________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ
કઈ રીતે અસંવ્યવહાર નગરની સાથે આ પાડો બહુતર તુલ્ય છે ? તે ‘તથાન્નિ’થી બતાવે છે પ્રમાણે તે અસંવ્યવહાર નગરમાં ગોલક નામના પ્રાસાદોના મધ્યવર્તી જે નિગોદ નામના ઓરડાઓ હતા તેઓમાં પ્રત્યેકને આશ્રયીને=દરેક ઓરડાઓને આશ્રયીને, અનંતા લોકો સ્નેહના અનુબંધથી સંપિંડિત વસે છે. આ પણ પાટકમાં બહુતમ લોકો=વધારે લોકો, તે પ્રમાણે જ વસે છે. કેવલ અસંવ્યવહારનગર સંબંધી લોકો ક્યારેય લોકવ્યવહારમાં અવતાર પામતા નથી એથી અસંવ્યવહારિક લોકો કહેવાય છે, તે જીવો જો વળી તારી જેમ ભગવતી લોકસ્થિતિના આદેશથી સકૃત જ અન્ય સ્થાનોમાં જાય છે=એક વખત અન્ય સ્થાનોમાં જાય છે, અન્યથા જતા નથી=લોકસ્થિતિના આદેશ વગર એક વખત પણ અન્ય સ્થાનોમાં જતા નથી, વળી આ પાટક સંબંધી આ લોકો લોકવ્યવહારને કરે છે. શેષ સ્થાનોમાં ગમનાગમન કરે છે તેથી સંવ્યવહારિક એ પ્રમાણે કહેવાય છે અને અસંવ્યવહાર નગર સંબંધી એવા તેઓનું=જેઓ અનાદિ નિગોદમાંથી નીકળ્યા નથી તેવા અસંવ્યવહાર નગર સંબંધવાળા જીવોનું, અનાદિ વનસ્પતિ એ પ્રમાણે સર્વનું પણ સામાન્ય અભિધાન છે. વળી, આ પાટકસંબંધી જીવોનું વનસ્પતિ અભિધાન છે એટલો વિશેષ છે. તથા પ્રત્યેકચારી વનસ્પતિ લોકો પણ પ્રાસાદ અપવરકન્યાયથી રહિત=નિગોદના ગોળા રૂપ પ્રાસાદ અને તે તે શરીર રૂપ ઓરડાના ન્યાયથી રહિત, મુત્કલચારથી=પ્રત્યેક શરીરપણાથી અહીં=પ્રસ્તુત પાડામાં=તે વનસ્પતિ નામના પાડામાં, તે અસંખ્ય લોકો વિદ્યમાન છે. તેથી તું=અનુસુંદર ચક્રવર્તીનો જીવ આ પાડામાં રહે. તારા પૂર્વપરિચિત નગર સમાન જ આ પાટક છે=વનસ્પતિ નામનો આ પાટક છે. તેથી=તીવ્ર મોહોદયે મને તે પાટકમાં રહેવાનું કહ્યું તેથી, મારા વડે કહેવાયું=અનુસુંદર ચક્રવર્તીનો જીવ અગૃહીતસંકેતાને કહે છે કે મારા વડે તીવ્ર મોહોદયને કહેવાયું, દેવ જે આજ્ઞા કરે છે, તેથી હું એક અપવરકમાં સ્થાપન કરાયો=બાદર નિગોદના અનંતા પ્રાસાદોમાંથી કોઈ એક પ્રાસાદના કોઈ એક ઓરડામાં=એક શરીર રૂપ ઓરડામાં અનંત જીવોથી સંપિંડિત સ્થાપન કરાયો, વળી, શેષ લોકોમારી સાથે અસંવ્યવહાર નગરથી નીકળીને આવેલા શેષ લોકો, મારા વિધાનથી તે જ પાટકમાં સ્થાપન કરાયા=જે રીતે હું કોઈક એક ઓરડામાં સ્થાપન કરાયો તે રીતે જ તેઓ પણ કોઈક બાદર નિગોદના કોઈ એક ઓરડામાં વનસ્પતિરૂપે તે જ પાડામાં સ્થાપન કરાયા. કેટલાક=મારી સાથે અસંવ્યવહારમાંથી નીકળેલા કેટલાક મુત્કલચારથી=પ્રત્યેક વનસ્પતિપણાથી, સ્થાપત કરાયા. વળી, કેટલાક બીજા પાડાઓમાં લઈ જવાયા=વનસ્પતિને છોડીને પૃથ્વીકાયાદિ અન્ય પાડાઓમાં લઈ જવાયા, તેથી હું ત્યાં હે ભદ્ર ! સાધારણ શરીર નામના અપવરકમાં પૂર્વોક્ત સ્થિતિથી જ સૂતેલાની જેમ, મત્તની જેમ, મૂચ્છિતની જેમ મરેલાની જેમ સંપિંડિત એવા તે અનંત લોકોની સાથે ઉચ્છ્વાસ લેતો, સાથે નિઃશ્વાસ લેતો, સાથે આહાર કરતો, સાથે વિહાર કરતો, અનંતકાળ રહ્યો. આ પ્રકારે સંસારી જીવ અગૃહીતસંકેતાને
કહે છે.
૧૦૧
જે
-
નિગોદમાં એક શરીરમાં રહેલા બધા જીવો ઉચ્છવાસ, નિઃશ્વાસ, આહાર વગેરે સાથે જ કરે છે સાથે જ જન્મે છે, અને સાથે જ મરે છે.