________________
૨૦
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ મહાસાધક એવા તીર્થકરોના જીવો પણ ઉલ્લંઘન કરી શકતા નથી. આથી જ તીર્થંકર રૂપે ચરમભવમાં જન્મ લે છે. તે તે પ્રકારના ઔદાયિકભાવો, ક્ષયોપશમભાવો, આદિને અનુરૂપ સંસારની સર્વ પ્રવૃત્તિઓ કરે છે. અને કેવલજ્ઞાન પામ્યા પછી પણ તેમનાં અઘાતિકર્મો અનુસાર સર્વ પ્રવૃત્તિઓ કરે છે. તેથી જ્યાં સુધી સર્વકર્મોથી મુક્ત થતા નથી ત્યાં સુધી તેઓનું કર્મ પણ તે તે પ્રકારની પ્રવૃત્તિ તે મહાત્માઓ પાસેથી પણ કરાવે છે. II3રા
कालपरिणतिर्महादेवी तस्य चैवंभूतस्य त्रिगण्डगलितवनहस्तिन इव सर्वत्रास्खलितप्रसरतया यथेष्टचेष्टया विचरतो यथाभिरुचितकारिणः कर्मपरिणाममहानृपतेः समस्तान्तःपुरतिलकभूता ऋतुलक्ष्मीणामिव शरल्लक्ष्मीः, शरल्लक्ष्मीणामिव कुमुदिनी, कुमुदिनीनामिव कमलिनी, कमलिनीनामिव कलहंसिका, कलहंसिकानामिव राजहंसिका, बह्वीनां नियतियदृच्छाप्रभृतीनां देवीनां मध्ये निजरूपलावण्यवर्णविज्ञानविलासादिभिर्गुणै रमणीयत्वेन प्रधानतमा कालपरिणतिर्नाम महादेवी। सा च तस्य नृपतेर्जीवितमिवात्यन्तवल्लभा, आत्मीयचित्तवृत्तिरिव सर्वकार्येषु यत्कृतप्रमाणा, सुमन्त्रिसंहतिरिव स्वयमपि किञ्चित् कुर्वता तेन प्रष्टव्या, सुमित्रसन्ततिरिव विश्वासस्थानं, किम्बहुना? तदायत्तं हि तस्य सकलमधिराज्यमिति, अत एव चन्द्रिकामिव शशधरो, रतिमिव मकरध्वजो, लक्ष्मीमिव केशवः, पार्वतीमिव त्रिनयनस्तां कालपरिणति महादेवीं स कर्मपरिणामो महानरेश्वरो विरहकातरतया न कदाचिदेकाकिनी विरहयति, किन्तर्हि ? सर्वत्र गच्छंस्तिष्ठंश्चात्मसनिहितां धारयति। साऽपि च दृढमनुरक्ता भर्तरि न तद्वचनं प्रतिकूलयति, परस्परानुकूलतया हि दम्पत्योः प्रेम निरन्तरं संपद्यते, नान्यथा, ततस्तथा वर्तमानयोस्तयोर्गाढं निरूढमागतं प्रेम, विच्छिन्ना तद्विचलनाशङ्का।
કાલપરિણતિ મહાદેવી અને ત્રણગંડથી ગલિતવાહસ્તિ જેમ સર્વત્ર અખ્ખલિત પ્રસરપણાથી યથાચેષ્ટાથી વિચરતા, યથાઅભિરુચિ કરનારા તે આવા પ્રકારના કર્મપરિણામરાજાની સમસ્ત અંતઃપુર કુલતિલકભૂત
તુલક્ષ્મીