાપ થયો. તેથી આ પરમ પુરુષનેત્રસદાગમરૂપ પરમપુરુષને, વિનયથી Page #63 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ આરાધના કરીને=અત્યંત દેઢ પ્રણિધાનપૂર્વક અને ઉચિત વિનયપૂર્વક આરાધના કરીતે, આમના સંબંધી હું જ્ઞાનનો અભ્યાસ કરું, તેથી=આવા પ્રકારના ઉત્તમપરિણામ તે રાજપુત્રને થશે તેથી, જનની-જનકનું અનુકૂલપણું હોવાથી=તે રાજપુત્રના કર્મપરિણામરાજા અને કાલપરિણતિનું અનુકૂલપણું હોવાથી, તેઓ દ્વારા આ શિષ્ય મને સમર્પિત થશે. તેથી આને=આ પુત્રને, સંક્રામિત નિજજ્ઞાનવાળો હું કૃતકૃત્ય થઈશ. એ બુદ્ધિથી આ સદાગમ આ સુમતિ ભવ્યપુરુષના જન્મથી પોતાને સફલ માને છે. આથી જ, સંજાતપરિતોષપણાને કારણે=ઉત્તમપુત્રના જન્મથી પ્રાપ્ત થયેલા સંતોષપણાને કારણે, આ=સદાગમ, લોકો સમક્ષ રાજદારકના ગુણોનું વર્ણન કરે છે. ૪૬ અગૃહીતસંકેતાને પ્રક્ષાવિશાલાએ આ રાજપુત્ર સદાગમને અત્યંત વલ્લભ કેમ છે તેમ પૂર્વમાં બતાવ્યું. વળી, તે જ કથનને અત્યંત દઢ કરવા અર્થે પ્રજ્ઞાવિશાલા અગૃહીતસંકેતાને કહે છે કે આ સદાગમ માને છે. શું માને છે. તે બતાવતાં કહે છે, આ રાજપુત્રના મોક્ષમાર્ગને અનુકૂળ અનેક પ્રકારના ક્ષયોપશમભાવાદિ પરિણામવાળાં કર્મો વિદ્યમાન છે. અને જીવનો અત્યંત હિત કરે તેવી તે જીવની ઉત્તમ કાલપરિણતિ છે. તેથી, આ રાજપુત્ર જ્યારે બાલભાવનો થશે ત્યારે કેવો શ્રેષ્ઠ થશે તે બતાવતાં કહે છે, તે જીવનો માર્ગાનુસારી ક્ષયોપશમ હોવાને કા૨ણે સ્વભાવ સુંદર થશે. વળી, તે જીવની ક્ષયોપશમભાવની ગુણોની પરિણતિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તેવી કલ્યાણની પરંપરા પણ અત્યંત આસન્ન હશે. તેથી, જેઓ ઉત્તમપુરુષો છે તેઓને આ રાજપુત્ર પ્રમોદનો હેતુ થશે. વળી, સદાગમને જોઈને તે રાજપુત્રને મનમાં સુંદર વિકલ્પો થશે. એમ સદાગમ માને છે. એ પ્રમાણે પ્રજ્ઞાવિશાલા અગૃહીતસંકેતાને કહે છે. બાલભાવને છોડીને કુમાર અવસ્થાને પામેલો આ રાજપુત્ર સદાગમને પામીને કેવા વિકલ્પો કરશે તે બતાવતાં કહે છે. સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવાની દૃષ્ટિ હોવાથી તે રાજપુત્રને વિચાર આવશે કે મનુષ્યનગરી સુંદર છે કે જેમાં ભગવાનના શાસનનાં ૨હસ્યોને જાણનારા આ પરમપુરુષ વસે છે. આ પ્રકા૨નો માર્ગાનુસા૨ી સૂક્ષ્મબોધ તે જીવને થશે, તેથી નક્કી થાય છે કે સામાન્ય જીવો ભોગસામગ્રીથી યુક્ત મનુષ્યનગરીને જોઈને તેનાથી આ સુંદર છે તેમ વિચારે છે જ્યારે આ રાજપુત્રની માર્ગાનુસારી પ્રજ્ઞા હોવાને કારણે સૂક્ષ્મતત્ત્વના વેદી પુરુષોને જોઈને જ મનુષ્યનગરીને શ્રેષ્ઠરૂપે જુએ છે. પરંતુ પોતાના રાજકુળને કે બાહ્યવૈભવને જોઈને આ મનુષ્યનગરીને શ્રેષ્ઠરૂપે જોતા નથી. વળી, તે રાજપુત્ર વિચારશે કે મને પણ ભગવાનના શાસનનાં રહસ્યોને જાણનારા પુરુષને જોઈને તેમના પ્રત્યે બહુમાન થાય છે. તેથી નક્કી થાય છે કે મારામાં કોઈક યોગ્યતા છે જેથી આ સદાગમરૂપ પરમપુરુષને હું પરમપુરુષ રૂપે જાણી શકું છું. આ પ્રમાણે તે રાજપુત્ર વિચારીને તે સદાગમ પાસેથી ઉચિત વિનયકપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરવાના મનોરથો ક૨શે. વળી, તે જીવનો તેવા જ પ્રકારનો નિર્મળ ક્ષયોપશમ હોવાથી અને તે જીવની તેવી જ નિર્મળકાલપરિણતિ હોવાને કા૨ણે, તે રાજપુત્ર સદાગમનો શિષ્યભાવ સ્વીકારશે. વળી, તે રાજપુત્ર બુદ્ધિ આદિ આઠગુણોથી અત્યંત સંપન્ન હોવાને કારણે સદાગમ પણ પોતાનું સર્વજ્ઞાન તેમાં સંક્રામિત કરશે. આ સર્વે સદાગમ પોતાના વિશિષ્ટજ્ઞાનના બળથી જાણે છે તેથી તે સુમતિના જન્મથી પોતાનો જન્મ સફળ માને છે. અને આથી જ પ્રસંગે પ્રસંગે પર્ષદા સામે તે મહાત્મા તે રાજપુત્રના ગુણોનું વર્ણન કરે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ सदागमस्य माहात्म्यम् अगृहीतसङ्केतयोक्तम्-प्रियसखि! किं पुनरस्य भगवतः सदागमस्य माहात्म्यम् ? यदेते पापिष्ठसत्त्वा नावबुध्यन्ते, अनवबुध्यमानाश्च नास्य वचने वर्त्तन्ते इति। प्रज्ञाविशालयोक्तम्-वयस्य! समाकर्णय, य एव सर्वत्रानिवारितशक्तिप्रसरः कर्मपरिणामो महाराजो यथेष्टचेष्टया संसारनाटकमावर्त्तयमानः सततमीश्वरान् दरिद्रयति, सुभगान् दुर्भगयति, सुरूपान् कुरूपयति, पण्डितान्मूर्खयति, शूरान् क्लीबयति, मानिनो दीनयति, तिरश्चो नारकायति, नारकान्मनुष्ययति, मनुष्यान्देवयति, देवान् पशुभावमानयति, नरेन्द्रमपि कीटयति, चक्रवर्त्तिनमपि द्रमकयति, दरिद्रान्वेश्वरादिभावान् प्रापयति, किम्बहुना? यथेष्टं भावपरावर्त्तनं विदधानो न क्वचित्प्रतिहन्यते। अयमप्यस्य भगवतः सदागमस्य संबन्धिनोऽभिधानादपि बिभेति, गन्धादपि पलायते, तथाहि-तावदेष कर्मपरिणाम एतान्समस्तलोकान्संसारनाटकविडम्बनया विडम्बयति यावदयं सदागमो भगवान हुंकारयति, यदि पुनरेष हुङ्कारयेत्ततो भयातिरेकस्रस्तसमस्तगात्रो महासमरसंघट्टे कातरनर इव प्राणान् स्वयमेव समस्तानपि मुञ्चेत्, मोचिताश्चानेनामुष्मादनन्ताः प्राणिनः। अगृहीतसङ्केतयोक्तम्-ते किमिति न दृश्यन्ते? प्रज्ञाविशालाऽऽह-अस्ति कर्मपरिणाममहाराजभुक्तेरतिक्रान्ता निर्वृतिर्नाम महानगरी, ततस्ते सदागमहु ङ्कारेण कर्मपरिणाममप्रभवन्तमात्मन्युपलभ्य मोचिता वयं सदागमेनेति मत्वा कर्मपरिणामशिरसि पाददानद्वारेणोड्डीय तस्यां गच्छन्ति, गताश्च तस्यां सकलकालं समस्तोपद्रवत्रासरहिताः परमसुखिनस्तिष्ठन्ति, तेन कारणेन ते नेह दृश्यन्ते। સદાગમનું માહાભ્ય અગૃહીતસંકેતા વડે કહેવાયું, હે પ્રિય સખી ! વળી, આ ભગવાન એવા સદાગમનું માહાભ્ય શું છે ? જે કારણથી આ પાપિષ્ટ જીવો તેને જાણતા નથી. અને નહીં જાણતા એવા તે પાપિષ્ટ જીવો આના વચનને અનુસરતા નથી=પૂર્વમાં પ્રજ્ઞાવિશાલાએ કહેલું કે આ સદાગમ બધા જીવોનું હિત કરનારા છે છતાં પાપિષ્ઠ જીવો તેઓના માહાભ્યને જાણતા નથી અને તેમને દૂષિત કરે છે. તે સર્વતા શ્રવણથી અગૃહીતસંકેતાને જિજ્ઞાસા થાય છે કે સદાગમનું એવું શું માહાભ્ય છે કે જેથી પાધિષ્ઠ જીવો સદાગમને સમજી શકતા નથી. અને તેના વચનને અનુસરતા નથી, તેના સમાધાન રૂપે પ્રજ્ઞાવિશાલા વડે કહેવાયું, હે સખી ! તું સાંભળ. જે આ સર્વત્ર અનિવારિત શક્તિના પ્રસરવાળો કર્મપરિણામ મહારાજા યથેષ્ટચેષ્ટાથી સંસારનાટકનું આવર્તન કરતો સતત ધનવાનને દરિદ્ર કરે છે, સુભગોને દુર્ભગ કરે છે, સુરૂપવાળાને કુરૂપ કરે છે, પંડિતોને મૂર્ણ કરે છે, શૂરોને નપુસંક કરે છે, અભિમાનીઓને દીત કરે છે, તિર્યંચોને તારક કરે છે, તારકીઓને મનુષ્ય કરે છે, મનુષ્યોને દેવ કરે છે, દેવોને પશુભાવ પ્રાપ્ત કરાવે છે, નરેન્દ્રને પણ કીડો બનાવે છે, ચક્રવર્તીને પણ ભિખારી બનાવે છે, Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ દરિદ્રોને ઈશ્વરાદિ ભાવો પ્રાપ્ત કરાવે છે. વધારે શું કહેવું ? પોતાને જે પ્રમાણે ઈષ્ટ છે તે પ્રમાણે ભાવને પરાવર્તન કરતો=જે પ્રકારના જીવોએ જે પ્રકારનાં કર્મો બાંધ્યાં છે. તે પ્રકારના ભાવો કરવા કર્મપરિણામને ઈષ્ટ છે તે પ્રકારે તે તે જીવોના ભાવોનું પરાવર્તન કરતો કોઈનાથી હણાતો નથી. આ પણ મહાશક્તિવાળો એવો કર્મપરિણામ રાજા પણ, આ ભગવાન સદાગમના સંબંધી નામથી પણ ભય પામે છે. ગંધથી પણ પલાયન પામે છે અનાદિથી જીવે પ્રચુર કર્મોનો સંચય કર્યો છે. છતાં જે જીવોના ચિતમાં ભગવાનના વચનરૂપ સદાગમ પ્રત્યે ઓઘથી પણ બહુમાન થાય છે, તેનાથી કર્મપરિણામરાજા ભય પામે છે. હવે આ મહાત્મા સદાગમનું અવલંબન લઈને મારો નાશ કરશે એ પ્રકારે કર્મપરિણામરાજા ભયભીત થાય છે. અને જે જીવોના ચિત્તમાં ભગવાનનું વચન યથાર્થ સ્વરૂપે જેટલું જેટલું પરિણમન પામે છે, તેના ગંધથી કર્મો સતત ક્ષીણ, ક્ષીણતર થાય છે. તેથી સદાગમની ગંધથી પણ કર્મપરિણામરાજા પલાયન થાય છે. તે આ પ્રમાણે – ત્યાં સુધી આ કર્મપરિણામ આ સમસ્ત લોકોને સંસારના નાટકની વિડંબનાથી વિલંબિત કરે છે, જ્યાં સુધી આ સદાગમ ભગવાન હુંકારો કરતા નથી=જે જીવોમાં ઓઘથી પણ જિતવચનના તાત્પર્યને સ્પર્શે તેવો શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ પ્રકટે છે, તે રૂપ સદાગમનો હુંકારો થવાથી કર્મપરિણામરાજા તે જીવને બહુ વિડંબના કરી શકતો નથી. અને જો વળી આ સદાગમ, હુંકારો કરે જે જીવોમાં શ્રુતજ્ઞાનનો અલ્પ અંશ પણ જિતવચનાનુસાર સ્કુરાયમાન થાય એ રૂપ સદાગમ હુંકારો કરે, તો ભયતા અતિરેકથી ત્રાસ પામેલા સમસ્ત દેહવાળો કર્મપરિણામરાજા મહાસમરના સંઘટ્ટમાં મોટા યુદ્ધના સમૂહમાં, કાયરપુરુષની જેમ સ્વયં જ સમસ્ત પ્રાણોને પણ મૂકે છે=જે જીવોના હૈયામાં જિનવચત સતત સ્કુરાયમાન થાય છે, તેઓ સતત ચિત્તવૃત્તિમાં સદાગમથી વાસિત અંતઃકરણવાળા બને છે. જેથી ઉલ્લસિત વીર્યવાળા બને ત્યારે ક્ષપકશ્રેણી પર આરોહણ કરે છે. તે વખતે કર્મપરિણામરાજા પોતાના પ્રાણતુલ્ય ઘાતકર્મોનો નાશ થવાથી મૃતપ્રાયઃ બને છે. અને આના દ્વારાસદાગમ દ્વારા, અનંતા પ્રાણીઓ આનાથી-કર્મપરિણામરાજાથી, મુકાયા. અગૃહીતસંકેતા વડે કહેવાયું તેઓ સદાગમ દ્વારા મુક્ત કરાયેલા પ્રાણીઓ, કેમ દેખાતા નથી ? પ્રજ્ઞાવિશાલા કહે છે – કર્મપરિણામરાજાના રાજ્યથી અતિક્રાંત નિવૃત્તિ નામની મહાનગરી છે. તેથી સદાગમતા હુંકારાથી પોતાનામાં અપ્રભાવ પામતા કર્મપરિણામને પ્રાપ્ત કરીને અમે સદાગમથી મુકાયેલા છીએ એ પ્રમાણે માનીને તેઓ તે જીવો, કર્મપરિણામના મસ્તક ઉપર પાદરા વિક્ષેપ દ્વારા ઊડીને તે નગરીમાં જાય છે=જે જીવોમાં સદાગમ સતત સત્રઅર્થના પરાવર્તન દ્વારા હુંકારાઓ કરે છે તેથી, તે સત્ર-અર્થના પરાવર્તનથી ભાવિત થયેલો તેમનો આત્મા હોવાને કારણે તેમનામાં વર્તતાં કર્મો પોતાનો પ્રભાવ બતાવવા માટે અસમર્થ થાય છે. અને જ્યારે તેઓ કેવલજ્ઞાન પામે છે ત્યારે ઘાતિકરૂપ કર્મનો પરિણામ લાશ પામે છે. તેથી તે મહાત્માઓ જાણે છે કે ભગવાનના વચનરૂપ સદાગમથી અમે કર્મોના સંકજામાંથી મુકાવાયા છીએ, તેથી જીવનના અંતકાળમાં યોગનિરોધ કરીને કર્મપરિણામરાજાના મસ્તક ઉપર પગ મૂકે છે. અને કર્મથી મુક્ત થયેલા ઊડીને તેઓ નિવૃતિ નામની મહાનગરીમાં જાય છે. અને તેમાં Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ ગયેલા નિવૃત્તિ નામની નગરીમાં ગયેલા, સકલકાલ સમસ્ત ઉપદ્રવના ત્રાસથી રહિત, પરમસુખી રહે છે. તે કારણથી તેઓ સદાગમ દ્વારા મુકાવાયેલા જીવો, અહીં દેખાતા નથી. सदागमवचनाराधनविराधनफलनिर्देशः अगृहीतसङ्केतयोक्तम्-यद्येवं किमित्येष सर्वलोकान्न मोचयति? कदर्थिता ह्येते वराकाः सर्वेऽप्यनेनातिविषमशीलतया कर्मपरिणाममहाराजेन, तन्न युक्तमस्य महापुरुषशेखरस्य सत्यामेवंविधशक्ती तत्कदर्थनस्योपेक्षणमिति। प्रज्ञाविशालाऽऽह-सत्यमेतत्, केवलं प्रकृतिरियमस्य भगवतः सदागमस्य यया वचनविपरीतकारिषु कुपात्रेष्ववधीरणां विधत्ते, ततस्तेनावधीरिताः सन्तो नाथरहिता इति मत्वा गाढतरं कर्मपरिणामराजेन कदर्थ्यन्ते। ये तु पात्रभूततयाऽस्य निर्देशकारिणो भवन्ति तानेव स्वां प्रकृतिमनुवर्त्तमानः कर्मपरिणामकदर्थनायाः सर्वथाऽयं मोचयतीति। येऽपि लोका भगवतोऽस्य सदागमस्योपरि भक्तिमन्तोऽप्यस्य सम्बन्धि वचनं तथाविधशक्तिविकलतया संपूर्णमनुष्ठातुं न शक्नुवन्ति, किं तर्हि ? तन्मध्याद् बहुतम, बहुतरं, बहुस्तोकं स्तोकतरं, स्तोकतमं वा कुर्वन्ति, भक्तिमात्रकं वाऽस्योपरि विदधति, नाममात्रं वाऽस्य गृह्णन्ति। यदि वा येऽस्य भगवतः सम्बन्धिनि वचने वर्त्तन्ते महात्मानस्तेषामुपरि 'धन्याः कृतार्थाः पुण्यभाजः सुलब्धजन्मान एते' इत्यादि वचनलिङ्गगम्यं पक्षपातं कुर्वन्ति। यद्वाऽस्य भगवतोऽभिधानमात्रमप्यजानानाः प्रकृत्यैव ये भद्रका भवन्ति ततश्च मार्गानुसारिसदन्धन्यायेनानाभोगतोऽप्यस्य वचनानुसारेण वर्तन्ते तानप्येवंविधाननल्पविकल्पान् लोकानेष कर्मपरिणामो महानरेन्द्रो यद्यपि संसारनाटके कियन्तमपि कालं नाटयति, तथाऽपि सदागमस्याभिप्रेता एत इति मत्वा नाधमपात्रभावं नारकतिर्यक्कुमानुषकदमररूपं तेषां विधत्ते। किं तर्हि ? केषाञ्चिदनुत्तरसुररूपं दर्शयति, केषाञ्चिद् ग्रैवेयकामराकारं प्रकटयति, केषाञ्चिदुपरितनकल्पोपपन्न देवरूपतां जनयति, केषाञ्चिदधस्तनकल्पोपपन्नमहर्द्धिलेखकरणिं कारयति, केषाञ्चिद् भुवि सुरूपतां लक्षयति, केषाञ्चिच्चक्रवर्तिमहामण्डलिकादिप्रधानपुरुषभावं भावयति, सर्वथा प्रधानपात्ररूपतां विहाय न कदाचिद्रूपान्तरेण तानर्त्तयति। तत्पर्याप्तमेतावताऽस्य भगवतः सदागमस्य माहात्म्येन, यदेवंविधसामर्थ्ययुक्तोऽप्येष कर्मपरिणामो महानृपतिरेतद्भयाक्रान्तहृदयः खल्वेवं वर्त्तते સદાગમના વચનની આરાધના વિરાધનાના ફળનો નિર્દેશ અગૃહીતસંકેતા વડે કહેવાયું જો આ પ્રમાણે છે સદાગમ દ્વારા તે જીવો મુક્ત કરાયા એ પ્રમાણે छे, तो ज्या साथी सासाराम, बघा लोडीने भुत शक्ती नथी ? CSठे रथी, मतिविषमશીલપણાને કારણે આ કર્મપરિણામરાજા વડે સર્વ આ વરાકો કદર્થિત કરાયા છે=સંસારવર્તી સર્વજીવો કદર્થિત કરાયા છે. તે કારણથી મહાપુરુષમાં શેખર એવા આd=સદાગમને, આવા પ્રકારની શક્તિ હોતે છતે તેની કદર્થનાનું કર્મની કદર્થનાનું, ઉપેક્ષણ યુક્ત નથી. પ્રજ્ઞાવિશાલા કહે છે – આ સત્ય Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ છે=આગૃહીતસંકેતા કહે છે તે સત્ય છે, કેવલ આ ભગવાન સદાગમની આ પ્રકૃતિ છે જેના કારણે=જે પ્રકૃતિના કારણે, વચન વિપરીતકારી એવાં કુપાત્રોમાં અવગણના કરે છે. સદાગમરૂપ શ્રુતજ્ઞાનનો તેવો સ્વભાવ છે કે જે જીવોને શ્રુતજ્ઞાન સમ્યપરિણમન પામે તે જીવોનું તે શ્રુતજ્ઞાન કર્મનો નાશ કરવાનું કારણ બને છે. પરંતુ જે જીવો ભગવાનના શ્રુતનું અવલંબન લઈને પણ ભગવાનના વચનથી વિપરીત સ્વમતિઅનુસાર ધર્મ કરનારા છે કે સંસારની પ્રવૃત્તિઓ કરનારા છે તેવાં કુપાત્રોને સદાગમ કર્મથી મુક્ત કરતું નથી. પરંતુ તેમનું શ્રુતજ્ઞાન પણ મોહથી આક્રાંત હોવાને કારણે મોહની વૃદ્ધિનું જ કારણ બને છે. તેથી=સદાગમનો તેવો સ્વભાવ છે તેથી, તેનાથી અવગણના પામેલા છતાં જીવો બાથરહિત છે એ પ્રમાણે માનીને, કર્મપરિણામરાજાથી ગાઢતર કદર્થના કરાય છે જેઓ ભગવાનના વચનનું કંઈક અવલંબન લઈને સાધુપણું કે શ્રાવકપણું સ્વીકારે છે છતાં ભગવાનના વચન પ્રત્યે અનાદરવાળા થઈને સ્વમતિઅનુસાર ચાલનારા થાય છે તે જીવોની સદાગમ અવગણના કરે છે તેથી સદાગમરૂપ તાથ વગરના આ જીવો છે. તેથી તે જીવોનાં કર્મો તે જીવોને દુર્ગતિઓની પરંપરા આપીને ગાઢતાર કદર્થના કરે છે. વળી, પાત્રભૂતપણાને કારણે જેઓ આના=સદાગમતા, નિર્દેશને કરતારા થાય છે. પોતાની પ્રકૃતિને અનુસરનાર એવા તેઓને આ=સદાગમ, કર્મપરિણામની કદર્થતાથી સર્વથા મુકાવે છે જે જીવોમાં માર્ગાનુસારી બુદ્ધિ થઈ છે, તેઓ પોતાની વક્રતાનો ત્યાગ કરીને જિતવચનના રહસ્યને જાણવાને અભિમુખ પરિણામવાળા થાય છે તેવા પાત્રભૂત જીવો હંમેશાં સદાગરૂપ ભગવાનનું વચન કઈ રીતે વીતરાગ થવાનો ઉપાય બતાવે છે તેના પરમાર્થને જાણવા માટે યત્ન કરે છે અને તેવા જીવો શ્રાવક અવસ્થામાં હોય તોપણ દૃષ્ટિવાદના ઉપદેશની સંજ્ઞાના કારણે અર્થ કામ પણ સર્વજ્ઞતા વચનથી નિયંત્રિત કરીને સેવે છે. તેથી, સદાગમના નિર્દેશ કરનારા છે. અને તેવા જીવોની પોતાને અનુસરનારી પ્રકૃતિને જાણીને સદાગમ તે જીવોને કર્મપરિણામની કદર્થતાથી સર્વથા મુક્ત કરાવે છે. આથી જ જિતવચનથી નિયંત્રિત એવા સુશ્રાવકો પણ અલ્પકાળમાં કર્મની કદર્થનાથી મુક્ત થાય છે. જે વળી, લોકો આ ભગવાન સદાગમના ઉપર ભક્તિવાળા હોવા છતાં પણ આમના સંબંધી વચનને સદાગમ સંબંધી વચનને, તેવા પ્રકારની શક્તિની વિકલતાને કારણે=સદાગમના નિર્દેશ અનુસાર સર્વકૃત્યો કરી શકે તેવા સૂક્ષ્મબોધનો અભાવ હોવાના કારણે કે તેવા ધૃતિબળનો અભાવ હોવાને કારણે, સંપૂર્ણ સેવવા સમર્થ નથી. તો શું કરે છે? તેથી કહે છે. તેનામાંથી સદાગમના વચનમાંથી બહુતમ, બહુતર, બહુ, સ્તોક, સ્ટોકતર, સ્ટોકતમ કરે છે અથવા આના ઉપર સદાગમના ઉપર, ભક્તિ માત્ર ધારણ કરે છે, અથવા કામ માત્રને, ગ્રહણ કરે છે. અથવા આ ભગવાન સંબંધી વચનમાં જે મહાત્માઓ વર્તે છે તેના ઉપર, આ ધન્ય છે, કૃતાર્થ છે, પુણ્યશાળી છે, સુલબ્ધજન્મવાળા છે. ઈત્યાદિ વચનના લિંગથી ગમ્ય એવા પક્ષપાતને કરે છે. અથવા આ ભગવાનના અભિધાનમાત્રને પણ નહીં જાણતા પ્રકૃતિથી જ જેઓ ભદ્રક થાય છે અને તેથી માર્ગાનુસારી સદધન્યાય દ્વારા અનાભોગથી પણ આના વચનના અનુસારથી=સદાગમના વચનના અનુસારથી, વર્તે છે. આવા પ્રકારના અનેક વિકલ્પોવાળા તે પણ લોકોને આ કર્મપરિણામ મહાનરેન્દ્ર જો કે સંસારનાટકમાં Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ ૫૧ કેટલોક પણ કાલ નચાવે છે તોપણ સદાગમને અભિપ્રેત આ છે=સદાગમની કૃપાદૃષ્ટિવાળા આ જીવો છે, એ પ્રમાણે માનીને તેઓના નારક, તિર્યંચ, કુમાનુષ, કુદેવત્વ રૂપ અધમપાત્રભાવને કરતો નથી. તો શું કરે છે ? એથી કહે છે. કેટલાકને અનુત્તર દેવનું સ્વરૂપ બતાવે છે=પ્રગટ કરે છે. કેટલાકને ગ્રેવેયક એવા દેવના આકારને પ્રકટ કરે છે. કેટલાકને ઉપરના કલ્પોપપન્ન દેવતારૂપને કરે છે=વૈમાનિક દેવને કરે છે. કેટલાકને નીચેના કલોત્પન્ન મહદ્ધિક લેખકરણને દેવકરણિને, કરાવે છે=દેવસ્વરૂપે કરાવે છે. વળી, કેટલાકને સંસારમાં= મનુષ્યલોકમાં સુરૂપતાને કરાવે છે. વળી, કેટલાક ચક્રવર્તી, મહામંડલિકાદિ પ્રધાનપુરુષ ભાવને કરાવે છે. સર્વથા પ્રધાનપાત્રરૂપતાને છોડીને ક્યારેય રૂપાંતરથી તેઓને નચાવતો નથી=સદાગમ પ્રત્યેના બહુમાનવાળા જીવોને ક્યારેય ખરાબ સ્વરૂપે નચાવતો નથી, તે કારણથી આ ભગવાન સદાગમના આટલા માહાત્મ્યથી પર્યાપ્ત છે જે કારણથી આવા પ્રકારના સામર્થ્યયુક્ત પણ આ કર્મપરિણામ મહાતૃપતિ=પોતાની ઇચ્છાઅનુસાર જગતને નચાવવાના સામર્થ્યયુક્ત પણ આ કર્મપરિણામ મહારાજા, આવા ભયથી આક્રાંત હૃદયવાળો=સદાગમના ભયથી આક્રાંત હૃદયવાળો, ખરેખર એ પ્રમાણે વર્તે છે–સદાગમ પ્રત્યેના બહુમાનવાળા જીવોને બહુ વિડંબના કરતો નથી એ પ્રમાણે વર્તે છે. ભાવાર્થ : સંસારમાં જે જીવો સદાગમ ઉપર ભક્તિવાળા છે, તેઓને મનુષ્યજન્મમાં ભગવાનનું વચન જ વર્તમાનમાં ક્લેશ નાશ કરાવીને સુખની પરંપરાનું એક કારણ છે તેવો સ્થિરબોધ છે. તેથી તેવા જીવો સર્વશક્તિથી સદાગમનાં સૂક્ષ્મ-સૂક્ષ્મત૨ ૨હસ્યોને જાણવા યત્ન કરે છે. અપ્રમાદથી ભગવાનના વચનથી આત્માને ભાવિત કરે છે અને દૃઢપ્રણિધાનપૂર્વક મન, વચન, કાયાના ત્રણેય યોગો સદાગમના નિર્દેશ અનુસાર જ પ્રવર્તાવે છે. તેઓ સંપૂર્ણ સદાગમને પરતંત્ર છે. વળી તેવા મહાત્માઓમાં શક્તિનો પ્રકર્ષ થાય તો આ ભવમાં કર્મપરિણામરાજાના સકંજામાંથી સર્વથા મુક્ત થાય છે. કદાચ તેવી શક્તિનો પ્રકર્ષ ન થાય તો કર્મપરિણામરાજા તેઓને અનુત્તર દેવલોકમાં જ મોકલે છે. પરંતુ ક્યારેય પણ દુર્ગતિઓમાં નાખીને તેઓની વિડંબના કરતો નથી. કદાચ પ્રથમ સંઘયણ આદિ ન હોય તો તેવા વીર્યનો પ્રકર્ષ નહીં થવાથી તે જીવો અનુત્તર દેવલોકમાં જાય નહીં તોપણ અવશ્ય વૈમાનિક દેવમાં જાય છે અને વર્તમાનના ભવમાં અપ્રમાદથી સદાગમના વચનાનુસાર યત્ન કરેલો હોવાથી જન્માંતરમાં પણ સદાગમને પરતંત્ર થવાને અનુકૂળ ઉત્તમ સત્ત્વ પ્રાપ્ત થાય છે અને અપ્રમાદના સંસ્કારો જાગૃત થાય છે. તેથી તે જીવો અલ્પકાળમાં અવશ્ય સંસારનો અંત કરે છે. જેમ, ઋષભદેવ, ભરત, બાહુબલી આદિ જીવોએ પૂર્વભવમાં સાધુપણું પાળીને સદાગમને પરતંત્ર થઈને સંયમયોગમાં અપ્રમાદનું સેવન કરીને સર્વાર્થસિદ્ધને પામ્યા. વળી, જેઓમાં તેવા પ્રકારની શક્તિ નથી; કેમ કે કેટલાક પાસે સંઘયણનો અભાવ છે, કેટલાક પાસે તે પ્રકારની સૂક્ષ્મપ્રજ્ઞાનો અભાવ છે, કેટલાક પાસે તેવા ધૃતિબળનો અભાવ છે, તેથી સંપૂર્ણ અનુષ્ઠાન સદાગમના વચનાનુસાર સેવવા સમર્થ નથી, તેઓ પણ સદાગમના વચનમાંથી બહુતમ પ્રવૃતિ સદાગમના વચનાનુસાર કરે છે. તે જીવો સાધુપણામાં હોય તો અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરવા છતાં ક્યારેક ક્યારેક પ્રમાદને વશ સ્ખલના પણ પામે છે Page #69 -------------------------------------------------------------------------- ________________ પર ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ તોપણ બહુતમ પ્રવૃત્તિ સદાગમના વચનના સ્મરણથી જ કરે છે. ક્વચિત્ શ્રાવક અવસ્થામાં હોય તોપણ સર્વપ્રવૃત્તિઓ ભગવાનના વચનનું સ્મરણ કરીને તે પ્રમાણે કરવા યત્ન કરે છે તોપણ અનાદિ ભવ અભ્યસ્ત પ્રમાદને કારણે ક્યારેક અલના પામે છે છતાં બહુતમ પ્રવૃત્તિ સદાગમ વચનાનુસાર જ કરે છે. તેઓને પણ કર્મપરિણામરાજા ઉપરના દેવલોકોમાં જ તેઓના પરિણામ અનુસાર લઈ જાય છે પરંતુ તુચ્છ અસારભવોમાં તે જીવોને કર્મપરિણામરાજા ક્યારેય મોકલતો નથી. વળી, કેટલાક જીવો પૂર્ણ અનુષ્ઠાન સેવવા માટે પણ સમર્થ નથી. બહુતમ પણ સદાગમના વચનાનુસાર સેવવા સમર્થ નથી. તોપણ જેઓને સ્થિરનિર્ણય છે કે સંસારરૂપી અટવીમાંથી બહાર કાઢવાનો એક ઉપાય ભગવાનના વચનરૂપ સદાગમ જ છે તેથી, સતત સદાગમના રહસ્યને જાણવા યત્ન કરે છે તો પણ વારંવાર પંચાચારના પાલનમાં સ્કૂલના પામે છે છતાં કલ્યાણના અત્યંત અર્થી હોવાથી બહુતર જીવનની આચરણા સદાગમ વચનાનુસાર જ કરે છે. ક્વચિત્ અનાદિના અભ્યાસને કારણે સ્કૂલના પામે છે. તેઓને પણ કર્મપરિણામરાજા બહુ વિડંબના કરી શકતો નથી. પરંતુ અવશ્ય સુદેવ આદિ ભાવોમાં જ સ્થાપન કરે છે. છતાં પૂર્ણ શુદ્ધ અનુષ્ઠાન સેવેલું નહીં હોવાથી જે જે અલનાઓના સંસ્કારો મનુષ્યભવમાં પડ્યા છે અને તેના કારણે કંઈક કંઈક પ્રમાદજન્ય અશુભ કર્મો બાંધ્યાં છે તેના કારણે તે જીવોમાં ઉત્તરના પણ કેટલાકભવો સુધી કંઈક અલનાઓની અનુવૃત્તિ થાય તેવા કર્મો બંધાયેલાં હોવાથી સંસારઉચ્છેદમાં તેઓને કંઈક વિલંબ થાય છે અને દેવાદિભવમાં ઉત્તમસામગ્રી પ્રાપ્તિમાં કંઈક હીનતાની પ્રાપ્તિ થાય છે, તોપણ તે જીવોને કર્મપરિણામરાજા બહુલતાએ કોઈ વિડંબના કરતો નથી. વળી, જે જીવો કર્મપરિણામરાજાને અત્યંત પરતંત્ર થતા નથી, તોપણ સદાગમના વચનથી ભાવિત હોવાને કારણે બહુ સદાગમને પરતંત્ર થાય છે અને અલ્પ અંશથી કર્મને પરતંત્ર થાય છે તે જીવો ઘણા અંશથી સદાગમને પરતંત્ર થઈને આત્મહિત સાધે છે, છતાં તે તે બાહ્યનિમિત્તોને પામીને કર્મને પરતંત્ર થઈને તે તે પ્રકારના ક્લેશો પણ પ્રાપ્ત કરે છે તેવા જીવોએ જે જે અંશથી સદાગમનું અનુસરણ કર્યું છે તે તે અંશથી તે જીવો પણ ઉત્તમ પુણ્યાનુબંધી પુણ્યના બળથી સદ્ગતિઓમાં જાય છે, તોપણ જે થોડા અંશથી કર્મનું પાતંત્ર્ય સ્વીકાર્યું તે અંશથી કર્મપરિણામરાજા તેઓને પણ તે તે ભવમાં કંઈક વિડંબનાઓ કરે છે. વળી કેટલાક જીવો ઉપદેશ આદિને પામીને સદાગમના માહાત્મ તોપણ તેવી નિપુણ પ્રજ્ઞા નહીં હોવાથી થોડુક સદાગમના વચનાનુસાર સદ્અનુષ્ઠાન સેવે છે અને ઘણું કર્મપરિણામને પરતંત્ર અનુષ્ઠાનોને સેવે છે. તેથી વારંવાર બાહ્યનિમિત્તોને પામીને ક્લેશ પામે છે છતાં મહાત્માઓના ઉપદેશ આદિ સાંભળીને કે સગ્રંથોનું ભાવન કરીને ક્યારેક ક્યારેક સદાગમના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિઓ પણ કરે છે અને સદાગમના વચન પ્રત્યે કંઈક કંઈક રાગભાવને ધારણ કરે છે. તેવા જીવોને પણ કર્મપરિણામરાજા બહુ વિડંબના કરતો નથી. પરંતુ સદાગમ પ્રત્યેના રાગથી લેવાયેલા ઉત્તમભાવોને અનુરૂપ સદ્ગતિઓમાં સ્થાપન કરે છે. છતાં કર્મપરિણામને પરતંત્ર જે અનુષ્ઠાનો તે જીવોએ કર્યા છે અને જે ભાવો સેવ્યા છે. તે ભાવોને કારણે ઉત્તરના ભવોમાં પણ કંઈક ક્લેશ આપાદક સામગ્રી પ્રાપ્ત થાય છે. ઉત્તમ ભોગસામગ્રીમાં કંઈક ન્યૂનતા પ્રાપ્ત થાય છે અને પ્રમાદના સંસ્કારો તે જીવોમાં કેટલાક ભવો સુધી અનુવૃત્તિ રૂપે રહે છે. તેથી સંસારના અંતની પ્રાપ્તિમાં કંઈક વિલંબ થાય છે અને કોઈક બલવાન નિમિત્ત પ્રાપ્ત થાય અને વિશેષ પ્રકારનું પ્રમાદનું સેવન થાય તો કેટલાક ભવો સુધી સદારામની પ્રાપ્તિ પણ દુર્લભ Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ ૫૩ થાય છે, તોપણ જે જીવો એક વખત સદાગમને પામ્યા છે તેથી થોડા કાળમાં ફરી જાગૃત થઈને અવશ્ય સંસારનો અંત કરશે. વળી, કેટલાક જીવો સદાગમનાં વચનોને પામીને સદાગમ પ્રત્યે ભક્તિવાળા થયા છે, તોપણ અતિ અલ્પસત્ત્વવાળા છે તેથી સદાગમના વચનાનુસાર સ્તોકતર જ પંચાચારની આચરણાઓ કરે છે. કેટલાક જીવો સ્ટોકતમ=અતિ અલ્પમાત્રામાં, પંચાચારની આચરણાઓ કરે છે તોપણ કર્મપરિણામરાજા તે જીવોની બહુકદર્થના કરતો નથી; કેમ કે સદાગમને આ પુરુષો અત્યંત પ્રિય છે. તેથી, સદાગમથી ભય પામેલા કર્મપરિણામરાજા તેઓની અત્યંત કદર્થના કરતો નથી. અને તેવા જીવો પણ સ્તોકતર કે સ્તોકતમ સઅનુષ્ઠાનના સેવનના બળથી સંચિત વીર્યવાળા થાય તો ઉત્તરના ભવોમાં સદાગમને પરતંત્ર થઈને અલ્પકાળમાં સંસારનો અંત પણ કરે છે. વળી, કેટલાક જીવો સદાગમને સાંભળે છે ત્યારે તેઓને ભગવાનના વચનમાં બહુમાન થાય છે. તોપણ સદાગમના વચનાનુસાર પંચાચારની આચરણા લેશ પણ કરતા નથી. તેઓને પણ કર્મપરિણામરાજા બહુકદર્થના કરતો નથી. પરંતુ સદાગમ પ્રત્યે આ જીવો ભક્તિવાળા છે તેમ માનીને સદાગમથી ભય પામેલ કર્મપરિણારાજા તેવા જીવોનું પણ સદા હિત જ કરે છે. ફક્ત સદાગમના વચનાનુસાર થોડી પણ આચરણા કરનારા જીવોનું કર્મપરિણામ રાજા જે પ્રમાણે હિત કરે છે તે પ્રકારનું હિત કર્મપરિણામ રાજા આ જીવોનું હિત કરતો નથી; કેમ કે સદાગમ પ્રત્યે ભક્તિ હોવા છતાં સદાગમના વચનનું લેશ પણ અનુસરણ નથી. તેથી સદાગમની ભક્તિનાં આવારક કર્મોના અનુસરણને અનુકૂળ ક્ષયોપશમ ભાવ તે જીવોમાં નથી તેથી તે જીવોનાં કર્મો પણ તેઓના ક્ષયોપશમ અનુસાર જ તે જીવોનું હિત કરે છે. વળી, કેટલાક જીવોને સદાગમનો તેવો કોઈ બોધ નથી જેથી સદાગમ પ્રત્યે ભક્તિવાળા બને, છતાં જે જીવો સદાગમ સંબંધી ઉચિત આચરણાઓ કરે છે તેઓની ઉચિત આચરણાઓને જોઈને તે જીવોને તે મહાત્માઓ પ્રત્યે બહુમાન થાય છે અને વિચારે છે કે આ મહાત્માઓ ધન્ય છે કે મનુષ્યભવ પામીને આવાં સુંદર કૃત્યો કરે છે. તેઓ પ્રત્યે પણ કર્મપરિણામરાજા કંઈક અનુકૂળ ભાવનું વર્તન કરે છે; કેમ કે ગુણના પક્ષપાતવાળા તે જીવો મિથ્યાત્વની મંદતાને કારણે આ પ્રકારની અનુમોદના કરીને યોગબીજનું અર્જન કરે છે. જેથી ઉત્તરના ભાવોમાં ધર્મની પ્રાપ્તિ થાય તેવી સામગ્રીને પ્રાપ્ત કરીને ભગવાનના માર્ગને પ્રાપ્ત કરે છે. વળી, જેઓને તેવી સામગ્રી પ્રાપ્ત થઈ નથી જેથી સદાગમને અનુસરનારા મહાત્માઓની ઉચિત આચરણાઓને જોઈને અનુમોદનાનો પરિણામ થાય, વળી, સદાગમનું નામ માત્ર પણ તેઓ જાણતા નથી, છતાં પણ પ્રકૃતિથી જ જે ભદ્રક જીવો છે તેઓનું પણ કર્મપરિણામરાજા બહુ અહિત કરતો નથી. પરંતુ તેવા જીવોને પણ સન્માર્ગની પ્રાપ્તિનું કારણ બને તેવા ભવની પ્રાપ્તિ કરાવે છે. જેમ મેઘકુમારના જીવને હાથીના ભવમાં સદાગમનો લેશ પણ બોધ ન હતો છતાં પણ ભદ્રક પરિણામને કારણે દુઃખિત જીવોમાં દયા કરવાના પરિણામ રૂપ માર્ગાનુસારી ભાવ સદધન્યાયથી પ્રાપ્ત થયો, તેથી સદાગમના વચનાનુસાર જ સસલાની દયા કરીને ભગવાનના સંયોગની પ્રાપ્તિ થાય તેવા મેઘકુમારના ભવને પામીને આત્મહિત સાધ્યું. આ રીતે જે જીવો જેટલા અંશથી સદાગમના વચનને અનુસરનારા છે તેઓ સદાગમને પ્રિય છે એમ માનીને કર્મપરિણામરાજા તેઓને ખરાબ ભવોની પ્રાપ્તિ કરાવતો નથી. પરંતુ જ્યાં સુધી તે જીવોમાં સદાગમને અનુકૂળ પરિણામ વર્તે છે ત્યાં સુધી તે જીવો ઉત્તર-ઉત્તર સુંદર ભાવોને પ્રાપ્ત કરે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ પ૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ અહીં વિશેષ એ છે કે પૂર્વમાં સર્વ કાર્ય કર્મપરિણામરાજા અને કાલપરિણતિથી થાય છે તેમ બતાવ્યું તે સ્થાનમાં કાલપરિણતિ અને કર્મપરિણામરાજાને આશ્રયીને પરસ્પર કઈ રીતે સર્વ કાર્યો પ્રત્યે તેઓ કારણ છે તેમ બતાવ્યું અને પ્રસ્તુત કથન દ્વારા જીવનો પ્રયત્ન અને કર્મનો પરિણામ પરસ્પર મિલિત થઈને કઈ રીતે કાર્ય કરે છે તેનું સ્વરૂપ બતાવ્યું. જે જીવો સદાગમનું લેશ પણ અનુસરણ કરતા નથી તેઓનો સર્વ પ્રયત્ન મિથ્યાત્વથી વાસિત મતિવાળો હોવાથી કર્મને પરતંત્ર જ સર્વ પરિણામો તેઓ કરે છે અને કર્મને પરતંત્ર પરિણામને અનુસાર જ તેઓ કર્મો બાંધીને સંસારની સર્વ કદર્થનાઓ પામે છે અને જે જીવો કોઈક રીતે કર્મની લઘુતા થવાથી સદાગમને અભિમુખ બને છે કે સદાગમના વચનાનુસાર પ્રવૃત્તિ કરે છે તેઓના સદાગમવચનાનુસાર થયેલા ક્ષયોપશમથી થતા પ્રયત્ન અને કર્મપરિણામ તે પરસ્પર મિલિત થઈને તે જીવોને સંસારમાં તે તે સારાભાવોની પ્રાપ્તિ કરાવે છે. આથી જ સદાગમને પરતંત્ર થઈને જીવનારા મહાત્માઓ કેટલાક તીર્થકરો, ગણધરો, ઋષિઓ, મહર્ષિઓ થાય છે અને દેવભવમાં ઇન્દ્ર અને મહાસમૃદ્ધિવાળા દેવો થાય છે. તે સર્વમાં તેઓનો સમ્યગુ પુરુષકાર અને કર્મનો પરિણામ બંને કારણ બને છે. આથી જ સર્વ કાર્યોની પ્રાપ્તિ પ્રત્યે દેવ અને પુરુષકાર મિલિત થઈને કાર્ય કરે છે. सदागमस्य सुबान्धवादिरूपता બ્લોક : अन्यच्च कथ्यते तुभ्यं, कौतुकं यदि विद्यते । रूपं सदागमस्यास्य, तद् बुध्यस्व मृगेक्षणे! ।।