________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
क्वचिदापद्गतानेकसत्त्वसंघातदारुणम् ।
क्वचित्संपत्समुद्भूतमहानन्दमनोहरम् ।।२०।। બ્લોકાર્ય :
અને તેથી કર્મપરિણામરાજા પોતાની ઈચ્છા અનુસાર કરે છે તેથી, ક્યારેક ઈષ્ટના વિયોગથી આર્ત, ક્યારેક સંગમથી સુંદર ઈષ્ટ જીવોના સંગમથી સુંદર, ક્યારેક રોગના અતિશયથી આક્રાંત, ક્યારેક દરિદ્રતાથી દૂષિત, ક્યારેક આપત્તિને પામેલા અનેક જીવોના સમૂહથી દારુણ, ક્યારેક સંપત્તિઓથી ઉત્પન્ન થયેલા મહાઆનંદથી મનોહર એવું સંસારરૂપી નાટક કરાવે છે. એમ “શ્લોક ૨૪ સાથે સંબંધ છે. II૧૯-૨૦II
શ્લોક :
विलय कुलमर्यादां, प्रधानकुलपुत्रकैः ।
अनार्यकार्यकारित्वात्, क्वचिद्दर्शितविस्मयम् ।।२१।। શ્લોકાર્ય :
શ્રેષ્ઠકુલના પુત્ર વડે, કુલમર્યાદાનું ઉલ્લંઘન કરીને અનાર્યકાર્યના કારિપણાથી ક્યારેક બતાવાયેલા વિસ્મયવાળું સંસારનાટક કરાવે છે એમ અન્વય છે. III શ્લોક :
क्वचिदनुरक्तभर्तारं, मुञ्चद्भिः कुलटागणैः ।
नीचगामिभिराश्चर्यं, दधानं सुकुलोद्गतैः ।।२२।। શ્લોકાર્થ :
ક્યારેક અનુરક્ત એવા પતિને મૂક્તી, નીચગામી, સારાં કુલોમાં ઉત્પન્ન થયેલી એવી કુલટાગણો વડે આશ્ચર્યને બતાવનાર સંસારનાટક કરાવે છે એમ અન્વય છે. llરચા. શ્લોક :
क्वचित् कृतचमत्कारं, नृत्यद्भिर्हास्यहेतुभिः ।
स्वागमोत्तीर्णकर्त्तव्यासक्तपाखण्डमण्डलैः ।।२३।। શ્લોકાર્ચ -
ક્યારેક હાસ્યના હેતુ એવા નૃત્ય કરનારા પોતાના આગમથી ઉત્તીર્ણ કર્તવ્યતામાં આસક્ત એવા પાખંડ મંડલો વડે ક્યારેક કૃતચમત્કારવા સંસારનાટક કરાવે છે એમ અન્વય છે સાધુવેશ ગ્રહણ કરેલ હોય, પોતાના આગમની મર્યાદાથી રહિત એવાં જે કર્તવ્યો તેમાં આસક્ત થયેલા