________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
કોઈ સમર્થ નથી. તો મારા જેવો કઈ રીતે વર્ણન કરી શકે ? અર્થાત્ તે નગરીના ગુણોનું વર્ણન શબ્દથી અશક્ય છે. આવા બ્લોક :
यस्यां तीर्थकृतोऽनन्ताश्चक्रिकेशवशीरिणः ।
संजाताः संजनिष्यन्ते, जायन्तेऽद्यापि केचन ।।२।। શ્લોકાર્ચ -
જેમાં જે નગરીમાં, અનંતા તીર્થકરો, ચક્રવર્તીઓ, વાસુદેવો થયા, થશે અને હમણાં પણ કેટલાક થાય છે. ચા. શ્લોક :
या चेह सर्वशास्त्रेषु, लोके लोकोत्तरेऽपि च ।
अनन्तगुणसंपूर्णा, दुर्लभत्वेन गीयते ।।३।। શ્લોકાર્થ :
અને અહીં સર્વશાસ્ત્રોમાં, લોકમાં અને લોકોતરમાં પણ અનંત ગુણ સંપૂર્ણ જે નગરી દુર્લભપણા વડે ગવાય છે. Il3II શ્લોક :
उच्चावचेषु स्थानेषु, हिण्डित्वा श्रान्तजन्तवः ।
प्राप्ताः खेदविनोदेन, लभन्ते यत्र निर्वृतिम् ।।४।। શ્લોકાર્ચ -
ઊંચાં, નીચાં સ્થાનોમાં ભટકીને થાકી ગયેલા મનુષ્યગતિને પામેલા જીવો ખેદ-વિનોદ વડે જેમાં જે મનુષ્યગતિમાં, મોક્ષને મેળવે છે=જે મનુષ્યનગરીમાં ઘણા જીવો નરકાદિ હલકાં સ્થાનોમાં અને ઊંચાં એવાં દેવાદિ સ્થાનોમાં ભટકીને, સંસારના પરિભ્રમણથી થાકેલા અને મનુષ્યનગરીને પામેલા છે તેઓને ખેદ થાય છે=આવી ઉત્તમ નગરી વિધમાન છે અને પૂર્વમાં અનંતી વખત તેને પામવા છતાં આપણે સંસારનો અંત કરી શક્યા નહીં તેથી પોતાની મૂર્ખતાનો ખેદ થાય છે અને હવે આ નગરીનું માહાભ્ય પોતે જાણે છે. તેથી હવે આ નગરીમાં જન્મીને અવશ્ય પોતે સંસારનો અંત કરશે તેવો નિર્ણય થવાથી આનંદને પામે છે અને સમ્યમ્ રીતે પુરુષાર્થને સેવીને મોક્ષને પ્રાપ્ત કરે છે. III