१।। સદાગમની સુબાંધવ આદિ રૂપતા શ્લોકાર્ચ - અને બીજું તને અગૃહીતસંકેતાને, કહેવાય છે પ્રજ્ઞાવિશાલા વડે કહેવાય છે, જો કૌતુક વિધમાન છે નવું જાણવાની જિજ્ઞાસા વિધમાન છે, હે મૃગના જેવી આંખવાળી અગૃહીતસંકેતા! આ સદાગમનું સ્વરૂપ છે તે તું જાણ. IIll શ્લોક :___ एष एव जगन्नाथो, वत्सलः परमार्थतः । एष एव जगत्त्राणमेष एव सुबान्धवः ।।२।। શ્લોકાર્થ : આ જ જગતના નાથ છે=આ સદાગમ જ જગતના જીવોનો યોગ-ક્ષેમ કરનાર હોવાથી સ્વામી છે. પરમાર્થથી વત્સલ છે=જીવોનું એકાંતે હિત કરે તેવી નિર્મળ પ્રજ્ઞાવાળા છે. આ જ સદાગમ જ, જગતના જીવોનું ગાણ છે=જગતના જીવોને દુર્ગતિની વિડંબનાથી રક્ષણ કરનારા Page #72 -------------------------------------------------------------------------- ________________ પપ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ છે, આ જ સદાગમ સુબાંધવ છેઃનામ માત્રથી બાંધવ નથી પરંતુ જીવનું એકાંત હિત કરે તેવા સુબાંધવ છે. શા. શ્લોક : एष एव विपद्गर्ते, पततामवलम्बनम् । एष एव भवाटव्यामटतां मार्गदेशकः ।।३।। શ્લોકાર્ધ : આ જ સદાગમ વિપત્તિના ગર્તામાં પડતા જીવોનું આલંબન છે. કોઈક જીવ પ્રમાદને વશ વિપરીત આચરણાઓ કરીને દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરે તેવી આપત્તિઓમાં પડતા હોય અને સદાગમનું વચન તેમના હૈયાને સ્પર્શે તો તે આપત્તિમાંથી સુખપૂર્વક તેઓ રક્ષિત થાય છે માટે વિપત્તિઓની ગર્તામાં પડતા જીવોનું આલંબન સદાગમ જ છે. આ જ સદાગમ ભવરૂપી અટવીમાં પડતા જીવોને માર્ગદશક છે-અટવીમાંથી નીકળીને સુરક્ષિત સ્થાનમાં પહોંચવાના માર્ગને બતાવનાર છે. ll3II શ્લોક : एष एव महावैद्यः सर्वव्याधिनिबर्हणः । एष एव गदोच्छेदकारणं परमौषधम् ।।४।। શ્લોકાર્ય : આ જ સદારામ સર્વ વ્યાધિના સમૂહને દૂર કરવામાં મહાવેધ છે; કેમ કે સદાગમને અનુસરનારા જીવોને ભાવવ્યાધિ, અને દ્રવ્યવ્યાધિ અવશ્ય ક્રમસર દૂર થાય છે. આ જ સદાગમ રોગના ઉચ્છેદનું કારણ પરમ ઔષધ છે. સદાગમના સેવનથી ભાવરોગો અને દ્રવ્યરોગો સતત ક્ષીણક્ષીણતર થાય છે. llll. શ્લોક : एष एव जगद्दीपः, सर्ववस्तुप्रकाशकः । प्रमादराक्षसात्तूर्णमेष एव विमोचकः ।।५।। શ્લોકાર્ચ : આ જ સદાગમ જગતના જીવો માટે સર્વ વસ્તુનો પ્રકાશક એવો દીવો છે. જગતવર્તી સર્વભાવોનું યથાવત્ પ્રકાશન કરનાર દીવો છે. આ જ=સદાગમ જ, પ્રમાદરૂપી રાક્ષસથી શીઘ મોચક છેપ્રમાદરૂપી રાક્ષસના પંજામાં પડેલા જીવોને સદાગમની પ્રાપ્તિ થાય તો જીવનો વિનાશ કરનાર પ્રમાદરૂપી રાક્ષસથી તેઓ મુક્ત થઈને સુખપૂર્વક આત્મહિત સાધી શકે છે. IITI Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ एषोऽविरतिजम्बालकल्मषक्षालनक्षमः । एष एव च योगानां, दुष्टानां वारणोद्यतः । । ६ ॥ શ્લોકાર્થ ઃ અવિરતિના જંબાલના કલ્મષના ક્ષાલનમાં સમર્થ આ છે=આત્મામાં વર્તતો અવિરતિના પરિણામરૂપ જે કાદવ તેને દૂર કરવામાં સમર્થ આ સદાગમ છે. આ જ=સદાગમ જ, દુષ્ટયોગોના વારણમાં ઉધત જ છે=તત્પર છે=જે જીવો સદાગમના વચનથી સદા ભાવિત થાય છે તેઓના દુષ્ટયોગોનું વારણ કરવામાં તત્પર આ સદાગમ જ છે. IIGI શ્લોક ઃ शब्दादिचरटाक्रान्ते, हृतधर्म्मधने जने । समर्थो भगवानेष, नान्यस्तस्य विमोचने ॥ ७ ॥ શ્લોકાર્થ : શબ્દાદિ ચોરટાઓથી આક્રાંત હોતે છતે હરણ કર્યું છે ધર્મરૂપી ધન જેણે એવા લોકો હોતે છતે આ ભગવાન સદાગમ તેના વિમોચનમાં સમર્થ છે=તે ચોરટાઓથી જીવોને છોડાવવામાં આ સદાગમ જ સમર્થ છે, અન્ય નથી. જે જીવો ભગવાનના વચનરૂપ સદાગમથી ચિત્તને વાસિત કરે છે તેઓની આત્મસંપત્તિ હરનારા શબ્દાદિ વિષયો સમર્થ થતા નથી. તેથી પૂર્વમાં તે ચોરટાઓએ જે આત્મસંપત્તિ હરણ કરેલી તે સંપત્તિને પાછી મેળવવા માટે સમર્થ સદાગમ જ છે. આથી જેઓ સદાગમથી ચિત્તને વાસિત કરે છે. તેઓના ચિત્તમાં વિષયોથી હરણ કરાયેલું ધર્મરૂપી ધન તેઓને પાછું પ્રાપ્ત થાય છે. IIના શ્લોક ઃ एष एव महाघोरनरकोद्धरणक्षमः । पशुत्वदुःखसंघातात् त्रायकोऽप्येष देहिनाम् ॥ ८ ॥ શ્લોકાર્થ ઃ આ જ=સદાગમ મહાઘોર નરકના ઉદ્ધરણમાં સમર્થ છે=જેઓએ સદાગમની પ્રાપ્તિ પૂર્વે તેવા ક્લેશભાવો કર્યા છે જેના ફળરૂપે મહાનરકને પામે તેવા છે તેઓને પણ ઉદ્ધરણ કરવામાં સમર્થ આ સાગમ જ છે. જેમ વંકચૂલે ધર્મપ્રાપ્તિ પૂર્વે અનેક પાપો કરેલાં જેના ફળ રૂપે પ્રાયઃ નરકની પ્રાપ્તિ જ સુલભ હતી. છતાં સદાગમના વચનના ભાવનથી બારમા દેવલોકમાં જાય છે, દુઃખના સંઘાતથી માયક પણ આ=સદાગમ, જીવોને છે. પશુત્વ Page #74 -------------------------------------------------------------------------- ________________ પ૭ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ જે જીવોએ આર્તધ્યાન કરીને પશુભાવને અનુકૂળ પરિણતિનો સંચય કર્યો છે છતાં કોઈક નિમિત્તથી સદાગમનું આલંબન લઈને આત્માને ભાવિત કરે તો તે જીવો પશુભાવના દુઃખના સમૂહથી સુરક્ષિત બને છે. IIII. શ્લોક : एष एव कुमानुष्यदुःखविच्छेदकारणम् । ___ एष एव कुदेवत्वमनःसन्तापनाशकः ।।९।। શ્લોકાર્ય : આ જ=સદાગમ જ, કુમાનુષ્યના દુઃખના વિચ્છેદનું કારણ છે=જેઓ સદાગમથી ચિતને વાસિત કરે છે તેઓ દુર્ગતિઓની પરંપરાના કારણભૂત એવા કુમાનુષત્વના દુઃખને પામતા નથી. પરંતુ તેવો જ મનુષ્યભવ પ્રાપ્ત કરે છે જેથી ફરી ફરી સદાગમને સેવીને સુગતિઓની પરંપરાને પામે. આ જ=સદાગમ જ, કુદેવત્વના મનના સંતાપનો નાશક છે=જેઓ સદાગમના તાત્પર્યને સ્પર્યા વગર કોઈક રીતે બાહ્ય ધર્માનુષ્ઠાન સેવીને યાવત્ નવમા ગ્રેવેયક સુધી દેવત્વને પામ્યા છે તે સર્વ કુદેવત્વ છે અને તેવા દેવભવમાં તેઓને વિષયોમાં ગાઢ આસક્તિ હોવાથી ચિત હંમેશાં વિષયોની આકુળતાના સંતાપવાળું હોય છે, તેવા સંતાપવાળા કુદેવત્વની પ્રાપ્તિ સદાગમથી વાસિત જીવોને ક્યારેય થતી નથી પરંતુ દેવભવમાં પણ સુદેવત્વ હોવાને કારણે ક્લેશની અલ્પતા રૂ૫ ચિત્તના સ્વાથ્યને પામે છે. III શ્લોક : अज्ञानतरुविच्छेदे, एष एव कुठारकः । एष एव महानिद्राद्रावणः प्रतिबोधकः ।।१०।। શ્લોકાર્થ :અજ્ઞાન રૂપી તરુના વિચ્છેદમાં કુઠારક આ જ છે=સદાગમ જ છે. જે જીવોને ભગવાનના વચનનો સમ્યગુબોધ થાય છે. તેઓમાં અનાદિકાળનું જે અજ્ઞાન રૂપી વૃક્ષ છે જેના ફળ રૂપે અનેક કર્મબંધો અને દુર્ગતિઓના ફળની પરંપરા પ્રાપ્ત થતી હતી. તે અજ્ઞાન રૂપી વૃક્ષનો ઉચ્છેદ કરનાર ભગવાનના વચન રૂપ શ્રુતજ્ઞાન જ છે. તેથી અજ્ઞાન રૂપી વૃક્ષનો ઉચ્છેદ કરવામાં કુઠાર રૂપ જ છે. આ જ=સદાગમ જ, મહાનિદ્રાને દ્રાવણ કરનાર પ્રતિબોધક છે જે જીવ મહામોહની ગાઢ નિંદ્રામાં ઊંઘે છે. જેથી, કર્મને પરતંત્ર થઈને પોતાને હાથે જ પોતાના પગ ઉપર કુહાડો મારીને દુઃખની પરંપરાનું સર્જન કરે છે. તેઓને મોહનિદ્રામાંથી જગાડનાર સદાગમ જ છે. ll૧૦II Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ एष स्वाभाविकानन्दकारणत्वेन गीयते । सातासातोदयोत्पाद्यमिथ्याबुद्धिविधूनकः । । ११ । । શ્લોકાર્થ ઃ આ=સદાગમ, સ્વાભાવિક આનંદના કારણપણા વડે ગવાય છે. આ=સદાગમ જેઓના ચિત્તમાં ઉપયોગ રૂપે વર્તે છે, સદાગમના ઉપયોગના બળથી કષાયો શાંત-શાંતતર થાય છે, તેઓને સ્વાભાવિક આનંદ પ્રાપ્ત થાય છે, તેથી સદાગમ સ્વાભાવિક આનંદનું કારણ છે તેમ કહેવાય છે. શાતા-અશાતાના ઉદયથી ઉત્પાધ મિથ્યાત્વ બુદ્ધિનો વિધ્નક સદાગમ છે=સંસારી જીવોને શાતા જ સુખ જણાય છે. અશાતા દુઃખ જ જણાય છે. પરંતુ શાતાની પ્રાપ્તિ અર્થે જે ક્લેશો કરે છે તેના કારણે જે અંતસ્તાપ વર્તે છે તે દુઃખ રૂપે જણાતું નથી અને અશાતા પ્રાપ્ત થાય છે ત્યારે અશાતાને કારણે જે અરતિ, ખેદ, ઉદ્વેગ, આદિભાવો થાય છે તે સર્વક્લેશો ક્લેશરૂપે જણાતા નથી. શાતાનો તેવો મૂઢ રાગ અને અશાતાનો તેવો મૂઢ દ્વેષ વર્તે છે. જેથી પોતાના વાસ્તવિક ભાવોનું યથાર્થ દર્શન પણ કરવા તેઓ સમર્થ બનતા નથી. તે મિથ્યાત્વબુદ્ધિનો નાશ કરીને જીવના સ્વાભાવિક સુખને બતાવનાર શ્રુતજ્ઞાન છે. તેથી નિપુણપ્રજ્ઞાપૂર્વક શ્રુતવચનના પરમાર્થને જાણવા યત્ન કરવાથી જીવને મોહથી અનાકુળ અવસ્થા અને કર્મના ઉપદ્રવ વગરની અવસ્થા સાર રૂપ જણાય છે અને કર્મજન્ય સર્વ ભાવો અસાર રૂપે જણાય છે તેથી, આ જ સદાગમ મિથ્યાત્વબુદ્ધિનો નાશક છે. II૧૧।। શ્લોક ઃ : एष एव गुरुक्रोधवह्निविध्यापने जलम् । एष एव महामानपर्वतोद्दलने पविः ।। १२ ।। શ્લોકાર્થ આ જ=સદાગમ જ, ભારે ક્રોધ રૂપી અગ્નિના વિધ્યાપનમાં જલ છે. કોઈક નિમિત્તને પામીને મહાત્માનું ચિત્ત અત્યંત ક્રોધરૂપી અગ્નિથી પ્રજ્વલિત બને છે. છતાં સદાગમના વચનનું સ્મરણ થાય તો તે ક્રોધરૂપી અગ્નિને શમાવવામાં જલ તુલ્ય સદાગમ છે. જેમ પ્રસન્ન ચંદ્રરાજર્ષિ પોતાના મંત્રીના અનુચિત વર્તનથી ક્રોધિત થઈને સાતમી નકને અનુકૂળ પરિણતિવાળા થયા અને સહસા સદાગમના વચનનું સ્મરણ થવાથી ોધરૂપી અગ્નિનું તે પ્રકારે શમન કર્યું જેથી ક્ષપક શ્રેણીને પામીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ જ=સદાગમ જ, મહામાનરૂપી પર્વતના ઉદ્દલનમાં વજ્ર છે. જે મહાત્માઓને સદાગમના વચનથી તીર્થંકરો, ઋષિઓ મહર્ષિઓના ઉત્તમ સ્વરૂપનું સ્મરણ થાય છે Page #76 -------------------------------------------------------------------------- ________________ Че ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ તેઓ ગુણો પ્રત્યે અત્યંત નમેલા હોય છે. તેથી તેવા મહાત્માને માનકષાય પ્રાયઃ ઊઠે નહીં; કેમ કે તેઓ આગળ પોતે સાવ અલ્પ છે છતાં ક્યારેક મૂઢતાને વશ તુચ્છ બાહ્યસંપત્તિ કે શરીર આદિના બળને કારણે માનકષાય ઊઠેલો હોય અને સદાગમના વચનનું સ્મરણ થાય તો તેઓને પૂર્વના મહાપુરુષો આગળ પોતે સાવ અલ્પશક્તિવાળો છે તેવું જણાવાથી તત્ક્ષણ માનકષાય દૂર થાય છે. જેમ કોઈને પોતાના દેહના બળને કારણે ગર્વ થયો હોય અને ભગવાનના અતુલ બળનું સ્મરણ સદાગમના વચનથી થાય ત્યારે પોતાના તુચ્છ બળજન્ય માન તરત શાંત થાય છે. ૧૨ા શ્લોક ઃ एष मायामहाव्याघ्रीघातने शरभायते । एष एव महालोभनीरधेः शोषणानलः । । १३ ।। શ્લોકાર્થ : આ=સદાગમ, માયારૂપી મહા વ્યાધીના ઘાત માટે=મહાવાઘણના ઘાત માટે, શરભની જેમ આચરણ કરે છે=અષ્ટાપદની જેમ આચરણ કરે છે. કોઈ જીવને અનાદિના ભવ અભ્યાસને કારણે માયાનો પરિણામ થયો હોય તોપણ સર્વજ્ઞના વચનરૂપ સદાગમથી તેનું ચિત્ત ભાવિત બને તો, માયારૂપી મહાવાઘણનો તત્કાલ નાશ થાય છે. આ જ=સદાગમ જ, મહાલોભના સમુદ્રને શોષવા માટે વડવાનલ છે. સમુદ્રમાં વડવાનલ ઊઠે ત્યારે સમુદ્રનું ઘણું પાણી વડવાનલ રૂપી અગ્નિ શોષે છે તેમ બાહ્યપદાર્થો પ્રત્યે મૂર્છાને કારણે જીવમાં મહાલોભ વૃદ્ધિ પામતો હોય અને સદાગમના વચનથી તેનું ચિત્ત ભાવિત થાય તો અનિચ્છામાં જ સુખ છે તેવો સૂક્ષ્મબોધ થવાથી લોભનો પરિણામ ક્ષીણ-ક્ષીણતર થાય છે, માટે લોભરૂપી સમુદ્રને શોષણ કરવા માટે વડવાનલ જેવો સદાગમ છે. II૧૩|| શ્લોક ઃ एष हास्यविकारस्य, गाढं प्रशमनक्षमः । एष मोहोदयोत्पाद्यां, रतिं निर्नाशयत्यलम् ।।१४।। શ્લોકાર્થ : આ=સદાગમ, હાસ્યના વિકારને ગાઢ શમનમાં સમર્થ છે=જેઓ ભગવાનના વચનથી ભાવિત થાય છે તેઓમાં ભગવાનના વચનના રહસ્યને સ્પર્શનારી બુદ્ધિ થવાથી ગાંભીર્યગુણ પ્રગટે છે. જેથી તુચ્છ વૃત્તિમાંથી ઉત્પન્ન થતા હાસ્યનો વિકાર અત્યંત શમન થાય છે. માટે સદાગમ હાસ્યના વિકારને શમન કરવા માટે અત્યંત સમર્થ છે. આ=સદાગમ, મોહના ઉદયથી ઉત્પાધ એવી રતિને અત્યંત નાશ કરે છે–સદાગમથી ભાવિત મહાત્માઓનું ચિત્ત આત્માના નિરાકુલભાવને Page #77 -------------------------------------------------------------------------- ________________ GO ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ અભિમુખ વર્તતું હોવાથી તુચ્છ બાહ્યપદાર્થોમાંથી આનંદ લેવાની વૃત્તિરૂપ રતિનો અત્યંત નાશ થાય છે. ૧ શ્લોક : एष एवाऽरतिग्रस्ते, जनेऽस्मिन्नमृतायते । एष एव भयोद्धान्तसत्त्वसंरक्षणक्षमः ।।१५।। શ્લોકાર્ચ - આ જ=સદાગમ જ, અરતિથી ગ્રસ્ત એવા આ જીવમાં અમૃતની જેમ આચરણા કરે છે. જેમાં કોઈ રોગથી ગ્રસ્ત હોય અને અમૃતનું પાન કરે તો તત્કાલ તે રોગનું શમન થાય છે તેમ સંસારના કોઈક પ્રતિકૂળ ભાવોને કારણે સંસારીનું ચિત અરતિથી ગ્રસ્ત હોય ત્યારે સદાગમનાં વચનો શ્રવણ કરે કે ભાવન કરે તો તુચ્છ બાહ્યપદાર્થો પ્રત્યેનું આકર્ષણ દૂર થવાથી અને સદાગમના વચનથી જણાતા અંતરંગ વીતરાગભાવ પ્રત્યે પક્ષપાત થવાથી તત્કાલ અરતિ દૂર થાય છે અને જીવ સ્વસ્થતાના સુખને પામે છે માટે સદાગમ અરતિની પીડામાં અમૃતનું કાર્ય કરે છે. આ જ=સદાગમ જ, ભયથી ઉભ્રાંત જીવના સંરક્ષણમાં સમર્થ છે જીવ વડે આત્માથી ભિન્ન બાહ્યપદાર્થો પ્રત્યે એકત્વબુદ્ધિ થવાથી પોતાના દેહને નાશક કે દેહને અનુકૂળ ભોગસામગ્રીને નાશક ભાવોની પ્રાપ્તિ થાય ત્યારે ભય ઉત્પન્ન થાય છે. અને સદાગમથી ભાવિતમતિવાળા જીવને દેહથી ભિન્ન વર્તતો જીવ પોતાની અંતરંગ ગુણસમૃદ્ધિથી સમૃદ્ધ દેખાવાને કારણે બાહ્યસમૃદ્ધિના નાશનો ભય શાંત થાય છે. ll૧૫ll શ્લોક : एष शोकभराक्रान्तं, संधीरयति देहिनम् । एष एव जुगुप्सादिविकारं शमयत्यलम् ।।१६।। શ્લોકાર્ચ - આરસદાગમ, શોકના ભરાવાથી આક્રાંત થયેલા જીવને સંધીરણ કરે છે શોકથી રહિત કરે છે સ્વજન, ધનાદિના વિયોગને કારણે કોઈક જીવ શોકાતુર હોય અને સદાગમના વચનથી ભાવિત થાય તો અંતરંગ મહાસમૃદ્ધિથી સંપન્ન પોતે છે તેવું જણાવાથી તુચ્છ બાહ્યસમૃદ્ધિના નાશજન્ય શોક તે જીવનો દૂર થાય છે. આ જ=સદાગમ જ, જુગુપ્સાદિ વિકારને અત્યંત શમન કરે છે. મોહના ઉદયને કારણે જુગુપ્સનીય પદાર્થોને જોઈને જુગુપ્સા થાય છે. ક્વચિત્ મોહના ઉદયથી ત્વરા થાય છે. ક્વચિત્ નિરર્થક ઉત્સુકતાદિ ભાવો થાય છે તે સર્વને શમન કરવા માટે સદાગમ જ સમર્થ છે; કેમ કે સદાગમથી ભાવિતમતિવાળાના જીવને બાહ્ય જુગુપ્સનીય પદાર્થો જુગુપ્સનીય જણાતા નથી, પરંતુ Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ ૬૧ પોતાની મલિન પરિણતિઓ જ જુગુપ્સનીય જણાય છે. ઉચિત ગુણનિષ્પત્તિ માટે ત્વરા વિદ્ભકારી છે. સ્વસ્થતાથી કરાયેલા યત્નથી જ ગુણસમૃદ્ધિ પ્રગટે છે તેવો બોધ થાય છે. તેથી શ્રુતથી ભાવિતમતિવાળા જીવો જુગુપ્સનીય ભાવો પ્રત્યે જુગુપ્સા કરતા નથી. અત્રાપૂર્વક ગમન કરે છે. અતરાપૂર્વક સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે તેથી જુગુપ્સા, ત્વરા અને વિકારોના શમન માટે સદાગમ જ સમર્થ છે. I૧૬ના શ્લોક : एष कामपिशाचस्य, दृढमुच्चाटने पटुः । एष एव च मार्तण्डो, मिथ्यात्वध्वान्तसूदनः ।।१७।। બ્લોકાર્ધ : આરસદાગમ, કામપિશાચના ઉચ્ચાટનમાં અત્યંત પટુ છે. જેમ કોઈ પિશાચ ચેનચાળા કરતો હોય અને માંત્રિક પુરુષ તેની ઉચ્ચાટનની ક્રિયા કરે તો પિશાચ તત્કાલ પલાયન થાય છે, તેમ સદાગમથી ભાવિતમતિવાળાને કામવિકારો અત્યંત આત્માની કુત્સિત અવસ્થા રૂપે જણાય છે. તેથી જેમ જેમ તેઓ સદાગમથી ભાવિત થાય છે તેમ તેમ આત્મામાં રહેલા કામના વિકારોને ઉત્પન્ન કરે તેવા સંસ્કારો અત્યંત ક્ષીણ-ક્ષીણતર થાય છે. જેથી બાહ્યનિમિતોને પામીને પણ વિકારનો ઉદ્ભવ થતો નથી, આ જ=સદાગમ જ, મિથ્યાત્વ રૂપી અંધકારને નાશ કરનાર માર્તણ્ડ છે=સૂર્ય છે, જેમ રાત્રિના ગાઢ અંધકારમાં સૂર્યનો ઉદય થાય છે, ત્યારે અંધકાર દૂર થાય છે તેમ આત્મામાં પોતાના મૂળ સ્વરૂપ વિષયક અને તેની પ્રાપ્તિના ઉપાય વિષયક અજ્ઞાન વર્તે છે જે ગાઢ અંધકાર સ્વરૂપ છે. જેથી, બાહ્ય ભાવોથી જ હું સુખી છું અને દુઃખી છું તેમ વિચારીને સદા વિપરીત પ્રવૃત્તિઓ કરીને આત્માનું જ અહિત કરે છે અને તેનાં કારણભૂત મિથ્યાત્વરૂપ અજ્ઞાનને નાશ કરનાર સૂર્ય તુલ્ય ભગવાનનું વચન છે. આથી જ ભગવાનના વચનને પામીને ઘણા જીવો અલ્પકાળમાં મિથ્યાત્વનો નાશ કરીને સર્વકર્મનો નાશ કરવા સમર્થ બન્યા. III શ્લોક : एष एव चतुर्भेदजीवितोच्छेदकारणम् । यतो जीवं ततोऽतीते, नयत्येष शिवालये ।।१८।। બ્લોકાર્ધ : આ જ=સદાગમ જ, ચાર ભેટવાળા જીવિતના=ચારગતિના પરિભ્રમણ રૂપ જીવિતના, ઉચ્છેદનું કારણ છે. જે કારણથી જીવને આ સદાગમ, તેનાથી=ચારગતિથી, અતીત એવા શિવાલયમાં લઈ જાય છે. જે જીવો સદાગમથી અત્યંત ભાવિત થાય છે તેઓનું ચિત્ત વીતરાગના વચન રૂપ સદાગમથી વીતરાગતાને Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ અભિમુખતર ભાવોની નિષ્પત્તિ દ્વારા તે જીવને વીતરાગ કરે છે. જેથી, ચાર ગતિઓના પરિભ્રમણનો છેદ કરીને સદાગમ તે જીવને મોક્ષમાં પહોંચાડે છે. I૧૮ શ્લોક : शुभेतरेण या नाम्ना, कृता लोकविडम्बना । छिन्ते तामेष लोकानामनङ्गस्थानदानतः ।।१९।। શ્લોકાર્ધ : શુભ અને ઈતર એવા નામકર્મથી કરાયેલી જે લોકોની વિડંબના છે. તેને નામકર્મકૃત વિડંબનાને, આ=સદાગમ, લોકોને અનંગસ્થાનના દાનથી=અશરીરવાળી અવસ્થાની પ્રાપ્તિ કરાવવાથી નાશ કરે છે. ll૧૯ll શ્લોક : सर्वोत्तमत्वं भक्तानां, विधायाक्षयमव्ययम् । एष एव छिनत्त्युच्चैींचैर्गोत्रविडम्बनाम् ।।२०।। શ્લોકાર્થ : ભક્તોના અક્ષય, અવ્યય એવા સર્વોત્તમત્વને કરીને આ જસદાગમ જ, ઊંચ નીચ ગોત્રની વિડંબનાનો ઉચ્છેદ કરે છે=સર્વકર્મરહિત જીવ જ્યારે થાય છે ત્યારે ક્ષય ન પામે તેવી અક્ષય અને અવ્યય રૂપ સર્વોત્તમત્વ અવસ્થાને સદાગમના માહાભ્યથી પ્રાપ્ત કરે છે જેથી તેઓની ઊંચ નીચ ગોત્રની વિડંબના સદા માટે દૂર થાય છે. ll ll શ્લોક : एष एव च दानादिशक्तिसन्दोहकारणम् । एष एव महावीर्ययोगहेतुरुदाहृतः ।।२१।। શ્લોકાર્થ : આ જ=સદાગમ જ, દાનાદિશક્તિના સંદોહનું કારણ છે=દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય ઉપભોગાંતરાય કર્મોના ક્ષયોપશમજન્ય જીવમાં જે દાનાદિ-શક્તિઓનો સમૂહ છે તે શક્તિઓને પ્રગટ કરવાનું કારણ આ સદાગમ જ છે. તેથી તે સદાગમના માહાભ્યથી મહાત્માઓ સંસારમાં પણ દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય કર્મોના ક્ષયોપશમજન્ય અનેક પ્રકારના સુખ વૈભવને ભોગવે છે અને દાન આપીને મનુષ્યભવને સફળ કરે છે. આ જ=સદાગમ જ, મહાવીર્યના યોગનું હેતુ કહેવાયું છે. જેઓ શ્રતથી વાસિતમતિવાળા છે તેઓ અનાદિથી સંચિત કર્મોનો નાશ કરીને આત્માની ગુણસંપત્તિને Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ ૬૩ પ્રગટ કરવા માટે મહાવીર્યના યોગવાળા થાય છે. તે જીવોમાં મહાવીર્યને પ્રગટ કરવા પ્રત્યે સદાગમ જ કારણ છે. [૨૧] શ્લોક : अन्यच्च ये महापापा, निर्भाग्याः पुरुषाधमाः । न ते सदागमस्यास्य, नामापि बहु मन्यते ।।२२।। શ્લોકાર્ચ - અને અન્ય જેઓ મહાપાપી છે, નિર્ભાગ્યશેખર છે, પુરુષાધમ છે તેઓ આ સદાગમના નામને પણ બહુ માનતા નથી. ||રરા શ્લોક : ततस्तेन नरेन्द्रेण, ते पूर्वोक्तविधानतः । संसारनाटकेनोच्चैः, कदर्थ्यन्ते निरन्तरम् ।।२३।। શ્લોકાર્થ : તેથી તે રાજા વડે પૂર્વોક્ત વિધાનથી પૂર્વમાં કહેલું કે જેઓ સદાગમને માનતા નથી તેઓને કર્મપરિણામરાજા અત્યંત નચાવે છે એ પ્રકારના કથનથી, તે જીવો સંસારનાટકથી નિરંતર અત્યંત કદર્થના કરાય છે. III શ્લોક : य एव भाविकल्याणाः, पुण्यभाजो नरोत्तमाः । ते सदागमनिर्देशं, कुर्वन्ति महदादरात् ।।२४।। બ્લોકાર્ય : જેઓ જ ભાવિકલ્યાણવાળા, પુણ્યશાળી નરોતમ છે, તેઓ મહાન આદરથી સદાગમના નિર્દેશને કરે છે=જે પ્રમાણે સદાગમે પોતાની શક્તિ અનુસાર જે અનુષ્ઠાન કરવાનું કહ્યું છે તે પ્રમાણે તેઓ કરે છે. ર૪ll. શ્લોક : ततोऽपकर्ण्य राजानं, ते विडम्बनकारिणम् । संसारनाटकान्मुक्ता, मोदन्ते निवृतौ गताः ।।२५।। શ્લોકાર્ય :તેથી=પુણ્યશાળી એવા તે જીવો સદાગમના નિર્દેશ કરે છે તેથી, વિડંબના કરનારા એવા Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉ૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ રાજાની=સંસારી જીવોને વિડંબના કરનારા એવા કર્મપરિણામરાજાની, અવગણના કરીને તેઓ સંસારનાટકથી મુક્ત થયેલા, નિવૃત્તિમાં ગયેલા આનંદમાં વર્તે છે. I૫ll શ્લોક : राजभुक्तौ वसन्तोऽपि, राजानं तृणतुल्यकम् । सदागमप्रसादेन, मन्यन्ते ते निराकुलाः ।।२६।। શ્લોકાર્થ : રાજભક્તિમાં વસતા પણ=કર્મરાજાના રાજ્યમાં વસતા પણ, નિરાકુલ એવા તેઓ સદાગમના પ્રસાદથી તૃણ જેવા તે રાજાને માને છે=જેઓ સદાગમના નિર્દેશન કરનારા છે તેઓ મોક્ષમાં ગયા ન હોય ત્યારે સંસારમાં જ વર્તે છે અને સંસારમાં કર્મપરિણામરાજાનું એક છત્ર સામ્રાજ્ય છે તેથી તેની આજ્ઞાને કોઈ ઉલ્લંઘન કરતું નથી, તોપણ જે મહાત્માઓ સદાગમના વચનને અનુસરનારા છે, મોહના ઉપદ્રવ વગરના હોવાથી નિરાકુળ છે અને પોતાના ઉપર સદાગમનો પ્રસાદ વર્તે છે તેથી સંસારના સામ્રાજ્યને ભોગવનારા કર્મપરિણામરાજાને પણ તૃણ જેવો માને છે તેથી તેની કોઈ આજ્ઞાનું પાલન કરતા નથી, પરંતુ સ્વ-ઈચ્છાના બળથી સદાગમના જ વચનનું પાલન કરે છે. રજા શ્લોક : किञ्चाऽत्र बहुनोक्तेन? नास्ति तद्वस्तु किञ्चन । सदागमेऽस्मिन् भक्तानां, सुन्दरं यन जायते ।।२७।। શ્લોકાર્ચ - વળી, અહીં વધારે કહેવાથી શું ?=સદાગમના ગુણગાન વિષયક વધારે કહેવાથી શું ? સંક્ષેપથી બતાવે છે તે કોઈ વસ્તુ નથી કે આ સદાગમ હોતે છતે ભક્તોને જે સુંદર ન થાય ! અર્થાત્ થાય જ. ||૨૭ll શ્લોક : तदेतदस्य माहात्म्यं, किञ्चिल्लेशेन वर्णितम् । વિશેષત: પુનઃ વોચ, TUIનાં વનક્ષમ ? ર૮ાા શ્લોકાર્ચ - આનું સદાગમનું, તે આ માહાભ્ય છે, કંઈક લેશથી વર્ણન કરાયું છે. વળી વિશેષથી આનાક સદાગમના, ગુણોના વર્ણન કરવા માટે કોણ સમર્થ છે? અર્થાત્ કોઈ સમર્થ નથી. ll૨૮II Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ Cोs: ततः प्रज्ञाविशालाया, वाक्यमाकर्ण्य विस्मिता । हृदये चिन्तयत्येवं, सा सन्देहमुपागता ।।२९।। लोकार्थ : તેથી પ્રજ્ઞાવિશાલાના વાક્યને સાંભળીને હૃદયમાં વિસ્મિત થયેલી તે અગૃહીતસંકેતા સળેહને પામેલી આ પ્રમાણે વિચારે છે. ll૨૯ll टोs: यदिदं प्रियसख्या मे, विहितं गुणवर्णनम् । यदि सत्यमिदं तेन, नास्ति तुल्यस्ततोऽपरः ।।३०।। श्लोार्थ : પ્રિયસખી વડે જે આ ગુણોનું વર્ણન મને કરાયું મારી પાસે ગુણોનું વર્ણન કરાયું જો આ સત્ય छे=विशाला, ऽथन सत्य छे तो तेना तुल्य:AEDIमना तुल्य, जीले 5 नथी. ||30|| Rels: अतः पश्यामि तं तावत्करोमि स्वं विनिश्चयम् । परप्रत्ययतो ज्ञाते, न सन्देहो निवर्तते ।।