________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ :
આ રીતે=પ્રજ્ઞાવિશાલા સાથે અગૃહીતસંકેતા સદાગમ પાસે આવી એ રીતે, દિવસે દિવસે સદાગમની સેવના કરતી તે બે સખીઓના દિવસો લીલાપૂર્વક પસાર થાય છે. II૧૭II धात्रीभूतप्रज्ञाविशालाप्रयत्नेन भव्यपुरुषस्य सदागमशिष्यीभावस्वीकरणम्
શ્લોક ઃ
अथान्यदा विशालाक्षी, प्रोक्ता सा तेन धीमता । प्रज्ञाविशाला सानन्दं, पुरुषेण महात्मना ।। १८ ।।
ધાત્રીરૂપ પ્રજ્ઞાવિશાલાના પ્રયત્નથી ભવ્યપુરુષ દ્વારા સદાગમના શિષ્યભાવનો સ્વીકાર
શ્લોકાર્થ :
હવે, અન્યદા વિશાલાક્ષી એવી તે પ્રજ્ઞાવિશાલા તે બુદ્ધિમાન મહાત્માપુરુષ વડે=સદાગમ વડે, સાનંદ કહેવાઈ=સહર્ષ કહેવાઈ. II૧૮૫
શ્લોક ઃ
एष सर्वगुणाधारो, भवत्या स्नेहनिर्भरः ।
बालकालात्समारभ्य, कर्त्तव्यो राजदारकः ।।१९।।
૭૩
શ્લોકાર્થ :
સર્વગુણનો આધાર એવો આ રાજપુત્ર તારા વડે=પ્રજ્ઞાવિશાલા વડે, બાલકાળથી માંડીને સ્નેહનિર્ભર કરવો જોઈએ. એ પ્રમાણે સદાગમે પ્રજ્ઞાવિશાલાને કહ્યું, II૧૯।।
શ્લોક ઃ
गत्वा राजकुलं भद्रे ! विधाय दृढसङ्गतम् ।
आवर्ज्य जननीचित्तं, धात्री भव कथञ्चन ।। २० ।।
શ્લોકાર્થ ઃ
હે ભદ્ર ! રાજકુળમાં જઈને દૃઢ સંગતને કરીને=દૃઢ સંબંધને કરીને, માતાના ચિત્તનું આવર્જન કરીને=તે રાજપુત્રની માતાના ચિત્તનું આવર્જન કરીને, કોઈ રીતે તું ધાત્રી થા. II૨૦ના