________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોક -
दृष्टं द्रष्टव्यमप्यत्र, लोके यन्नाथ! सुन्दरम् ।
किन्तु पुत्रमुखं देव! मया नाद्यापि वीक्षिताम् ।।४।। શ્લોકાર્ચ -
અહીં લોકમાં જોવા યોગ્ય જે સુંદર છે હે નાથ ! તે જોવાયું. પરંતુ હે દેવ ! મારા વડે હજી પણ પુત્રનું મુખ જોવાયું નથી. II૪ll શ્લોક :
यदि तद्देवपादानां, प्रसादादेव जायते ।
ततो मे जीवितं श्लाघ्यमन्यथा जीवितं वृथा ।।५।। શ્લોકાર્ચ -
જે દેવના પ્રસાદથી જ તે થાય=પુત્ર થાય, તો મારું જીવિત શ્લાઘા છે. અન્યથા=જો પુત્ર ન થાય તો મારું જીવિત વૃથા છે. Ifપા શ્લોક :
नरपतिरुवाचसाधु साधूदितं देवि ! रोचते मह्यमप्यदः ।
समदुःखसुखो देव्या, वर्तेऽहं सर्वकर्मसु ।।६।। શ્લોકાર્ચ -
નરપતિ કહે છે. હે દેવી સુંદર સુંદર કહેવાયું, મને પણ આ રુચે છે. દેવીની સાથે સમદુઃખસુખવાળો હું સર્વ કૃત્યોમાં વર્તુ છું.
કર્મપરિણામરાજા અને કાલપરિણતિદેવી બંને અત્યંત પરસ્પર પ્રીતિવાળાં હોવાથી બંને સમાન ચિત્તવાળાં થઈને સર્વકાર્ય કરે છે. તેથી જ જે પ્રકારે જે જીવોની કાલની પરિણતિ હોય અને જે પ્રકારે તે જીવનાં કર્મ હોય તે પ્રકારે જ તે જીવમાં તે તે પ્રકારનાં કાર્યો થાય છે. Iકા શ્લોક :
किञ्चन विषादोऽत्र कर्त्तव्यो, देव्या यस्मात्प्रयोजने । आवयोरेकचित्तत्वं, यत्र तज्जायते ध्रुवम् ।।७।।