३१।। श्लोकार्थ: આથી તેને જોઉં=સદાગમને જોઉં, સ્વનિશ્ચયને કરું. પરપ્રત્યયથી જ્ઞાત વસ્તુમાં સંદેહ નિવર્તન पामतो नथी. ||3|| ___ सदागमदर्शनाऽगृहीतसङ्केताविकल्पनाशः ततश्चैवं विचिन्त्य तया अगृहीतसङ्केतयाऽभिहिता प्रज्ञाविशाला-प्रियसखि! सुनिश्चितं सत्यवादिनीमपि भवतीमधुनाऽहमनेन सदागमस्यासम्भावनीयगुणवर्णनेनानर्गलभाषिणीमिव परिकल्पयामि। भवति च मे मनसि विकल्पः-किल परिचितमितिकृत्वा तमेषा वर्णयति, अन्यथा कथं कर्मपरिणामो महानरेन्द्रः कुतश्चिद् बिभीयात् ? कथं वैकत्र पुरुषे एतावान् गुणसंघातः संभाव्येत? न च प्रियसखी कदाचन मां विप्रलम्भयति, ततः सन्देहापनं दोलायते मे मनः, अतस्तमात्मपरिचितं परमपुरुषं विशेषतो दर्शयितुमर्हति मे भवती। प्रज्ञाविशालाऽऽह-सुन्दरमेतद् अभिप्रेतमेव मे हृदयस्य, अभिगमनीयो द्रष्टव्य एव चासौ भगवान्। ततो गते द्वे अपि तन्मूलं, दृष्टश्च ताभ्यां तस्य महाविजयरूपापणपङ्क्ति Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ भिविराजितस्यानेकमहापुरुषाकीर्णस्य महाविदेहरूपस्य विपणिमार्गस्य मध्ये वर्तमानः प्रधानजनपरिकरितो भूतभवद्भविष्यद्भावस्वभावाविर्भावनं कुर्वाणो भगवान् सदागमः। ततः प्रत्यासन्नीभूय प्रणम्य तच्चरणयुगलमुपविष्टे ते तन्निकटे। तदाकृतिदर्शनादेव सबहुमानं मुहुर्मुहुर्विलोकनादगृहीतसङ्केतायाः प्रनष्ट इव सन्देहो, वर्द्धितश्चित्तानन्दः, समुत्पन्नो विश्रम्भो, मताऽऽत्मनः कृतार्थता तद्दर्शनेनेति। ततः प्रज्ञाविशाला प्रत्यभिहितमनया। સદાગમના દર્શનથી અગૃહીતસંકેતાના વિકલ્પોનો નાશ તેથી અગૃહીતસંકેતાને આ પ્રકારે વિચાર આવ્યો તેથી, આ પ્રમાણે વિચારીને પોતે સદાગમને જોવા ઇચ્છે એ પ્રમાણે વિચારીને, તે અગૃહતસંકેતા વડે પ્રજ્ઞાવિશાલા કહેવાઈ – હે પ્રિયસખી ! સદાગમના આ અસંભાવતીય એવા ગુણ વર્ણનથી–પ્રિયસખીએ સદાગમના ગુણોને વર્ણન કર્યા એવા ગુણો અસંભાવનીય મને ભાસે છે તેવા ગુણવર્ણનથી, સુનિશ્ચિત, સત્યવાદી પણ તને તું સત્યવાદી છે એ પ્રમાણે નિર્ણય કરાયેલી પણ પ્રજ્ઞાવિશાલાને, હમણાં અતર્ગલભાષિણીની જેમ= અતિશયોક્તિ કરનારી વ્યક્તિની જેમ, હું કલ્પના કરું છું=અગૃહીતસંકેતાને પ્રજ્ઞાવિશાલા સાધ્વી પ્રત્યે અતિપરિચયના કારણે આ સાધ્વી અત્યંત સત્યવાદી છે તેવો નિર્ણય છે. તોપણ જ્યારે તે સાધ્વી સદાગમના પૂર્વમાં વર્ણન કર્યું તે પ્રમાણે ગુણોનું વર્ણન કરે છે અને કહે છે કે સદાગમ પ્રત્યે ભક્તિવાળા જીવોને જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જે સુંદર ન થાય, માટે જીવનું એકાંત હિતકારી સદાગમ જ છે, અન્ય કોઈ નથી. તે વચન મંદપ્રજ્ઞાને કારણે અગૃહીતસંકેતા નામની રાજકન્યાને અતિશયોક્તિ જેવું લાગે છે. તેથી અગૃહીતસંકેતાને જે પ્રકારે પોતાને સંશય થાય છે તે પ્રકારે જ સરલભાવથી વ્યક્ત કરે છે અને કહે છે કે મારા મનમાં વિકલ્પ થાય છે કે ખરેખર પરિચિત છેઃ સદાગમ પરિચિત છે, જેથી કરીને આ પ્રજ્ઞાવિશાલા, તેનું વર્ણન કરે છે=સદાગમનું આ પ્રમાણે વર્ણન કરે છે. અતિશય પરિચયને કારણે સદાગમ પ્રત્યે રાગ થયેલો છે એથી કરીને તેને આ રીતે વાસ્તવિકતાથી અધિક ગુણોથી વર્ણન કરે છે. અન્યથા=અતિશયોક્તિભર્યું સદાગમ વિષયક સખીનું કથન ન હોય તો, કર્મપરિણામ મહારાજા કોઈનાથી કેવી રીતે ભય પામે. અર્થાત્ અતુલ સામર્થ્યવાળો કર્મપરિણામરાજા ક્યારે પણ સદાગમથી ડરે નહીં, છતાં સખીનું કથન સર્વ અતિશયોક્તિભર્યું લાગે છે તેથી જ કહે છે કે સદાગમથી જ કર્મપરિણામરાજા ડરે છે. અથવા એક પુરુષમાં આટલા ગુણોનો સમૂહ કેવી રીતે સંભવે ?=પ્રજ્ઞાવિશાલા સદાગમના જે ગુણો કહે છે એટલા ગુણોનો સમૂહ એક પુરુષમાં કેવી રીતે સંભવે ? અર્થાત્ સંભવે નહીં અને પ્રિય સખી ક્યારે મને ઠગતી નથી=પ્રજ્ઞાવિશાલા ક્યારે અસંબદ્ધ વચન કહેતી નથી, તેથી સંદેહને પામેલું મારું મન ડોલાયમાન થાય છે એ પ્રમાણે અગૃહીતસંકેતા પ્રજ્ઞાવિશાલાને કહે છે. આથી=મારું મન Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ સંદેહથી ડોલાયમાન છે આથી, આત્મપરિચિત એવા પરમપુરુષને વિશેષથી ભગવતીએ મને બતાવવું જોઈએ અગૃહીતસંકેતા કહે છે કે પ્રજ્ઞાવિશાલાના વચનમાં મને સંદેહ થાય છે તેથી તેણીએ પોતાના અત્યંત પરિચિત એવા પરમ પુરુષરૂપ સદાગમને વિશેષથી મને બતાવવું જોઈએ જેથી મારો સંદેહ દૂર થાય, પ્રજ્ઞાવિશાલા કહે છે આ સુંદર છે તને સદાગમનો પરિચય કરવાની ઈચ્છા થઈ તે સુંદર છે, મારા હૃદયને અભિપ્રેત જ છે મારી સખી સદાગમને વિશેષથી જાણે એ મને અભિપ્રેત જ છે, આ ભગવાન=સદાગમરૂપ ભગવાન, અભિગમનીય અને જોવા યોગ્ય જ છે=જ્યાં આ સદાગમ રહેલ છે ત્યાં આપણે જવું જોઈએ અને જોવા જ જોઈએ, તેથી તે બંને પણ તેમની પાસે ગઈ=આગૃહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાલા તે બંને પણ તેમની પાસે ગઈ, અને મહાવિજયરૂપ આપણ પંક્તિઓથી વિરાજિત, અનેક મહાપુરુષથી આકીર્ણ તે મહાવિદેહરૂપ વિપત્તિમાર્ગના મધ્યમાં=બજારમાર્ગની મધ્યમાં, વર્તમાન પ્રધાન લોકોથી પરિકરિત ભૂત, વર્તમાન, અને ભવિષ્યના ભાવોના સ્વભાવને આવિર્ભાવ કરતા ભગવાન સદાગમ તે બંને દ્વારા જોવાયા. તે બંને મહાવિદેહમાં જાય છે. જે મહાવિદેહ બત્રીસ વિજય રૂપી બજારની પંક્તિઓથી શોભે છે તે બધી વિજયોમાં અનેક મહાપુરુષો વસે છે અને તે મહાવિદેહના મધ્યભાગમાં વર્તતા એવા સદાગમને તે બંને સખીઓ જુએ છે અને તે સદાગમ પાસે આત્મકલ્યાણના અર્થી એવા પ્રધાન પુરુષો તત્ત્વ સાંભળવા માટે બેઠેલા હતા અને સદાગમ ત્રણેય કાળનું યથાર્થ સ્વરૂપ લોકોને બતાવતા હતા. અર્થાત્ આપણો આત્મા શાશ્વત છે ભૂતકાળમાં કર્મને પરવશ થઈને અત્યાર સુધી સંસારચક્રમાં અનેક કદર્થનાઓ પામ્યો છે, વર્તમાનમાં જેઓ સમ્યગુધર્મને સેવતા નથી તેઓ અનેક કર્થનાઓ પામી રહ્યા છે અને ભવિષ્યમાં અનેક કદર્થનાઓ પામશે. અને જેઓ ઉચિત ધર્મનું સેવન કરશે તેઓ સદ્ગતિઓની પરંપરા દ્વારા મોક્ષ સુખને પામશે ઇત્યાદિ સંસારના વાસ્તવિક સ્વભાવનું વર્ણન કરતા તે સદાગમ ત્યાં બેઠેલા હતા તેમને આ બંને સખીઓ જુએ છે. ત્યારપછી પાસે જઈને તેમના ચરણયુગલને નમસ્કાર કરીને તેઓ તેમની નિકટમાં બેઠી. તેમની આકૃતિના દર્શનથી જ બહુમાન સહિત વારંવાર અવલોકનને કારણે અગૃહીતસંકેતાનો સંદેહ પ્રકષ્ટ જેવો થયો. ચિત્તનો આનંદ વૃદ્ધિ પામ્યો, વિશ્ર્વાસ ઉત્પન્ન થયો. તેમના દર્શનથી તે મહાત્માના દર્શનથી, આત્માની કૃતાર્થતા મનાઈ=આગૃહીતસંકેતાને મહાત્માના દર્શનથી પોતાનો જન્મ સફલ થયો છે તેમ જણાય છે. તેથી પ્રજ્ઞાવિશાલા પ્રત્યે આના વડે અગૃહીતસંકેતા વડે, કહેવાયું. अगृहीतसङ्केताकृतसदागमपर्युपासनासंकल्पः શ્લોક : अपि चधन्याऽसि त्वं महाभागे! सुन्दरं तव जीवितम् । यस्याः परिचयोऽनेन, पुरुषेण महात्मना ।।१।। Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ અગૃહીતસંકેતા વડે કરાયેલ સદાગમની પર્યાપાસનાનો સંકલ્પ શ્લોકાર્ય :શું કહેવાયું ? તે ‘પ થી કહે છે – હે મહાભાગ્યશાળી ! તું ધન્ય છો ! તારું જીવિત સુંદર છે. જેણીને આ મહાત્મા પુરુષ સાથે પરિચય છે. IIII. શ્લોક : अहं तु मन्दभाग्याऽऽसं, वञ्चिताऽऽसं पुरा यया । ન કૃદોડવં મદમા, પુરુષ: પૂર્વજન્મ: રા શ્લોકાર્થ : વળી, હું મંદભાગ્યવાળી હતી, જેના કારણે પૂર્વમાં હું ઠગાયેલી હતી=અગૃહીતસંકેતા કહે છે કે હું મંદભાગ્યવાળી છું, જેના કારણે આ મહાપુરુષના દર્શનથી અત્યાર સુધી વંચિત રહેલી છું. ધોયેલા પાપકર્મવાળા આ મહાભાગ પુરુષ મારા વડે જોવાયા નહીં. llll શ્લોક : नाधन्याः प्राप्नुवन्तीमं, भगवन्तं सदागमम् । निर्लक्षणनरो नैव, चिन्तामणिमवाप्नुते ।।३।। શ્લોકાર્ચ - અધન્ય જીવો આ ભગવાન સદાગમને પ્રાપ્ત કરતા નથી. માટે હું અધન્ય હતી એ પ્રકારે અગૃહીતસંકેતા પ્રજ્ઞાવિશાલાને કહે છે નિર્લક્ષણપુરુષ ચિંતામણિને પ્રાપ્ત કરતો નથી. હું પણ પુણ્યરહિત હતી તેથી જ ચિંતામણિ જેવા આ મહાપુરુષને સદાગમને, પ્રાપ્ત કરી શકી નહીં. lall બ્લોક : संजाता पूतपापाऽहमधुना मृगलोचने!। तव प्रसादाद् दृष्ट्वेमं, महाभागं सदागमम् ।।४।। શ્લોકાર્ય : હે મૃગલોચના પ્રજ્ઞાવિશાલા, તારા પ્રસાદથી મહાભાગ એવા આ સદાગમને જોઈને હમણાં હું ધોવાયેલા પાપવાળી થઈ છું. llll Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ ૯ શ્લોક : त्वया कमलपत्राक्षि! येऽस्य संवर्णिता गुणाः । ते तथैव मया सर्वे, दर्शनादेव निश्चिताः ।।५।। શ્લોકાર્થ : હે કમલપત્રાક્ષિ પ્રજ્ઞાવિશાલા, આ પુરુષના જે ગુણો તારા વડે વર્ણન કરાયા તે સર્વ દર્શનથી જ મારા વડે તે પ્રકારે નિશ્ચય કરાયા. પા. શ્લોક : नाहं विशेषतोऽद्यापि, वेदम्यस्य गुणगौरवम् । नास्त्यन्यः पुरुषोऽनेन, तुल्य एतत्तु लक्षये ।।६।। શ્લોકાર્ય : હજી પણ હું વિશેષથી આમના ગુણગૌરવને જાણતી નથી, આમની તુલ્ય અન્ય પુરુષ નથી એ વળી હું જાણું છું. IIઉll શ્લોક : आसीन्मे मन्दभाग्यायाः, पुरेमं प्रति संशयः । गुणेषु दर्शनादेव, साम्प्रतं प्रलयं गतः ।।७।। શ્લોકાર્ધ : પૂર્વમાં આમના પ્રત્યે=આ સદાગમ પ્રત્યે મંદભાગ્યવાળી એવી મને સંશય હતો, હવે દર્શનથી જ=આ સદાગમના દર્શનથી જ, ગુણોમાં સદાગમના ગુણોમાં, સંશય પ્રલય પામ્યો છે સંશય નાશ પામ્યો છે. અગૃહીતસંકેતાને સદાગમનો વિશેષ પરિચય નહિ હોવા છતાં તેમના ગુણોને કહેનારી આ કૃતિને જોઈને જ પ્રજ્ઞાવિશાલા દ્વારા વર્ણન કરાયેલા સદાગમના ગુણો વિષયક સંશય નાશ પામ્યો છે અને તેનાથી પોતાને જે ભાવ થાય છે તે ભાવને અગૃહીતસંકેતા પ્રજ્ઞાવિશાલા પાસે પ્રગટ કરે છે. ITI શ્લોક : निगूढचरिताऽसि त्वं, सत्यं सद्भाववर्जिता । यया न दर्शितः पूर्वं, ममैष पुरुषोत्तमः ।।८।। શ્લોકાર્ય : વળી, અગૃહીતસંકેતા પ્રજ્ઞાવિશાલાને કહે છે. ખરેખર સદ્ભાવવર્જિત=મારા પ્રત્યે સભાવથી રહિત, તું નિગૂઢ ચારિત્રવાળી છો. જેના કારણે પૂર્વમાં મને આ પુરુષોતમ પુરુષ બતાવાયો નહીં. llcil Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોક : तत्साम्प्रतं मयाऽप्यस्य, भवत्या सह सुन्दरि! । दिने दिने समागत्य, कर्त्तव्या पर्युपासना ।।९।। શ્લોકાર્ય : તે કારણથી=આ સદાગમ ખરેખર ગુણના નિધાન છે એવો મને વિશ્વાસ થયો છે તે કારણથી, હવે હે સુંદરી, તમારી સાથે મારે પણ દિવસે દિવસે આવીને આમની પર્યાપાસના કરવી જોઈએ= સદાગમની પર્યાપાસના કરવી જોઈએ. ll II શ્લોક : गुणाः स्वरूपमाचारश्चित्ताराधनमुच्चकैः । त्वयाऽस्य सर्वं चार्वगि! ज्ञातं कालेन भूयसा ।।१०।। શ્લોકાર્ચ - હે ચાર્વગિ પ્રજ્ઞાવિશાલા ! આમના=સદાગમના, અત્યંતપણાથી ગુણો, સ્વરૂપ, આચાર, ચિત્તનું આરાધન તારા વડે ઘણાકાળથી જ્ઞાત છે=અગૃહીતસંકેતા પ્રજ્ઞાવિશાલાને કહે છે કે આ સદાગમ મહાપુરુષ સાથે તારો ઘણાકાળનો પરિચય છે તેથી તે તેના ગુણોને જાણે છે, આથી જ પૂર્વમાં સદાગમના સર્વગુણો વિસ્તારથી તેં મને બતાવ્યા છે. વળી, આ સદાગમનું સ્વરૂપ કેવું છે તે પણ તું જાણે છે. વળી, આ સદાગમ કેવા આચારો પાળનારા છે તે પણ તું જાણે છે, હું જાણતી નથી. વળી, આ સદાગમના ચિત્તનું આરાધન કઈ રીતે થઈ શકે તે પણ તું જાણે છે, હું જાણતી નથી. કઈ રીતે સદાગમનું અનુસરણ કરવાથી સદાગમનું ચિત્ત આપણા પ્રત્યે કૃપાળુ થાય તે તું જાણે છે, હું જાણતી નથી. આ પ્રમાણે અગૃહીતસંકેતા પ્રજ્ઞાવિશાલાને કહે છે. આથી=પ્રજ્ઞાવિશાલા તારા વડે સદાગમના ગુણો આદિ અત્યંત જ્ઞાત છે. ||૧૦|| શ્લોક : अतो ममापि तत्सर्वं, निवेद्यं वल्गुभाषिणि! । येनाहमेनमाराध्य, भवामि तव सन्निभा ।।११।। શ્લોકાર્ચ - આથી, હે વલ્લુભાષિણિ =હે સુંદર બોલનારી પ્રજ્ઞાવિશાલા, તે સર્વ=સદાગમના ગુણો સ્વરૂપ આદિ સર્વ, મને પણ નિવેદન કરાવા જોઈએeતારા વડે નિવેદન કરાવા જોઈએ, જેથી આમની આરાધના કરીને સદાગમની આરાધના કરીને, હું તારા જેવી થાઉં. II૧૧il Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોક : ततः प्रज्ञाविशालाऽऽह, चारु चारूदितं प्रिये! । થવું ગુરુ દત્ત, સત્નો ને પરિશ્રમ ા૨ાા શ્લોકાર્થ : તેથી=અગૃહીતસંકેતાએ પ્રજ્ઞાવિશાલાને કહ્યું કે હું પણ સદાગમની આરાધના કરીને તારા જેવી થાઉં તેથી, પ્રજ્ઞાવિશાલા કહે છે. હે પ્રિય સખી ! સુંદર સુંદર તારા વડે કહેવાયું, જો આ પ્રમાણે આ સદાગમની આરાધના કરીને મારા જેવી થવા પ્રયત્ન કરીશ તો, ખરેખર મારો પરિશ્રમ સફલ છે. પ્રજ્ઞાવિશાલા બુદ્ધિમાન છે તેથી પૂર્વમાં અગૃહીતસંકેતાને ક્યારેય સદાગમનો પરિચય કરાવ્યો નહીં. પરંતુ સદાગમ પ્રત્યે તેને અત્યંત અહોભાવ થાય તેના માટે ઉચિત કાળક્ષેપ આવશ્યક છે તેમ જાણીને અગૃહીતસંકેતાને પ્રસંગ પામીને સદાગમનું માહાત્મ બતાવ્યું. જે સાંભળીને અગૃહીતસંકેતાને પ્રજ્ઞાવિશાલા પ્રત્યે કંઈક વિશ્વાસ હતો તોપણ સદાગમના ગુણના વર્ણનથી પ્રજ્ઞાવિશાલાનાં વચન અતિશયોક્તિવાળા લાગે છે છતાં સદાગમને જાણવાની જિજ્ઞાસા પણ ઉત્પન્ન થાય છે અને અગૃહીતસંકેતાની બુદ્ધિમાં સદાગમના વર્ણનથી સાંભળેલા ગુણો કંઈક ઉપસ્થિત હતા અને સદાગમને જોવાથી તે ગુણો તેવા જ છે તેવું સામાન્યથી તેને નિર્ણય થાય છે અને જો તે ગુણોના વર્ણન વગર અગૃહતસંકેતા સદાગમનાં દર્શન કરે તો પણ તે પ્રકારે સદાગમને જાણી શકે નહીં તેથી ઉચિતકાળે સદાગમના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરીને સદાગમની આરાધનાને સન્મુખ અગૃહીતસંકેતાને જાણીને પ્રજ્ઞાવિશાલા કહે છે કે જો તું સદાગમની આરાધના કરીશ તો મારો શ્રમ તું સફલ કરે છે; કેમ કે સદાગમને પામીને અગૃહીતસંકેતા હિતની પરંપરાને પામે એ જ અભિપ્રાયથી પ્રજ્ઞાવિશાલાનો અત્યાર સુધીનો સર્વ શ્રમ હતો. વિશા શ્લોક : अहो विशेषविज्ञानमहो वचनकौशलम् । अहो कृतज्ञता गुर्वी, तवेयं चारुलोचने! ।।१३।। શ્લોકાર્ચ - પ્રજ્ઞાવિશાલા અગૃહીતસંકેતાને કહે છે. હે ચારુલોચના ! તારું આ અહો વિશેષ વિજ્ઞાન છેઃ અગૃહીતસંકેતાનું આ પ્રકારનું કથન સુંદર એવું વિશેષ વિજ્ઞાન છે, અહો વચનનું કૌશલ્ય= અગૃહીતસંકેતાનું આ પ્રકારનું કથન કહેવામાં સુંદર વચનનું કુશલપણું છે, અહો ઘણી કૃતજ્ઞતા છે=સદાગમનો પરિચય કરાવાથી જે અગૃહીતસંકેતા પ્રજ્ઞાવિશાલાનો ઉપકાર અભિવ્યક્ત કરે છે તેમાં તેનો કૃતજ્ઞતાનો ગુણ ઘણો શ્રેષ્ઠ છે. ૧૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ શ્લોક : सङ्केताभावतो भद्रे! न जानीषे सदागमम् । तथापि परमार्थेन, योग्यता तव विद्यते ।।१४।। શ્લોકાર્ય : હે ભદ્ર ! સંકેતનો અભાવ હોવાથી તું સદાગમને જાણતી નથી. તોપણ તારી પરમાર્થથી યોગ્યતા વિધમાન છે=પ્રજ્ઞાવિશાલા અગૃહીતસંકેતાને કહે છે કે શાસ્ત્ર જે તાત્પર્યમાં કહે છે તેના સંકેતના જ્ઞાનનો તને અભાવ હોવાથી તું સદાગમને જાણતી નથી અર્થાત્ તારામાં સદાગમ સમ્યફ પરિણામ પામ્યો નથી. તોપણ સદાગમ પ્રત્યે તને સદ્ભાવ છે તે કારણે પરમાર્થથી સદાગમને પ્રાપ્ત કરવાની તારી યોગ્યતા છે; કેમ કે જે જીવોને સદાગમ પ્રત્યે બહુમાન છે તે જીવો મંદબુદ્ધિવાળા હોય તોપણ સદાગમના વચનને પ્રીતિપૂર્વક સાંભળે છે તેથી, પુનઃ પુનઃ સ્મરણ દ્વારા તેના પરમાર્થને પ્રાપ્ત કરી શકે છે. I[૧૪ શ્લોક : एवं च कुर्वती नित्यं, मया सार्द्ध विचारणम् । अज्ञातपरमार्थाऽपि, ज्ञाततत्त्वा भविष्यसि ।।१५।। શ્લોકાર્ચ - આ પ્રમાણે હંમેશાં મારી સાથે વિચારણાને કરતી અજ્ઞાત પરમાર્થવાળી પણ તું જાણેલા તત્વવાળી થઈશ. I૧૫II શ્લોક : ततः संजाततोषे ते, नमस्कृत्य सदागमम् । प्रियसख्यौ गते तावत्स्वस्थानं तत्र वासरे ।।१६।। શ્લોકાર્ચ - ત્યારપછી સંજાતતોષવાળી એવી તે બંને પ્રિયસખી સદાગમને નમસ્કાર કરીને તે દિવસે સ્વાસ્થાનમાં ગઈ. II૧૬ll બ્લોક : एवं दिने दिने सख्योः, कुर्वत्त्योः सेवनां तयोः । सदागमस्य गच्छन्ति, दिनानि किल लीलया ।।१७।। Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોકાર્થ : આ રીતે=પ્રજ્ઞાવિશાલા સાથે અગૃહીતસંકેતા સદાગમ પાસે આવી એ રીતે, દિવસે દિવસે સદાગમની સેવના કરતી તે બે સખીઓના દિવસો લીલાપૂર્વક પસાર થાય છે. II૧૭II धात्रीभूतप्रज्ञाविशालाप्रयत्नेन भव्यपुरुषस्य सदागमशिष्यीभावस्वीकरणम् શ્લોક ઃ अथान्यदा विशालाक्षी, प्रोक्ता सा तेन धीमता । प्रज्ञाविशाला सानन्दं, पुरुषेण महात्मना ।। १८ ।। ધાત્રીરૂપ પ્રજ્ઞાવિશાલાના પ્રયત્નથી ભવ્યપુરુષ દ્વારા સદાગમના શિષ્યભાવનો સ્વીકાર શ્લોકાર્થ : હવે, અન્યદા વિશાલાક્ષી એવી તે પ્રજ્ઞાવિશાલા તે બુદ્ધિમાન મહાત્માપુરુષ વડે=સદાગમ વડે, સાનંદ કહેવાઈ=સહર્ષ કહેવાઈ. II૧૮૫ શ્લોક ઃ एष सर्वगुणाधारो, भवत्या स्नेहनिर्भरः । बालकालात्समारभ्य, कर्त्तव्यो राजदारकः ।।१९।। ૭૩ શ્લોકાર્થ : સર્વગુણનો આધાર એવો આ રાજપુત્ર તારા વડે=પ્રજ્ઞાવિશાલા વડે, બાલકાળથી માંડીને સ્નેહનિર્ભર કરવો જોઈએ. એ પ્રમાણે સદાગમે પ્રજ્ઞાવિશાલાને કહ્યું, II૧૯।। શ્લોક ઃ गत्वा राजकुलं भद्रे ! विधाय दृढसङ्गतम् । आवर्ज्य जननीचित्तं, धात्री भव कथञ्चन ।। २० ।। શ્લોકાર્થ ઃ હે ભદ્ર ! રાજકુળમાં જઈને દૃઢ સંગતને કરીને=દૃઢ સંબંધને કરીને, માતાના ચિત્તનું આવર્જન કરીને=તે રાજપુત્રની માતાના ચિત્તનું આવર્જન કરીને, કોઈ રીતે તું ધાત્રી થા. II૨૦ના Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ त्वयि संजातविश्रम्भो, येनायं राजदारकः । सुखं विवर्द्धमानोऽपि प्रयाति मम वश्यताम् ।। २१ ।। શ્લોકાર્થ : જે કારણથી તારામાં પ્રાપ્ત થયેલા વિશ્વાસવાળો આ રાજપુત્ર સુખપૂર્વક વધતો પણ મારી વશ્યતાને પ્રાપ્ત કરે. II૨૧II શ્લોક ઃ ततो निक्षिप्य निःशेषमात्मीयं ज्ञानकौशलम् । सुपात्रेऽत्र भविष्यामि, कृतकृत्योऽहमञ्जसा ।। २२ ।। શ્લોકાર્થ ઃ તેથી નિઃશેષ પોતાનું જ્ઞાનકૌશલ્ય આ સુપાત્રમાં નિક્ષેપ કરીને=આ રાજપુત્ર રૂપ સુપાત્રમાં નિક્ષેપ કરીને, હું શીઘ્ર કૃતકૃત્ય થઈશ. I॥૨૨॥ શ્લોક ઃ ततो यदादिशत्यार्य ! इत्युक्त्वा नतमस्तका । प्रज्ञाविशाला तद्वाक्यमनुतस्थौ कृतादरा ।। २३ ।। શ્લોકાર્થ : તેથી હે આર્ય ! જે જે આદેશ કરો છો, એ પ્રમાણે કહીને=જે આદેશ કરો છો તે હું કરીશ એ પ્રમાણે કહીને નતમસ્તકવાળી, કૃત આદરવાળી પ્રજ્ઞાવિશાલાએ તેમના વાક્યને કર્યું=તેમના વચનનું અનુસરણ કર્યું. ।।૨૩।। શ્લોક ઃ अथासौ भव्यपुरुषस्तां धात्रीं प्राप्य सुन्दराम् । ललमानः सुखेनाऽऽस्ते, देववद्दिवि लीलया ।।२४।। શ્લોકાર્થ ઃ હવે, તે સુંદર ધાત્રીને પ્રાપ્ત કરીને આ ભવ્યપુરુષ દેવલોકના દેવની જેમ લીલાથી રમતો સુખે રહે છે. II૨૪II Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોક : क्रमात्संवर्द्धमानोऽसौ, कल्पपादपसंनिभः । संजातः सर्वलोकानां, लोचनानन्ददायकः ।।२५।। શ્લોકાર્થ :ક્રમથી વધતો કલ્પવૃક્ષના જેવો આ સર્વલોકોના લોચનને આનંદ દેનારો થયો. આરપી શ્લોક : ये ते सदागमेनोच्चै विनो वर्णिता गुणाः । आविर्भूताः समस्तास्ते, कौमारे तस्य तिष्ठतः ।।२६।। શ્લોકાર્ધ : સદાગમ વડે કુમારના ભવિષ્યમાં થનારા જે ગુણો વર્ણન કરાયા તે ગુણો, કુમાર અવસ્થામાં રહેતા તેને રાજપુત્રને, સમસ્ત અત્યંત આવિર્ભાવ પામ્યા. રિકો શ્લોક : ततः परिचयं कर्तुं, तया प्रज्ञाविशालया । નીતઃ સલામતમ્ય, સોડા રનવાર પારકા શ્લોકાર્ચ - ત્યારપછી તે પ્રજ્ઞાવિશાલા વડે તે રાજપુત્ર અન્યદા પરિચય કરાવા માટે સદાગમની પાસે લઈ જવાયો. ર૭ી. શ્લોક : स च तं वीक्ष्य पुण्यात्मा, महाभागं सदागमम् । મવિમદ્રત થ:, પરં કમુપાતિઃ શારદા શ્લોકાર્થ : અને તે પુણ્યાત્મા રાજપુત્ર તે મહાભાગ એવા સદાગમને જોઈને ભાવિભદ્રપણાને કારણે હું ધન્ય છું, એ પ્રમાણે માનતો, પરમ હર્ષને પામ્યો. ll૨૮ll શ્લોક : ततः प्रणम्य सद्भक्त्या, निषण्णोऽसौ तदन्तिके । आकर्णितं मनोहारि, तद्वाक्यममृतोपमम् ।।२९।। Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - ત્યારપછી સભક્તિથી પ્રણામ કરીને=સદાગમને નમસ્કાર કરીને આ=રાજપુત્ર, તેમના પાસે બેઠો સદારામના પાસે બેઠો, અમૃતની ઉપમાવાળા મનોહારી એવા તેમનું વાક્ય સાંભળ્યું. ll૨૯ll શ્લોક : आवर्जितो गुणस्तस्य, शशाङ्ककरनिर्मलैः । स भव्यपुरुषश्चित्ते, ततश्चेदमचिन्तयत् ।।३०।। શ્લોકાર્થ : ચંદ્ર જેવા નિર્મલ તેમના ગુણોથી સદાગમના ગુણોથી, ચિતમાં આવર્જિત થયેલા તે ભવ્યપુરુષે ત્યારપછી આ પ્રમાણે વિચાર્યું. શું વિચારે છે ? તે બતાવે છે. Il3oll બ્લોક : अस्याहो वाक्यमाधुर्यमहो रूपमहो गुणाः । अहो मे धन्यता येन, नरोऽयमवलोकितः ।।३१।। શ્લોકાર્ચ - અહો, આમના વાક્યનું માધુર્ય સદાગમના વાક્યનું માધુર્ય, અહો આમનું રૂપ, અહો ગુણોત્ર સદાગમનું આશ્ચર્યકારી માધુર્ય છે, આશ્ચર્યકારી રૂપ છે અને આશ્ચર્યકારી ગુણો છે. અહો મારી ધન્યતા છે=આશ્ચર્યકારી મારી પુણ્ય પ્રકૃતિ છે, જેથી આ નરોત્તમ મારા વડે જોવાયા. ll૩૧TI બ્લોક : धन्येयं नगरी यस्यां, वसत्येष सदागमः । संजातः पूतपापोऽहं, दर्शनादस्य धीमतः ।।३२।। શ્લોકાર્ય : આ નગરી ધન્ય છે જેમાં આ સદાગમ વસે છે. બુદ્ધિમાન એવા આના દર્શનથી=સદાગમના દર્શનથી, ધોવાયેલા પાપવાળો હું થયો છું. l૩રા શ્લોક : नूनमेष भवद्भूतभाविभावविभावनम् । માવતો ભાવનુચૈ , વોલ્વેષ સતામ: પારૂરૂા. Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોકાર્ધ : ખરેખર આ સદાગમ ભગવાન ભાવથી પરમાર્થથી, વર્તમાન, ભૂત, ભાવિના ભાવોને વિભાવન અત્યંત કરે છે–પ્રગટ કરે છે. ll૧૩ll શ્લોક : तदेष सदुपाध्यायो, यदि संपद्यते मम । ततोऽहमस्य नेदिष्ठो, गृह्णामि सकलाः कलाः ।।३४।। શ્લોકાર્ય : તે કારણથી જો આ મારા સઉપાધ્યાય થાય તો હું આમની પાસે રહેલી સકલ કલાને ગ્રહણ કરું. આ પ્રકારનો પરિણામ ભવ્ય પુરુષ સુમતિને થાય છે. ll૩૪ll. શ્લોક : ततः प्रज्ञाविशालायास्तेनाकूतं निवेदितम् । जननीजनकयोर्गत्वा, तयाऽपि कथितं वचः ।।३५।। શ્લોકાર્ય : ત્યારપછી તેના વડે તે ભવ્યપુરુષ વડે, પ્રજ્ઞાવિશાલાને પોતાનો અભિપ્રાય નિવેદિત કરાયો, તેણી વડે પણ=પ્રજ્ઞાવિશાલા વડે પણ, માતા-પિતાની પાસે જઈને વચન કહેવાયું–તે રાજપુત્રનું વચન કહેવાયું. રૂપા શ્લોક : प्रादुर्भूतस्तयोस्तोषः, प्रविधाय महोत्सवम् । ततः समर्पितस्ताभ्यां, सोऽन्यदा शुभवासरे ।।३६।। શ્લોકાર્ચ - તેઓનેeતે રાજપુત્રના માતા-પિતાને, તોષ પ્રાદુર્ભત થયો. મહોત્સવને કરીને ત્યારપછી તેઓ દ્વારાતે રાજપુત્રના માતા-પિતા દ્વારા, તે રાજપુત્ર, અન્યદા શુભદિવસમાં સમર્પણ કરાયો= સદાગમને સમર્પણ કરાયો. ll૧૬ll બ્લોક : થP ?कृतकौतुकसत्कारः, परिपूज्य सदागमम् । स भव्यपुरुषस्तस्य, शिष्यत्वेन निवेदितः ।।३७।। Page #95 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ सिताम्बरधरो धीरः, सितभूषणभूषितः । सितपुष्पभरापूर्णः, सितचन्दनचर्चितः ।।३८ ।। युग्मम् શ્લોકાર્ધ : કેવી રીતે સમર્પણ કરાયો ? તેથી કહે છે કે શ્વેતવસ્ત્રને ધારણ કરનાર, સિતભૂષણોથી ભૂષિત શ્વેત આભૂષણોથી ભૂષિત, શ્વેત પુષ્પનાં આભરણોથી પૂર્ણ, શીતલ ચંદનથી ચર્ચિત, ઘીર એવો ભવ્યપુરુષ કર્યો છે કૌતુકનો સત્કાર જેણે એવો તે ભવ્યપુરુષ, સદાગમને પરિપૂજન કરીને તેમના શિષ્યપણાથી નિવેદિત કરાયો=અર્પણ કરાયો. ll૩૭-૩૮ll શ્લોક : ततो महाप्रमोदेन, विनयेन विनेयताम् । प्रपन्नस्तस्य पुण्यात्मा, कलाग्रहणकाम्यया ।।३९।। શ્લોકાર્ચ - તેથી મહપ્રમોદથી વિનયપૂર્વક ક્લાગ્રહણ કામનાથી તેમની સદાગમની, વિનેયતાને શિષ્યપણાને, પુણ્યાત્મા એવા તેણે સ્વીકારી. ll૧૯ll શ્લોક : ततो दिने दिने याति, स पार्श्वे तस्य धीमतः । सदागमस्य जिज्ञासुः, सार्द्ध प्रज्ञाविशालया ।।४।। શ્લોકાર્થ : ત્યારપછી પ્રજ્ઞાવિશાલાની સાથે જિજ્ઞાસુ એવો તે દિવસે દિવસે બુદ્ધિમાન એવા તે સદાગમની પાસે જાય છે. Ioll શ્લોક : अन्यदा हट्टमार्गेऽसौ, लीलयाऽऽस्ते सदागमः । સમવ્યપુરુષોડષ્ય, યુa: પ્રજ્ઞાવિશાનયા ૪૨ાા શ્લોકાર્ચ - અન્યકાળે આ સદાગમ હટ્ટમાર્ગમાં=બજારમાર્ગમાં, લીલાપૂર્વક બેઠેલા છે, પ્રજ્ઞાવિશાલાથી યુક્ત તે ભવ્ય પુરુષ સદાગમની પાસે બેઠેલા છે. II૪૧II Page #96 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ श्लोड : स भूरिनरसङ्घातपरिवारितविग्रहः । अशेषभावसद्भावं, वदन्नास्ते सदागमः ।।४२।। श्लोकार्थ : ઘણા મનુષ્યના સમૂહથી પરિવારિત શરીરવાળા એવા તે સદાગમ અશેષભાવના સદ્ભાવને हेता जेठेला छे. ॥४२॥ श्लोक : अथागृहीतसङ्केता, सख्याः पार्श्वे समागता । नत्वा सदागमं साऽपि, निषण्णा शुद्धभूतले ।।४३॥ ७८ श्लोकार्थ : હવે સખીની પાસે આવેલી અગૃહીતસંકેતા, સદાગમને નમસ્કાર કરીને તે પણ=અગૃહીતસંકેતા शुद्धभूमिमा जेठी. ॥४३॥ श्लोड : पृष्टा प्रियसखीवार्ता, मानितो राजदारकः । स्थिता सदागममुखं पश्यन्ती स्तिमितेक्षणा ॥ ४४॥ श्लोकार्थ : પ્રિયસખીને વાર્તા પુછાવાઈ, રાજપુત્રને માન અપાયું, સદાગમના મુખને જોતી સ્થિર દૃષ્ટિવાળી अगृहीतसंडेता जेठी. ॥ ४४ ॥ संसारिजीवनामतस्करस्य सदागमशरणस्वीकारः इतश्चैककालमेवैकस्यां दिशि समुल्लसितो वाक्कलकलः, श्रूयते विरसविषमडिण्डिमध्वनिः, समाकर्ण्यते दुर्दान्तलोककृतोऽट्टहासः, ततः पातिता तदभिमुखा समस्तपर्षदा दृष्टिः, यावत् विलिप्तसमस्तगात्रो भस्मना, चर्चितो गैरिकहस्तकैः, खचितस्तृणमषीपुण्ड्रकैः, विनाटितो ललमानया कणवीरमुण्डमालया, विडम्बितो वक्षःस्थले घूर्णमानया शरावमालया, धारितातपत्रो जरत्पिटकखण्डेन, बद्धलोत्रो गलैकदेशे, आरोपितो राषभे, वेष्टितः समन्ताद्राजपुरुषैः, निन्द्यमानो लोकेन, प्रकम्पमानशरीरः तरलतरमितश्चेतश्चातिकातरतया भयोद्भ्रान्तहृदयो दशापि दिशो निरीक्षमाणो, नातिदूरादेव दृष्टः संसारिजीवनामा तस्करः तं च दृष्ट्वा संजाता प्रज्ञाविशालायाः करुणा, चिन्तितमनया- 'यदि परमस्य Page #97 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ वराकस्यामुष्मात् सदागमात्सकाशात् शरणं, नान्यस्मात्, कुतश्चित्, ततो गता तदभिमुखं, दर्शिताऽस्मै यत्नेन सदागमः, अभिहितं च-भद्र! अमुं भगवन्तं शरणं प्रतिपद्यस्वेति। स च सदागममुपलभ्य सहसा संजाताश्वास इव किञ्चिच्चिन्तयन्ननाख्येयमवस्थान्तरं वेदयमानः पश्यतामेव लोकानां निमीलिताक्षः पतितो धरणीतले, स्थितः कियन्तमपि कालं निश्चलः, किमेतदिति विस्मिता नागरिकाः, लब्धा कथञ्चिच्चेतना, ततः समुत्थाय सदागममुद्दिश्यासौ त्रायध्वं नाथास्त्रायध्वमिति महता शब्देन पूत्कृतवान्, ततो मा भेषीरभयमभयं तवेत्याश्वासितोऽसौ सदागमेन। ततस्तदाकर्ण्य प्रपन्नोऽयं सदागमस्य शरणं, अङ्गीकृतश्चानेन, अतो न गोचरोऽधुना राजशासनस्येति विचिन्त्य विदितसदागममाहात्म्याः सभयाः प्रत्यक्पादै रपसृताः कम्पमानास्ते राजपुरुषाः, स्थिता दूरदेशे, ततो विश्रब्धीभूतो मनाक् संसारिजीवः । पृष्टोऽगृहीतसङ्केतया-भद्र! कतमेन व्यतिकरण गृहीतस्त्वमेभिः कृतान्तसदृशै राजपुरुषैरिति? सोऽवोचद्-अलमनेन व्यतिकरण, अनाख्येयः खल्वेष व्यतिकरः, यदि वा जानन्त्येवामुं व्यतिकरं भगवन्तः सदागमनाथाः, किमाख्यातेन ? सदागमेनोक्तम्-भद्र! महत्कुतूहलमस्याः, अतस्तदपनोदार्थं कथयतु भवान्, को दोषः? संसारिजीवेनोक्तं-यदाज्ञापयन्ति नाथाः! केवलं जनसमक्षमात्मविडम्बनां कथयितुं न पारयामि, ततो विविक्तमादिशन्तु नाथा इति । સંસારીજીવ નામના ચોર વડે સદાગમના શરણનો સ્વીકાર આ બાજુ એક કાલમાં જ એક દિશામાં વાક્કલકલ ઉલ્લસિત થયો. વિરસ, વિષમ, ડિડિમ ધ્વનિ સંભળાય છે. દુદત એવા લોકો દ્વારા કરાયેલો અટ્ટટ્ટહાસ સંભળાય છે, તેથી સમસ્ત પર્ષદા દ્વારા તેને અભિમુખ દૃષ્ટિનો પાત કરાયો. જ્યાં સુધી ભસ્મથી વિલિપ્ત સમસ્ત ગાત્રવાળો, ઐરિક હસ્તકો વડે ચર્ચિત શરીરવાળો, તૃણમલીનાં ટપકાંઓથી ખચિત શરીરવાળોકતૃણશાહીનાં ટપકાંઓથી યુક્ત શરીરવાળો, લટકતી કણવીરની મુંડમાલાથી બચાવાયેલો, વક્ષસ્થલમાં લટકતી શરાવમાલાથી વિડંબના કરાયેલો, જીર્ણ થયેલા પિટકના ખંડથી ધારિત આતપત્રવાળો, ગળાના એકદેશમાં બંધાયેલા ચોરીના માલવાળો, રાસભ ઉપર આરોપણ કરાયેલો, ચારે બાજુથી રાજપુરુષો વડે વીંટળાયેલો, લોકો વડે નિંદા કરાતો, ધ્રુજતા શરીરવાળો, અતિકાયરપણાથી અત્યંત તરલ ચિત્તવાળો=આમ તેમ તરબતર ચિત્તવાળો, ભયથી ઉત્ક્રાંત હદયવાળો, દશે પણ દિશામાં જોતો, અતિ દૂરથી નહીં પણ થોડાક દૂરથી સંસારી જીવ નામનો ચોર જોવાયો, અને તેને જોઈને પ્રજ્ઞાવિશાલાને કરુણા થઈ. સદાગમ પાસે રાજપુત્ર સહિત પ્રજ્ઞાવિશાલા બેઠેલ છે તે વખતે અગૃહીતસંકેતા પણ ત્યાં જ બેઠેલ છે. આઠમાં અધ્યયનમાં જેની સ્પષ્ટતા કરશે તે અનુસુંદર ચક્રવર્તી પોતાના ચક્રવર્તીના સામ્રાજ્યથી કંઈક દૂરથી પસાર થાય છે તેનો કોલાહાલ ચાલે છે અને તે ચક્રવર્તી જો આ રીતે જ ચક્રવર્તીપણામાં રહે તો નરકમાં જાય તેમ છે. તેથી તેને ચોર ઉપમા આપીને કહેલ છે કે કર્મપરિણામરાજા દ્વારા તેને ફાંસીની સજા આપવામાં Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ ૮૧ આવેલ છે અને જેમ ચોરને ફાંસી માટે લઈ જવામાં આવે તે વખતે જેવી તેની દયાપાત્ર સ્થિતિ હોય તેવી જ દયાપાત્ર સ્થિતિ ભાવથી અનુસુંદર ચક્રવર્તીની છે અને તેને જોઈને પ્રજ્ઞાવિશાલાને દયા ઉત્પન્ન થાય છે. આતા દ્વારા=પ્રજ્ઞાવિશાલા દ્વારા, વિચારાયું આ વરાકને=આ ચોરતે, જો વળી, શરણ થાય તો આ સદાગમથી થાય, અન્ય કોઈનાથી નહીં. તેથી=પ્રજ્ઞાવિશાલા વડે આ પ્રમાણે વિચાર કરાયો, તેથી તેને અભિમુખ ગઈ=તે ચોરને અભિમુખ ગઈ, યત્નથી આમને=ચોરને, સદાગમ બતાવાયો=એ ચોરને પારમાર્થિક રક્ષણનો ઉપાય સદાગમ કઈ રીતે છે તે તેની સૂક્ષ્મબુદ્ધિને સ્પર્શે તે રીતે પ્રજ્ઞાવિશાલા વડે બતાવાયો, અને કહેવાયું=તે ચોરને કહેવાયું. હે ભદ્ર ! આ ભગવાનનું=સદાગમનું, શરણું સ્વીકાર અને તે=ચોર, સદાગમને પામીને સહસા પ્રાપ્ત થયેલા વિશ્વાસવાળાની જેમ કંઈક ચિંતવન કરતો, અનાખ્યેય એવી અવસ્થાંતરને વેદન કરતો લોકોને જોતાં જ બંધ કરી છે ચક્ષુ જેણે એવો પૃથ્વી પર પડ્યો. કેટલાક કાળ સુધી નિશ્ચલ રહ્યો. તે અનુસુંદર નામના ચક્રવર્તીને ચોર તરીકે જાણીને તેને વધસ્થાનમાંથી બચાવવા અર્થે ગયેલ પ્રજ્ઞાવિશાલાએ સદાગમનું સ્વરૂપ બતાવ્યું તે સાંભળીને તે ચોરને પૂર્વના ભવમાં જે સદાગમનો પરિચય હતો અર્થાત્ સદ્દ્શાસ્ત્રનો અભ્યાસ કરેલો તે સર્વનું સ્મરણ થાય છે. તેથી જાતિસ્મરણની પ્રાપ્તિકાળમાં ક્ષણભર મૂર્છા આવે છે તેમ મૂર્ચ્છિત થઈને તે ચક્રવર્તી ધરતી ઉપર પડે છે. આ શું છે ?=આ ચોર આ રીતે અકસ્માત પડી ગયો એ શું છે ? એ પ્રમાણે નાગરિકો વિસ્મય પામ્યા. કોઈક રીતે ચેતના પ્રાપ્ત થઈ=મૂર્છા દૂર થવાથી તે ચોર જાગૃત થયો, ત્યારપછી આ=ચોર, ઊભો થઈને સદાગમને ઉદ્દેશીને હે નાથ ! રક્ષણ કરો, રક્ષણ કરો એ પ્રમાણે મોટાશબ્દથી પોકાર કરવા લાગ્યો, તેથી તું ડર નહીં તને અભય-અભય છે=હવે તને ફાંસીનો ભય નથી, એ પ્રમાણે આ= ચોર, સદાગમ દ્વારા આશ્વાસન કરાયો. ત્યારપછી તેને સાંભળીને=સદાગમના વચનને સાંભળીને, આ સદાગમના શરણને પામ્યો અને સદાગમ વડે સ્વીકારાયો, એથી હવે રાજશાસનનો વિષય નથી એ પ્રમાણે વિચારીને જાણેલા સદાગમના માહાત્મ્યવાળા, સભયવાળા, પાછલા પગોથી દૂર થયેલા કાંપતા તે રાજપુરુષો દૂરદેશમાં રહ્યા. તેથી તે સંસારી જીવ=અનુસુંદર ચક્રવર્તી, કંઈક વિશ્રધ્ધીભૂત થયો=વિશ્વાસ પામ્યો. પ્રજ્ઞાવિશાલાએ સદાગમને બતાવીને સદાગમનું શરણું સ્વીકારવાનું કહ્યું તેથી તે અનુસુંદર ચક્રવર્તીએ સદાગમનું શરણું સ્વીકારીને, સદાગમને ઉદ્દેશીને કહે છે કે મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણવાથી, પોતે કર્મથી વિડંબના પામી રહ્યો છે તેવો બોધ થવાથી અને ભગવાનરૂપ સદાગમ જ કર્મથી આત્માનું રક્ષણ કરી શકે એવું જણાવાથી ભાવથી અનુસુંદર ચક્રવર્તીએ સદાગમનું શરણ સ્વીકાર્યું અને સદાગમનું શરણું સ્વીકા૨વાથી ક્ષયોપશમવાળું શ્રુતજ્ઞાન આત્મામાં પ્રગટ થાય છે તેનાથી તે જીવને આશ્વાસન મળે છે કે આ શ્રુતના બળથી અવશ્ય હું રક્ષિત થઈશ અને જ્યારે જીવ ભાવથી સદાગમનું શરણું સ્વીકારે છે ત્યારે કર્મપરિણામરાજાનું શાસન તેના ઉપરથી અલ્પ થાય છે, આથી Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ જ પૂર્વમાં જે મોહના કલ્લોલો ચિત્તમાં હતા તેના બદલે ભગવાનના વચનથી વાસિત તે ચોરનું અંતઃકરણ બને છે. અને ભગવાનના વચનથી વાસિત ચિત્ત હોવાથી કર્મપરિણામના નરકને અનુકૂળ જે ભાવો હતા તે રૂપ તે રાજપુરુષો તે જીવના ચિત્તમાંથી દૂર થાય છે. અને નાશ થવાને અભિમુખ હોવાથી કાંપતા પુરુષ જેવા દેખાય છે. અને મોહના કલ્લોલો મંદ થવાથી સંસારી જીવરૂપ અનુસુંદર ચક્રવર્તી કંઈક વિશ્વસ્થ થાય છે અર્થાત્ હવે હું દુર્ગતિઓના પાતથી રક્ષિત થયેલો છું એવો વિશ્વાસવાળો થાય છે. અગૃહીતસંકેતા વડે સંસારી જીવ પુછાયો હે ભદ્ર! કયા પ્રસંગથી કૃતાંત જેવા આ રાજપુરુષો વડે તું ગ્રહણ કરાયો છે. તે=સંસારી જીવે, કહ્યું આ પ્રસંગથી સર્યું, ખરેખર આ પ્રસંગ અનાખેય છે= કહેવામાં લજ્જા આવે તેવું છે. અથવા આ વ્યતિકર ભગવાન સદાગમ નાથ જાણે છે. કહેવાથી શું? સદાગમ વડે કહેવાયું – હે ભદ્ર ! આને અગૃહીતસંકેતાને મહાન કુતૂહલ છે. આથી તેના અપાય માટે અગૃહીતસંકેતાતા કુતૂહલને દૂર કરવા માટે, તું કથન કર=સંસારી જીવ, તું તારો ચોરી પ્રસંગ જે રીતે બન્યો છે એ રીતે કહે – શું દોષ છે? સંસારી જીવ વડે કહેવાયું – નાથ જે આજ્ઞા કરે કેવલ લોકોની સમક્ષ પોતાની વિડંબના કહેવા માટે હું સમર્થ નથી. તેથી હે નાથ ! એકાંતનો આદેશ આપો. संसारिजीववृत्तान्तेऽनादिनिगोदवर्णनम् ततः सदागमेन विलोकिता परिषत्, स्थिता गत्वा दूरदेशे, प्रज्ञाविशालाऽप्युत्तिष्ठन्ती त्वमप्याकर्णयस्वेति भणित्वा धारिता सदागमेन, तस्याश्च निकटवर्ती सदागमवचनेनैव भव्यपुरुषोऽपि स्थित एव। ततस्तेषां चतुर्णामपि पुरतः केवलमगृहीतसङ्केतामुद्दिश्य प्रजल्पितोऽसौ संसारिजीवः-अस्तीह लोके आकालप्रतिष्ठमनन्तजनाकुलमसंव्यवहारं नाम नगरं, तत्र सर्वस्मिन्नेव नगरेऽनादिवनस्पतिनामानः कुलपुत्रकाः प्रतिवसन्ति, तस्मिंश्चास्यैव कर्मपरिणामस्य महानरेन्द्रस्य संबन्धिनावत्यन्ताऽबोधतीव्रमोहोदयनामानौ सकलकालस्थायिनौ बलाधिकृतमहत्तमौ प्रतिवसतः ताभ्यां चात्यन्ताऽबोधतीव्रमोहोदयाभ्यां तत्र नगरे यावन्तो लोकास्ते सर्वेऽपि कर्मपरिणाममहाराजादेशेनैव सुप्ता इव अस्पष्टचैतन्यतया, मत्ता इव कार्याकार्यविचारशून्यतया, मूर्छिता इव परस्परं लोलीभूततया, मृता इव लक्ष्यमाणविशिष्टचेष्टाविकलतया, निगोदाभिधानेष्वपवरकेषु निक्षिप्य संपिण्डिताः सकलकालं धार्यन्ते। अत एव च ते लोका गाढसम्मूढतया न किञ्चिच्चेतयन्ति, न भाषन्ते, न विशिष्टं चेष्टन्ते, नापि ते छिद्यन्ते, न भिद्यन्ते, न दह्यन्ते, न प्लाव्यन्ते, न कुट्ट्यन्ते, न प्रतिघातमापद्यन्ते, न व्यक्तां वेदनामनुभवन्ति, नाप्यन्यं कञ्चन लोकव्यवहारं कुर्वन्ति, इदमेव च कारणमुररीकृत्य तन्नगरमसंव्यवहारमिति नाम्ना गीयते। तत्र नगरे संसारिजीवनामाहं वास्तव्यः कुटुम्बिकोऽभूवम्। गतश्च तत्र वसतो ममानन्तः कालः। Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ 23 સંસારી જીવના વૃત્તાંતમાં અનાદિ નિગોદનું વર્ણન - તેથી સદાગમ વડે પર્ષદા જોવાઈ. દૂરદેશમાં જઈને પર્ષદા રહી, પ્રજ્ઞાવિશાલા પણ ઊભી થતી હતી. પ્રજ્ઞાવિશાલા, તું પણ સાંભળ એ પ્રમાણે કહીને સદાગમ વડે ધારણ કરાઈ અને તેની નિકટવર્તી=પ્રજ્ઞાવિશાલાના નિકટવર્તી, સદાગમના વચનથી ભવ્યપુરુષ પણ બેઠેલ છે. ત્યારપછી તે ચારની પણ આગળ કેવળ અગૃહીતસંકેતાને ઉદ્દેશીને આ સંસારી જીવ બોલે છે આ લોકમાં=સંસારરૂપી ચૌદરાજલોકમાં, આકાલપ્રતિષ્ઠ અનંત જનથી આકુલ અસંવ્યવહાર નામનું નગર છે=ચૌદરાજલોકવર્તી અવ્યવહાર રાશિવાળા જીવોનું નિવાસસ્થાન એવું શાશ્વત નગર છે. તે જ નગરમાં અનાદિવનસ્પતિ નામના કુલપુત્રકો ત્યાં વસે છે=આ સંસારરૂપી અનેક નગરો છે તેમાંથી અસંવ્યવહાર નગરમાં કેવલ અનાદિવનસ્પતિ નામના જીવો વસે છે, અન્ય કોઈ વસતું નથી. તેમાં=તે નગરમાં, આ જ કર્મપરિણામ મહારાજાના સંબંધવાળા અત્યંતઅબોધ અને તીવ્ર મોહોદય નામના સકલકાલસ્થાયી બલઅધિકૃત મહત્તમ વસે છે. અનાદિવનસ્પતિમાં રહેલા જીવોમાં જે અત્યંત અજ્ઞાન અને તીવ્ર મોહનો ઉદય તે બે પરિણામરૂપ કર્મપરિણામરાજાના અનાદિવનસ્પતિનામના નગરના રક્ષક પુરુષો વસે છે. અને અત્યંતઅબોધ અને તીવ્ર મોહોદયરૂપ તે બંને દ્વારા તે નગરમાં જેટલા લોકો છે તે સર્વ પણ કર્મપરિણામ મહારાજાના આદેશથી જ અસ્પષ્ટ ચૈતન્યપણું હોવાને કારણે સૂતેલાની જેમ કાર્ય અકાર્યના વિચારનું શૂન્યપણું હોવાને કારણે મત્તની જેમ, પરસ્પર લોલીભૂતપણું હોવાને કારણે=એક શરીરમાં અનંતા જીવો હોવાને કારણે મૂચ્છિતની જેમ લક્ષ્યમાણ વિશિષ્ટ ચેષ્ટાથી વિકલપણું હોવાને કારણે=અભિવ્યક્ત થાય તેવી વિશિષ્ટ ચેષ્ટાથી રહિતપણું હોવાને કારણે, મરેલાની જેમ, નિગોદ નામના ઓરડાઓમાં નિક્ષેપ કરીને સંપિંડિત સકલકાલ ધારણ કરાય છે. આથી જ=નિગોદ નામના ઓરડાઓમાં સંપિંડિત તેઓ ધારણ કરાય છે આથી જ, તે લોકો ગાઢ સંમૂઢપણાને કારણે=જ્ઞાનાવરણીયકર્મનો પ્રકૃષ્ટ વિપાક વર્તતો હોવાને કારણે કંઈ જાણતા નથી, કંઈ બોલતા નથી, વિશિષ્ટ ચેષ્ટા કરતા નથી=કર્મબંધને અનુકૂળ અધ્યવસાય થાય તેવી ચેષ્ટા કરે છે, નવા નવા શરીરના ગ્રહણને અનુકૂળ ચેષ્ટા કરે છે અને તે શરીરથી આહારાદિ ચેષ્ટા કરે છે, પરંતુ વિશિષ્ટ ચેષ્ટા કરતા નથી. વળી, છેદાતા નથી=સૂક્ષ્મ શરીર હોવાથી શસ્ત્રાદિથી અન્ય વનસ્પતિ આદિના જીવો જે રીતે છેદાય છે તે રીતે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો છેદાતા નથી, ભેદાતા નથી અગ્નિ આદિથી બળાતા નથી, પાણીથી પ્લાવિત થતા નથી, કુટાતા નથી=વનસ્પતિ આદિ સ્થૂલ હોવાથી જેમ કુટાય છે તેમ તેઓ ફૂટવાના સાધનથી પણ ફુટાતા નથી. પ્રતિઘાતને પામતા નથી–એક સ્થાનથી બીજા સ્થાને જવામાં ભીંતઆદિથી પ્રતિઘાતને પામતા નથી, વ્યક્ત વેદનાને અનુભવતા નથી=જન્મ-મરણની વેદના હોવા છતાં અત્યંત જડતા હોવાને કારણે વ્યક્તવેદનાને અનુભવતા નથી. વળી, અન્ય કોઈ લોકવ્યવહારને કરતા નથી અને આ જ કારણને આશ્રયીને=તે જીવો અન્ય કોઈ લોકવ્યવહારને કરતા નથી એ જ કારણને આશ્રયીને, તે નગર= સૂક્ષ્મનિગોદના ગોળારૂપ નગર, અસંવ્યવહાર એ નામથી ગવાય છે, તે નગરમાં=અસંવ્યવહાર નામના નગરમાં, સંસારી જીવ નામવાળો હું વસનારો કુટુંબી હતો=તે નગરમાં વસનારા અનંત Page #101 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ જીવોના કુટુંબના સંબંધવાળો હું હતો, અને ત્યાં વસતા=અસંવ્યવહાર નામના નગરમાં વસતા મારો અનંતકાળ પસાર થયો. तन्नियोगागमनम् अन्यदा दत्ताऽऽस्थाने तीव्रमोहोदयमहत्तमे तन्निकटवर्तिनि चात्यन्ताऽबोधबलाधिकृते प्रविष्टा समुद्रवीचिरिव मौक्तिकनिकरवाहिनी, प्रावृट्काललक्ष्मीरिव समुन्नतपयोधरा, मलयमेखलेव चन्दनगन्धधारिणी, वसन्तश्रीरिव रुचिरपतिलकाभरणा तत्परिणतिर्नाम प्रतीहारी। तया चावनितलन्यस्तजानुहस्तमस्तकया विधाय प्रणामं विरचितकरपुटमुकुलया विज्ञापितं देव! एष सुगृहीतनामधेयस्य देवस्य कर्मपरिणामस्य संबन्धी तन्नियोगो नाम दूतो देवदर्शनमभिलषन् प्रतीहारभूमौ तिष्ठति, तदेवमवस्थिते देवः प्रमाणमिति। ततो निरीक्षितं तीव्रमोहोदयेन ससंभ्रममत्यन्ताऽबोधवदनं, स प्राह शीघ्रं प्रवेशयतु तं भवती, ततो 'यदाज्ञापयति देव' इत्यभिधाय प्रवेशितः प्रतिहार्या तन्नियोगः । तेनापि सविनयमुपसृत्य प्रणतो महत्तमो बलाधिकृतश्च, अभिनन्दितस्ताभ्यां, दापितमासनं, उपविष्टोऽसौ कृतोचिता प्रतिपत्तिः, ततो विमुच्यासनं, बद्ध्वा करमुकुलं, कृत्वा ललाटतटे तीव्रमोहोदयेनोक्तम् अपि कुशलं देवपादानां महादेव्याः शेषपरिजनस्य च? तन्नियोगेनोक्तम् सुष्टु कुशलं, तीव्रमोहोदयेनोक्तम् अनुग्रहोऽयमस्माकं यदत्र भवतः प्रेषणेनानुस्मृता वयं देवपादैरित्यतः कथय तावदागमनप्रयोजनमिति। तनियोगेनोक्तम् कोऽन्यो भवन्तं विहाय देवपादानामनुग्रहार्हः? તન્નિયોગનું આગમન અયદા ભરાયેલી સભામાં, તીવ્રમોહોદય મહત્તમ અને તેના નિકટવર્તી–તીવ્રમોહોદયના અત્યંત નિકટવર્તી, અબોધ નામનો બલાધિકૃત હોતે છતે તત્પરિણતિ નામની પ્રતિહારીએ પ્રવેશ કર્યોતે જીવની પરિણતિ રૂપ પ્રતિહારીએ પ્રવેશ કર્યો તે કેવી સુંદર છે તે બતાવે છે સમુદ્રના મોજાની જેવી મોતીના સમૂહને વહન કરનારી, વર્ષાઋતુની લક્ષ્મીની જેમ ઉન્નત પયોધર જેવીકવાદળા જેવી, મલયમેખલાની જેવી ચંદનગંધને ધારણ કરનારી, વસંત ઋતુની લક્ષ્મીની જેવી સુંદર પત્રતિલક આભરણવાળી, તપરિણતિ નામની પ્રતિહારીએ પ્રવેશ કર્યો. સંસારી જીવોમાં જે તીવ્ર મોહના ઉદયનો પરિણામ છે તે અસંવ્યવહાર નગરનો પાલક છે. અને અત્યંતઅબોધનો જે પરિણામ છે તે નગરના જીવોનું રક્ષણ કરનાર છે તેથી જે જીવોમાં તીવ્રમોહનો ઉદય અને અત્યંત અબોધ વર્તે છે તે સર્વ અસંવ્યવહાર નામના નગરમાં રહેનારા જીવો છે, અને તે સર્વમાં પ્રસ્તુત સંસારી જીવ પણ અનંતકાળથી વસતો હતો. જ્યારે તે જીવમાં અસંવ્યવહારરાશિમાંથી નીકળીને સંવ્યવહાર રાશિની પ્રાપ્તિ થાય તેવી પરિણતિ પ્રગટ થઈ તે કંઈક શુભ છે જેનાથી તે જીવ અસંવ્યવહાર રાશિમાંથી સંવ્યવહાર રાશિમાં આવે છે. તે તત્પરિણતિ નામની પ્રતિહારી પ્રસ્તુત જીવને લેવા માટે તીવ્રમોહોદય Page #102 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ નામના મહત્તમ પાસે આવે છે. અને તેના વડે શું કરાયું ? તે કહે છે – અને અવનિતલમાં સ્થાપન કર્યા છે એ જાનુ, હસ્ત અને મસ્તક જેણે એવી તેણી વડે=તત્પરિણતિ નામની પ્રતિહારી વડે, પ્રણામ કરીને વિરચિત કર્યા છે કરપુટરૂપી મુકુલ જેણે એવી=કરપુટરૂપી કળી જેણે એવી, તત્પરિણતિ વડે વિજ્ઞાપન કરાયું હે દેવ ! આ સુગૃહીત રામવાળા કર્મપરિણામ દેવતા સંબંધી તનિયોગ નામનો દૂત=તે જીવને અન્ય ભવમાં નિયોજન કરનારો દૂત, દેવદર્શનની અભિલાષા કરતો પ્રતિહારભૂમિમાં રહેલો છે. આ પ્રમાણે સ્થિતિ હોતે છતે દેવ પ્રમાણ છે=બહાર તનિયોગ નામનો દૂત ઊભો છે એ પ્રમાણે સ્થિત હોતે છતે તેને પ્રવેશ કરાવવા વિષયક દેવ પ્રમાણ છે, તેથી=આ પ્રમાણે પ્રાતિહાર્યએ કહ્યું તેથી, તીવ્રમોહોદય વડે સંભ્રમપૂર્વક અત્યંતઅબોધનું મુખ જોવાયું, તે કહે છે=અત્યંતઅબોધ કહે છે – તેને તું શીધ્ર પ્રવેશ કરાવ, ત્યારપછી જે પ્રમાણે દેવ આજ્ઞાપન કરે છે એ પ્રમાણે' કહીને પ્રતિહારી વડે તક્તિયોગ પ્રવેશ કરાવાયો, તેના વડે પણ તનિયોગ કામના કર્મપરિણામરાજાના દૂત વડે પણ, વિનયપૂર્વક પ્રવેશ કરીને મહત્તમ અને બલાધિકૃત પ્રણામ કરાયા, મહત્તમ અને બલાધિકૃત વડે દૂત સ્વાગત કરાયો. તે બંને દ્વારા આસન અપાયું, કૃત ઉચિત પ્રતિપત્તિવાળો આ=દૂત, બેઠો. ત્યારપછી આસનને મૂકીને કરમુકુલને બાંધીને બે હાથ જોડીને, લલાટતટમાં કરીને=મસ્તક પાસે બે હાથ જોડાયેલા કરીને, તીવ્ર મોહોદય વડે કહેવાયું, શું કહેવાયું? તે બતાવે છે, વળી, દેવપાદોનું કર્મપરિણામરાજાનું, મહાદેવીનું= કાલપરિણતિ રાણીનું, અને શેષપરિજનનું કુશલ છે? તનિયોગ વડે કહેવાયું સુષુ કુશલ છે=અત્યંત કુશલ છે. તીવ્રમોહોદય વડે કહેવાયું – અમારા ઉપર આ અનુગ્રહ છેઃકર્મપરિણામરાજાનો અનુગ્રહ છે, જે કારણથી અહીં તમને મોકલવાથી તક્તિયોગ નામના દૂતને મોકલવાથી અમે દેવપાદો વડે= સ્વામી વડે, સ્મરણ કરાયા એથી, આગમનનું પ્રયોજન કહો. તનિયોગ વડે કહેવાયું – તમને છોડીને સ્વામીના અનુગ્રહયોગ્ય અન્ય કોણ છે? तन्नियोगोक्तलोकस्थितिस्वरूपम् आगमनप्रयोजनं पुनरिदम्-'अस्ति तावद्विदितैव भवतां विशेषेण माननीया, प्रष्टव्या सर्वप्रयोजनेषु, अलङ्घनीयवाक्या, अचिन्त्यमाहात्म्या च भगवती लोकस्थिति म देवपादानां महत्तमभगिनी तस्याश्च तुष्टैर्देवपादैः सकलकालमेषोऽधिकारो वितीर्णः-यथाऽस्ति तावदेषोऽस्माकं सर्वदा परिपन्थी कथञ्चिदुन्मूलयितुमशक्यः सदागमः परमशत्रुः। ततोऽयमस्मबलमभिभूय क्वचिदन्तराऽन्तरा लब्धप्रसरतयाऽस्मदीयभुक्तेनिस्सारयति कांश्चिल्लोकान्, स्थापयति चास्माकमगम्यायां निवृतौ नगर्याम्। एवं च स्थिते विरलीभविष्यत्येष कालेन लोकः, ततः प्रकटीकरिष्यत्यस्माकमयशस्तन्न सुन्दरमेतत्, अतो भगवति लोकस्थिते! त्वयेदं विधेयम्, अस्ति ममाविचलितरूपमेतदेव प्रयोजनमपेक्ष्य संरक्षणीयमसंव्यवहारं नाम नगरम्। ततो यावन्तः सदागमेन मोचिताः सन्तो मदीयभुक्तेर्निर्गत्य निर्वृतिनगर्यां गच्छन्ति Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ लोकाः तावन्त एव भगवत्या तस्मादसंव्यवहारनगरादानीय मदीयशेषस्थानेषु प्रचारणीयाः। ततः प्रचुरलोकतया समस्तस्थानानां सदागममोचितानां न कश्चिद्वार्तामपि प्रश्नयिष्यति। ततो न भविष्यत्यस्माकं छायाम्लानिरिति। ततो महाप्रसाद इति कृत्वा प्रतिपत्रः सोऽधिकारो लोकस्थित्या, अहं च यद्यपि देवपादोपजीवी तथापि विशेषतो लोकस्थितेः प्रतिबद्धः, अत एव तद्द्वारेण तनियोग इति प्रसिद्धोऽहं लोके, मोचिताश्च कियन्तोऽपि साम्प्रतं सदागमेन लोकाः, ततोऽहं भगवत्या लोकस्थित्या युष्मन्मूलं तावतां लोकानामानयनायेह प्रहितः' इति। एतदाकर्ण्य भवन्तः प्रमाणं, ततो यदाज्ञापयति भगवतीति प्रतिपन्नं तच्छासनं महत्तमेन बलाधिकृतेन च। તક્રિયોગ વડે કહેવાયેલ લોક સ્થિતિનું સ્વરૂપ આગમનનું પ્રયોજન આ છે, દેવપાદોની કર્મપરિણામરાજાની, ભગવતી લોકસ્થિતિ નામની મહત્તમભગિનિ છે. કેવી છે? તે કહે છે – તમોને વિદિત જ છે–તીવ્ર મોહોદય એવા તમને જ્ઞાત જ છે. વિશેષથી માન્ય છે, સર્વ પ્રયોજનમાં પૂછવા યોગ્ય છે. અલંઘતીયવાક્યવાળી છે અને અચિત્ય માહાભ્યવાળી છે. તીવ્ર મહોદય લોકસ્થિતિને જાણે છે અને લોકસ્થિતિને હંમેશાં માન આપીને જ સર્વપ્રવૃત્તિઓ કરે છે. આથી જ જે જીવોનો શુભ અધ્યવસાય થાય છે, તે જીવોને લોકસ્થિતિ મર્યાદાનુસાર નિગોદમાંથી બહાર કાઢે છે. વળી, સર્વ પ્રયોજનમાં તીવ્ર મહોદય પણ લોકસ્થિતિને પૂછીને પ્રવૃત્તિ કરે છે. આથી જ, જે જે પ્રકારે લોકસ્થિતિ હોય તે તે પ્રકારે તે તે જીવોને તીવ્ર મોહોદય વિડંબના કરે છે. અને લોકસ્થિતિને પૂછીને જ તે તે જીવોને તે તે વિડંબનાથી મુક્ત કરે છે. વળી, લોકસ્થિતિ અલંઘનીય વાક્યવાળી છે=લોકસ્થિતિનું ઉલ્લંઘન કરીને કર્મપરિણામ પણ કોઈ કાર્ય કરતું નથી, જીવો પણ કોઈ કાર્ય કરતા નથી. બધા માટે જ લોકસ્થિતિ અલંઘનીયવાક્યવાળી છે. આથી જ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય પણ લોકસ્થિતિ અનુસાર જ સ્થિર પરિણામવાળા છે. જીવ અને પુદ્ગલ પણ જે ગમનાગમન કરે છે તે લોકસ્થિતિને અનુસરે છે. અને કર્મથી મુક્ત થયેલા સિદ્ધના જીવો પણ ફરી સંસારમાં જન્મ લેતા નથી તે પણ લોકસ્થિતિ અનુસાર જ થાય છે તેથી સર્વ પદાર્થોને માટે અલંઘનીયવાક્યવાળી લોકસ્થિતિ છે અને તે લોકસ્થિતિ અચિત્ય માહામ્યવાળી છે; કેમ કે જગતના સર્વપદાર્થો લોકસ્થિતિ અનુસાર જ પ્રવર્તે છે. અને તેણીને=લોકસ્થિતિને, તુષ્ટ થયેલા કર્મપરિણામરાજા વડે સકલકાલ આ અધિકાર અપાયો છે, જે પ્રમાણે અમારો સર્વદા પરિપત્થી-વિરોધી, કોઈ રીતે ઉમૂલન કરવા માટે અશક્ય સદાગમ નામનો પરમશત્રુ છે. તેથી આ અમારા સેવ્યને અભિભવ કરીને=કર્મપરિણામરાજાના કાષાવિકભાવો રૂપ સૈન્યનો અભિભવ કરીને, ક્યારેક વચવચમાં લબ્ધપ્રસરપણાને કારણે=અમારી નગરીમાં તેનો પગ પેસારો થવાને કારણે, અમારી ભક્તિથી અમારી નગરીમાંથી, કેટલાક લોકોને નિઃસારણ કરે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ અને અમોને અગમ્ય એવી નિવૃત્તિ નગરીમાં સ્થાપન કરાવે છે અને આ પ્રમાણે હોતે છતે આપણી નગરીમાંથી સદાગમ લોકોને ગ્રહણ કરીને નિવૃત્તિ નગરીમાં સ્થાપન કરાવે છે એ પ્રમાણે હોતે છતે, આ લોકો કેટલાક કાળ પછી વિરલ થઈ જશે=જીવોની સંખ્યા કંઈક અલ્પ થઈ જશે, તેથી અમારો અયશ પ્રગટ થશે. આ કર્મપરિણામરાજા પોતાના શત્રુ એવા સદાગમથી લોકોનું રક્ષણ કરવા સમર્થ નથી એ પ્રકારનો અયશ પ્રગટ થશે તે કારણથી આ સુંદર નથી=આપણું નગર અલ્પ લોકોવાળું બને એ સુંદર નથી, આથી હે ભગવતી લોકસ્થિતિ ! તારા વડે આ કરવું જોઈએ. એ પ્રમાણે કર્મપરિણામરાજા લોકસ્થિતિને કહે છે – શું કરવું જોઈએ ? તે કહે છે – આ જ પ્રયોજનની અપેક્ષાએ મારું નગર ઉજ્જડ ન થાય એ પ્રયોજનની અપેક્ષાએ, મારા અવિચલિતરૂપવાળું સંરક્ષણીય એવું અસંવ્યવહાર નામનું નગર છે. તેથી=આપણું નગર ખાલી થાય તે સુંદર નથી તેથી, જેટલા સદાગમ વડે મુકાયેલા છતાં મારી નગરીથી નીકળીને નિવૃત્તિ નગરીમાં જાય છે તેટલા જ લોકો ભગવતી વડેઃલોકસ્થિતિ વડે, અસંવ્યવહાર નગરથી લાવીને મારું શેષ સ્થાનોમાં પ્રચારણીય છે=શેષ સ્થાનમાં તેટલા જીવોને લાવવાના છે. તેથી=જેટલા લોકો નિવૃત્તિ નગરીમાં જશે તેટલા જીવોને અસંવ્યવહાર તગરમાંથી લાવીને અન્ય સ્થાનમાં લાવવામાં આવશે તેથી, સમસ્ત સ્થાનનું પ્રચુર લોકપણું હોવાથી=અસંવ્યવહાર નગર સિવાયનાં અન્ય સ્થાનોમાં જેમ અત્યારે ઘણા લોકો છે તેમ સદાગમ દ્વારા કેટલાક જીવો મુકાવા છતાં તેટલા જ પ્રચુર લોકોની પ્રાપ્તિ થવાથી, સદાગમથી મુકાયેલા જીવોની વાર્તા પણ કોઈ પૂછશે નહીં. સદાગમથી મુકાયેલા જીવોને જોઈને આ નગર ખાલી થઈ ગયું છે એ પ્રમાણે કોઈ કહેશે નહીં. જેનાથી=સદાગમથી મુકાયેલા લોકોની વાત પણ કોઈ પૂછશે નહીં જેનાથી, અમારી છાયાની પ્લાનિ થશે નહીંઃકર્મપરિણામરાજા શત્રુથી નગરના લોકોનું રક્ષણ કરવા સમર્થ નથી તેથી આ નગર ઉજ્જડ થાય છે એ પ્રકારની કર્મપરિણામરાજાની છાયાની પ્લાનિ થશે નહીં. તેથી=આ પ્રમાણે કર્મપરિણામરાજાએ લોકસ્થિતિને કહ્યું તેથી, “મહાપ્રસાદ છે' એથી કરીને 'કર્મપરિણામરાજાનો મારા ઉપર મહાપ્રસાદ છે' એથી કરીને, તે અધિકાર લોકસ્થિતિ વડે સ્વીકાર કરાયો અને હું જો કે દેવપાદઉપજીવી છું તનિયોગ મહત્તમને કહે છે હું જો કે કર્મપરિણામરાજાનો સેવક છું, તોપણ વિશેષથી લોકસ્થિતિથી પ્રતિબદ્ધ છું. તનિયોગ એટલે જીવને અસંવ્યવહારરાશિમાંથી બહાર કાઢીને અન્ય ભવમાં નિયોજન કરનાર કર્મ તેથી તે પ્રાપ્ત થાય કે જીવની તપરિણતિ દ્વારા તે કર્મો બંધાયાં અને તે કર્મો જ તે જીવને સંવ્યવહારરાશિમાં નિયોજિત કરે છે. તેથી કર્મોનો જ એક અંશ તનિયોગ હોવાથી તનિયોગ કર્મપરિણામરાજાનો અનુચર છે તોપણ જેટલા જીવો સંસારમાંથી મોક્ષમાં જાય છે તેટલા જ જીવોને અસંવ્યવહારરાશિમાંથી સંવ્યવહારરાશિમાં લાવનાર જે કર્મ છે તે વિશેષથી લોકસ્થિતિની સાથે સંકળાયેલાં છે. આથી જ મોક્ષમાં જનારા જીવો પોતાના અધ્યવસાયથી જેટલી સંખ્યામાં મોક્ષમાં ગયા તેટલી સંખ્યામાં જીવો લોકસ્થિતિને કારણે તપરિણતિથી બંધાયેલા કર્મરૂપ તદૂનિયોગ દ્વારા નિગોદમાંથી નીકળીને સંવ્યવહારરાશિ આવે છે અને તે નિયોજન Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ કરનારું કર્મ વિષેશથી લોકસ્થિતિ સાથે જોડાયેલું છે. આથી જ=હું લોક સ્થિતિ અનુસાર જીવોને અવ્યભવમાં નિયોજન કરું છું આથી જ, તેના દ્વારથી તે નિયોજનની ક્રિયા દ્વારથી તક્તિયોગ એ પ્રમાણે લોકમાં હું પ્રસિદ્ધ છું અને હમણાં સદાગમથી કેટલાક પણ લોકો મુકાવાયા છે, તેથી હું ભગવતી લોકસ્થિતિ વડે તમારી પાસે તેટલા લોકોને લાવવા માટે=અસંવ્યવહાર નગરમાંથી સંવ્યવહાર નગરમાં લાવવા માટે, અહીં મોકલાયો છું, આ સાંભળીને=મારા આવવાનું પ્રયોજન સાંભળીને, તમે પ્રમાણ છો ! ત્યારપછી જે પ્રમાણે ભગવતી આજ્ઞા કરે છે એ પ્રમાણે મહત્તમ અને બલાધિકૃત વડે તેમનું શાસન સ્વીકારાયું તે મોકલવા યોગ્ય જીવોને લઈ જવા માટે અનુજ્ઞા અપાઈ. अनादिनिगोदस्थितलोकसंख्याः ततोऽपि महत्तमेनोक्तम्-भद्र! तन्नियोग! तावदुत्तिष्ठ दर्शयामो भद्रस्यासंव्यवहारनगरलोकप्रमाणं येन गतः सन् निवेदयसि त्वं तद्देवपादेभ्यः, कालान्तरेऽपि येन न भवति तेषां लोकविरलीभवनचिन्ता, तनियोगेनोक्तम्-यदाज्ञापयत्यार्यः। ततः समुत्थितास्त्रयोऽपि नगरं निरीक्षितं, दर्शिताः समुच्छितकरेण पर्यटता तीव्रमोहोदयेनाऽसंख्येया गोलकनामानः प्रासादास्तन्नियोगस्य, तन्मध्यवर्तिनश्चासंख्येया एव दर्शिताः निगोदनामानोऽपवरकाः, ते च विद्वद्भिः साधारणशरीराणीत्यभिधीयन्ते, तदन्तर्भूताश्च दर्शिता अनन्ता लोकाः। ततो विस्मितस्तन्नियोगः, उक्तो