________________
૩૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ કુમાર, તરુણ, મધ્યમ, જરાજીર્ણ, મૃત્યુ, ગર્ભમાં પ્રવિષ્ટ અને ગર્ભથી વિક્રાંત આદિરૂપ અનંતવાર કરાવે છે.
ર્મ-જાતપરિાતી- तत्त्वतः सर्वेषां पितरौ
अगृहीतसङ्केताऽऽह - प्रियसखि ! श्रुतमेतन्मया, किन्तु यदि नाम कर्म्मपरिणामस्य राज्ञः समस्तपात्रपरावर्तने सामर्थ्यं कालपरिणतेर्वा महादेव्यास्तेषामेवापरापरावस्थाकरणशक्तिः तत्किमेतावतैवानयोर्जननीजनकत्वं संभवति ? प्रज्ञाविशालाऽऽह - अयि प्रियवयस्ये! अत्यन्तमुग्धाऽसि, यतो गौरपीहार्द्धकथितमवबुध्यते, त्वं पुनः परिस्फुटमपि कथ्यमानं न जानीषे, यतः संसार एवात्र परमार्थतो नाटकं, तस्य च यौ जनकावेतौ परमार्थतः सर्वस्य जननीजनकाविति । अगृहीतसङ्केताऽऽह - प्रियसखि ! यदि समस्तजगज्जननीजनकयोरपि देवीनृपयोर्देव्या वन्ध्यात्वं नृपस्य निर्बीजत्वं दुर्जनचक्षुर्दोषभयादविवेकादिभिमन्त्रिभिः प्रख्यापितं लोके तत्किमित्यधुनाऽयं भव्यपुरुषोऽनयोः पुत्रतया महोत्सवकलकलेन प्रकाशित इति । प्रज्ञाविशालाऽऽह - समाकर्णय, अस्य प्रकाशने यत्कारणम् 'अस्त्यस्यामेव नगर्यां शुद्धसत्यवादी समस्तसत्त्वसङ्घातहितकारी सर्वभावस्वभाववेदी अनयोश्च कालपरिणतिकर्म्मपरिणामयोर्देवीनृपयोः समस्तरहस्यस्थानेष्वत्यन्तभेदज्ञः सदागमो नाम परमपुरुषः, अस्ति च तेन सार्द्धं मम घटना, स चान्यदा दृष्टो मया सहर्षः, पृष्टो निर्बन्धेन हर्षकारणम् ।
કર્મપરિણામરાજા અને કાલપરિણતિ રાણી સર્વ જીવોનાં પારમાર્થિક માતા-પિતા
=
અગૃહીતસંકેતા કહે છે – હે પ્રિય સખી ! આ મારા વડે સંભળાયું છે પરંતુ જો કર્મપરિણામરાજાનું સમસ્તપાત્રનું પરાવર્તનમાં સામર્થ્ય છે અથવા કાલપરિણતિ મહાદેવીનું તેઓની જ=બધાં પાત્રોની જ, અપર-અપર અવસ્થા કરણ શક્તિ છે તો આટલાથી જ આ બેનું જનની-જનકપણું શું સંભવે છે ?
બધાં પાત્રોનાં આ માતા-પિતા છે તે સંભવે છે. પ્રજ્ઞાવિશાલા કહે છે અરે પ્રિય સખી ! અત્યંત મુગ્ધ છે. જે કારણથી ગાય પણ અહીં=સંસારમાં, અકથિતને જાણે છે. તું વળી સ્પષ્ટ કહેવાયેલું પણ જાણતી નથી. જે કારણથી સંસાર જ અહીં પરમાર્થથી નાટક છે અને તેના જે જનક છે તે જ પરમાર્થથી સર્વનાં જનની-જનક છે.
સંસારનાટકમાં જે નવાં નવાં પાત્રો થાય છે, તેમાં જે જે જીવો થાય છે તે સંસારી માતા-પિતા વ્યવહારથી તે જીવોનાં માતા-પિતા છે. પરમાર્થથી તો કર્મપરિણામ અને કાલની પરિણતિ જ તે જીવોનાં માતા-પિતા છે; કેમ કે યોનિસ્થાનમાં જીવોનું આગમન કર્મના ઉદયથી જ થાય છે અને કર્મના ઉદયથી જ તે જીવો તે પુદ્ગલો દ્વારા પોતાનું શરીર બનાવે છે. અને તે જીવની તે પ્રકારની કાલપરિણતિ હોય અર્થાત્ તે જન્મ ઉત્પન્ન કરે તેવી કાલપરિણતિ હોય ત્યારે કર્મના પરિણામથી અને કાલની પરિણતિથી તે જીવ