________________
૬૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ भिविराजितस्यानेकमहापुरुषाकीर्णस्य महाविदेहरूपस्य विपणिमार्गस्य मध्ये वर्तमानः प्रधानजनपरिकरितो भूतभवद्भविष्यद्भावस्वभावाविर्भावनं कुर्वाणो भगवान् सदागमः। ततः प्रत्यासन्नीभूय प्रणम्य तच्चरणयुगलमुपविष्टे ते तन्निकटे। तदाकृतिदर्शनादेव सबहुमानं मुहुर्मुहुर्विलोकनादगृहीतसङ्केतायाः प्रनष्ट इव सन्देहो, वर्द्धितश्चित्तानन्दः, समुत्पन्नो विश्रम्भो, मताऽऽत्मनः कृतार्थता तद्दर्शनेनेति। ततः प्रज्ञाविशाला प्रत्यभिहितमनया।
સદાગમના દર્શનથી અગૃહીતસંકેતાના વિકલ્પોનો નાશ તેથી અગૃહીતસંકેતાને આ પ્રકારે વિચાર આવ્યો તેથી, આ પ્રમાણે વિચારીને પોતે સદાગમને જોવા ઇચ્છે એ પ્રમાણે વિચારીને, તે અગૃહતસંકેતા વડે પ્રજ્ઞાવિશાલા કહેવાઈ – હે પ્રિયસખી ! સદાગમના આ અસંભાવતીય એવા ગુણ વર્ણનથી–પ્રિયસખીએ સદાગમના ગુણોને વર્ણન કર્યા એવા ગુણો અસંભાવનીય મને ભાસે છે તેવા ગુણવર્ણનથી, સુનિશ્ચિત, સત્યવાદી પણ તને તું સત્યવાદી છે એ પ્રમાણે નિર્ણય કરાયેલી પણ પ્રજ્ઞાવિશાલાને, હમણાં અતર્ગલભાષિણીની જેમ= અતિશયોક્તિ કરનારી વ્યક્તિની જેમ, હું કલ્પના કરું છું=અગૃહીતસંકેતાને પ્રજ્ઞાવિશાલા સાધ્વી પ્રત્યે અતિપરિચયના કારણે આ સાધ્વી અત્યંત સત્યવાદી છે તેવો નિર્ણય છે. તોપણ જ્યારે તે સાધ્વી સદાગમના પૂર્વમાં વર્ણન કર્યું તે પ્રમાણે ગુણોનું વર્ણન કરે છે અને કહે છે કે સદાગમ પ્રત્યે ભક્તિવાળા જીવોને જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જે સુંદર ન થાય, માટે જીવનું એકાંત હિતકારી સદાગમ જ છે, અન્ય કોઈ નથી. તે વચન મંદપ્રજ્ઞાને કારણે અગૃહીતસંકેતા નામની રાજકન્યાને અતિશયોક્તિ જેવું લાગે છે. તેથી અગૃહીતસંકેતાને જે પ્રકારે પોતાને સંશય થાય છે તે પ્રકારે જ સરલભાવથી વ્યક્ત કરે છે અને કહે છે કે મારા મનમાં વિકલ્પ થાય છે કે ખરેખર પરિચિત છેઃ સદાગમ પરિચિત છે, જેથી કરીને આ પ્રજ્ઞાવિશાલા, તેનું વર્ણન કરે છે=સદાગમનું આ પ્રમાણે વર્ણન કરે છે.
અતિશય પરિચયને કારણે સદાગમ પ્રત્યે રાગ થયેલો છે એથી કરીને તેને આ રીતે વાસ્તવિકતાથી અધિક ગુણોથી વર્ણન કરે છે. અન્યથા=અતિશયોક્તિભર્યું સદાગમ વિષયક સખીનું કથન ન હોય તો, કર્મપરિણામ મહારાજા કોઈનાથી કેવી રીતે ભય પામે. અર્થાત્ અતુલ સામર્થ્યવાળો કર્મપરિણામરાજા ક્યારે પણ સદાગમથી ડરે નહીં, છતાં સખીનું કથન સર્વ અતિશયોક્તિભર્યું લાગે છે તેથી જ કહે છે કે સદાગમથી જ કર્મપરિણામરાજા ડરે છે.
અથવા એક પુરુષમાં આટલા ગુણોનો સમૂહ કેવી રીતે સંભવે ?=પ્રજ્ઞાવિશાલા સદાગમના જે ગુણો કહે છે એટલા ગુણોનો સમૂહ એક પુરુષમાં કેવી રીતે સંભવે ? અર્થાત્ સંભવે નહીં અને પ્રિય સખી ક્યારે મને ઠગતી નથી=પ્રજ્ઞાવિશાલા ક્યારે અસંબદ્ધ વચન કહેતી નથી, તેથી સંદેહને પામેલું મારું મન ડોલાયમાન થાય છે એ પ્રમાણે અગૃહીતસંકેતા પ્રજ્ઞાવિશાલાને કહે છે. આથી=મારું મન