महत्तमेन-भद्र! दृष्टं नगरप्रमाणम्? स प्राह-सुष्ठु दृष्टं, ततः सहस्ततालमट्टहासेन विहस्य तीव्रमोहोदयेनोक्तम्-पश्यत विमूढतां सदागमस्य, स हि किल सुगृहीतनामधेयस्य देवस्य कर्मपरिणामस्य संबन्धिनं लोकं निर्वाहयितुमभिलषति, न जानीते वराकस्तत्प्रमाणं, तथाहि-अत्र नगरे तावदसंख्येयाः प्रासादाः, तेषु प्रत्येकमसंख्येया एवापवरकाः, तेषु चैकैकस्मिन्ननन्तलोकाः प्रतिवसन्ति, अनादिरूढश्चास्य सदागमस्यायं लोकनिर्वाहणाग्रहरूपो ग्रहः, तथापि तेनेयता कालेन निर्वाहयता यावन्तोऽत्रैकस्मिन्नपवरके लोकास्तेषामनन्तभागमानं निर्वाहितं, ततः केयं देवपादानां लोकविरलीभवनचिन्ता? तनियोगेनोक्तम् सत्यमेतद्, अस्त्येव चायं देवस्याप्यवष्टम्भः, विशेषतः पुनर्युष्मद्वचनमेतदहं कथयिष्यामि। अन्यच्चोक्तं भगवत्या लोकस्थित्या यथा-न भवता कालक्षेपः कार्यः, तत्संपाद्यतां शीघ्रं तदादेश इति, ततः स्थितावुत्सारके महत्तमबलाधिकृतो, महत्तमेनोक्तम्-केऽत्र प्रस्थापनायोग्याः? इति। અનાદિ નિગોદ સ્થિત લોકની સંખ્યા ત્યારપછી પણ મહત્તમ વડે કહેવાયું. હે ભદ્ર તક્તિયોગ ! તું ઊભો થા, અમે ભદ્રને અસંવ્યવહાર નગરમાં લોકનું પ્રમાણ બતાવીએ જ કારણથી ગયેલો છતો=સ્વામી પાસે ગયેલો છતો, સ્વામીને તે= Page #106 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ જીવોનું પ્રમાણ તું નિવેદન કરીશ જેનાથી કાલાન્તરમાં પણ તેઓને= સ્વામીને, સંવ્યવહારરાશિરૂ૫ લોકની અલ્પતા થવાની ચિંતા થાય નહીં, તનિયોગ વડે કહેવાયું – જે આર્ય આજ્ઞા કરે છે. મહત્તમ એવા આર્ય જે આજ્ઞા કરે છે તે મને પ્રમાણ છે. ત્યારપછી ત્રણેય પણ નગર જોવા માટે ઊભા થયા. ઊંચી કરાયેલી આંગળી વડે પર્યટન કરતા તીવ્ર મહોદય વડે અસંખ્ય ગોલક નામના પ્રાસાદો તક્તિયોગને બતાવાયા, તેના મધ્યવર્તી અસંખ્ય લિગોદ નામના ઓરડાઓ બતાવવા અને વિદ્વાનો વડે તેeતે નિગોદ નામના ઓરડાઓમાં રહેલા જીવો, સાધારણ શરીરવાળા છે એ પ્રમાણે કહેવાય છે અને તેના અંતર્ભત=સાધારણ શરીરમાં અંદર રહેલા, અનંતા જીવો બતાવ્યા તેથી તતિયોગ વિસ્મય પામ્યો. મહત્તમ વડે કહેવાયું – હે ભદ્ર ! નગરનું પ્રમાણ જોયું? તેeતનિયોગ, કહે છે – સુંદર જોવાયું, ત્યારપછી હાથમાં તાળી આપવા સાથે અટ્ટહાસ્યથી હસીને તીવ્ર મહોદય વડે કહેવાયું – સદાગમતી વિમૂઢતાને તું જો, તે=સદાગમ, ખરેખર યથાર્થ રામવાળા કર્મપરિણામ રૂપ સ્વામીના સંબંધી લોકોને આ નગરમાંથી લઈ જવા માટે અભિલાષ કરે છે, વરાક એવો તે સદાગમ તેના પ્રમાણને જાણતો નથી=અસંવ્યવહારરાશિમાં રહેલા લોકોના પ્રમાણને જાણતો નથી, તે આ પ્રમાણે – આ નગરમાં અસંખ્યાતા પ્રાસાદો છે, તે પ્રત્યેક પ્રાસાદોમાં અસંખ્યાતા ઓરડાઓ છે અને તે એક એક ઓરડામાં અનંતા લોકો વસે છે, અને અનાદિનો રૂઢ આ=સદાગમનો લોકના નિર્વાહણના આગ્રહરૂપ આ ગ્રહ =લોકોને મુક્ત કરવાના આગ્રહ રૂપ કદાગ્રહ છે. તોપણ=અનાદિ રૂઢ સદાગમનો લોકોને મુક્ત કરવાનો આગ્રહ છે તોપણ, આટલા કાળથી નિર્વાહ કરતા=સંસારમાંથી મુક્ત કરતા, એવા તેના વડે=સદાગમ વડે, આ એક ઓરડામાં જેટલા લોકો છે તેઓના, લોકોના અનંતભાગમાત્ર નિર્વાહિત કરાયા છે=અનંતકાળથી સદારામ સતત આ સંસારનગરમાંથી લોકોને ગ્રહણ કરીને મુક્તિ નગરીમાં લઈ જાય છે છતાં એક ઓરડામાં રહેલા અનંત જીવોના અનંત ભાગમાત્રને જ મુક્ત કરી શક્યો છે. તેથી સદાગમ દ્વારા અલ્પમાત્રમાં જીવો મુક્ત કરાયા છે તેથી, સ્વામીને આ લોકના અલ્પ થવાની ચિંતા શું ? તે ચિંતા કરવી જોઈએ નહીં. તનિયોગ વડે મહતમને કહેવાયું – આ સત્ય છે=મહત્તમ વડે કહેવાયું કે લોકની અલ્પ થવાની ચિંતા દેવે કરવી જોઈએ નહીં એ સત્ય છે, અને દેવને પણ આ વિશ્વાસ છે જ=દેવને પણ ખાત્રી છે કે આપણું નગર સદાગમ ખાલી કરી શકે તેમ નથી એવો સ્થિર વિશ્વાસ છે. વળી, વિશેષથી તમારા આ વચનને= અસંવ્યવહારરાશિમાં કેટલા પ્રમાણમાં લોકો છે એ રૂ૫ વચનને, હું કહીશ અને બીજું ભગવતી લોકસ્થિતિ વડે કહેવાયું છે તક્તિયોગ મહત્તમને કહે છે કે બીજું ભગવતી લોકસ્થિતિ વડે કહેવાયું છે, શું કહેવાયું છે? તે ‘કથા'થી બતાવે છે. તમારા વડે કાલક્ષેપ કરવો જોઈએ નહીં=સદાગમ વડે જેટલા જીવો મુકાવાયા છે તેટલા જીવોને અસંવ્યવહારરાશિમાંથી અન્ય સ્થાનોમાં લાવવા માટે કાળક્ષેપ કરવો જોઈએ નહીં, તે કારણથી તેનો આદેશ=લોકસ્થિતિનો આદેશ, શીધ્ર સંપાદન કરો. તેથીeતનિયોગે લોકસ્થિતિના આદેશને શીધ્ર સંપાદન કરવાનું કહ્યું તેથી, મહત્તમ અને બલાધિકૃત ઉત્સારકમાં ઊભા રહ્યા. મહત્તમ વડે કહેવાયું અહીં આ ઓરડામાં, મોકલવા યોગ્ય કોણ છે ? Page #107 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ निगोदात्मकापवरकस्थितजीवानां परस्परस्नेहः अत्यन्ताबोधः प्राह-आर्य! किमत्र बहुनाऽऽलोचितेन? ज्ञाप्यतामेष व्यतिकरो नागरलोकानां, दीयतां पटहकः, क्रियतां घोषणा, यथा देवकर्मपरिणामादेशेन कियद्भिरपि लोकैरितः स्थानात्तदीयशेषस्थानेषु गन्तव्यमतो येषामस्ति भवतां तत्र गमनोत्साहः ते स्वयमेव प्रवर्तन्तामिति, ततोऽनुकूलतया शेषस्थानानामुत्सङ्कलिता वयमिति च मत्वा भूयांसो लोकाः स्वयमेव प्रवर्तिष्यन्ते, ततो विशेषतो नेयलोकसंख्यां दृष्ट्वा पृष्ट्वा च तनियोगं तेषां मध्याद्येऽस्मभ्यं रोचिष्यन्ते तानेव तावत्संख्यान् प्रहिष्याम इति। महत्तमेनोक्तं- भद्र! स्वयमपि परिचितस्य भक्तिं न जानीषे त्वं, यतोऽमीभिोकैर्न कदाचिदृष्टं स्थानान्तरमतो न जानन्ति तत्स्वरूपमपि, किम्पुनस्तस्यानुकूलताम् ? अनादिप्रवाहेण चाव वसन्तो रतिमुपगताः खल्वेते, तथाऽनादिसम्बन्धेनैव रूढस्नेहाः परस्परं नेच्छन्ति वियोगं, तथाहि-पश्यतु भद्रो, येऽत्र लोका एकैकस्मिन्नपवरके वर्तन्ते तेऽतिस्निग्धतयाऽऽत्मनो गाढं सम्बन्धमुपदर्शयन्तः समकमुच्छ्वसन्ति, समकं निःश्वसन्ति, समकमाहारयन्ति, समकं निर्हारयन्ति, एकस्मिन् म्रियमाणे सर्वे म्रियन्ते, एकस्मिन् जीवति सर्वेऽपि जीवन्ति, तत्कथमेते स्थानान्तरगुणज्ञानरहिता एवंविधप्रेमबद्धात्मानश्च स्वयमेव प्रवतिष्यन्ते? तस्मादपरः कश्चित्प्रस्थानोचितलोकपरिज्ञानोपायश्चिन्त्यतां भवतेति। ततः पर्याकुलीभूतो बलाधिकृतः किमत्र विधेयमिति। નિગોદ આત્મક ભોંયરામાં રહેલ જીવોના પરસ્પરના સ્નેહનું સ્વરૂપ અત્યંતઅબોધ કહે છે – હે આર્ય આમાં કોણ અવ્યવહારરાશિમાંથી અન્યત્ર મોકલવા યોગ્ય છે એમાં, વધારે વિચારણાથી શું? આ વ્યતિકર નાગર લોકોને જણાવો, પટહ વગાડો, ઘોષણા કરાવો, જે આ પ્રમાણે – દેવકર્મપરિણામના આદેશથી કેટલાક પણ લોકો વડે આ સ્થાનથી તેમના સંબંધી શેષ સ્થાનોમાંઃકર્મપરિણામરાજાના સંબંધી શેષ સ્થાનોમાં, જવાનું છે. આથી જે આપને ત્યાં=શેષ સ્થાનોમાં, ગમનનો ઉત્સાહ છે તે સ્વયં જ પ્રવર્તી, તેથી=આ પ્રકારની ઘોષણા કરવાથી, શેષ સ્થાનોનું અનુકૂલપણું હોવાથી, અમે મોકળા થયા એ પ્રમાણે માનીને ઘણા લોકો સ્વયં જ પ્રવર્તશે. ત્યારપછી ઘણા લોકો બહાર જવા તત્પર થશે. ત્યારપછી, વિશેષથી તેય સંખ્યાને લઈ જવા યોગ્ય, સંખ્યાને, જોઈને અને તક્તિયોગને પૂછીને અસંવ્યવહારરાશિમાંથી અન્ય સ્થાનોમાં લઈ જવા યોગ્ય સંખ્યાને વિશેષથી જોઈએ અને કોને મોકલવા તે વિષયમાં તક્તિયોગને પૂછીને, તેઓમાંથી=જે નીકળવા તૈયાર થયા છે તેઓમાંથી, જેઓ આમનેeતર્તિયોગને, રુચશે તેટલી સંખ્યાવાળા તેઓને આપણે મોકલશું એ પ્રમાણે અત્યંતઅબોધે મહતમને કહ્યું. મહત્તમ વડે અત્યંતઅબોધને કહેવાયું, હે ભદ્ર ! સ્વયં પણ પરિચિતના વિભાગને તું જાણતો નથી. જે કારણથી આ લોકો વડે ક્યારેય પણ સ્થાનાંતર જોવાયું નથી=અસંવ્યવહારરાશિમાં રહેલા જીવો વડે આ સ્થાનથી અન્ય સ્થાન ક્યારેય Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ પણ જોવાયું નથી, આથી તેના સ્વરૂપને પણ જાણતા નથી. શું તો વળી, તેની અનુકૂલતાને તે સ્થાનની અનુકૂલતાને જાણતા નથી અને આમાં જ=આ સ્થાનમાં જ, અનાદિ પ્રવાહથી વસતા રતિને પામેલા આ જીવો છે, અને અનાદિ સંબંધથી રૂઢ સ્નેહવાળા પરસ્પર વિયોગને ઇચ્છતા નથી. ते मा प्रमाणे - मद्रतुं = भद्र ! सत्यंतसोध तुं , ठेसो सही व्यवहाशिमi, એક એક ઓરડામાં જે લોકો વર્તે છે તેઓ અત્યંત સ્નિગ્ધપણાથી પોતાના ગાઢ સંબંધને બતાવતા સાથે ઉશ્વાસ લે છે, સાથે નિઃશ્વાસ લે છે, સાથે આહાર કરે છે, સાથે જ મળાદિ વિસર્જન કરે છે. એક મરે છતે સર્વ કરે છે, એક જીવે છતે સર્વ પણ જીવે છે, તે કારણથી સ્થાનાંતર ગુણના જ્ઞાનથી રહિત અને આવા પ્રકારના પ્રેમથી પરસ્પર બદ્ધ સ્વરૂપવાળા આ અસંવ્યવહારરાશિના જીવો, સ્વયં જ કેવી રીતે પ્રવર્તશે ?=સ્વયં પ્રવર્તશે નહીં, તે કારણથી અપર કોઈક પ્રસ્થાનને ઉચિત લોકના પરિજ્ઞાનનો ઉપાય તારા વડે વિચારવો જોઈએ. તેથી બલાધિકૃત એવો અત્યંતઅબોધ આમાં શું કરવું જોઈએ ? એ પ્રમાણે પર્યાકુલ થયોઃકર્મપરિણામરાજાની આજ્ઞા અનુસાર તનિયોગ જે લોકોને લેવા માટે આવ્યો છે તો કયા લોકોને તેની સાથે મોકલવા તેનો નિર્ણય કરવા માટે અત્યંતઅબોધ અસમર્થ થવાથી ચિંતાતુર બન્યો. संसारिजीवभार्याभवितव्यताया महिमा इतश्चास्ति भवितव्यता नाम मम भार्या। सा च शाटिकाबद्धः सुभटो वर्त्तते, यतोऽहं नाममात्रेणैव तस्या भर्तेति प्रसिद्धः, परमार्थतः पुनः सैव भगवती मदीयगृहस्य शेषलोकगृहाणां च सम्बन्धिनी समस्तामपि कर्त्तव्यतां तन्त्रयति। यतः सा अचिन्त्यमाहात्म्यतया स्वयमभिलषितमर्थं घटयन्ती नापेक्षतेऽन्यसम्बन्धिनं पुरुषकारं सहायतया, न विचारयति पुरुषानुकूलप्रतिकूलभावं, न गणयत्यवसरं, न निरूपयत्यापद् गतं, न निवार्यते सुरगुरुणाऽपि बुद्धिविभवेन, न प्रतिस्खल्यते विबुधपतिनाऽपि पराक्रमेण, नोपलभ्यते योगिभिरपि तस्याः प्रतिविधानोपायः। अत्यन्तमसम्भावनीयमप्यर्थं सा भगवती स्वकरतलवर्तिनमिव लीलया संपादयति, लक्षयति च प्रत्येकं समस्तलोकानां यस्य यदा यत्र यथा यावद्यच्च प्रयोजनं कर्त्तव्यं ततस्तस्य तदा तत्र तथैव तावत्तदेव प्रयोजनं रचयन्ती न त्रिभुवनेनापि निवारयितुं पार्यते। किञ्च-यदि शक्रचक्रवर्त्यादीनामपि कथ्यते, यथा-भद्रिका भवतामुपरि भवितव्यतेति ततस्तेऽपि तुष्यन्ति हृदये, दर्शयन्ति मुखप्रसादं, विस्फारयन्ति विलोचने, ददति कथकाय पारितोषिकं, कुर्वन्त्यात्मनि बहुमानं, कारयन्ति महोत्सवं, वादयन्त्यानन्ददुन्दुभिं चिन्तयन्त्यात्मनः कृतकृत्यतां, मन्यन्ते सफलं जन्मेति, किम्पुनः शेषलोकाः? इति, अथ तेषामपि शक्रचक्रवर्त्यादीनां कथ्यते यथा-न भद्रिका भवतामुपरि भवितव्यतेति, ततस्ते कम्पन्ते भयातिरेकेण, प्रतिपद्यन्ते दीनतां, कुर्वन्ति क्षणेन कृष्णं मुखं, निमीलयन्ति वीक्षणे, रुष्यन्ति कथकाय, समध्यास्यन्ते चिन्तया, Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ गृह्यन्ते रणरणकेन, परित्यजन्ति शोकातिरेकेणेतिकर्त्तव्यतां, आलोचयन्ति तत्प्रसादनार्थमनेकोपायान्, किम्बहुना? न लभन्ते तस्यामतुष्टायां मनागपि चित्तनिवृति, कथमेषाऽपि पुनः प्रगुणीभविष्यतीत्युद्वेगेन, किम्पुनः सामान्यजना इति? सा पुनर्भगवती यदात्मने रोचते तदेव विधत्ते, न परं विज्ञापयन्तं, विलपन्तं, पूतकुर्वन्तं, वाऽपेक्षते। अहमपि तद्भयोद्धान्तचित्तो यदेव सा किञ्चित्कुरुते यथेष्टचेष्टया तदेव बहु मन्यमानस्तस्याः पतिरपि कर्मकर इव जय देवि! जय देवि इति ब्रुवाणस्तिष्ठामि। સંસારીજીવની પત્ની ભવિતવ્યતાનો મહિમા અને આ બાજુ ભવિતવ્યતા નામની મારી ભાર્યા છે. અનુસુંદર ચક્રવર્તીએ પોતાની કથાનો પ્રારંભ કરેલો અને પોતે અનાદિ નિગોદમાં હતો ત્યારે ત્યાંની સ્થિતિ શું હતી અને પોતે કઈ રીતે બહાર નીકળે છે તે બતાવવા અર્થે અત્યાર સુધી કથન કરીને કહ્યું કે બલાધિકૃત કોને અસંવ્યવહારરાશિમાંથી બહાર કાઢવા અને કોને અન્ય સ્થાનોમાં મોકલવા તેની ચિંતામાં વ્યગ્ર છે તેમ બતાવ્યા પછી તે વાતને બાજુએ મૂકીને પોતે કઈ રીતે અસંવ્યવહારરાશિથી બહાર નીકળે છે તે બતાવવા અર્થે તેમાં ભવિતવ્યતા કઈ રીતે કારણ છે તેની સ્પષ્ટતા કરવા અર્થે ભવિતવ્યતાનો ઉપવાસ કરે છે અને કહે છે કે આ બાજુ ભવિતવ્યતા નામની મારી ભાર્યા છે. અને તે શાટિકાબદ્ધ સુભટ વર્તે છે, જે કારણથી હું નામમાત્રથી જ તેણીનો ભર્તા એ પ્રમાણે પ્રસિદ્ધ છું, પરમાર્થથી તે જ ભગવતી મારા ઘરની અને શેષ લોકોના ઘરના સંબંધી સમસ્ત પણ કર્તવ્યતાનું સંચાલન કરે છે, જે કારણથી તે અચિંત્ય માહાભ્યપણાને કારણે સ્વયં અભિલષિત અર્થને ઘટત કરતી સહાયપણાથી અન્ય સંબંધી પુરુષકારની અપેક્ષા રાખતી નથી, પુરુષના અનુકૂલ પ્રતિકૂળભાવનો વિચાર કરતી નથી. અવસરને ગણકારતી નથી, આપદ્દગત એવા પુરુષનો વિચાર કરતી નથી, બુદ્ધિના વૈભવથી સુરગુરુ વડે પણ નિવારણ કરાતી નથી, પરાક્રમથી વિબુધપતિ વડે પણ=ઈન્દ્રો વડે પણ સ્કૂલના કરાતી નથી, યોગીઓ વડે પણ તેણીના પ્રતિવિધાનનો ઉપાય પ્રાપ્ત કરાતો નથી=પ્રતિકૂળ ભવિતવ્યતાના નિરાકરણનો ઉપાય પ્રાપ્ત કરાતો નથી. અત્યંત અસંભાવનીય પણ અર્થ તે ભગવતી=ભવિતવ્યતા નામની પત્ની, પોતાના કરતલવર્તીની જેમ=પોતાની હથેલીમાં રહેલા પદાર્થની જેમ, લીલાથી સંપાદન કરે છે. અને પ્રત્યેકને ઓળખે છે, સમસ્ત લોકોમાં જેનું જ્યારે જે સ્થાનમાં, જે રીતે, જેટલું, જે પ્રયોજન કર્તવ્ય છે તેથી તેનું, ત્યારે, તે ક્ષેત્રમાં, તે પ્રકારે જ, તેટલું તે જ પ્રયોજનની રચના કરતી એવી ભવિતવ્યતા ત્રિભુવન વડે પણ નિવારણ કરવા માટે શક્ય નથી. ભવિતવ્યતા નામની જીવની પરિણતિ છે કેમ કે તે તે ભાવરૂપે જીવ ભવિતવ્ય અને ભવિતવ્યમાં ‘તા” પ્રત્યય લાગેલો છે તેથી ભવિતવ્ય એવા જીવની જે પરિણતિ તે ભવિતવ્યતા છે અને જે જે રૂપે જે જે કાળમાં જીવ પરિણમન પામે છે તે જીવની ભવિતવ્યતા છે તેથી તે તે જીવને આશ્રયીને તે તે જીવની Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ ભવિતવ્યતા પૃથફ હોવા છતાં સર્વ જીવ સાધારણ એક ભવિતવ્યતાને ગ્રહણ કરીને પ્રસ્તુતમાં કહે છે. જેમ પૂર્વમાં કર્મપરિણામરાજા અને કાલપરિણતિ રાણીને સમસ્ત જીવોના જનની જનક રૂપે કહ્યું ત્યારે પણ તે તે જીવનાં કર્મો અને તે તે જીવની કાલપરિણતિ પૃથક હોવા છતાં સામાન્ય કર્મ અને સામાન્ય કાલપરિણતિને ગ્રહણ કરીને તેનું શું શું કાર્ય છે તેમ બતાવેલ, તેમ સર્વજીવોની ભવિતવ્યતાને સામાન્ય રૂપે ગ્રહણ કરીને ભવિતવ્યતા શું શું કાર્ય કરે છે તે બતાવતા કહે છે. તે ભવિતવ્યતા સ્ત્રીલિંગ શબ્દ છે માટે પુરુષની પત્ની છે અને વળી જીવની પરિણતિરૂપ હોવાથી પુરુષની પત્ની છે છતાં સુભટની જેમ જીવનાં સર્વ પ્રયોજનો કરવામાં તે સમર્થ છે; કેમ કે ભવિતવ્યતાનું ઉલ્લંઘન પુરુષ પણ કરી શકતો નથી તે નામમાત્રથી ભર્તા છે. પરમાર્થથી તો તે ભવિતવ્યતા જ તે જીવના ઘરનાં સર્વકાર્યો કરે છે અને સામાન્ય ભવિતવ્યતા ગ્રહણ કરી ત્યારે સર્વજીવોનાં ઘરનાં કાર્યો કરે છે. જીવને જે જે અવસ્થાઓની પ્રાપ્તિ, જે જે ભવોની પ્રાપ્તિ, જે જે અનુકૂળતા પ્રતિકૂળતાની પ્રાપ્તિ થાય છે તે સર્વ કાર્ય તે જીવની ભવિતવ્યતા સંપાદન કરે છે, તેથી એક જીવને આશ્રયીને તેના ઘરનાં કાર્યો તેની ભવિતવ્યતા કરે છે અને ભવિતવ્યતા સામાન્ય ગ્રહણ કરીએ ત્યારે સર્વજીવોનાં સર્વ કાર્યો તે ભવિતવ્યતા કરે છે. તેથી જીવ સંબંધી સમસ્ત કર્તવ્યનું સંચાલન ભવિતવ્યતા કરે છે. વળી, તે ભવિતવ્યતા અચિન્ત માહાત્મવાળી છે તેથી તેને જે કરવાની ઇચ્છા હોય તે કૃત્ય કરવામાં અન્ય સંબંધી પુરુષકારની સહાયતાની અપેક્ષા રાખતી નથી. પરંતુ ભવિતવ્યતાને અનુરૂપ જ તે જીવ પણ પ્રયત્ન કરે છે. વળી આ ભવિતવ્યતા પુરુષની પત્ની છે છતાં પુરુષને શું અનુકૂળ છે ? શું પ્રતિકૂળ છે ? તેનો વિચાર કરતી નથી. આથી જે જીવની તેવી ભવિતવ્યતા હોય કે તેનાથી અસકાર્યો કરીને તેને નરકમાં લઈ જાય ત્યારે તે જીવની ભવિતવ્યતાને પોતાના પતિ પ્રત્યે દયા આવતી નથી. પરંતુ તેના પાસેથી તેવાં કાર્યો કરાવીને તેને નરકમાં જ કદર્થના પ્રાપ્ત કરાવે છે. તેથી સંસારમાં જે સ્ત્રી પોતાની ઇચ્છાનુસાર જ સર્વ કૃત્યો કરે, પતિને ગણકારે નહીં તેવી જ આ ભવિતવ્યતા છે. વળી તે ભવિતવ્યતા અવસરને પણ ગણકારતી નથી. આથી જ કેટલાક જીવો સુંદર કાર્યો કરતા હોય, આત્મહિત સાધતા હોય ત્યારે પણ તેમની ભવિતવ્યતાને થાય કે મારા સ્વામીને નરકમાં લઈ જવા છે ત્યારે તેમની ભવિતવ્યતા ચૌદપૂર્વધર એવા તે મહાત્માને પણ દુર્બુદ્ધિ આપીને નરકમાં પહોંચાડે છે. વળી, પોતાનો પતિ આપત છે તેનો વિચાર કર્યા વગર તેની ભવિતવ્યતાને જે કરવાનું મન થાય તે જ કરે છે. આથી જ પોતાનો પતિ તિર્યંચ આદિ ઘણા ખરાબ ભાવોમાં દુઃખી દુઃખી થતો હોય ત્યારે પણ જો તેની ભવિતવ્યતાને ઇચ્છા થાય તો તેને દુર્બુદ્ધિ આપીને નરકમાં લઈ જાય છે. આથી જ ભવિતવ્યતાના બળથી દુર્બુદ્ધિને પામીને તે જીવો ઘણા ઉપદ્રવોને પામે છે. વળી, પોતાનો પતિ આપત્તિમાં હોય અને ભવિતવ્યતાને થાય કે મારા પતિનું હું કંઈક હિત કરું ત્યારે તે ભવિતવ્યતા જ તેનું હિત કરે છે. આથી જ સાધુપણું પાળીને કુરગુડ મુનિ પૂર્વભવમાં નિમિત્તને પામીને કષાયવાળા થયા ત્યારે ભવિતવ્યતાએ તેમને દુર્બુદ્ધિ આપીને કષાયો કરાવ્યા અને જેના ફળરૂપે ઉત્તરના ભવમાં દૃષ્ટિવિષ સર્પ થયા. વળી, સર્પના ભવમાં ભવિતવ્યતા અનુકૂળ હતી તેથી કોઈક નિમિત્તને પામીને જાતિસ્મરણ જ્ઞાન થયું. જેથી ભવિતવ્યતાના યોગે સબુદ્ધિને પામીને દૃષ્ટિવિષ સર્પના ભવમાં પણ ઉચિત પ્રવૃત્તિ કરીને ફરી Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ રાજપુત્ર થયા અને ભવિતવ્યતાના યોગે સાધુપણું ગ્રહણ કરીને કેવલજ્ઞાનને પામ્યા. તેથી જે જે ક્ષણમાં પુરુષ જે જે પ્રયત્ન કરે છે. જે જે પ્રકારનાં સુંદર કે અસુંદર ફળો પ્રાપ્ત કરે છે તેમાં તે જીવની ભવિતવ્યતાનું જ સંચાલન ચાલે છે. આથી જ સુરગુરુ જેવા પણ બુદ્ધિમાન પુરુષ વડે ભવિતવ્યતાનું નિવારણ કરી શકાતું નથી. આથી જ મહાબુદ્ધિના નિધાન ચૌદપૂર્વધરો પણ જ્યારે ભવિતવ્યતા પ્રતિકૂળ હોય છે ત્યારે તેની ભવિતવ્યતાથી પ્રેરાઈને કોઈક નિમિત્તને પામીને પ્રમાદી થાય છે. જેથી દુર્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરે છે. તેથી બુદ્ધિના વિભવવાળા એવા ચૌદપૂર્વધરોથી પણ ભવિતવ્યતાનું નિવારણ શક્ય નથી. વળી, ઇન્દ્રો વડે પણ પરાક્રમ દ્વારા ભવિતવ્યતાની પ્રતિસ્મલના કરી શકાતી નથી. આથી જ ઇન્દ્રો પોતાના બલવાન શત્રુઓને હંફાવી શકે છે. પરંતુ જ્યારે ભવિતવ્યતા પ્રતિકૂળ હોય છે, મૂઢતા આદિને પ્રાપ્ત કરાવીને તેમની ભવિતવ્યતા તેઓને પણ દુર્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરાવે છે. વળી, યોગીઓ વડે પણ તે ભવિતવ્યતાના નિવારણનો ઉપાય પ્રાપ્ત થતો નથી. આથી જ યોગીઓ સદાગમના વચનથી આત્મહિત સાધતા હોય છતાં તેઓની ભવિતવ્યતા અતિ પ્રતિકૂળ હોય તો કોઈક નિમિત્તને પામીને તે યોગીઓને પણ પ્રમાદી કરાવીને તેમની ભવિતવ્યતા તેમને દુર્ગતિઓમાં મોકલી આપે છે. આથી જ યોગીઓ પાસે પણ તેના નિવારણનો કોઈ ઉપાય નથી. વળી, અત્યંત અસંભાવનીય એવા પણ અર્થને તે ભવિતવ્યતા પોતાના હાથમાં રહેલા પદાર્થની જેમ લીલાપૂર્વક સંપાદન કરે છે. આથી જ સંસારથી અત્યંત ભય પામેલા અને સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી તેના ઉપાય રૂપે શાસ્ત્રો ભણી ભણીને ચૌદપૂર્વધર થાય છે તેઓને માટે નિગોદમાં જવું અત્યંત અસંભવી જણાય કેમ કે પોતાના મૃતના ઉપયોગથી જ પોતે ક્યાં જશે? તેનો નિર્ણય કરવા સમર્થ છે અને ભવિતવ્યતા પણ તેમના પરિણામને મલિન કર્યા વગર નિગોદમાં લઈ જઈ શકતી નથી. તેથી આવા મહાત્માની તેવી ભવિતવ્યતા હોય તો લીલાપૂર્વક તેમને પ્રમાદી કરીને નિગોદમાં લઈ જાય છે. વળી, આ ભવિતવ્યતા દરેક જીવોની સ્વતંત્ર છે તેથી તે ભવિતવ્યતા તે જીવ રૂપ પ્રત્યેકનું કાર્ય ખ્યાલમાં રાખે છે અને સર્વજીવોની સાધારણ ભવિતવ્યતા ગ્રહણ કરીએ ત્યારે બધા જીવોના કાર્યોમાંથી ક્યારે કોનું શું કરવું ? તે સર્વનો ખ્યાલ રાખે છે. વળી, પ્રત્યેક જીવની ભવિતવ્યતા તેનાં કાર્યોને કઈ રીતે કરે છે ? તે સ્પષ્ટ કરે છે – જે જીવનું જે કાળમાં, જે સ્થાનમાં જેટલું જે પ્રયોજન તેને કરવા જેવું જણાય તે જીવનું તે પ્રમાણે જ તે સર્વ કરે છે. જેમ વિરભગવાનની ભવિતવ્યતા હતી કે વર્તમાન ચોવીશીના ચરમ તીર્થંકર થાય તેથી તે કાળમાં તે ક્ષેત્રમાં તીર્થકરરૂપે કાર્ય કરવાનું અને બોંતેર વર્ષ આયુષ્ય પ્રમાણ જેટલું પ્રયોજન તેમની ભવિતવ્યતાને હતું તેટલું તેમણે કર્યું. આથી ભવિતવ્યતાને પોતાનું કાર્ય કરતાં કોઈ નિવારણ કરવાને સમર્થ નથી, ફક્ત જે કંઈ કાર્ય થાય છે માત્ર ભવિતવ્યતાથી થતું નથી, પરંતુ જીવનો પ્રયત્ન, તે પ્રયત્ન કરાવનારાં તે પ્રકારના કર્મ, તેની ભવિતવ્યતા આદિ સર્વ કારણો સમુદિત થઈને કાર્યો કરે છે. ફક્ત જેમ, કર્મપરિણામ અને કાલપરિણતિથી સર્વ કાર્યો થાય છે, એમ પૂર્વમાં કહ્યું ત્યાં કર્મપરિણામરાજા અને કાલપરિણતિની પ્રધાનતા બતાવી. ત્યારપછી સદારામ સર્વજીવોને કર્મપરિણામરાજાના સકંજામાંથી છોડાવે છે એમ કહ્યું ત્યાં સંસારના ઉચ્છેદમાં સદાગમ પ્રધાન અંગ છે તેમ બતાવેલ. તે રીતે જીવની પ્રકૃતિરૂપ ભવિતવ્યતા પણ જે Page #112 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ ૯૫ કંઈ કાર્યો કરે છે તે અન્ય કારણોનું સંયોજન કરીને જ કરે છે તે બતાવવા અર્થે ભવિતવ્યતાને સર્વ કાર્યોમાં પ્રધાન રૂપે કહેલ છે. વળી, જો શક્ર-ચક્રવર્તી આદિને પણ કહેવાય છે, શું કહેવાય છે ? તે “યથા'થી બતાવે છે – જે પ્રમાણે તમારા ઉપર ભદ્રિક એવી ભવિતવ્યતા છે, તેથી તેઓ પણ હદયમાં તોષ પામે છે, મુખના પ્રસાદને બતાવે છે. ચક્ષઓ વિસ્ફારિત કરે છે, કહેનારને પારિતોષિક આપે છે, પોતાનામાં બહુમાન, કરે છે=હું પુણ્યશાળી છું એ પ્રકારનો પોતાનામાં બહુમાન કરે છે. મહોત્સવને કરાવે છે, આનંદની દુંદુભિઓને અનુચરો પાસેથી વગડાવાય છે. આત્માની કૃતકૃત્યતાને વિચારે છે, જન્મને સફલ માને છે. શું વળી શેષલોક=ચક્રવર્તી આદિને પણ ભવિતવ્યતા અનુકૂળ છે તે સાંભળીને હર્ષિત થાય છે તો શેષ લોકોનું શું કહેવું. બધા લોકો પોતાની ભવિતવ્યતા સારી છે તે સાંભળીને હર્ષિત થાય છે હવે તે પણ શક્ર-ચક્રવર્તી આદિને કહેવાય છે. શું કહેવાય છે ? તે ‘થા'થી બતાવાય છે, તમારા ઉપર ભવિતવ્યતા ભદ્રિકા નથી. તેથી ભયના અતિરેકથી તેઓ કાંપે છે, દીનતાને પામે છે, ક્ષણમાત્રથી કાળું મુખ કરે છે, બે આંખો બંધ કરે છે, કહેનારા ઉપર રોષ પામે છે, ચિંતાથી વ્યાકુળ થાય છે. રણરણકારથી ગ્રહણ થાય છે=દિવસ-રાત વિલાપ કર્યા કરે છે. શોકના અતિરેકથી ઈતિ-કર્તવ્યતાનો ત્યાગ કરે છે–પોતાને જે ઉચિત કર્તવ્ય છે તે પણ શોકના અતિરેકને કારણે કરતા નથી. તેના પ્રસાદને માટે=ભવિતવ્યતાના પ્રસાદન માટે, અનેક ઉપાયોનું આલોચન કરે છે. વધારે શું કહેવું ? કેવી રીતે આ પણ=ભવિતવ્યતા પણ, ફરી પ્રગુણ થશે એ પ્રમાણેના ઉદ્વેગથી ભવિતવ્યતા અપ્રસન્ન હોતે છતે થોડી પણ ચિત્તની નિવૃતિને પામતા નથી. શક્ર-ચક્રવર્તી આદિ પણ ચિત્તની નિવૃતિને પામતા નથી, વળી સામાન્ય જનોનું શું કહેવું? વળી તે ભગવતી=ભવિતવ્યતા ભગવતી, જે પોતાને રુચે છે તે જ કરે છે. વિજ્ઞાપન કરતા એવા બીજાની અથવા વિલાપ કરતા એવા બીજાની અથવા પ્રતિકાર કરતા એવા બીજાની અપેક્ષા રાખતી નથી. આ પ્રકારે અનુસુંદર ચક્રવર્તી પોતાનું કથન કરે છે. વળી તે કહે છે, હું પણ તેના ભયથી ઉભાંત ચિત્તવાળો જે જ તે=ભવિતવ્યતા, યથેષ્ટ ચેષ્ટાથી કંઈક કરે છે. તે જ બહુ માનતો=તેને તે જ પ્રમાણે સ્વીકારતો, તેનો પતિ હોવા છતાં કર્મકરની જેમ હે દેવી ! તું વિજય પામ, હે દેવી! તું વિજય પામ, એ પ્રમાણે બોલતો રહું છું. આ પ્રમાણે અનુસુંદર ચક્રવર્તી પોતાનું કથન કરતાં કહે છે. શ્લોક : પિ – सा सर्वत्र कृतोद्योगा, सा ज्ञातभुवनोचिता । सा जागर्ति प्रसुप्तेषु, सा सर्वस्य निरूपिका ।।१।। શ્લોકાર્થ :વળી, તે=ભવિતવ્યતા, સર્વત્ર જગતનાં સર્વકાર્યોમાં, કૃત ઉદ્યોગવાળી છે=ઉદ્યમ કરનારી છે, Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ તે જ્ઞાતભુવન ઉચિતવાળી છે=ભુવનનું શું શું ઉચિત કરવું તે જાણનારી છે. તે=ભવિતવ્યતા, સૂતેલા જીવોમાં જાગતી હોય છે. તે=ભવિતવ્યતા, સર્વની નિરૂપિકા છે=જગતમાં થતાં સર્વકાર્યોનું નિરૂપણ કરનારી છે. આ વસ્તુની આ પ્રકારની ભવિતવ્યતા હતી એ પ્રકારે નિરૂપણ કરનારી છે. [૧] શ્લોક : सा केवलं जगत्यत्र, विचरन्ती निराकुला । न कुतश्चिद्विभेत्युच्चैर्मत्तेव गन्धहस्तिनी ।।२।। શ્લોકાર્ધ : તે=ભવિતવ્યતા, આ જગતમાં કેવલ નિરાકુલ વિચરતી મતગંધહસ્તિની જેમ કોઈનાથી ડરતી નથી. શા. બ્લોક : सा कर्मपरिणामेन, महाराजेन पूजिता । यतोऽनुवर्त्तयत्येव, तामेषोऽपि प्रयोजने ।।३।। શ્લોકાર્ચ - તે કર્મપરિણામ મહારાજાથી પૂજાયેલી છે. જે કારણથી પ્રયોજનમાં=પોતાના પ્રયોજનમાં, આ પણ કર્મપરિણામરાજા પણ, તેનું અનુસરણ જ કરે છે Il3II. શ્લોક : तथाऽन्येऽपि महात्मानः, कुर्वन्ति स्वं प्रयोजनम् । यान्तोऽनुकूलतां तस्या, यत एतदुदाहृतम् ।।४।। શ્લોકાર્ય : અને તેની અનુકૂલતાને પામેલા=ભવિતવ્યતાની અનુકૂલતાને પામેલા, અન્ય પણ મહાત્માઓ સ્વપ્રયોજનને કરે છે. જે કારણથી આ કહેવાયું છે. ll૪ો. શ્લોક : बुद्धिरुत्पद्यते तादृग् व्यवसायश्च तादृशः । सहायास्तादृशाश्चैव, यादृशी भवितव्यता ।।