________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
શ્લોક :
विनीताः शुचयो दक्षा, यस्यां धन्यतमा नराः ।
न धर्ममपहायान्यन्नूनं चेतसि कुर्वते ।।५।। શ્લોકાર્ધ :
વિનીત–ઉત્તમપુરુષો પ્રત્યે વિનયવાળા, શુચિ=સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરનારા હોવાથી પવિત્ર, દક્ષ મનુષ્યભવને પામીને કઈ રીતે હિત સાધવું જોઈએ તેમાં નિપુણબુદ્ધિવાળા, ધન્યતમ મનુષ્યો જે નગરીમાં ધર્મને છોડીને ખરેખર અન્યને ચિત્તમાં કરતા નથી=સતત ધર્મને સેવીને સંસારનો ઉચ્છેદ કરવો તેવા જ ભાવોને ચિત્તમાં કરે છે. પાં શ્લોક :
यस्यां नार्यः सदाऽनार्यकार्यवर्जनतत्पराः ।
पुण्यभाजः सदा धर्म, जैनेन्द्रं पर्युपासते ।।६।। શ્લોકાર્થ :
જે નગરીમાં સદા અનાર્યકાર્યના વર્જનમાં તત્પર પુણ્યશાળી સ્ત્રીઓ સદા જૈનેન્દ્ર ધર્મની પર્યાપાસના કરે છે. llll શ્લોક :
किञ्चात्र बहुनोक्तेन? वस्तु नास्ति जगत्त्रये ।
तस्यां निवसतां सम्यक्, पुंसां यनोपपद्यते ।।७।। શ્લોકાર્ચ -
વળી, અહીં=નગરીના ગુણોમાં, વધારે કહેવાથી શું? જગત્રયમાં વસ્તુ નથી કે તેમાં વસતા પુરુષને જે સમ્યક પ્રાપ્ત ન થાય આ મનુષ્યનગરીને પામીને જેઓની વિવેકદૃષ્ટિ પ્રાપ્ત થયેલી છે તેઓ દેવેન્દ્રપણું, ચક્રવર્તીપણું કે તીર્થંકરપણું જેવી અત્યંત દુર્લભવસ્તુઓ છે તે પણ આ નગરીમાં વસતા સુખપૂર્વક પ્રાપ્ત કરી શકે છે. ll૭ી. બ્લોક :
सा हि रत्नाकरैः पूर्णा, सा विद्याभूमिरुत्तमा ।
सा मनोनयनानन्दा, सा दुःखौघविनाशिका ।।८।। શ્લોકાર્થ :તે નગરી રત્નાકરોથી પૂર્ણ છે. તે નગરી ઉત્તમ વિધાભૂમિ છે તે નગરીમાં ઘણા તીર્થકરો,