________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
કાલપરિણતિ રાણીની પ્રભુતાનું આધિક્ય વળી, કર્મપરિણામરાજાથી પણ તે કાલપરિણતિ પોતાનામાં અધિકતર પ્રભુત્વને સ્વચરિતથી આવેદન કરે જ છે. તે આ પ્રમાણે સંસારનાટક અંતર્ભત જીવોના સમૂહને અપર-અપર રૂપ કરણ રૂપ ગોચરમાં જ કર્મપરિણામરાજાનો પ્રભાવ છે. વળી, તે કાલપરિણતિનો સંસારનાટકના વ્યતિકરથી અતીતરૂપવાળા પણ નિવૃતિ નગરમાં નિવાસી લોકોમાં=સિદ્ધના જીવોમાં, ક્ષણે ક્ષણે અપર-અપર અવસ્થાકરણનું ચાતુર્ય છે. તેથી તે ઉત્પન્ન થયેલા ઉત્સુકતા અતિરેકવાળી–ઉત્પન્ન થયેલા ગર્વના અતિરેકવાળી, શું ન કરે? કાલપરિણતિ અને કર્મપરિણામરાજાના કથનનું નિર્ગમન કરતાં “તવમાંથી કહે છે.
આ રીતે વિલોકન કરાયેલા એવા–દેવી અને રાજા દ્વારા વિલોકન કરાયેલા, સતત પ્રવૃત્ત પરમઅભુત તે નાટક વડે તે દેવી અને રાજાને મનનો પ્રસાદ થાય છે. તેના દર્શનને જ=સંસારરૂપી નાટકના દર્શનને જ, તે બંને સ્વરાજ્યનું ફળ જાણે છે. ભાવાર્થ :
પૂર્વમાં મનુષ્યનગરી બતાવી અને તે નગરીના કર્મપરિણામરાજા છે તેમ બતાવ્યું. તે કર્મપરિણામરાજા કયા પ્રકારના અંતરંગભાવોના બળથી સંસારરૂપી નાટકને સમૃદ્ધ કરે છે તે બતાવ્યું. તે કર્મપરિણામરાજાને કાલપરિણતિ નામની મહાદેવી છે. અને કર્મપરિણામરાજા અને કાલપરિણતિ નામની મહાદેવી સંસારરૂપી નાટકમાં કઈ રીતે જીવોને પ્રર્વતાવે છે તેનું વર્ણન કર્યું. તેનાથી એ પ્રાપ્ત થાય કે સંસારવર્તી સર્વજીવોમાં જે કર્મોનો પરિણામ છે. તે કાલપરિણતિને આધીન સર્વકાર્ય કરે છે. તેથી જે જીવોની જે જે પ્રકારની કાલની પરિણતિ વર્તે છે, તે પ્રકારે તે તે જીવો તે તે ભવોની પ્રાપ્તિ કરીને તે તે ક્રિયાઓ કરે છે. અને જે જીવોની મોક્ષને અનુકૂળ બીજના આધાનનું કારણ બને તેવી કાલપરિણતિ પ્રાપ્ત થાય છે ત્યારે તે જીવો તે કર્મપરિણામ અને તે કાલપરિણતિના આદેશથી તે તે પ્રકારના ભાવોને કરીને યોગના બીજનું આધાન કરે છે અને જે જીવોને મોક્ષને અનુકૂળ યોગમાર્ગને સાધવાનું કારણ બને અને મોક્ષને અનુકૂળ યોગમાર્ગને સાથે તેવા ક્ષયોપશમભાવવાળાં કર્મો તે જીવોમાં વર્તે છે, ત્યારે તે જીવો ક્ષયોપશમભાવવાળાં કર્મો અને કાલપરિણતિના પ્રેરણાથી તે તે પ્રકારના યોગમાર્ગને સેવવાને અનુકૂળ પ્રયત્ન કરીને ચરમભવને પણ પામે છે અને પોતાના ક્ષયોપશમ ભાવનાં કર્મો અને કાલપરિણતિના બળથી જ પ્રેરાઈને તે જીવો ક્ષપકશેણીને પણ પ્રાપ્ત કરે છે. યાવતું યોગનિરોધને પ્રાપ્ત કરે છે અને જ્યારે કર્મથી મુક્ત થાય છે ત્યારે તે જીવો પોતાના મૂળસ્વભાવને પ્રાપ્ત કરે છે. સંસારની અવસ્થામાં તેઓનો જે કોઈ સુંદર કે અસુંદર સ્વભાવ હતો તે કર્મપરિણામ અને કાલપરિણતિના પ્રભાવે હતો. કર્મપરિણામ અને કાલપરિણતિની વિચારણા જ્યારે ચાલતી હોય ત્યારે પુરુષકાર, જીવનો સ્વભાવ, નિયતિ આદિ અન્ય કારણો ગૌણ બને છે. મુખ્ય રૂપે કર્મ-પરિણામરાજા અને કાલપરિણતિ કઈ રીતે સંસારમાં નાટક કરાવે છે, તેનું સ્વરૂપ વિચારાય છે. વળી, કર્મપરિણામરાજાનો પ્રભાવ સંસારવર્તી જીવો માત્ર ઉપર છે પરંતુ પગલો કે સિદ્ધના જીવો ઉપર તેમનો પ્રભાવ નથી. જ્યારે