५।। શ્લોકાર્ય : “બુદ્ધિ તેવી ઉત્પન્ન થાય છે અને વ્યવસાય=પ્રયત્ન, તેવો થાય છે અને સહાયો તેવા જ પ્રાપ્ત થાય છે જેવી જ ભવિતવ્યતા છે.” Page #114 -------------------------------------------------------------------------- ________________ GE ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ જીવ તે તે ભાવ રૂપે સતત ભવિતવ્ય છે, પુદ્ગલો પણ તે તે ભાવ રૂપે સતત ભવિતવ્ય છે. તેમાં રહેલો ભવિતવ્યરૂપ સ્વભાવ તે ભવિતવ્યતા છે અને જ્યારે જે જે વસ્તુમાં જે જે કાર્ય થાય છે તે કાર્યો રૂપે તે વસ્તુ ભવિતવ્ય હોય છે, તેથી તેની ભવિતવ્યતાથી તે કાર્યો બને છે. તોપણ જીવમાં જે કાર્યો થાય છે તે કાર્યો માત્ર ભવિતવ્યતા કરતી નથી, પરંતુ જીવને તે પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન કરે છે, જીવ તે પ્રકારે વ્યવસાય કરે છે અને તે પ્રકારના વ્યવસાયમાં તેને સહાયક સામગ્રી પણ તે પ્રકારે મળે છે, તેથી પોતાની પરિણતિરૂપ ભવિતવ્યતાથી પ્રેરાયેલી બુદ્ધિને કારણે તે પ્રકારનો વ્યવસાય કરીને જીવ તે તે પ્રકારના શુભ કે અશુભ કર્મો બાંધે છે અને તેને અનુરૂપ જ તેને તે તે પ્રકારનાં ફળો મળે છે, જેથી જ્યારે જીવ સદાગમની પ્રેરણાથી વિવેકપૂર્વકની પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેની ભવિતવ્યતા સર્વ પ્રકારની સુંદર વર્તે છે. તેથી સદ્ગતિઓની પરંપરા દ્વારા પોતાનું હિત જ સાધે છે અને જ્યારે તેની ભવિતવ્યતા વિપરીત હોય છે ત્યારે તેની બુદ્ધિ તે પ્રકારની થાય છે, જેથી સદાગમનું ગ્રહણ કરતો નથી અથવા તેને તેવા પ્રકારના સહાયક બોધ કરાવનારા મળે છે જેથી સદાગમના વચનથી વિપરીત પ્રવૃત્તિ કરે છે અને હું સદાગમ પ્રમાણે કરું છું તેમ માનીને અનર્થની પરંપરાને પ્રાપ્ત કરે છે. પાં तीव्रमोहोदयात्यन्ताबोधभवितव्यताभिः सह संसारिजीवस्याव्यवहारान्निर्गमः तस्याश्च मदीयगृहिण्या भवितव्यतायाः सम्बन्धिनमेनं गुणसन्दोहं जानात्येव सोऽत्यन्ताऽबोधो बलाधिकृतः । ततस्तस्य तदा पर्यालोचयतश्चेतसि परिस्फुरितम्-अये! किमहमेवं सत्यप्युपाये चिन्तयाऽऽत्मानमाकुलयामि? यतो जानात्येव सा संसारिजीवपत्नी भवितव्यता येऽत्र प्रस्थापनोचिता लोकास्तेषां स्वरूपमिति, अतस्तामेवाहूय पृच्छामि, ततः कथितस्तीव्रमहोदयाय तेन स्वाभिप्रायः। सुन्दरमेतदिति बहुमतं तस्याऽपि तस्या आकारणम्। ततः प्रहितः पुरुषः, समाहूता भवितव्यता, समागता वेगेन, प्रवेशिता प्रतिहार्या, महाप्रभावेयं सर्वापि स्त्री किल देवतेति विचिन्त्य कृतं तस्याः पादपतनं वाचिकं महत्तमबलाधिकृताभ्यां, अभिनन्दितौ तौ तयाऽऽशीर्वादेन, दापितमासनं, उपविष्टा भवितव्यता। ततो बलाधिकृताभिमुखं महत्तमेन चालिता भ्रूलता, ततस्तेन कथयितुमारब्धस्तस्यै तन्नियोगव्यतिकरः, ततो हसितं तया, स प्राह-भद्रे! किमेतद्? भवितव्यताऽऽह-न किञ्चित्, बलाधिकृतेनोक्तम्तत्किमकाण्डे हसितम् ? भवितव्यताऽऽह-अत एव, यतो न किञ्चिदिदम्। बलाधिकृतेनोक्तम्कथम्? भवितव्यताऽऽह-सत्यमत्यन्ताबोधोऽसि, यस्त्वमेनमपि व्यतिकरं मह्यं कथयसि, कृतोद्योगाऽहमेवंविधेषु व्यतिकरेषु, लक्षयामि अनन्तकालभाविनोऽपि सर्वव्यतिकरानहं, किं पुनः साम्प्रतिकान्? अतो निष्प्रयोजनत्वान्न किञ्चिदेतत्त्वदीयकथनं ममेति। अत्यन्ताबोधः प्राह-सत्यमिदम्, विस्मृतं मे तावकं माहात्म्यं, सोढव्योऽयमेको ममापराधो भवत्या, अन्यच्च-प्रस्थापय त्वमेव येऽत्र प्रस्थापनोचिता लोकाः, किं नो व्यापारेण? भवितव्यतयोक्तम्-एकस्तावदेष एव मदीयो भर्ता प्रस्थापनयोग्यः, Page #115 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ तथाऽन्ये च ये तज्जातीयाः । बलाधिकृतेनोक्तम्-त्वमेव जानीषे, तत्किमत्रोक्तेन ? ततो निर्गता भवितव्यता, आगता मम समीपे कथितो व्यतिकरः । मयोक्तम् - यद्देवी जानीते, ततः समुच्चलितोऽहमन्ये च मज्जातीयास्तन्नियोगाभिप्रेतसङ्ख्यानुसारेण उक्तौ च भवितव्यतया महत्तमबलाधिकृतौ यदुत मया युवाभ्यां चामीभिः सह यातव्यं, यतो भर्तृदेवता नारीति न मोक्तव्यो मया संसारिजीवो, यतश्चास्ति युवयोरपि प्रतिजागरणीयमेकाक्षनिवासं नाम नगरं, तत्रामीभिर्लोकैः प्रथमं गन्तव्यं, अतो युज्यते युवाभ्यां सहैवामीषां तत्राऽऽसितुं, नान्यथा । GC તીવ્ર મોહોદય, અત્યંત અબોધ અને ભવિતવ્યતાની સાથે સંસારી જીવનો અવ્યવહાર નિગોદમાંથી નિર્ગમ - અને મારી ગૃહિણી એવી તે ભવિતવ્યતાના સંબંધી આ ગુણસમૂહને=પૂર્વમાં વર્ણન કર્યું એ ગુણસમૂહને, તે અત્યંતઅબોધ અને બલાધિકૃત જાણે જ છે, તેથી પર્યાલોચન કરતા એવા તેના ચિત્તમાં=અત્યંતઅબોધના ચિત્તમાં, પરિસ્ફુરણ થાય છે. તેથી અત્યંતઅબોધ બલાધિકૃતને કહે છે અરે ! કેમ હું આ પ્રમાણે ઉપાય વિદ્યમાન હોતે છતે ચિંતાથી આત્માને આકુલ કરું છું ? જે કારણથી તે સંસારી જીવની પત્ની ભવિતવ્યતા અહીં=અસંવ્યવહાર નગરમાંથી સંવ્યવહાર નગરમાં, પ્રસ્થાપનાને ઉચિત જે લોકો છે તેઓનું સ્વરૂપ જાણે જ છે. આથી તેને જ બોલાવીને હું પૂછું. ત્યારપછી તીવ્ર મહોદયને તેના વડે=અત્યંતઅબોધ વડે, પોતાનો અભિપ્રાય કહેવાયો, આ સુંદર છે એ પ્રમાણે તેને પણ=તીવ્ર મહોદયને પણ, તેણીને=ભવિતવ્યતાને, બોલાવું બહુમત થયું. ત્યારપછી પુરુષ મોકલાવાયો, ભવિતવ્યતા બોલાવાઈ, વેગથી=ત્વરાથી, ભવિતવ્યતા આવી, પ્રતિહારી વડે પ્રવેશ કરાવાઈ=સભાગૃહમાં પ્રવેશ કરાવાઈ, મહાપ્રભાવવાળી આ છે. સર્વ પણ સ્ત્રી ખરેખર દેવતા છે એ પ્રમાણે વિચારીને મહત્તમ અને બલાધિકૃત દ્વારા તેણીનું=ભવિતવ્યતાનું, વાચિક પાદપતન કરાયું. તેણી વડે આશીર્વાદ દ્વારા તે બંને અભિનંદિત કરાયાં. આસન અપાયું, ભવિતવ્યતા બેઠી, ત્યારપછી મહત્તમ વડે બલાધિકૃતને અભિમુખ પોતાની ભૂલતા ચલાવાઈ=ભૂલતાથી ઇશારો કરાવાયો. ત્યારપછી=મહત્તમ વડે ઇશારાથી બલાધિકૃતને કથન કરવાનું કહ્યું ત્યારપછી, તેના વડે=બલાધિકૃત વડે, તેણીને=ભવિતવ્યતાને, તદ્ધિયોગનો વ્યતિકર કહેવાનો આરંભ કરાયો. તેથી=બલાધિકૃતે તનિયોગનો વ્યતિકર કહ્યો તેથી, તેણી વડે હસાયું, તે બલાધિકૃત કહે છે – હે ભદ્રે ! આ શું છે ?=કેમ તારા વડે હસાયું ? ભવિતવ્યતા કહે છે કાંઈ નહીં, બલાધિકૃત વડે કહેવાયું – તો કેમ અકાંડે હસાયું ?=કંઈ પ્રયોજન ન હોય તો કેમ નિરર્થંક હસાયું ? ભવિતવ્યતા કહે છે — જે કારણથી આ કંઈ નથી આથી જ=તદ્નિયોગનો વ્યતિકર તે મને કહ્યો એ કોઈ પ્રયોજનવાળો નથી આથી જ, હસાયું. બલાધિકૃત વડે કહેવાયું કેમ આ કથન નિરર્થક છે ? ભવિતવ્યતા કહે છે ખરેખર તું અત્યંતઅબોધ છે, જે તું આ પણ વ્યતિકરને મને કહે છે. હું આવા પ્રકારના વ્યતિકરોમાં છું કૃત ઉદ્યોગવાળી તેથી તું મને આવો વ્યતિકર કહે છે તે તું - = Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ અત્યંતઅબોધવાળો છે તેનું સૂચન કરે છે, માટે મારા વડે હસાયું. વળી ભવિતવ્યતા અત્યંતઅબોધને કહે છે, અનંતકાલભાવિ પણ સર્વ વ્યતિકરોને હું જાણું છું, વળી સાંપ્રતકાલીન આ વ્યતિકરોને કહેવું જ શું? અનંતકાળમાં જે જીવના જે જે ભાવો કરવાના હોય તે તે સર્વભાવો તે જીવતી ભવિતવ્યતા જાણે છે આથી, તે તે ભાવ તે તે કાળમાં તે તે રીતે સતત તે તે જીવમાં પ્રગટ કરવા માટે પ્રયત્નવાળી છે, તેથી વર્તમાનમાં જે જે જીવોને અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં લાવવાના છે તે વર્તમાનકાલીન વ્યતિકરને તો તે જાણે છે. આથી, નિપ્રયોજનપણું હોવાથી=ભવિતવ્યતાને તક્તિયોગને વ્યતિકર કહેવાનું નિપ્રયોજનપણું હોવાથી, મને આ તારું કથન કંઈ અર્થવાળું નથી, એથી મારા વડે હસાવું, એ પ્રમાણે ભવિતવ્યતા કહે છે. અત્યંતઅબોધ કહે છે – આ સત્ય છે=ભવિતવ્યતાએ જે કહ્યું એ સત્ય છે, મારા વડે તમારું માહાભ્ય વિસ્તૃત થયું=ભવિતવ્યતાનું અદ્દભૂત માહાભ્ય છે તે વિસ્તૃત થયું, આ મારો એક અપરાધ તારા વડે=ભવિતવ્યતા વડે, સહન કરવો જોઈએ અને અત્યંતઅબોધ કહે છે – જે જીવો અહીં=અવ્યવહાર-રાશિમાંથી વ્યવહારરાશિમાં બીજા પ્રસ્થાપનને ઉચિત, છે તેઓને તું પ્રસ્થાપિત કર, અમારા વ્યાપાર વડે શું ? ભવિતવ્યતા વડે કહેવાયું – એક આ જ મારો ભર્તા પ્રસ્થાપનને યોગ્ય છે. અર્થાત્ એક અનુસુંદર ચક્રવર્તીનો જીવ ભવિતવ્યતાનો ભત પ્રસ્થાપનને યોગ્ય છે અર્થાત્ અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં મોકલવા યોગ્ય છે. અને અન્ય જેઓ તજાતીય છે=મારા ભર્તાના જેવા જ કંઈક પ્રસ્થાને યોગ્ય થયા છે તેઓ પ્રસ્થાન યોગ્ય છે. બલાધિકૃત વડે કહેવાયું – તું જ=ભવિતવ્યતા જ, જાણે છે. તે કારણથી અહીં= અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં મોકલવા યોગ્ય જીવોના વિષયોમાં, કહેવા વડે શું? ત્યારપછી ભવિતવ્યતા નીકળી, મારી સમીપે આવી=અનુસુંદર ચક્રવર્તીના જીવ સમીપમાં આવી, વ્યતિકર કહ્યો=અન્ય સ્થાનમાં જવાનું છે એ પ્રકારનો પ્રસંગ ભવિતવ્યતાએ મને કહ્યો=અનુસુંદર ચક્રવર્તીતા જીવને કહ્યું. મારા વડે કહેવાયું=અનુસુંદર ચક્રવર્તી પોતાની કથા કરતાં અગૃહીતસંકેતાને કહે છે મારા વડે કહેવાયું=ભવિતવ્યતાને કહેવાયું, જે દેવી જાણે છે=મારે ક્યાં જવું તે દેવી જાણે છે. ત્યારપછી, હું અને મારી જાતીયવાળા અન્ય તક્તિયોગના અભિપ્રેતસંખ્યાના અનુસારથી ચાલ્યા=ભવિતવ્યતા દ્વારા અન્ય સ્થાનમાં મોકલવા માટે ચાલ્યા, અને ભવિતવ્યતા વડે મહત્તમ અને બલાધિકૃત કહેવાયા. શું કહેવાયું ? તે ‘દુતથી બતાવે છે – મારા વડે અને તમારા વડે આ બધાની સાથે જવું જોઈએ જે કારણથી ભતૃદેવતા નારી છે એથી મારા વડે સંસારી જીવ મુકાવો જોઈએ નહીં અને જે કારણથી તમારું પણ પ્રતિજાગરણીય એકાક્ષનિવાસ નામનું નગર છે. ત્યાં=એકાક્ષ નામના નગરમાં, આ લોકોએ=અનુસુંદર ચક્રવર્તીના જીવ વગેરે લોકોએ, પ્રથમ જવું જોઈએ, આથી તમારી સાથે જ=મહત્તમ અને બલાધિકૃત સાથે જ, આમને=આ બધા જીવોને ત્યાં એકેન્દ્રિય નામના નગરમાં, રહેવા માટે ઘટે છે. અન્યથા નહીં=ભવિતવ્ય મહત્તમ બલાધિકૃત આવે તો ત્યાં રહેવું ઘટતું નથી. માટે તમારે સાથે આવવું જોઈએ એમ યોજન છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ १०० ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ सांव्यवहारिकसाधारणे स्थापनम् ततो 'यद् भवती जानीत' इत्यभिधाय प्रतिपनं तद्वचनं महत्तमबलाधिकृताभ्यां, प्रवृत्ताः सर्वेऽपि, समागतास्तदेकाक्षनिवासं नगरम्। तत्र च नगरे महान्तः पञ्च पाटका विद्यन्ते, ततोऽहमेकं पाटकं कराग्रेण दर्शयता तीव्रमोहोदयेनाभिहितः-भद्र संसारिजीव! तिष्ठ त्वमत्र पाटके, यतोऽयं पाटकोऽसंव्यवहारनगरेण बहुतरं तुल्यो वर्त्तते, ततो भविष्यत्यत्र तिष्ठतो धृतिरिति, तथाहि-यथा तत्रासंव्यवहारनगरे गोलकाभिधानानां प्रासादानां मध्यवर्तिनोऽसंख्या ये निगोदाभिधाना अपवरकास्तेषु यथा लोकाः प्रत्येकमनन्ताः संपिण्डिताः स्नेहानुबन्धेन प्रतिवसन्ति, अत्रापि पाटके बहुतमा लोकास्तथैव प्रतिवसन्ति, केवलमसंव्यवहारनगरसम्बन्धिनो न क्वचिल्लोकव्यवहारेऽवतरन्तीति असांव्यवहारिका उच्यन्ते। ते हि यदि परं यूयमिव भगवत्या लोकस्थितेरादेशेन सकृदेवान्यस्थानेषु गच्छन्ति, नान्यथा, एते पुनरस्य पाटकस्य संबन्धिनो लोकाः कुर्वन्ति लोकव्यवहारं, समाचरन्ति शेषस्थानेषु गमागम, तेन सांव्यवहारिका इत्यभिधीयन्ते। तथा तेषामसंव्यवहारनगरसंबन्धिनामनादिवनस्पतय इति सर्वेषामपि सामान्याभिधानं, एतत्पाटकसम्बन्धिनां तु वनस्पतय इत्येतावान् विशेषः। तथा प्रत्येकचारिणोऽपि प्रासादापवरकन्यायरहिता मुत्कलचारेणात्र विद्यन्ते तेऽसंख्येया लोकाः, ततस्तिष्ठ त्वमत्र, पूर्वपरिचितनगरसमान एवायं पाटकस्तवेति। ततो मयोक्तं- यदाज्ञापयति देवः, ततः स्थापितोऽहमेकस्मिन्नपवरके, शेषलोकास्तु केनचिन्मदीयविधानेनैव स्थापितास्तत्रैव पाटके, केचिन्मुत्कलचारेण, केचित्पुनीताः पाटकान्तरेष्विति। ततोऽहं तत्र साधारणशरीरनाम्नि भद्रे! अपवरके पूर्वोक्तस्थित्यैव सुप्त इव, मत्त इव, मूर्छित इव, मृत इवानन्तलोकैः संपिण्डितैस्तैः समकमुच्छ्वसन्, समकं निःश्वसन, समकमाहारयन्, समकं नीहारयन् स्थितोऽनन्तकालमिति। સંસારીજીવનું સાંવ્યવહારિક નિગોદમાં સ્થાપન તેથી, ભગવતી જે જાણે છે એ પ્રમાણે કહીને તેનું વચન મહત્તમ-બલાધિકૃત દ્વારા સ્વીકારાયું. એકઠા થયેલા સર્વ પણ=ભવિતવ્યતા, તે જીવો, બલાધિકૃત અને મહત્તમ સર્વ પણ, તે એકાક્ષ વગર તરફ પ્રવૃત્ત થયા. તે નગરમાં મોટા પાંચ પાડાઓ વિદ્યમાન છે. તેથી હું અનુસુંદર ચક્રવર્તીનો જીવ, હાથના અગ્ર ભાગથી એક પાડાને બતાવતા તીવ્ર મહોદય વડે કહેવાયો. હે ભદ્ર ! સંસારી જીવ ! તું આ પાડામાં રહે, જે કારણથી આ પાડો અસંવ્યવહાર નગરથી બહેતર સમાન વર્તે છે તેથી અહીં રહેતા તને ધૃતિ રહેશે. જેમ અનંતકાળ ધૃતિપૂર્વક અસંવ્યવહાર નગરમાં સંસારી જીવ અનુસુંદર ચક્રવર્તી રહ્યો તેમ અહીં પણ ધૃતિપૂર્વક ઘણો કાળ તું રહી શકીશ. Page #118 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ કઈ રીતે અસંવ્યવહાર નગરની સાથે આ પાડો બહુતર તુલ્ય છે ? તે ‘તથાન્નિ’થી બતાવે છે પ્રમાણે તે અસંવ્યવહાર નગરમાં ગોલક નામના પ્રાસાદોના મધ્યવર્તી જે નિગોદ નામના ઓરડાઓ હતા તેઓમાં પ્રત્યેકને આશ્રયીને=દરેક ઓરડાઓને આશ્રયીને, અનંતા લોકો સ્નેહના અનુબંધથી સંપિંડિત વસે છે. આ પણ પાટકમાં બહુતમ લોકો=વધારે લોકો, તે પ્રમાણે જ વસે છે. કેવલ અસંવ્યવહારનગર સંબંધી લોકો ક્યારેય લોકવ્યવહારમાં અવતાર પામતા નથી એથી અસંવ્યવહારિક લોકો કહેવાય છે, તે જીવો જો વળી તારી જેમ ભગવતી લોકસ્થિતિના આદેશથી સકૃત જ અન્ય સ્થાનોમાં જાય છે=એક વખત અન્ય સ્થાનોમાં જાય છે, અન્યથા જતા નથી=લોકસ્થિતિના આદેશ વગર એક વખત પણ અન્ય સ્થાનોમાં જતા નથી, વળી આ પાટક સંબંધી આ લોકો લોકવ્યવહારને કરે છે. શેષ સ્થાનોમાં ગમનાગમન કરે છે તેથી સંવ્યવહારિક એ પ્રમાણે કહેવાય છે અને અસંવ્યવહાર નગર સંબંધી એવા તેઓનું=જેઓ અનાદિ નિગોદમાંથી નીકળ્યા નથી તેવા અસંવ્યવહાર નગર સંબંધવાળા જીવોનું, અનાદિ વનસ્પતિ એ પ્રમાણે સર્વનું પણ સામાન્ય અભિધાન છે. વળી, આ પાટકસંબંધી જીવોનું વનસ્પતિ અભિધાન છે એટલો વિશેષ છે. તથા પ્રત્યેકચારી વનસ્પતિ લોકો પણ પ્રાસાદ અપવરકન્યાયથી રહિત=નિગોદના ગોળા રૂપ પ્રાસાદ અને તે તે શરીર રૂપ ઓરડાના ન્યાયથી રહિત, મુત્કલચારથી=પ્રત્યેક શરીરપણાથી અહીં=પ્રસ્તુત પાડામાં=તે વનસ્પતિ નામના પાડામાં, તે અસંખ્ય લોકો વિદ્યમાન છે. તેથી તું=અનુસુંદર ચક્રવર્તીનો જીવ આ પાડામાં રહે. તારા પૂર્વપરિચિત નગર સમાન જ આ પાટક છે=વનસ્પતિ નામનો આ પાટક છે. તેથી=તીવ્ર મોહોદયે મને તે પાટકમાં રહેવાનું કહ્યું તેથી, મારા વડે કહેવાયું=અનુસુંદર ચક્રવર્તીનો જીવ અગૃહીતસંકેતાને કહે છે કે મારા વડે તીવ્ર મોહોદયને કહેવાયું, દેવ જે આજ્ઞા કરે છે, તેથી હું એક અપવરકમાં સ્થાપન કરાયો=બાદર નિગોદના અનંતા પ્રાસાદોમાંથી કોઈ એક પ્રાસાદના કોઈ એક ઓરડામાં=એક શરીર રૂપ ઓરડામાં અનંત જીવોથી સંપિંડિત સ્થાપન કરાયો, વળી, શેષ લોકોમારી સાથે અસંવ્યવહાર નગરથી નીકળીને આવેલા શેષ લોકો, મારા વિધાનથી તે જ પાટકમાં સ્થાપન કરાયા=જે રીતે હું કોઈક એક ઓરડામાં સ્થાપન કરાયો તે રીતે જ તેઓ પણ કોઈક બાદર નિગોદના કોઈ એક ઓરડામાં વનસ્પતિરૂપે તે જ પાડામાં સ્થાપન કરાયા. કેટલાક=મારી સાથે અસંવ્યવહારમાંથી નીકળેલા કેટલાક મુત્કલચારથી=પ્રત્યેક વનસ્પતિપણાથી, સ્થાપત કરાયા. વળી, કેટલાક બીજા પાડાઓમાં લઈ જવાયા=વનસ્પતિને છોડીને પૃથ્વીકાયાદિ અન્ય પાડાઓમાં લઈ જવાયા, તેથી હું ત્યાં હે ભદ્ર ! સાધારણ શરીર નામના અપવરકમાં પૂર્વોક્ત સ્થિતિથી જ સૂતેલાની જેમ, મત્તની જેમ, મૂચ્છિતની જેમ મરેલાની જેમ સંપિંડિત એવા તે અનંત લોકોની સાથે ઉચ્છ્વાસ લેતો, સાથે નિઃશ્વાસ લેતો, સાથે આહાર કરતો, સાથે વિહાર કરતો, અનંતકાળ રહ્યો. આ પ્રકારે સંસારી જીવ અગૃહીતસંકેતાને કહે છે. ૧૦૧ જે - નિગોદમાં એક શરીરમાં રહેલા બધા જીવો ઉચ્છવાસ, નિઃશ્વાસ, આહાર વગેરે સાથે જ કરે છે સાથે જ જન્મે છે, અને સાથે જ મરે છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ પ્રવતાડવાતિઃ अन्यदा कर्मपरिणाममहाराजादेशेनैवानुमतो महत्तमबलाधिकृताभ्यां निःसारितस्ततोऽपवरकन्यायाद् भवितव्यतया, धारितस्तत्रैव पाटके पुनरसंख्यकालं प्रत्येकचारितयेति। इतश्च पूर्वमेव कर्मपरिणाममहाराजेन परिपृच्छ्य लोकस्थितिं समालोच्य सह कालपरिणत्या, ज्ञापयित्वा नियतियदृच्छादीनां, अनुमतेः भवितव्यतायाः, अपेक्ष्य विचित्राकारं लोकस्वभावं, आत्मीयसामर्थ्यप्रभवैः परमाणुभिर्निष्पादिताः सर्वार्थकारिण्य एकभववेद्यसंज्ञाः प्रधानगुटिकाः समर्पिता भवितव्यतायाः। सा चाभिहिता तेन यथाभद्रे! समस्तलोकव्यापारकरणोद्यता त्वं श्रान्ताऽसि समस्तलोकानां क्षणे क्षणे नानाविधसुखदुःखादिकार्याणि संपादयन्ती ततो गृहाणामूर्गुटिकाः, ततस्त्वया तासामेकैकस्य सत्त्वस्य जीर्णायां जीर्णायामेकैकस्यां गुटिकायामन्या दातव्या, ततः संपादयन्त्येताः स्वयमेव विविधमप्येकत्र जन्मवासके वसत्सु प्रत्येक सत्त्वेषु तवेष्टं सर्वं प्रयोजनमिति भविष्यति ते निराकुलता। ततः प्रतिपन्नं भवितव्यतया तद्राजशासनं, विधत्ते च सकलकालं समस्तसत्त्वानां तथैव सा तं गुटिकाप्रयोगम्। પ્રત્યેકતાની પ્રાપ્તિ અચદા કર્મપરિણામ મહારાજાના આદેશથી જ માન્ય કરાયેલો, મહત્તમ બલાધિકૃતથી નિઃસારણ કરાયેલો, અપવરકના ચાયથી ભવિતવ્યતા વડે ત્યાંથી બાદર નિગોદમાંથી તે જ પાટકમાં=વનસ્પતિનામના જ પાડામાં, પ્રત્યેકચારિપણાથી અસંખ્યકાલ ધારણ કરાયો અને આ બાજુ લોકસ્થિતિને પૂછીને કાલપરિણતિ સાથે સમાલોચન કરીને, નિયતિ, યદચ્છાદિને જણાવીને ભવિતવ્યતાને અનુમત હોતે છતે, વિચિત્રાકારવાળા લોક સ્વભાવની અપેક્ષા રાખીને, આત્મીય સામર્થથી પ્રભવ એવા પરમાણુથી નિષ્પાદિતઃકર્મપરિણામરાજાના સામર્થ્યથી પ્રભવ એવા પરમાણુથી નિષ્પાદિત સર્વ અર્થને કરનારીજીવના સર્વપ્રયોજનને કરનારી, એક ભવવેદ્ય સંજ્ઞાવાળી પ્રધાન ગુટિકા પૂર્વમાં જ કર્મપરિણામ મહારાજા વડે ભવિતવ્યતાને સમર્પિત કરાઈ, અને તે=ભવિતવ્યતા, કર્મપરિણામરાજા વડે કહેવાઈ – શું કહેવાઈ ? તે “યથા'થી બતાવે છે. તે ભદ્ર ! ભવિતવ્યતા ! સમસ્ત લોકોના ક્ષણ ક્ષણમાં=દરેક ક્ષણમાં, જુદા જુદા પ્રકારનાં સુખદુઃખ કાર્યોને સંપાદન કરતી સમસ્તલોક વ્યાપાર કરવામાં ઉધત એવી તું શ્રાંત છે, તેથી આ ગુટિકાઓને તું ગ્રહણ કર. તેમાંથી મારા વડે અપાયેલી ગુટિકાઓમાંથી, એક એક જીવતી એક એક ગુટિકા જીર્ણ થયે છતે, તેઓને અન્ય ગુટિકા આપવી જોઈએ=તારા પતિને નવી નવી ગુટિકા આપવી જોઈએ, તેથી=મારા વડે અપાયેલી આ ગુટિકા તું તે જીવોને આપીશ તેથી, આ ગુટિકાઓ એક જન્મવાસકમાં વસતા પ્રત્યેક જીવોમાં સ્વયં જ વિવિધ પણ તારા સર્વ ઈષ્ટ પ્રયોજનને સંપાદન કરે છે. એથી તને નિરાકુલતા થશે, તેથીઃકર્મપરિણતિરાજાએ આ પ્રમાણે ભવિતવ્યતાને કહ્યું તેથી, ભવિતવ્યતા વડે તે રાજશાસન સ્વીકારાયું–કર્મપરિણામરાજાની આજ્ઞા સ્વીકારાઈ, અને સમસ્ત જીવોનું સકલકાલ તે=ભવિતવ્યતા, તે ગુટિકાના પ્રયોગને તે પ્રમાણે Page #120 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ ૧૦૩ જ કરે છે=જે પ્રમાણે કર્મપરિણામરાજાએ કહેલું તે પ્રમાણે જ કરે છે. ભવિતવ્યતા તે જીવનો પરિણામ છે; કેમ કે જીવ તે તે ભાવરૂપે ભવિતવ્ય છે. તેમાં રહેલો જે ભવિતવ્યરૂપભાવ તે ભવિતવ્યતા છે. આ ભવિતવ્યતા જે કંઈ કાર્યો કરે છે તે, તે તે જીવના કર્મપરિણામને અનુરૂપ અને તે તે જીવના તે તે પ્રકારના અધ્યવસાયને અનુરૂપ કાર્યો કરે છે, તોપણ નિગોદમાં રહેલો જીવ કે નિગોદમાંથી નીકળીને એકેન્દ્રિય આદિમાં ભટકતો જીવ કર્મપરિણામને આધીન જ તે તે ભાવો કરે છે અને તે તે ભાવો અનુસાર નવાં નવાં કર્મો બાંધે છે અને તે પ્રમાણે તે તે ભવમાં જાય છે અને જ્યારે એક ભવમાંથી જીવ બીજા ભવમાં જાય છે ત્યારે બીજા ભવવેદ્ય એવું એક ભવનું આયુષ્ય તે જીવ બાંધે છે તે આયુષ્ય કર્મપરિણામરાજા દ્વારા અપાયેલા એકભવવેદ્ય એવી ગુટિકા સ્વરૂપ છે વળી તે તે ભવનું આયુષ્ય જીવ પોતાના અધ્યવસાયથી બાંધે છે તોપણ તે અધ્યવસાયમાં કર્મપરિણામરાજા જ બળવાન કારણ છે. આયુષ્યરૂપી કર્મપરમાણુથી જ બનેલી તે એકભવવેદ્ય ગુટિકા છે. વળી તે આયુષ્ય સાથે તે ભવમાં જે જે સંયોગો પ્રાપ્ત થાય છે અને જે જે કર્મો વિપાકમાં આવે તે સર્વ પ્રત્યે તે જીવને પ્રાપ્ત થતા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવરૂપ પાંચ કારણો છે તેમાં ભવરૂપ કારણથી નિયંત્રિત સર્વ કર્મો તે ભવવેદ્ય છે. તે એક ભવવેદ્ય ગુટિકા સ્વરૂપ છે. કર્મપરિણામરાજા આ ગુટિકા કઈ રીતે નિર્માણ કરે છે તે બતાવતાં કહે છે. લોકસ્થિતિને પૂછીને તે ગુટિકા બનાવે છે. તેથી એ પ્રાપ્ત થાય કે લોકસ્થિતિ અનુસાર જેટલા જીવો મોક્ષમાં જાય તેટલા જ જીવોને અસંવ્યવહાર નગરમાંથી સંવ્યવહાર નગરમાં આવવાને અનુકૂળ જે અધ્યવસાય થાય છે જેનાથી તે જીવો એકભવવેદ્ય કર્મ બાંધે છે, તે લોકસ્થિતિની મર્યાદાનુસાર કર્મપરિણામરાજા ગુટિકા આપે છે. વળી, અન્ય, અન્ય જીવો પણ જે કોઈ નવા નવા ભવનું આયુષ્ય બાંધે છે તેમાં પણ લોકસ્થિતિની મર્યાદાનું નિયંત્રણ છે. તેથી કર્મપરિણામરાજા લોકસ્થિતિને પૂછીને તે ગુટિકા આપે છે. વળી, કાલપરિણતિનું સમાલોચન કરીને તે ગુટિકા આપે છે અર્થાત્ જીવની જે જે પ્રકારની કાલની પરિણતિ હોય તે તે પ્રમાણે તે તે ભવવેદ્ય ગુટિકાને કર્મપરિણામરાજા આપે છે. વળી, જીવની જે જે પ્રકારે નિયતિ હોય અને જે જે પ્રકારે યદચ્છા હોય તે સર્વને જ્ઞાપન કરીને કર્મપરિણામરાજા ગુટિકા આપે છે, તેથી જે જીવની જે ભવની પ્રાપ્તિ જે કાળમાં નિયત હોય તે અનુસારે જ તે ગુટિકા આપે છે અને જીવની જે જે પ્રકારની યદચ્છા પરિણતિ હોય પોતાની ઇચ્છા અનુસાર તે તે પ્રકારની શુભ કે અશુભ પરિણતિ હોય, તેને અનુરૂપ એક ભવવેદ્ય ગુટિકા બને છે. તેથી એને જ્ઞાપન કરીને કર્મપરિણામરાજા તે ગુટિકા આપે છે. વળી, જીવની ભવિતવ્યતાને પણ તે ગુટિકા અનુમત હોય છે; કેમ કે જીવ તે કાળમાં તે સ્વરૂપે જ થવા યોગ્ય હતો તેથી તે પ્રકારનો અધ્યવસાય કરીને તે ભવયોગ્ય કર્મ બાંધીને તે ભવમાં જાય છે. વળી, તે કર્મપરિણામરાજા વિચિત્ર પ્રકારના લોકસ્વભાવની અપેક્ષા રાખીને તે ગુટિકા બનાવે છે અર્થાત્ લોકમાં રહેલા પદાર્થોનો તેવો સ્વભાવ છે કે તે તે નિમિત્તને પામીને તે તે જીવ તે તે પ્રકારનો અધ્યવસાય કરે અને તે અધ્યવસાયકાળમાં જો આયુષ્યબંધના અધ્યવસાયનો યોગ થાય તો જેવા પ્રકારનો તેનો અધ્યવસાય છે તેવા પ્રકારના જ કર્મપરિણામથી યુક્ત તે આયુષ્ય બાંધે છે તેથી, લોકસ્વભાવની પણ અપેક્ષા રાખીને કર્મપરિણામરાજા તે ગુટિકા બનાવે છે. વળી, તે ગુટિકા કર્મપરિણામરાજાના સામર્થ્યથી ઉત્પન્ન થયેલા પરમાણુઓથી નિષ્પાદિત Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ કરાયેલી છે; કેમ તે તે વખતે જીવને જે જે પ્રકારનાં કર્મોના પરિણામો વર્તતાં હતાં તેનાથી જ તે જીવને તેવા પ્રકારના એકભવવેદ્ય કર્મપરમાણુઓ રૂપ આયુષ્યનો બંધ કર્યો. તેથી કર્મપરિણામરાજાથી તે ગુટિકા પોતાના જ પરમાણુઓથી બનાવાયેલી છે અને જીવનાં સર્વ પ્રયોજનો કરનારી છે. તેથી તે ભવ દરમ્યાન તે જીવ જે કંઈ પ્રવૃત્તિ કરે છે, તે જીવનાં કર્મોના અનુસાર થાય છે. આ ગુટિકા ભવિતવ્યતાએ જીવને આપી તેથી, પ્રતિક્ષણનાં કાર્યો કરનારી ભવિતવ્યતાને આકુળતા ઓછી થાય છે અને તેના માટે જ કર્મપરિણામરાજાએ તે ગુટિકા ભવિતવ્યતાને આપી છે એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જીવ દરેક ભવમાં અન્ય અન્ય ભવનું આયુષ્ય બાંધે છે તેમાં ભવિતવ્યતા પ્રધાન છે; કેમ કે જે જીવ ધર્મના ક્ષેત્રમાં યત્નવાળા છે તેઓ પણ ક્યારેક પ્રમાદવશ હોય તો દુર્ગતિનું આયુષ્ય બાંધે છે અને ધર્મની પરિણતિથી રહિત જીવો કોઈક નિમિત્તથી આયુષ્યબંધકાળમાં શુભભાવને પ્રાપ્ત કરે છે તો સદ્ગતિને પણ પ્રાપ્ત કરે છે, તેથી આયુષ્યબંધકાળમાં જ શુભ અધ્યવસાયનો યોગ કે અશુભ અધ્યવસાયનો યોગ થવામાં ભવિતવ્યતા પ્રબળ કારણ છે. તેથી તે ભવિતવ્યતા એકભવવેદ્ય સર્વ કાર્યો તે તે કાળે તે ગુટિકાના પ્રભાવથી કરે છે. તેમ બતાવીને આયુષ્યબંધકાળમાં ભવિતવ્યતા પ્રધાન છે તેમ બતાવેલ છે. गुटिकाप्रयोगेण वनस्पत्यां विविधरूपे कदर्थना ततोऽहं यदा तत्राऽसंव्यवहारनगरेऽभूवं तदा मम जीर्णायां जीर्णायामपरापरां सा गुटिकां दत्तवती। केवलं सूक्ष्ममेव मे रूपमेकाकारं सर्वदा तत्प्रयोगेण विहितवती। तत्र पुनरेकाक्षनिवासनगरे समागता तीव्रमोहोदयात्यन्ताऽबोधयोः कुतूहलमिव दर्शयन्ती तेन गुटिकाप्रयोगेण ममानेकाकारं स्वरूपं प्रकटयति स्म। यतः कृतोऽहं तत्र पाटके वर्तमानः क्वचिदवसरे सूक्ष्मरूपः तत्रापि क्वचित्पर्याप्तकरूपः तथा क्वचिदवसरे विहितोऽहं बादराकारः, तत्रापि क्वचित्पर्याप्तकरूपः क्वचिदपर्याप्तकरूपः, तथा बादरः सन् क्वचिदपवरकवी, क्वचित्प्रत्येकचारी, अत्रापि क्वचिदङ्कुराकारधारकः, क्वचित्कन्दरूपः क्वचिन्मूलभाजी, क्वचित् त्वक्चारी, क्वचित् स्कन्धवर्ती, क्वचिच्छाखाचरः, क्वचित्प्रशाखागतः, क्वचित्प्रवालसंचरिष्णुः, क्वचित्पत्राकारः, क्वचित्पुष्पसंस्थः, क्वचित्फलात्मकः, क्वचिद् बीजस्वभावः। तथा क्वचिन्मूलबीजः, क्वचिदग्रबीजः, क्वचित् पर्वबीजः, क्वचित् स्कन्धबीजः, क्वचिद् बीजरुहः, क्वचित्सम्म नजः, तथा क्वचिद् वृक्षाकारः, क्वचिद् गुल्मरूपः, क्वचिल्लतात्मकः, क्वचिद्वल्लीस्वभावः, क्वचिद्धरितात्मक इति। तथारूपेण च वर्तमानं मामुपलभ्यान्यग्रामनगरसम्बन्धिनो लोकाः कम्पमानं भवितव्यतायाः समक्षमेव छिन्दन्ति, भिन्दन्ति, दलन्ति, पिंषन्ति, मोटयन्ति, लुञ्चयन्ति, तक्ष्णुवन्ति, दहन्ति, नानाकदर्थनाभिः कदर्थयन्ति। तथापि भवितव्यता तत्रोपेक्षां कुरुते। સંસારીજીવને ગુટિકાના પ્રયોગથી વનસ્પતિમાં વિવિધ રૂપે કદર્થનાઓ ત્યારપછી હું અનુસુંદર ચક્રવર્તીનો જીવ, જ્યારે તે અસંવ્યવહાર નગરમાં હતો ત્યારે જીર્ણ જીર્ણ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ થયે છ7=પૂર્વ પૂર્વની ગુટિકા જીર્ણ થયે છતે, અપર ગુટિકાને તે ભવિતવ્યતા મને આપતી હતી, કેવલ સૂક્ષ્મ જ મારું રૂપ એકાકારવાળું સર્વદા=અવ્યવહારરાશિના સર્વકાળમાં, તેના પ્રયોગથીકતે ગુટિકાના પ્રયોગથી, કરતી હતી. ત્યાં વળી=વ્યવહારરાશિમાં વળી, એકાક્ષનિવાસનગરમાં, આવેલી ભવિતવ્યતા તીવ્ર મહોદય અને અત્યંતઅબોધને જાણે કુતૂહલ બતાવતી તે ગુટિકાના પ્રયોગથી મારા અનેક આકારવાળા સ્વરૂપને પ્રકટ કરતી હતી, જેથી તે પાડાઓમાં વર્તતો=એકેન્દ્રિય પાડામાં વર્તતો, હું કોઈક અવસરમાં સૂક્ષ્મરૂપ કરાયો ત્યાં પણ=સૂક્ષ્મ રૂપમાં પણ, ક્યારેક પર્યાપ્તરૂપ કરાયો. અને કોઈક અવસરમાં હું બાદર આકારવાળો કરાયો ત્યાં પણ=બાદર આકારમાં પણ, ક્યારેક પર્યાપ્તરૂપવાળો ક્યારેક અપર્યાપ્તરૂપવાળો કરાયો. અને બાદર છતો ક્યારેક ઓરડામાં પુરાયોકસાધારણ વનસ્પતિમાં કરાયો, ક્યારેક પ્રત્યેક વનસ્પતિમાં કરાયો, અહીં પણ=ભવિતવ્યતા દ્વારા પ્રત્યેક વનસ્પતિકાય અને સાધારણ વનસ્પતિકાય કરાયો એમાં પણ, ક્યારે અંકુર આકાર ધારક કરાયો, ક્યારેક કદરૂપ કરાયો, ક્યારેક મૂલભાજી કરાયો, ક્યારેક ત્વચાચારી કરાયો, ક્યારેક સ્કંધવર્તી કરાયો, ક્યારેક શાખાચર કરાયો, ક્યારેક પ્રશાખાગત કરાયો, ક્યારેક પ્રવાલરૂપે સંચરણ સ્વભાવવાળો કરાયો, ક્યારેક પત્રાકાર કરાયો, ક્યારેક પુષ્પમાં રહેલો કરાયો, ક્યારેક ફલાત્મક કરાયો, ક્યારેક બીજસ્વભાવવાળો કરાયો, અને ક્યારેક મૂલબીજ કરાયો, ક્યારેક અગ્રગીજ કરાયો, ક્યારેક પર્વબીજ કરાયો, ક્યારેક સ્કંધનો બીજ કરાયો, ક્યારેક બીજા રોહણ રૂપ કરાયો, ક્યારેક સંમૂચ્છિમ કરાયો, ક્યારેક વૃક્ષાકાર કરાયો, ક્યારેક ગુલ્મરૂપ કરાયો, ક્યારેક લતા સ્વરૂપ કરાયો, ક્યારેક વલ્લીના સ્વભાવવાળો કરાયો, ક્યારેક હરિત સ્વરૂપ કરાયો, અને તે સ્વરૂપે વર્તતા મને પ્રાપ્ત કરીને અન્ય ગામ-નગરના સંબંધી લોકો ભવિતવ્યતાની સમક્ષ જ કાંપતા એવા મને છેદે છે, ભેદે છે, દલે છે, પીસે છે, તોડે છે, લંચન કરે છે. કાપકૂપ કરે છે, બાળે છે, અનેક પ્રકારની કદર્થનાઓથી મારી કદર્થના કરે છે, તોપણ ભવિતવ્યતા=મારી પત્ની એવી ભવિતવ્યતા, તેમાં=લોકો દ્વારા કરાતી મારી કદર્થનામાં, ઉપેક્ષા કરે છે. पृथ्वीत्वाऽवाप्तिः ततोऽतिवाहिते तथाविधदुःखैरनन्तकाले जीर्णायां पर्यवसानकालदत्तायां गुटिकायां दत्ता भवितव्यतया ममान्या गुटिका, तत्प्रभावाद् गतोऽहं द्वितीयपाटके। तत्र पार्थिवसंज्ञया लोकाः प्रतिवसन्ति। ततोऽहमपि तेषां मध्ये संपन्नः पार्थिवः, विडम्बितस्तत्र भवितव्यतयाऽपरापरगुटिकादानद्वारेण सूक्ष्मबादरपर्याप्तकाऽपर्याप्तकरूपतया कृष्णनीलश्वेतपीतलोहितवर्णादिरूपतया सिकतोपललवणहरितालमनःशिलाऽञ्जनशुद्धपृथिव्याद्याकारतया चासंख्येयं कालम्। तितिक्षितानि च तत्र पाटके वसता मया भेदनदलनचूर्णनखण्डनदहनादीनि दुःखानि। સંસારીજીવને પૃથ્વીકાયપણાની પ્રાપ્તિ ત્યારપછી તે પ્રકારનાં દુઃખો વડે અનંતકાલ અતિવાહિત કરાવે છd=મારા વડે પસાર કરાયે છતે, Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ પર્યવસાન કાલમાં અપાયેલી ગુટિકા જીર્ણ થયે છd=વનસ્પતિકાયની છેલ્લી ગુટિકા જીર્ણ થયે છતે, ભવિતવ્યતા વડે મને અવ્ય ગુટિકા અપાઈ, તેના પ્રભાવથી હું બીજા પાડામાં ગયો. ત્યાં પાર્થિવ સંજ્ઞાથી લોકો વસે છે તેથી હું પણ તેઓની મધ્યમાં પાર્થિવ સંપન્ન થયો, ત્યાં ભવિતવ્યતા વડે અપર અપર ગુટિકાના દાન દ્વારા સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્તરૂપપણાથી કૃષ્ણ, નીલ, શ્વેત, પીત, લોહિત વર્ણાદિરૂપપણા વડે, અને રેતી, ઉપલ=પત્થર, લવણ, હરિતાલ, મનશીલ, અંજન, શુદ્ધ પૃથ્વી આદિ આકારપણાથી અસંખ્યકાલ વિડંબિત કરાયો, અને તે પાડામાં વસતા મારા વડે ભેદન, દલન, ચૂર્ણ, ખંડન, દહત આદિ દુઃખોને સહન કરાયાં. अप्काये गमनम् ततः पर्यन्तगुटिकाजरणावसाने दत्ता भवितव्यतया ममान्या गुटिका। गतोऽहं तन्माहात्म्येन तृतीये पाटके। तत्र चाप्याभिधानाः कुटुम्बिनः प्रतिवसन्ति, ततो ममापि तत्र गतस्य संपन्नमाप्यरूपं, विगोपितस्तत्राप्यहं जीर्णायां जीर्णायामपरापरां गुटिकां दत्त्वा रूपान्तरं संपादयन्त्या भवितव्यतया असंख्येयमेव कालं, तथाहि-कृतोऽहमवश्यायहिममहिकाहरतनुशुद्धोदकाद्यनेकभेदरूपो रूपरसगन्धस्पर्शभेदेन विचित्राकारः, तथा सोढानि च तत्र पाटके वर्तमानेन मया शीतोष्णक्षारक्षत्राद्यनेकशस्त्रसंपाद्यानि नानादुःखानि। સંસારીજીવનું અકાયમાં ગમન ત્યારપછી પર્વત ગુટિકાના જરણના અવસાનમાં પૃથ્વીકાયના દરેક ભવોના છેલ્લા ભવમાં અપાયેલી ગુટિકા જીર્ણ થયે છતે ભવિતવ્યતા વડે મને અન્ય ગુટિકા અપાઈ તેના મહાભ્યથીeતે ગુટિકાના માહાભ્યથી, ત્રીજા પાડામાં હું ગયો અને ત્યાં પાણી નામના કુટુંબીઓ વસે છે. તેથી ત્યાં ગયેલા મને પણ પાણીનું સ્વરૂપ પ્રાપ્ત થયું. ત્યાં પણ=પાણીના રૂપમાં પણ, હું જીર્ણ જીર્ણ ગુટિકા થયે છતે અપર અપર ગુટિકાને આપીને રૂપાંતરને સંપાદન કરતી ભવિતવ્યતા વડે અસંખ્ય જ કાલ વિગોપન કરાયો=વિડંબિત કરાયો, તે આ પ્રમાણે – હું અવશ્યાય=ઝાકળ, હિમ, મહિકા, હરતનુ, શુદ્ધ ઉદક આદિ અનેક ભેદના રૂપવાળો, રૂપ, રસ, ગંધ, સ્પર્શતા ભેદથી વિચિત્ર આકારવાળો કરાયો અને તે પાડામાં વર્તતા એવા મારા વડે શીત, ઉષ્ણ. ક્ષાર, ક્ષત્ર આદિ અનેક શસ્ત્રોથી સંપાદ નાના પ્રકારનાં દુઃખો સંપાદન કરાયાં. तेजसि गमनम् ततस्तत्कालपर्यन्ते जीर्णायामन्त्यगुटिकायां दत्ता ममापरा गुटिका भवितव्यतया, गतोऽहं तत्तेजसा चतुर्थे पाटके। तत्राप्यसंख्येयास्तेजस्कायनामानो ब्राह्मणाः प्रतिवसन्ति। ततोऽहमपि तेषां मध्ये Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ भास्वरो वर्णेन, उष्णः स्पर्शेन, दाहात्मकः कायेन, शुचिरूपः स्थानेन संपनस्तेजस्कायो ब्राह्मणः, प्रवृत्तश्च मम तत्र वसतो ज्वालाऽङ्गारमुर्मुराऽचिरलातशुद्धाग्निविधुदुल्काशनिप्रभृतयो व्यपदेशाः। जातानि विध्यापनादितो नानादुःखानि। स्थितः सूक्ष्मबादरपर्याप्तकाऽपर्याप्तकरूपतया विवर्त्तमानोऽसंख्येयं कालम्। સંસારી જીવનું તેઉકાયમાં ગમન ત્યારપછી તત્કાલના પર્વતમાં=અપકાયના અસંખ્યકાલના પર્વતમાં છેલ્લી, ગુટિકા જીર્ણ થયે છતે ભવિતવ્યતા વડે મને અપર ગુટિકા અપાઈ તેથી ચોથા પાડામાં તેઉકાય રૂપે હું ગયો. ત્યાં પણ અસંખ્ય તેજસ્કાય નામના બ્રાહ્મણો વસે છે. તેથી હું પણ તેઓની મધ્યમાંeતેજસ્કાય નામના બ્રાહ્મણોની મધ્યમાં, વર્ણથી ભાસ્વર, સ્પર્શથી ઉષ્ણ, કાયાથી દાહાત્મક, સ્થાનથી શુચિરૂપ. અગ્નિ જે સ્થાને થાય તે સ્થાને દાહ્યને બાળીને તે સ્થાન પવિત્ર કરે છે આથી જ બ્રાહ્મણો તે તે સ્થાને અગ્નિ પ્રગટાવીને તે સ્થાન પવિત્ર થયું તેમ માને છે. તેઉકાય વામનો બાહ્મણ થયો. અને ત્યાં વસતા મારા વાલા, અંગાર, મુર્ખર, અર્ચિ, અલાત, શુદ્ધ અગ્નિ, વિદ્યુત, ઉલ્કા, અશનિ વગેરે વ્યપદેશો-કથનો, પ્રવૃત્ત થયા. વિધ્યાપનાદિથી જુદા જુદા પ્રકારનાં દુઃખો થયાં વિધ્યાપનથી, ક્ષાર આદિ નાખવાથી કે અન્ય દ્રવ્યો નાખવાથી અગ્નિકાયવાળા એવા મારા જીવને અનેક દુઃખો થયાં, સૂક્ષ્મ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત રૂપપણાથી પરાવર્તન થતો હું અસંખ્યકાલ અગ્નિકાયમાં રહ્યો. वायौ गमनम् दत्ता च तदन्ते ममापरा गुटिका पर्यन्तगुटिकाजरणावसाने भवितव्यतया। गतोऽहं तदुपयोगेन पञ्चमपाटके। तत्राप्यसंख्येया वायवीयाभिधानाः क्षत्रियाः प्रतिवसन्ति। ततोऽहमपि तत्र गतो ज्ञातः उष्णशीतः स्पर्शन, अलक्ष्यश्चक्षुष्मतां रूपेण, पताकाकारः संस्थानेन, संजातो वायवीयः क्षत्रियः। आहूतश्च तत्र वर्त्तमानोऽहमुत्कलिकावातो, मण्डलिकावातो, गुञ्जावातो, झञ्झावातः, संवर्तकवातो, घनवातस्तनुवातः, शुद्धवात इत्यादिभिरभिधानैः। समुद्भूतानि तत्र मे शस्त्राभिघातनिरोधादीनि नानादुःखानि, विनाटितस्तत्रापि सूक्ष्मबादरपर्याप्तकाऽपर्याप्तकाकाररूपतया घूर्णमानोऽसंख्येयं कालं भवितव्यतया। સંસારીજીવનું વાઉકાયમાં ગમન અને તેના અંતમાં=અગ્નિકાયના અસંખ્યાતભવોના અંતિમ ભવમાં, મને છેલ્લી ગુટિકાના જરણના અવસાનમાં ભવિતવ્યતા વડે મને બીજી ગુટિકા અપાઈ. તેના ઉપયોગથી તે ગુટિકાના ઉપયોગથી, Page #125 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ પાંચમા પાડામાં હું ગયો, ત્યાં પણ=પાંચમા પાડામાં પણ, વાયવીય નામના અસંખ્ય ક્ષત્રિયો વસે છે. ત્યારપછી હું પણ ત્યાં ગયેલો સ્પર્શ દ્વારા જ્ઞાત થયો, ચક્ષુવાળા જીવોને રૂપથી અલક્ષ્ય થયો. સંસ્થાનથી પતાકા-આકારવાળો વાયવીય નામનો ક્ષત્રિય થયો. ત્યાં રહેલો હું=અનુસુંદર ચક્રવર્તીનો જીવ મુત્કલિકાવાત, મંડલિકાવાત, ગુંજાવાત, ઝંઝાવાત, સંવર્તકવાત, ઘનવાત, તનુવાત, શુદ્ધવાત ઇત્યાદિ નામો વડે બોલાવાયો, ત્યાં મને શસ્ત્રના અભિઘાત, નિરોધ આદિ અનેક પ્રકારનાં દુ:ખો ઉત્પન્ન થયાં, ત્યાં પણ=વાયુકાયમાં પણ, સૂક્ષ્મ બાદર પર્યાપ્તક, અપર્યાપ્તક, આકારરૂપણાથી ભમરીઓ લેતાં અસંખ્યકાલ સુધી ભવિતવ્યતા વડે વિડંબના કરાયો. ૧૦૮ पुनर्वनस्पत्यादौ गमनम् ततस्तदवसाने जाते पर्यन्तगुटिकाजरणे दत्त्वाऽपरां गुटिकां पुनर्नीतोऽहं प्रथमपाटके भवितव्यतया । स्थितस्तत्र पुनरनन्तं कालं, ततः पुनरपरापरगुटिकाप्रयोगेणैव प्रापितो द्वितीयादिपाटकेषु, स्थितश्चैकैकस्मिन्नसंख्येयं कालम् । ततश्चानेन प्रकारेण तस्मिन्नेकाक्षनिवासे नगरे कारितोऽहमनन्तवाराः समस्तपाटकपर्यटनविडम्बनं तीव्रमोहोदयात्यन्ताऽबोधयोः समक्षं भवितव्यतया । સંસારીજીવનું ફરીથી વનસ્પતિકાય આદિમાં ગમન ત્યારપછી તેના અવસાનમાં પર્યંત ગુટિકા જીર્ણ થયે છતે=વાયુકાયના અસંખ્ય ભવોમાંથી છેલ્લા ભવની ગુટિકા જીર્ણ થયે છતે અપર ગુટિકાને આપીને હું ફરી ભવિતવ્યતા વડે પ્રથમ પાડામાં=વનસ્પતિકાય નામના પાડામાં લઈ જવાયો. ત્યાં=વનસ્પતિમાં, વળી અનંતકાલ રહ્યો. ત્યારપછી ફરી બીજી ગુટિકાના પ્રયોગથી બીજા આદિ પાડાઓમાં=બીજા, ત્રીજા પાડાઓમાં પ્રાપ્ત કરાયો, અને એક એક પાડામાં અસંખ્યકાલ રહ્યો અને તેથી આ પ્રકારે તે એકાક્ષનિવાસ નગરમાં તીવ્રમોહોદય અને અત્યંતઅબોધની સમક્ષ ભવિતવ્યતા વડે હું સમસ્તપાટકની પર્યટન વિડંબનાને અનંત વખત કરાવાયો—તે એકાક્ષનગરમાં મારી સાથે તીવ્ર મોહોદય અને અત્યંતઅબોધ હતા અને તેઓના સમક્ષ જ નવી નવી ગુટિકાઓ આપીને ભવિતવ્યતા વડે મારી વિડંબના કરાવાઈ. विकलाक्षपाटके वासः अन्यदा मनाक् प्रसन्नचित्तयाऽभिहितं यथा- - आर्यपुत्र ! स्थितो भूयांसं कालं त्वमत्र नगरे, ततोऽपनयामि भवतः स्थानाजीर्णम्, नयामि भवन्तं नगरान्तरे । मयोक्तम् - यदाज्ञापयति देवी । तदा प्रयुक्ता गुटिका भवितव्यतया । इतश्चास्ति विकलाक्षनिवासं नाम नगरं, तत्र च त्रयः प्रधानपाटका विद्यन्ते, तस्य नगरस्य परिपालकः कर्म्मपरिणाममहाराजनियुक्त एवोन्मार्गोपदेशो नाम महत्तमः, तस्य च माया नाम गृहिणी । Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ સંસારીજીવનો વિકલાક્ષનગરના વાડાઓમાં નિવાસ અચદા કંઈક પ્રસન્નચિત્તપણાથી ભવિતવ્યતા વડે હું કહેવાયો – શું કહેવાયો ? તે “યથા'થી બતાવે છે – હે આર્ય પુત્ર ! ઘણો કાલ તું આ નગરમાં રહેલો છે, તેથી તારા સ્થાનના અજીર્ણને હું દૂર કરું= અત્યાર સુધી આ સ્થાન તારું જીર્ણ થયું ન હતું તેથી અજીર્ણ હતું માટે તું આ સ્થાનમાં જ ભમતો હતો. હવે આ સ્થાનના અજીર્ણને દૂર કરીને તને નવું સ્થાન આપું એ પ્રમાણે ભવિતવ્યતા મને કહે છે અને કહે છે કે તને નગરાંતરમાં લઈ જઉં, મારા વડે કહેવાયું – જે દેવી આજ્ઞા કરે છે. ત્યાં ભવિતવ્યતા વડે ગુટિકાનો પ્રયોગ કરાયો=નવા ભવને અનુકૂળ નવી ગુટિકા ભવિતવ્યતા વડે અપાઈ. અને આ બાજુ વિકલાક્ષ નામનું નગર છે. અને ત્યાં પ્રધાન ત્રણ પાડાઓ વિદ્યમાન છે. તે નગરનો પરિપાલક કર્મપરિણામ મહારાજથી નિયુક્ત ઉભાર્ગ ઉપદેશ નામનો મહત્તમ છે અને તેની માયા નામની ગૃહિણી છે એકાક્ષનગરમાં તીવ્ર મહોદય અને અત્યંતઅબોધ હતા જ્યારે વિકસેન્દ્રિયમાં તે બે પરિણામો જીવમાં નથી. પરંતુ કંઈક ચેતના સ્પષ્ટ થવા છતાં ઉન્માર્ગનો ઉપદેશક જ તેમનો પ્રવર્તક છે અને પ્રધાન રૂપે માયાની પરિણતિ તે જીવોમાં વર્તે છે તેથી, તે વિકસેન્દ્રિય વગરનું સંચાલન ઉન્માર્ગ ઉપદેશક કરે છે અને તેમની માયાજામની ગૃહિણી છે. ततोऽहं गुटिकामाहात्म्येन प्राप्तस्तत्र प्रथमे पाटके। तस्मिंश्च सप्तकुलकोटिलक्षवर्तिनोऽसंख्येया द्विहषीकाभिधानाः कुलपुत्रकाः प्रतिवसन्ति। ततोऽहमपि संपन्नस्तेषां मध्ये द्विहषीकः, ततोऽपगता मे सा सुप्तमत्तमूर्छितमृतरूपता, जातो मनागभिव्यक्तचैतन्यः। સંસારીજીવને બેઈન્દ્રિયપણાની પ્રાપ્તિ ત્યારપછી=પ્રથમ પાડામાં અંતે અન્ય પાડાની ગુટિકા આપી ત્યારપછી, હું ગુટિકાના માહાભ્યથી ત્યાં=વિકાલક્ષતગરમાં, પ્રથમ પાડામાં પ્રાપ્ત થયો. અને તેમાં વિકાસનગરના પ્રથમ પાડામાં, સાત ક્રોડલાખ વર્તી કુલવાળા અસંખ્ય બેઈન્દ્રિય નામના કુલપુત્રકો વસે છે. તેથી હું પણ તેઓની મધ્યમાં બેઇન્દ્રિયવાળો સંપન્ન થયો. તેથી મારી સુપ્ત, મત, મૂચ્છિત, મૃતરૂપતા જે એકેન્દ્રિયમાં હતી તે દૂર થઈ. હું માગું અભિવ્યક્ત ચૈતન્યવાળો થયો. બ્લોક : ततश्चकृतोऽहं गुटिकादानद्वारेणैव ततस्तया । कृमिरूपोऽशुचिस्थाने, महापापः स्वभार्यया ।।१।। Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - તેથી થોડી અભિવ્યક્ત ચૈતન્યવાળો થયો તેથી, હું ગુટિકાદાન દ્વારા જ ત્યારપછી તે સ્વભાર્યા વડે=ભવિતવ્યતા વડે, અશુચિના સ્થાનમાં મહાપાપ એવો હું કૃમિરૂપ કરાયો. ITI શ્લોક : मूत्रान्त्रक्लेदजम्बालपूरिते जठरे स्थितम् । માં પત્તી વિશાનાક્ષી, તતઃ સા પરતુતિ ારા શ્લોકાર્ચ - મૂત્ર, અંગ, ક્લેદ, જમ્બાલથી પૂરિત જઠરમાં રહ્યો. તેથી મને જોતી વિશાલાક્ષી એવી તેનું ભવિતવ્યતા, તોષને પામે છે. રા. શ્લોક : कदाचित्सारमेयादिदुर्गन्धिव्रणकोटरे । मामन्यकृमिजालेन, संयुतं वीक्ष्य मोदते ।।३।। શ્લોકાર્થ : ક્યારેક સારમેય આદિ દુર્ગધિ વ્રણના કોટરમાં-કૂતરા આદિની દુર્ગધિમાં, અન્યકૃમિજાલની સાથે મને જોઈને પ્રમોદ પામે છે=ભવિતવ્યતા પ્રમોદ પામે છે. Imall શ્લોક : व!ऽपघसरायेषु, लोलमानं सुदुःखितम् । मां दृष्ट्वा कृमिभावेन, तुष्टाऽभूद् भवितव्यता ।।४।। શ્લોકાર્ચ - વિષ્ટાના ફેંકવાનાં સ્થાનો આદિમાં કૃમિભાવથી લોલમાન સુદુઃખિત મને જોઈને ભવિતવ્યતા તુષ્ટ થઈ. |૪| શ્લોક : जलूकाभावमापाद्य, गुटिकादानतस्तथा । ममत्थं चाकरोद् दुःखं, हसन्ती सह मायया ।।५।। શ્લોકાર્ચ - અને ગુટિકા દાનથી જલૂકાભાવને પ્રાપ્ત કરાવીને અને માયાની સાથે હસતી એવી ભવિતવ્યતાએ મને આ પ્રમાણે દુઃખને કર્યું. પII Page #128 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨/ દ્વિતીય પ્રસ્તાવ બ્લોક : माये! पश्य मदीयस्य, भर्तुः सामर्थ्यमीदृशम् । त्वमुन्मार्गोपदेशेन, भात्मीयेन गर्विता ।।६।। શ્લોકાર્ચ - હે માયા ! મારા ભર્તાનું આવા પ્રકારનું સામર્થ્ય તું જો. તું ઉન્માર્ગ ઉપદેશરૂપ પોતાના ભર્તાથી ગર્વિત છે. IIII. શ્લોક : क्षुधातॊ वारके क्षिप्तस्ततो निर्गत्य मत्पतिः । निःशेषं कर्षयत्येष, व्रणारिं वीर्ययोगतः ।।७।। શ્લોકાર્ચ - સુધાથી આર્ત ઘડામાં નખાયેલો, ત્યારપછી નીકળીને આ મારો પતિ વીર્યના યોગથી નિઃશેષ રુધિરને ખેંચે છે. llી બ્લોક : अन्यच्च त्यागसामर्थ्य, पश्य भर्तुर्ममेदृशम् । यदेष रक्तसर्वस्वं, ददते हस्तधारिणे ।।८।। શ્લોકાર્ચ - અને અન્ય મારા ભર્તાનું આવા પ્રકારનું ત્યાગનું સામર્થ્ય તું જો. જે કારણથી આ=મારો પતિ, હસ્તધારિમાં રક્ત સર્વસ્વ આપે છે. એ પ્રમાણે ભવિતવ્યતા પોતાના પતિનું સામર્થ્ય બતાવતી માયાને કહે છે. III શ્લોક : ततोऽगृहीतसङ्केते, भद्रे! भार्याविडम्बितः । उपहासेन तेनाहं, द्विगुणं दुःखमागतः ।।९।। બ્લોકાર્થ : તેથી હે અગૃહીતસંકેતા ભદ્ર! ભાર્યાથી વિલંબિત થયેલો હું તેના ઉપહાસથી દ્વિગુણ દુઃખને પામ્યો. IIII Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોક : पुनश्च गुटिकां दत्त्वा, कृत्वा शङ्ख महोदधौ । मामेषा शाङ्खिकैश्छिन्नं, रटन्तं वीक्ष्य तुष्यति ।।१०।। શ્લોકાર્ચ - અને વળી ગુટિકાને આપીને મહાસમુદ્રમાં શંખને કરીને આ ભવિતવ્યતા, શાંખિકો વડે છેડાયેલા રડતા એવા મને જોઈને તોષ પામે છે. II૧૦II શ્લોક : तदेवं पाटके तत्र, वर्तमानः स्वभार्यया । अपरापररूपेण, संख्यातीतं विडम्बितः ।।११।। શ્લોકાર્ચ - આ રીતે તે પાડામાં=બેઈજિયના પાડામાં, વર્તતો સ્વી વડે=ભવિતવ્યતા વડે, અપર અપરરૂપથી સંખ્યાતીત ભવો સુધી વિડંબિત કરાયો. ll૧૧] त्रीन्द्रियत्वावाप्तिः अन्यदा पुनर्यथेष्टचेष्टयैव प्रयुक्ता भवितव्यतया ममान्यगुटिका, नीतोऽहं तत्सामर्थ्येन द्वितीये पाटके, तत्र चाष्टकुलकोटिलक्षस्थायिनोऽसंख्येयास्त्रिकरणनामानो गृहपतयोऽधिवसन्ति। ततोऽहमपि तेषां मध्ये संपन्नस्त्रिकरणो गृहपतिः। સંસારી જીવને તેઈન્દ્રિયપણાની પ્રાપ્તિ વળી, અત્યકાળમાં ભવિતવ્યતા વડે યથેષ્ટચેષ્ટાથી જ મને અન્ય ગુટિકા અપાઈ=મારી તેવી ભવિતવ્યતાને કારણે મને તેવો જ કર્મબંધ થાય તેવો જ અધ્યવસાય કરાવે, મારા દ્વારા એક ભવવેદ્ય કર્મનું નિર્માણ કરીને મને અન્ય ભવની ગુટિકા અપાઈ. તેના સામર્થ્યથી=ભવિતવ્યતા વડે અપાયેલી ગુટિકાના સામર્થ્યથી, હું બીજા પાડામાં=વિકસેન્દ્રિયના ત્રણ પાડામાંથી તેઈન્દ્રિયરૂપ બીજા પાડામાં, લઈ જવાયો. ત્યાં આઠલાખ ક્રોડ કુલસ્થાયિ અસંખ્યાતા ત્રણ કરણ રામવાળા ગૃહપતિઓ વસે છે. તેથી હું પણ તેઓમાં ત્રિકરણવાળો એવો ગૃહપતિ થયો. શ્લોક : ततश्च यूकामत्कुणमत्कोटकुन्थुरूपविवर्तिनम् । पिपीलिकादिरूपं च, कृत्वा मां भवितव्यता ।।१।। Page #130 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ ૧૧૩ पर्यटन्तं बुभुक्षार्तं, पिष्यमाणं च बालकैः । दग्धं दृष्ट्वा तथातोषादाऽऽनन्दमवगाहते ।।२।। શ્લોકાર્ય : અને તેથી હું ત્રણ ઈન્દ્રિયવાળો થયો તેથી, જૂ, માંકડ, મકોડાં, કુંથ રૂ૫ વિવર્તનને અને પિપીલિકાદિ રૂપને કરીને ભટકતા, બુભક્ષાથી આર્ત, પિસાતા, બાળકો વડે દગ્ધ એવા મને જોઈને તે પ્રકારના તોષથી=મારું એક સામ્રાજ્ય ચાલે છે એ પ્રકારના તોષથી, ભવિતવ્યતા આનંદનું અવગાહન કરે છે. ll૧-ચા શ્લોક : तदेवं पाटके तत्र, गुटिकादानपूर्वकम् । असंख्यवाराः पापोऽहं, कारितो नैकरूपताम् ।।३।। શ્લોકાર્ધ : આ રીતે તે પાડામાં=બીજા પાડામાં ગુટિકાદાનપૂર્વક પાપી એવો હું અસંખ્યવાર અનેકરૂપતાને કરાવાયો. II3II चतुरिन्द्रियत्वावाप्तिः શ્લોક : अथान्यदा पुनर्दत्ता, गुटिका मम हेलया । तृतीये पाटके नीतस्तयैवोचितहेलया ।।४।। સંસારીજીવને ચઉરિન્દ્રિયપણાની પ્રાપ્તિ શ્લોકાર્ય : હવે, અન્યથા ફરી હેલાથી=લીલાથી, મને ગુટિકા અપાઈ, ઉચિત હેલાથી તેણી વડે-તે ભવિતવ્યતા વડે, તૃતીય પાટકમાં લઈ જવાયો. ||૪|| શ્લોક : कोटिलक्षकुलानां च, वसन्ति नव तत्र ये । असंख्यास्तेषु विद्यन्ते, चतुरक्षाः कुटुम्बिनः ।।५।। Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - ત્યાં-ત્રીજા પાડામાં, જે નવ લાખ ક્રોડ કુલો વસે છે. તેઓમાં ચાર ઈન્દ્રિયવાળા અસંખ્યાતા કુટુંબીઓ વસે છે. I ull શ્લોક : ततोऽहमपि संजातश्चतुरक्षः कुटुम्बिकः । पतङ्गमक्षिकादंशवृश्चिकाकारधारकः ।।६।। શ્લોકાર્ચ - તેથી હું પણ ચાર ઈન્દ્રિયવાળો પતંગ, મક્ષિકા દંશ, વીંછી આકારને ધારણ કરનારો કુટુંબિક થયો. Isll શ્લોક : सोढानि तत्र दुःखानि, नानाकाराणि तिष्ठता । निर्विवेकजनादिभ्यो, मर्दनादिविधानतः ।।७।। શ્લોકાર્ચ - ત્યાં=ીજા પાડામાં, રહેતા એવા મારા વડે નિર્વિવેક એવા લોકો આદિથી મર્દન આદિ કરવાને કારણે અનેક પ્રકારનાં દુઃખો સહન કરાયાં. ll૭ના શ્લોક : जीर्णे जीर्णे पुनर्दत्त्वा, गुटिकामपरापराम् । असंख्यरूपैस्तत्रापि, पाटके नाटितस्तथा ।।८।। શ્લોકાર્થ : વળી, જીર્ણ જીર્ણ થયે છતે ગુટિકા જીર્ણ જીર્ણ થયે છતે, અપર અપર ગુટિકાને આપીને, અસંખ્યરૂપો વડે તે પણ પાટકમાં તે પ્રકારે નાટક કરાવાયો. III શ્લોક – भूयो भूयश्च तेष्वेव, पाटकेषु विवर्त्तनम् । संख्यातीतानि वर्षाणां, सहस्राणि विधापितः ।।९।। શ્લોકાર્ય : ફરી ફરી તે જ પાડાઓમાં=બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય રૂ૫ પાડાઓમાં, સંખ્યાથી અતીત હજારો વર્ષો સુધી હું વિવર્તન કરાવાયો. IIII Page #132 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ શ્લોક ઃ एवं च स्थिते क्वचित्पर्याप्तरूपेण, तथाऽपर्याप्तरूपकः । तेषु त्रिष्वपि पत्न्याऽहं, पाटकेषु विनाटितः ।।१०।। શ્લોક ઃ શ્લોકાર્થ ઃ અને આ પ્રમાણે સ્થિત હોતે છતે=વિકલેન્દ્રિયમાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયમાં, ફરી ફરી પરાવર્તન કરતો હું રહ્યો એ પ્રમાણે હોતે છતે, ક્યારેક પર્યાપ્તરૂપથી અને અપર્યાપ્તરૂપવાળો એવો હું તે ત્રણેય પણ પાડાઓમાં પત્ની વડે વિનાટક કરાયો=ભવિતવ્યતા દ્વારા, પર્યાપ્ત, અપર્યાપ્ત સ્વરૂપે અનેક વખત વિડંબના કરાયો. II૧૦]I पञ्चाक्षपशुसंस्थाने विविधकदर्थनाप्राप्तिः अथान्यदा प्रहृष्टेन चेतसा भवितव्यता । ज्ञात्वा तदुचितं कालं ततश्चेदमभाषत ।। ११ । । સંસારીજીવને તિર્યંચપંચેન્દ્રિય સંસ્થાનમાં વિવિધ કદર્થનાની પ્રાપ્તિ ૧૧૫ શ્લોકાર્થ ઃ હવે, અન્યદા પ્રહષ્ટચિત્તથી ભવિતવ્યતા તેના ઉચિત કાલને જાણીને ત્યારપછી આ બોલી= આગળની ગાથામાં કહે છે એ બોલી. ।।૧૧।। શ્લોક ઃ આર્યપુત્ર! મવન્ત ત્રિ, નવામિ નારાન્તરમ્? | विकलाक्षनिवासेऽत्र, नगरे नास्ति ते धृतिः ।।१२।। શ્લોકાર્થ : આર્યપુત્ર ! તને શું નગરાંતરમાં લઈ જઉં ? વિકલાક્ષનિવાસ નામના આ નગરમાં તને ધૃતિ નથી. અત્યાર સુધી વિકલાક્ષનગ૨માં અનેક વખત ભટકીને કંઈક જ્ઞાનાવરણીય આદિ કર્મો ક્ષીણ થવાથી વિકલાક્ષનગ૨માં ૨હેવાને અનુકૂળ તારી ધૃતિ નષ્ટ થઈ છે, તેથી જ તું ઉપરના ભવમાં જવાને અનુકૂળ આયુષ્ય બાંધે એવી પરિણતિવાળો છે, માટે હું તને નગરાંતરમાં લઈ જઉં એમ ભવિતવ્યતા કહે છે.૧૨ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ શ્લોક : मयोक्तं देवि! यत्तुभ्यं, रोचते तद्विधीयताम् । किमत्र बहुना? त्वं मे, प्रमाणं सर्वकर्मसु ।।१३।। શ્લોકાર્ચ - મારા વડે કહેવાયું - હે દેવી ! જે તને રુચે છે તે કરાવ. આ વિષયમાં વધારે શું? સર્વકૃત્યમાં તું જ મને પ્રમાણ છે. અર્થાત્ જીવ સર્વકૃત્યો પોતાની ભવિતવ્યતા અનુસાર કરે છે. ભવિતવ્યતાથી અન્યથા ક્યારેય કરતો નથી. તેથી જીવને ભવિતવ્યતા જ પ્રમાણ છે. II૧all શ્લોક : ततो जीर्णां मम ज्ञात्वा, गुटिकामन्तवर्तिनीम् । नगरान्तरयानाय, प्रयुक्ता गुटिका तया ।।१४।। શ્લોકાર્ય : ત્યારપછી મારી અંતરવર્તીની ગુટિકાનેકવિકલાક્ષનગર અંતરવર્તીની ગુટિકાને, જીર્ણ જાણીને નગરાંતરમાં લાવવા માટે તેણી વડે=ભવિતવ્યતા વડે, ગુટિકા પ્રયોગ કરાઈ. ll૧૪ll શ્લોક : अथोन्मार्गोपदेशस्य, प्रतिजागरणे स्थितम् । पञ्चाक्षपशुसंस्थानं, नामास्ति नगरं परम् ।।१५।। શ્લોકાર્થ: હવે ઉન્માર્ગ ઉપદેશના પ્રતિજાગરણમાં રહેલ=ઉન્માર્ગ ઉપદેશમાં જેમ વિકલાક્ષનગર હતું તેમ પશુસંસ્થાન પણ ઉન્માર્ગ ઉપદેશના પ્રતિજાગરણમાં રહેલ છે તેમાં રહેલ, પંચાક્ષપશુસંસ્થાન નામનું બીજું નગર છે. ll૧૫ll શ્લોક : तत्र सार्धत्रिपञ्चाशत्कोटीलक्षप्रमाणके । वसन्ति कुलसंघाते, लोकाः पञ्चाक्षनामकाः ।।१६।। બ્લોકાર્ય : ત્યાં=પંચાક્ષપશુસંસ્થાન નામના નગરમાં, સાર્ધ ત્રિપંચાશતકોટિલક્ષ પ્રમાણવાળા કુલ સંઘાતમાં પંચાક્ષ નામના લોકો વસે છે. II૧૬II Page #134 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ ૧૧૭ શ્લોક : जलस्थलनभश्चाराः, स्पष्टचैतन्यसंयुताः । संज्ञिनस्तेऽभिधीयन्ते, गर्भजा इति वा बुधैः ।।१७।। શ્લોકાર્થ : જલચર, સ્થલચર, નભચર, સપષ્ટ ચેતવ્યથી સંયુક્ત તેઓ સંજ્ઞી કહેવાય છે. અથવા બુધો વડે ગર્ભજ છે એથી સંજ્ઞી કહેવાય છે. ll૧૭ll શ્લોક : ये पुनस्तत्र विद्यन्ते, स्पष्टचैतन्यवर्जिताः । असंज्ञिन इति ख्यातास्ते सम्मूर्छनजा जनाः ।।१८।। શ્લોકાર્ચ - જે વળી ત્યાં=પંચાક્ષ પશુસંસ્થાનમાં, સ્પષ્ટ ચેતન્ય વર્જિત વિદ્યમાન છે તેઓ સંમૂચ્છિમથી થનારા જીવો અસંજ્ઞી એ પ્રમાણે કહેવાયા છે. ll૧૮II શ્લોક : ततोऽहं तेषु संजातः, स्पष्टचैतन्यवर्जितः । पञ्चाक्षो नाम विख्यातो, गुटिकायाः प्रभावतः ।।१९।। બ્લોકાર્ધ : ત્યારપછી હું=અનુસુંદર ચક્રવર્તીનો જીવ, સ્પષ્ટ ચેતન્ય વર્જિત તેઓમાં=અસંજ્ઞીમાં, ગુટિકાના પ્રભાવથી પંચાક્ષ પંચેન્દ્રિય, નામથી ઓળખાતો થયો. ll૧૯ll શ્લોક : रटनुच्चैविना कार्य, दर्दुकारधारकः । केलिप्रियतया तत्र, भार्ययाऽहं विनाटितः ।।२०।। શ્લોકાર્ચ - કાર્ય વગર બૂમો પાડતો દેડકાના આકારને ધારણ કરનારો ત્યાં=અસંજ્ઞી પંચેન્દ્રિયમાં, કેલિ પ્રિય એવી ભાર્યા વડે=ભવિતવ્યતા વડે, હું નચાવાયો. I૨૦II શ્લોક : તત્ર ૨ - सम्मूर्च्छनजमध्ये-रूपैरेवमसंख्येयैर्धमयित्वा ततस्तया । विहितो गर्भजाकारधारकोऽहं महेलया ।।२१।। Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને ત્યાં સંમૂછિમ મધ્યમાં આ રીતે અસંખ્યરૂપોથી ભ્રમણ કરાવીને ત્યારપછી તે સ્ત્રી વડે= ભવિતવ્યતા વડે, ગર્ભજ આકારને ધારણ કરનારો હું કરાવાયો. ર૧] બ્લોક : ततश्च जलचरेषु वर्तमानःगृहीतो धीवरैस्तत्र बिभ्राणो मत्स्यरूपताम् । छेदपाकादिभिर्दुःखं, प्रापितोऽहं सहस्रशः ।।२२।। શ્લોકાર્ચ - અને ત્યારપછી જલચરોમાં વર્તતો મસ્મરૂપતાને ધારણ કરતો એવો હું અનુસુંદર ચક્રવર્તીનો જીવ, માછીમારો વડે ગ્રહણ કરાયો. છેદપાકાદિથી હજારો વખત દુઃખને પ્રાપ્ત કરાયો. રચા શ્લોક : तथा चतुष्पदस्थलचरेषु वर्तमानस्यशशसूकरसारङ्गरूपमाबिभ्रतो मम । व्याधैभित्त्वा शरैर्गात्रं, कृता नाना विकतना ।।२३।। શ્લોકાર્થ : અને ચતુષ્પદ સ્થલચરોમાં વર્તમાન :- સસલુ, ભૂંડ અને હરણના રૂપને ધારણ કરતાં મને શિકારીઓ વડે બાણોથી ગાત્રને ભેદીને વિવિધ પ્રકારની વિડંબનાઓ કરાઈ. પારકા શ્લોક : तथा भुजपरिसर्पोरःपरिसपेषु वर्तमानेनगोधाहिनकुलादीनां, रूपं धारयता चिरम् । अन्योऽन्यभक्षणाद् दुःखं, प्राप्तं क्रूरतया मया ।।२४।। શ્લોકાર્ચ - અને ભુજપરિસર્પ, ઉરપરિસર્પમાં વર્તતા એવા મારા વડે ગોધ સાપ, નકુલ આદિઓના રૂપને ધારણ કરતા, ચિરકાળ સુધી શૂરપણાથી અન્યોન્ય ભક્ષણને કારણે મારા વડે દુઃખ પ્રાપ્ત કરાયું. Il૨૪ll શ્લોક : તથાकाकोलूकादिरूपाणां, पक्षिणां मध्यचारिणाम् । संख्यातीतानि दुःखानि, सोढानि सुचिरं मया ।।२५।। Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને કાગડા, ઉલૂક આદિ રૂપ પક્ષીઓમાં મધ્યચારી એવા સંખ્યાતીત દુઃખો મારા વડે સહન કરાયાં. IIરપII શ્લોક : असंख्यजनसङ्कीर्णे, तदेवं तत्र पत्तने । जलस्थलनभश्चारी, संजातोऽहं कुले कुले ।।२६।। શ્લોકાર્ય : આ રીતે અસંખ્યજનથી સંકીર્ણ તે નગરમાં–પશુસંસ્થાન નામના નગરમાં, જલચર, સ્થલચર અને નભસંસારી એવો હું દરેક કુલોમાં થયો. રિકી શ્લોક : अन्यच्च - तस्मिन् पञ्चाक्षपशुसंस्थाने नगरेसप्ताष्टवारा रूपाणि, नैरन्तर्येण कारितः । नीतस्ततोऽन्यस्थानेषु, तत्रानीतः पुनस्तया ।।२७।। શ્લોકાર્ચ - અને બીજું તે પંચાક્ષપશુસંસ્થાનનગરમાં સાત આઠ વાર રૂપોને નિરંતર કરાવાયો ત્યારપછી અન્ય સ્થાનોમાં=બેઈન્દ્રિય આદિ ભવોમાં, લઈ જવાયો ફરી તેણી વડે=ભવિતવ્યતા વડે, ત્યાં=પંચાક્ષપશુ સંસ્થાનનગરમાં, લવાયો. ll૧૭l શ્લોક : एवं च स्थितेशेषेषु सर्वस्थानेषु, गत्वा गत्वाऽन्तराऽन्तरा । મથા તત્ર પુરેડનત્તા:, વૃતા વિશ્વના શારદા શ્લોકાર્ચ - આ પ્રમાણે નિરંતર હોતે છતે સાત આઠ વાર નિરંતરથી પંચાક્ષપશુસંસ્થાનનગરમાં ભવો કરીને અન્ય અન્ય સ્થાનોમાં હું ભવિતવ્યતા વડે લઈ જવાયો આ પ્રમાણે હોતે છતે, શેષ સર્વ સ્થાનોમાં વચવચમાં જઈ જઈને મારા વડે તે નગરમાં અનંતા રૂપની વિડંબના કરાઈ. ll૨૮ll. શ્લોક : कालतस्तुस्थितश्च नैरन्तर्येण, परं पल्योपमत्रयम् । अहं तत्र पुरे किञ्चित्साधिकं पूर्वकोटिभिः ।।२९।। Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - વળી, કાલથી તે નગરમાં નિરંતરપણાથી પૂર્વકોટિથી, કંઈક અધિક ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટ હું રહ્યો. ર૯ll શ્લોક : असंज्ञिसंज्ञिरूपेण, पर्याप्तेतरभेदतः । तदेवं नगरे तत्र, नानाकारैविडम्बितः ।।३०।। શ્લોકાર્ચ - આ રીતે તેનગરમાં પંચાક્ષપશુસંસ્થાન નગરમાં, સંજ્ઞી અસંજ્ઞી રૂપથી અને પર્યાપ્ત અપર્યાપ્તના ભેદથી, જુદા જુદા આકારે વિડંબના કરાયો. Ilol अन्यदा कुरङ्गरूपः संपादितोऽहं भवितव्यतया, स्थितो यूथमध्ये तरलिततारं भयेन निरीक्षमाणो दशापि दिशः, उत्प्लवमानस्तरुशिखराणीतश्चेतश्च पर्यटामि, यावदेकेन लुब्धककुमारकेण कलध्वनिना प्रारब्धं गीतं, ततस्तेनाक्षिप्तं मृगयूथं, परित्यक्तमुत्प्लवनं, निरुद्धा चेष्टा, निश्चलीकृतानि लोचनानि, निवृत्तः शेषेन्द्रियव्यापारः, संजातः कर्णेन्द्रियमात्रनिमग्नोऽन्तरात्मा, ततो निष्पन्दमन्दीभूतं तत्तादृशं हरिणयूथमवलोक्याभ्यर्णीभूतो व्याधः, प्रगुणीकृतं कोदण्डं, सन्धितस्तत्र शिलीमुखः, बद्धमालीढं स्थानकं, ईषदाकुञ्चिता कन्धरा, समाकृष्टो बाणः कर्णान्तं यावत्, ततो मुक्तेन तेनाराद्भागे वर्तमानोऽहं निर्भिद्य पातितो भूतले। अत्रान्तरे जीर्णा मे पूर्वदत्ता गुटिका, ततो जीर्णायां तस्यां हरिणभवनिबन्धनभूतायामेकभववेद्यायां गुटिकायां दत्ता ममान्या गुटिका भवितव्यतया। અચદા ભવિતવ્યતા વડે હરણ રૂપ હું સંપાદન કરાયો. યૂથમાં રહેલો ભયથી ચકળવકળ દસેય દિશામાં જોતો, કૂદકા મારતો, વૃક્ષો અને શિખરોમાં આમતેમ હું ફરતો હતો. એટલા કાળમાં કોઈ એક શિકારી કુમાર વડે કલ=સુંદર, ધ્વનિથી ગીત પ્રારંભ કરાયું. ત્યારપછી તેના વડેઃશિકારી કુમાર વડે, મૃગલાઓનો સમુદાય આક્ષિપ્ત કરાયો, કૂદકા મારવાનું ત્યાગ કરાયું, ચેષ્ટા વિરુદ્ધ થઈ, લોચન નિશ્ચલ કરાયાં. શેષઈન્દ્રિયોનો વ્યાપાર વિરુદ્ધ થયો. કર્ણેન્દ્રિયમાત્ર નિમગ્ન અંતરાત્મા થયો. સ્પંદ રહિત મંદ થયેલા તેવા પ્રકારના તે હરણના યુથને જોઈને શિકારી તીર મારવા માટે સન્મુખ થયો, બાણ પ્રગુણ કરાયું. ત્યાં=બાણમાં, શીલીમખ=બાણ, સંધાન કરાયું, લીન થયેલા સ્થાનિકે બાંધ્યું તીર સન્મુખ કરાયું, કંઈક કંધરા ઊંચી કરાઈ, બાણ કાન સુધી ખેંચાયું, ત્યારપછી મુકાયેલા એવા તેના વડે આગળના ભાગમાં વર્તતો એવો હું ભેદાઈને ભૂમિતલમાં પડાયો. અત્રાંતરે મારી પૂર્વભવમાં અપાયેલી ગુટિકા જીર્ણ થઈ, તેથી હરણના ભવના કારણભૂત એક ભવધ ગુટિકા જીર્ણ થયે છતે ભવિતવ્યતા વડે મને અવ્ય ભવની ગુટિકા અપાઈ. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ करिभवे पीडा शुभभावश्च संपन्नस्तन्माहात्म्येनाहं करिवररूपः, वर्द्धितः कालक्रमेण, संजातो यूथाधिपतिः। ततः स्वभावसुन्दरेषु नलवनेषु अभीष्टतमेषु सल्लकीकिसलयेषु अत्यन्तकमनीयेषु वनविभागेषु परिकरितः करेणुकावृन्देन चित्तानन्दसन्दोहसागरमवगाहमानो यथेष्टचेष्टया विचरामि, यावदेकदाऽकाण्ड एव संत्रस्तं तत्करियूथं, नश्यन्ति श्वापदानि, श्रूयते वेणुस्फोटरवः, प्रसर्पितं धूमवितानं, ततः किमेतदिति निरीक्षितो मया पश्चाद्भूभागः, यावन्निकटीभूतो ज्वालामालाकुलो दवानलः, ततः प्रादुर्भूतं मे मरणभयं, परित्यक्तं पौरुषं, अङ्गीकृतं दैन्यं, समाश्रिता आत्मम्भरिता, व्यपगतोऽहङ्कारः, परित्यक्तं यूथं, पलायितो गृहीत्वैकां दिशं, गतः स्तोकं भूभागं, तत्र चासीच्चिरन्तनग्रामपशुसंबन्धी विशालः शुष्कोऽन्धकूपः, स च तटवर्तितृणव्यवहिततया भयाकुलतया च न लक्षितो मया धावता वेगेन, ततः प्रविष्टौ मम तत्राग्रपादौ, तन्निरालम्बनतया पर्यस्तः पश्चाद्भागः, ततः पतितोऽहमुत्तानशरीरस्तत्रान्धकूपे, संचूर्णितो गात्रभारेण, मूर्छितः क्षणमात्रं, लब्धा कथञ्चिच्चेतना, यावन्न चालयितुं शक्नोमि शरीरं, प्रादुर्भूता च सर्वाङ्गीणा तीव्रवेदना, ततः संजातो मे पश्चात्तापः, चिन्तितं च मया यथेदृशमेव युज्यते मादृशानां, ये प्रतिपन्नभृत्यभावं चिरकालपरिचितमुपकारकमापनिमग्नमनुरक्तमात्मवर्गं परित्यज्य कृतघ्नतया कुक्षिम्भरितामुररीकुर्वन्तः पलायन्ते, अहो मे निर्लज्जता, मय्यपि किल यूथाधिपतिशब्दो रूढः, तत्किमनेन ? अधुना स्वचेष्टितानुरूपमेवेदं मम संपन्नं, अतो न मया मनसि खेदो विधेयः। ततोऽनया भावनया प्रतिपत्रं मया मनाङ् माध्यस्थ्यं, तितिक्षिता भवन्ती तीव्रापि वेदना, स्थितस्तदवस्थः सप्तरात्रं यावत्। સંસારીજીવને હાથીના ભાવમાં થયેલ પીડા તથા શુભભાવ તેના માહાભ્યથી હું અનુસુંદર ચક્રવર્તીનો જીવ, શ્રેષ્ઠ હાથીરૂપ થયો. કાલક્રમથી મોટો થયો, યુથાધિપતિ થયો, ત્યારપછી સ્વભાવથી સુંદર કમળના વતવાળા, અત્યંત ઈષ્ટ સલ્લકી વૃક્ષોના કિસલયોવાળા પાંદડાંઓવાળો, અત્યંત મનોહર એવા વનવિભાગોમાં હાથિણીઓના સમૂહથી ઘેરાયેલો ચિત્તમાં આનંદના સમૂહના સાગરને અવગાહન કરતો જે પ્રમાણે ઈષ્ટ છે તે પ્રકારની ચેષ્ટાથી હું વિચારું છું, જ્યાં સુધી એક વખત અકાંડે જ તે હાથીનું યુથ સંત્રાસ પામ્યું, પશુઓ દોડવા લાગ્યા, વાંસડાઓના અવાજ સંભળાવા લાગ્યા, ધૂમનો વિસ્તાર પ્રસરણ થવા લાગ્યો, ત્યાં સુધી હું યથેષ્ટ વિચારું છું એમ પૂર્વની સાથે સંબંધ છે. ત્યારપછી=આ પ્રકારે કોલાહલ થયો ત્યારપછી, આ શું છે? એ પ્રમાણે મારા વડે=અનુસુંદર ચક્રવર્તીના હાથીરૂપ જીવ વડે, પાછળનો ભૂમિભાગ જોવાયો, જ્યાં સુધી જ્વાલાઓની માલાઓથી આકુળ દાવાનલ નિકટ થયો, ત્યાં સુધી મારા વડે પાછળનો ભૂમિભાગ જોવાયો એમ અવય છે. તેથી=અગ્નિને નિકટ આવેલો જોયો તેથી, મને મરણતો ભય Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ પ્રાદુર્ભાવ થયો. પૌરુષપણું પરિત્યાગ કરાયું. દેવ્ય સ્વીકાર કરાયું. સ્વાર્થતાનો આશ્રય કરાયો, અહંકાર દૂર થયો=આ હાથિણીઓનો હું સ્વામી છું એ પ્રકારનો અહંકાર દૂર થયો, યૂથનો પરિત્યાગ કરાયો. એક દિશાને ગ્રહણ કરીને હું પલાયન થયો. થોડોક ભૂમિભાગ ગયો અને ત્યાં ચિરંતન ગામના પશુસંબંધી વિશાલ શુષ્ક અંધ કૂવો હતો અને તે કૂવો, તટવર્તી તૃણથી ઢંકાયેલો હોવાને કારણે અને ભયથી આકુલપણું હોવાને કારણે વેગથી દોડતા એવા મારા વડે જોવાયો નહીં. તેથી, ત્યાં=ને કૂવામાં. મારા અગ્ર બે પગો પ્રવેશ પામ્યા. તેથી નિરાલંબનપણું હોવાને કારણે તે બે પગના સ્થાને સ્થિર ભૂમિ નહીં હોવાથી ઊભા રહેવાનું આલંબન નહીં હોવાને કારણે, પાછળનો ભાગ ફેંકાયો, તેથી હું ઉત્તાનશરીરવાળો તે અંધકૂવામાં પડ્યો. ગાત્રના ભારથી સંચૂણિત થયો. ક્ષણમાત્રમાં મૂચ્છિત થયો. કોઈક રીતે ચેતના પ્રાપ્ત થઈ, જ્યાં સુધી શરીરને હલાવવા માટે પણ સમર્થ થયો નહીં અને સર્વ અંગોમાં તીવ્રવેદના પ્રાદુર્ભત થઈ, તે પછી મને પશ્ચાતાપ થયો. અને મારા વડે વિચારાયું – મારા જેવાને આવું જ ઘટે છે=આ રીતે કૂવામાં પડે અને હાડકાં ભાંગે એ જ ઘટે છે. કેમ ? એથી કહે છે – સ્વીકારાયેલા સેવકભાવવાળા, ચિરકાલપરિચિત, ઉપકારક, આપત્તિમાં નિમગ્ન, અનુરક્ત એવા સ્વજન વર્ગને છોડીને કૃતધ્યપણાથી કુક્ષિસ્મૃરિતાને સ્વીકારતોઃસ્વાર્થતાને સ્વીકારતો, જે પલાયન થાય એવા મારા જેવાને આ ઘટે છે એમ અવય છે. અહો મારી નિર્લજ્જતા, મારામાં પણ યુથઅધિપતિ શબ્દ રૂઢ થયો, તે કારણથી આના વડે શું?=મને જે આ દુઃખ થયું એના વડે શું? હમણાં સ્વચેષ્ટા અનુરૂપ જ આ મને પ્રાપ્ત થયું=મેં સ્વાર્થપણાથી બધાનો દ્રોહ કર્યો એવી સ્વચેષ્ટા અનુરૂપ જ આ મને પ્રાપ્ત થયું, આથી=હું સ્વજનનો દ્રોહી હોવાથી મને જે ફળ મળ્યું આથી, મનમાં મારા વડે ખેદ કરાવો જોઈએ નહીં. તેથી આ ભાવના વડે=આગળમાં વર્ણન કર્યું એ પ્રકારની ભાવના વડે, થોડો માધ્યથ્થભાવ સ્વીકારાયો=કષાયોની આકુળતા વગર પદાર્થના વાસ્તવિક સ્વરૂપ જોવાને અનુકૂળ માધ્યચ્યભાવ મારા વડે સ્વીકારાયો, થતી પણ તીવ્ર વેદના સહન કરાવાઈ, તે અવસ્થાવાળો સાત રાત્રિ સુધી હું રહ્યો. પુષ્પોન સદ માનવમવપ્રાપ્તિ अत्रान्तरे तुष्टा ममोपरि भवितव्यता, ततस्तयाऽभिहितम्-साधु! आर्यपुत्र! साधु! शोभनस्तेऽध्यवसायः, तितिक्षितं भवता परमं दुःखं, तुष्टाऽहमिदानीं भवतोऽनेन चेष्टितेन, नयामि भवन्तं नगरान्तरे। मयाऽभिहितम्-यदाज्ञापयति देवी, ततो दर्शितस्तया सुन्दराकारः पुरुषः, अभिहितश्चाहं यथा-आर्यपुत्र! तुष्टया मयाऽयमधुना भवतः सहायो निरूपितः पुण्योदयो नाम पुरुषः, तदनेन सह भवता गन्तव्यं, मयाऽभिहितम्- यदाज्ञापयति देवी। अत्रान्तरे जीर्णा मे पूर्वदत्ता गुटिका, ततः प्रयुक्ताऽन्या गुटिका भवितव्यतया, अभिहितं च तया, यथा-आर्यपुत्र! तत्र गतस्यायं पुण्योदयस्ते प्रच्छन्नरूपः सहोदरः सहचरश्च भविष्यतीति। Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ સંસારીજીવને પુણ્યોદયયુક્ત માનવભવની પ્રાપ્તિ અન્નાંતરે આ અવસરે મારા ઉપર ભવિતવ્યતા તુષ્ટ થઈ. તેથી ભવિતવ્યતા તેના ઉપર તુષ્ટ થઈ तथी, ती 43भवितव्यता 43, वायु, सुंदर आर्यपुत्र ! सुंदर, तad शोमन अध्यवसाय छे. તારા વડે ઘણું દુઃખ સહન કરાયું, હું હમણાં આ ચેષ્ટાથી તારા ઉપર તુષ્ટ થઈ છું, તને અન્ય નગરમાં લઈ જઉં છું, મારા વડે કહેવાયું – જે દેવી આજ્ઞા કરે. ત્યારપછી તેણી વડે સુંદર આકારવાળો પુરુષ पतापायो भने ९ वायो है 'यथा'थी बतावे छे. आर्यपुत्र ! तुष्ट मेवी मारा 4 भएi l પુણ્યોદય નામતો પુરુષ સહાય રૂપે તને સાથે અપાય છે, તે કારણથી આની સાથે=સહાયભૂત એવા પુણ્યોદયની સાથે, તારે જવું જોઈએ અન્ય ભવમાં જવું જોઈએ. મારા વડે કહેવાયું – દેવી જે आशा छे. ભવિતવ્યતારૂપ પોતાની પત્નીની આજ્ઞા પોતાને પ્રમાણભૂત છે. અત્રાંતરે મારી પૂર્વભવમાં અપાયેલી ગુટિકા જીર્ણ થઈ. ત્યારપછી ભવિતવ્યતા વડે અન્ય ગુટિકાનો प्रयोगशयो.सने ती वायु. शुं वायु ? 'यथा'थी बतावे छे - आर्यपुत्र ! त्यां= તવાભવમાં, ગયેલા એવા તમને પ્રચ્છારૂપ એવો આ પુણ્યોદય સહોદર અને સહચર થશે=જ્યાં તું જન્મીશ ત્યાં તારી સાથે જ તે પણ જન્મ લેશે અને તેને સર્વ પ્રયોજનમાં સહાયક થશે. संकेतोद्बोधः एवं च वदति संसारिजीवे भव्यपुरुषः प्रज्ञाविशालायाः कर्णाभ्यणे स्थित्वेदमाह यथा-अम्ब! कोऽयं पुरुषः? किं वाऽनेन कथयितुमारब्धम् ? कानि चामूनि असंव्यवहारादीनि नगराणि? का चेयं गुटिका? यैकैकवासके प्रयुक्ता सती नानाविधरूपाणि कारयति, विविधसुखदुःखादिकार्याणि दर्शयति, कथं वा पुरुषस्येयन्तं कालमेकस्यावस्थितिः? कथं चासंभावनीयानि मनुष्यस्य सतः कृमिपिपीलिकादीनि रूपाणि जायेरन्? तदिदं सकलमपूर्वाऽऽलजालकल्पमस्य तस्करस्य चरितं मम प्रतिभासते, तत्कथय-अम्बिके! कोऽस्य भावार्थ इति? प्रज्ञाविशालयोक्तम्-वत्स! यदस्येदानीन्तनं विशेषरूपमुपलभ्यते तन्नानेन कथितं, किं तर्हि? सामान्यरूपेण संसारिजीवनामायं पुरुषः, अतस्तदेवानेनात्माभिधानमाख्यातमनेन चात्मचरितं सर्वमिदं घटमानकमेव निवेदयितुं प्रक्रान्तं, तथाहिअसांव्यवहारिकजीवराशिरत्रासंव्यवहारनगरम्, एकेन्द्रियजातयः पञ्चापि पृथिव्यप्तेजोवायुवनस्पतिरूपास्तेषां स्थानं एकाक्षनिवासं, विकलेन्द्रियाणां द्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियलक्षणानां स्थानं विकलाक्षनिवासं, पञ्चेन्द्रियतिरश्चां निलयः पञ्चाक्षपशुसंस्थानम्। एकजन्मप्रायोग्यं कर्मप्रकृतिजालमेकभववेद्या गुटिकेत्युच्यते, तदुदयेन भवन्त्येव नानाविधरूपाणि, संपद्यन्ते एव विविधसुखदुःखानि कार्याणि, अजरामरश्चायं पुरुषः, ततो युक्तमेवास्यानन्तमपि कालमवस्थानं, संसारिजीवस्य चात्र भद्र! भवन्त्येव Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ कृमिपिपीलिकादिरूपाणि, किमत्राश्चर्यम् ? अथवा मुग्धबुद्धिरद्यापि वत्सो न जानीते यदस्य स्वरूपम्। वत्स! न संभवत्येव भवनोदरे तत्संविधानकं यदस्य संसारिजीवस्य संबन्धिनि चरिते नावतरति, तद्वत्स! निवेदयतु तावदेषः सर्वं यथावृत्तं, पश्चात्तवाहमस्य भावार्थं निराकुला कथयिष्यामि, भव्यपुरुषेणोक्तं-यथाज्ञापयत्यम्बेति । પ્રજ્ઞાવિશાલા દ્વારા સંકેતનો ઉધ્ધોધ અને આ રીતે સંસારી જીવે કહે છતે=અનુસુંદર ચક્રવર્તીનો જીવે અગૃહીતસંકેતાને કહે છતે, પ્રજ્ઞાવિશાલાના કર્ણની પાસે રહીને ભવ્યપુરુષ આ કહે છે – શું કહે છે? તે “યથા'થી બતાવે છે – હે માતા આ પુરુષ કોણ છે? અથવા આના વડે શું કહેવાનું પ્રારંભ કરાયો છે? આ અસંવ્યવહાર આદિ નગરો ક્યાં છે? અને આ ગુટિકા કઈ છે? જે એક એક વાસકમાં=એકેન્દ્રિય આદિ એક એક વાસકમાં, પ્રયોગ કરાયેલી છતી અનેક રૂપોને કરાવે છે. અનેક પ્રકારનાં સુખદુઃખ આદિ કાર્યો બતાવે છે, અથવા એક પુરુષને આટલા કાળ સુધી અવસ્થિતિ કેવી રીતે છે? અને મનુષ્ય છતાં અસંભાવતીય એવાં કૃમિપિપીલિકાદિ રૂપો કેવી રીતે થાય? તે કારણથી અપૂર્વઆલજાલ કલ્પ તસ્કરનું આ સકલ ચરિત્ર=અપૂર્વ રીતે અસંબંધ વિકલ્પોવાળું ચોરનું આ સકલ ચરિત્ર, મને પ્રતિભાસે છે. તે કારણથી હે માતા ! તું કહે – આનો ભાવાર્થ શું છે ? પ્રજ્ઞાવિશાલા વડે કહેવાયું – હે વત્સ ! આનું=પ્રસ્તુત ચોરનું, હમણાંનું વિશેષ સ્વરૂપ જે દેખાય છે તે આના વડે કહેવાયું નથી. તો શું કહેવાયું છે ? તેથી કહે છે – સામાન્ય- રૂપથી સંસારી જીવ તામવાળો આ પુરુષ છે, આથી જ=પ્રસ્તુત ચોરનું સંસારી જીવ નામ છે આથી જ, તે જ=સંસારી જીવ જ, આના દ્વારા પોતાનું નામ કહેવાયું અને આવા દ્વારા=પ્રસ્તુત ચોર દ્વારા, સર્વ આ ઘટમાન આત્મચરિત્ર જ નિવેદન કરવા માટે પ્રારંભ કરાયું છે. તે આ પ્રમાણે – અસાંવ્યવહારિક જીવરાશિ અહીં=સંસારમાં, અસંવ્યવહારનગર છે, તે એકેન્દ્રિય જાતિઓ પાંચ પણ પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિરૂપ છે, તેઓનું સ્થાન એકાક્ષનિવાસ છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિયરૂપ વિકસેન્દ્રિયોનું સ્થાન વિકલાક્ષનિવાસ છે. પંચેન્દ્રિય તિર્યંચોનું તિલય=આવાસ, પંચાક્ષપશુસંસ્થાન છે. એકજભપ્રાયોગ્ય કર્મપ્રકૃતિનો સમૂહ એકવિવેદ્ય ગુટિકા એ પ્રમાણે કહેવાય છે – તેના ઉદયથી=એક ભવવેદ્ય ગુટિકા સ્વરૂપ કર્મપ્રકૃતિના જાળાના ઉદયથી, નાના પ્રકારનાં રૂપો થાય જ છે–તે એક ભવમાં જીવતી અનેક અવસ્થાની પ્રાપ્તિ રૂપ તારા રૂપો જ થાય છે. વિવિધ પ્રકારનાં સુખદુ:ખરૂપ કાર્યો થાય જ છે–તે ગુટિકાના સમૂહ રૂપ કર્મોના ઉદયથી સુખદુઃખરૂપ કાર્યો થાય જ છે, અને આ પુરુષ અજર, અમર છે. પોતાનો આત્મા ક્યારેય નાશ પામતો નથી. પરંતુ સર્વ ભવોમાં અનુગત એવો તે આત્મા શાશ્વત જ છે. તેથી આનું આ પુરુષનું, અનંત પણ કાલઅવસ્થાન યુક્ત જ છે અને અહીં=સંસારમાં, હે ભદ્ર ! સંસારી જીવના કૃમિપિપીલિકાદિ રૂપો થાય જ છે, એમાં આત્માના આવા સ્વરૂપમાં, શું આશ્ચર્ય છે? અથવા હે વત્સ ! મુગ્ધબુદ્ધિવાળો એવો તું હજી પણ આવું જ સ્વરૂપ છે તે તું જાણતો નથી, Page #142 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવના ૧૨૫ હે વત્સ ! આ સંસારી જીવ સંબંધી ચરિત્રમાં જે અવતાર પામતું નથી તે સંવિધાન=કથન, ભુવનરૂપી ઉદરમાં (જગતના સકલ જીવોમાં) સંભવતું જ નથી=પ્રસ્તુત ચોરના જીવે જે અત્યાર સુધી કથન કર્યું છે તે સર્વ ભવનના ઉદરમાં રહેલા દરેક જીવોના ચરિત્રમાં અવશ્ય અવતાર પામે છે. તે કારણથી=બધાનું ચરિત્ર પ્રસ્તુત સંસારી જીવન ચરિત્રમાં અવતાર પામે છે તે કારણથી, હે વત્સ ! આ=સંસારી જીવ, યથાવૃત્ત સર્વ નિવેદન કરો જે રીતે બનેલું છે તે રીતે નિવેદન કરો, પાછળથી તને=ભવ્ય જીવને, નિરાકુલ એવી હું આના ભાવાર્થને કહીશ, ભવ્યપુરુષ વડે કહેવાયું – જે માતા આજ્ઞા કરે – સંસારી જીવની પોતાના અસંવ્યવહારનગરથી અત્યાર સુધીની વક્તવ્યતા બીજા પ્રસ્તાવમાં અગૃહીતસંકેતા ભવ્યપુરુષઆદિએ સાંભળી ત્યાં ભવ્યપુરુષને શંકા થઈ કે આ સર્વ કથનનું કોઈ તાત્પર્ય સ્પષ્ટ થતું નથી. તેથી પ્રજ્ઞાવિશાલાએ તે ભવ્યપુરુષને કંઈક તેનું સંક્ષેપથી તાત્પર્ય બતાવ્યું અને કહ્યું કે પ્રસ્તુત અનુસુંદર નામના ચોરનો સમસ્ત વૃત્તાંત પૂરો થશે ત્યારે હું તેનો ભાવાર્થ કહીશ. હવે પ્રસ્તુત ચોરના કથનને મનુષ્યભવની પ્રાપ્તિ સાથે યોજન કરવા અર્થે ગ્રંથકારશ્રી કંઈક ઉચિત બોધ કરાવવા અર્થે કહે છે. उत्पत्तिस्तावदस्यां भवति नियमतो वर्यमानुष्यभूमौ, भव्यस्य प्राणभाजः समयपरिणतेः कर्मणश्च માવાત્ | આ શ્રેષ્ઠ મનુષ્યભૂમિમાં સમયની પરિણતિથી=કાલની પરિણતિથી, અને કર્મના પ્રભાવથી ભવ્યપ્રાણીની નિયમા ઉત્પત્તિ થાય છે. બ્લોક : एतच्चाख्यातमत्र प्रथममनु ततस्तस्य बोधार्थमित्थं, प्रक्रान्तोऽयं समस्तः कथयितुमतुलो जीवसंसारचारः ।।१।। બ્લોકાર્થ : અને અહીં=પ્રસ્તુત પ્રસ્તાવમાં, પ્રથમ આ કહેવાયું છે=આ મનુષ્યનગરી ઉત્તમ જીવોની ઉત્પત્તિનું સ્થાન છે એમ કહેવાયું છે. ત્યારપછી તેના બોધન માટે=આ મનુષ્યનગરીમાં જન્મની પ્રાપ્તિની દુર્લભતાના બોધને માટે, અતુલ એવા આ સમસ્ત જીવસંસારચાર આ પ્રકારે કહેવા માટે પ્રારંભ કરાયો છે=અનુસુંદર ચક્રવતીના કથન દ્વારા પ્રારંભ કરાયો છે. IIII. શ્લોક : स च सदागमवाक्यमपेक्ष्य भो! जडजनाय च तेन निवेद्यते । बुधजनेन विचारपरायणस्तदनुभव्यजनः प्रतिबुध्यते ।।२।। શ્લોકાર્થ : અને તે સમસ્ત જીવના સંસારનો ચાર, સદાગમવાક્યની અપેક્ષા રાખીને, તે બુધજન વડે જડ જીવોને નિવેદિત કરાય છે. ત્યારપછી વિચારપરાયણ ભવ્ય જીવ પ્રતિબોધિત કરાય છે. liાા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોક : प्रस्तावेऽत्र निवेदितं तदतुलं संसारविस्फूर्जितं, धन्यानामिदमाकलय्य विरतिः संसारतो जायते । येषां त्वेष भवो विमूढमनसां भोः! सुन्दरो भासते, ते नूनं पशवो न सन्ति मनुजाः कार्येण मन्यामहे ।।३।। શ્લોકાર્થ : આ પ્રસ્તાવમાં અતુલ સંસારનું વિલસિત નિવેદન કરાયું અસાધારણ સંસારમાં બધાથી અનુભવાતું નિવેદન કરાયું. આને સાંભળીને=પ્રસ્તુત કથામાં બુધ એવા અનુસુંદર ચક્રવર્તી વડે જે સંસારનું વિક્રૂર્જિત નિવેદન કરાયું અને સાંભળીને, ધન્ય જીવોને સંસારથી વિરતિ થાય છે. વળી, વિમૂઢ મનવાળા એવા જીવોને આ ભવ સુંદર ભાસે છે. તે ખરેખર પશુઓ છે, કાર્યથી મનુષ્ય નથી, એમ અમે માનીએ છીએ. II3II ભાવાર્થ - અગૃહતસંકેતા પ્રજ્ઞાવિશાલાને પ્રશ્ન કરે છે કે કર્મપરિણામરાજા નિર્બીજ અને કાલપરિણતિ વંધ્યા છે છતાં હમણાં તેણે ભવ્યપુરુષને જન્મ આપ્યો છે તે પ્રકારનું કથન કોઈક મહાત્મા કરે છે તે કઈ રીતે સંગત છે ? તેની સ્પષ્ટતા અગૃહતસંકેતાને કર્યા પછી અગૃહીતસંકેતાએ પ્રશ્ન કરેલો કે આ સદાગમ કહે છે કે ભવ્ય પુરુષ આવા ગુણવાળો થશે તે ભાવિકાલનાં કથનો કઈ રીતે કહી શકે ? તેના સમાધાનરૂપે પ્રજ્ઞાવિશાલા સદાગમ કેવા ઉત્તમગુણવાળા છે, કઈ રીતે સંસારી જીવોને માટે એકાંતે કલ્યાણના કારણ છે ઇત્યાદિ સદાગમનું વિસ્તારથી સ્વરૂપ બતાવ્યું. જેનાથી ભગવાનના વચનરૂપ સદાગમ પ્રસ્તુત ભવ્ય જીવના ભાવિ કથનને કહે છે તે પણ સંગત છે, તેથી અગૃહતસંકેતાને સદાગમનો પરિચય કરવાની જિજ્ઞાસા થાય છે. અને અગૃહતસંકેતા શંકા થયેલ કે પ્રજ્ઞાવિશાલા સત્યભાષી છે તોપણ સદાગમમાં સર્વગુણો કહે છે તે અસંભાવી પ્રાયઃ છે. તે શંકા સદાગમને જોવા માત્રથી દૂર થાય છે. વળી, સદાગમ પાસે અગૃહીતસંકેતા, પ્રજ્ઞાવિશાલા અને ભવ્યપુરુષ બેઠેલાં છે. ત્યાં જ કંઈક કોલાહાલ સંભળાવાથી બધા જીવોનું ધ્યાન તે કોલાહલ તરફ જાય છે અને તે કોલાહલ અનુસુંદર ચક્રવર્તીના નરકગમનને અનુકૂલ વ્યાપારરૂપ છે તેવો નિર્ણય કરીને પ્રજ્ઞાવિશાલા સાધ્વી તેને બોધ કરાવા જાય છે. પ્રજ્ઞાવિશાલાથી બોધ પામેલ તે અનુસુંદર ચક્રવર્તી સદાગમ પાસે આવે છે અને અગૃહીતસંકેતાને ભ્રમ ન થાય માટે પોતે ચોરી કરેલી છે અને ફાંસીની સજા થયેલી છે તેના માટે લઈ જવાય છે એ પ્રકારના ગંભીર તાત્પર્યથી અને પ્રજ્ઞાવિશાલાએ પૂર્વમાં કહેલ તેનો વિરોધ ન થાય તે પ્રયોજનથી ચોરને જે રીતે ફાંસી માટે લઈ જવાય તેવું જ બાહ્ય સ્વરૂપ ધારણ કરીને તે ચક્રવર્તી સદાગમ પાસે આવે છે. અગૃહતસંકેતાને તેના પ્રત્યે કંઈક દયાની લાગણી થાય છે અને કંઈક કુતૂહલ થાય છે. તેથી તેણે શું અકાર્ય કર્યું છે જેથી તેને આ રીતે ફાંસીની સજા કરવામાં આવે છે, એ Page #144 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૨ ) દ્વિતીય પ્રસ્તાવ ૧૨૭ પ્રકારની જિજ્ઞાસા થવાથી સદાગમના વચનને સ્વીકારીને અનુસુંદર ચક્રવર્તી પોતાને સંસારી જીવરૂપે ગ્રહણ કરીને અનાદિ નિગોદમાંથી નીકળીને પોતે ક્રમસર કઈ રીતે પંચેન્દ્રિયને પામે છે તેનું વિસ્તારથી વર્ણન કર્યું, તે સર્વ સાંભળીને ભવ્ય જીવને તે કથનમાં કંઈ બોધ નહીં થવાથી તે સર્વ વચનો અસંબદ્ધ લાગે છે. તેથી પ્રજ્ઞાવિશાલાને તેના ચરિત્ર વિષયક અનેક પ્રશ્ન કરે છે. તે સર્વનું ગંભીર તાત્પર્ય સંક્ષેપથી પ્રજ્ઞાવિશાલા બતાવે છે અને વિશેષથી પ્રસ્તુત અનુસુંદર ચક્રવર્તીનું ચરિત્ર પૂર્ણ થશે પછી તેની સ્પષ્ટતા કરશે તેમ કહીને પ્રજ્ઞાવિશાલા વિરામ પામે છે. અને આ સર્વકથન કંઈક યોજન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – આ સંસારનગરની અંદર શ્રેષ્ઠ મનુષ્યભૂમિ છે. તેમાં ભવ્યપુરુષો થાય છે અને તે ભવ્યપુરુષો પણ કાળના પરિપાકથી અને કર્મના પ્રભાવથી થાય છે. તેથી જે જીવોને સિદ્ધિગમનનો કાળ પરિપાક થયો છે અને યોગમાર્ગને સેવીને ઉત્તમ પુણ્ય પ્રાપ્ત કર્યું છે તેઓ આ ઉત્તમનગરીમાં ઉત્પન્ન થાય છે તે બતાવવા માટે પ્રસ્તુત પ્રસ્તાવમાં પ્રથમ મનુષ્યનગરીનું વર્ણન કર્યું. તે નગરીમાં સદાગમને જાણનારા ઉત્તમપુરુષો થાય છે. અને તેમના વચનથી સન્માર્ગનો બોધ થાય છે. વળી, વિચારપરાયણ એવા ભવ્ય જીવો પણ તે સદાગમથી બોધ પામે છે. તે સર્વ બતાવીને અંતે સંસારી જીવ અવ્યવહારરાશિમાંથી નીકળીને તિર્યંચગતિમાં કઈ રીતે પરિભ્રમણ કરે છે તેનું વિસ્તારથી વર્ણન કર્યું, જે ચરિત્ર માત્ર અનુસુંદરચક્રવર્તીનું જ નથી પરંતુ સામાન્ય રીતે બધા જીવો તે પ્રકારે જ અનંતકાળથી પરિભ્રમણ કરતાં કરતાં તિર્યંચોમાં અનંતકાળ પસાર કરે છે. તેથી જેઓને આ સર્વ કથન યથાર્થ પ્રતિભાસ થાય છે, માટે સંસારના ઉચ્છેદના અત્યંત અર્થે થયા છે, તેથી પાપની વિરતિનો પરિણામ થયો છે તેવા મહાત્માઓ સંસારનું વાસ્તવિક સ્વરૂપ પુનઃ પુનઃ ભાવન કરીને તેના ઉચ્છેદના ઉપાયમાં દઢ ઉદ્યમ કરનારા થાય છે. વળી, જે મૂઢ ચિત્તવાળા છે તેઓને આ પ્રકારે વિસ્તારથી વર્ણન કરાયેલ સંસારના પરિભ્રમણનું સ્વરૂપ સાંભળીને પણ સંસારથી વિરક્તભાવ થતો નથી, પણ ભોગવિલાસમય સંસાર સુંદર લાગે છે. તેઓ ખરેખર શરીરથી મનુષ્ય હોવા છતાં કાર્યથી પશુ છે, મનુષ્ય નથી. इत्युपमितिभवप्रपञ्चायां कथायां संसारिजीवचरिते तिर्यग्गतिवक्तव्यतावर्णनो नाम દ્વિતીયઃ પ્રસ્તાવઃ સમાતઃ મારા આ પ્રકારે પ્રસ્તુત પ્રસ્તાવનું નિગમન કરીને ગ્રંથકારશ્રી કહે છે ઉપમિતિભવપ્રપંચ નામની કથામાં સંસારી જીવન ચરિત્રમાં અનેક ગતિઓના વર્ણનના પ્રસ્તાવમાંથી તિર્યંચગતિના વક્તવ્યતાના વર્ણનરૂપ બીજો પ્રસ્તાવ અહીં પૂરો થાય છે. અનુસંધાન : ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ (તૃતીય પ્રસ્તાવ) Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ વિશેષ નોંધ Page #146 -------------------------------------------------------------------------- ________________ य एव भाविकल्याणाः, पुण्यभाजो नरोत्तमाः / ते सदागमनिर्देशं, कुर्वन्ति महदादरात् / / જેઓ જ ભાવિકલ્યાણવાળા, પુણ્યશાળી નરોત્તમ છે, તેઓ મહાન આદરથી સદાગમના નિર્દેશને કરે છે=જે પ્રમાણે સદાગમે પોતાની શક્તિ અનુસાર જે અનુષ્ઠાન કરવાનું કહ્યું છે તે પ્રમાણે તેઓ કરે છે. HTTTTTTTTTTTTTTTTTTTTTTT : પ્રકાશક : આતાથ ... “મૃતદેવતા ભવન', 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્રેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : 32457410 E-mail : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online : gitarthganga.wordpress.com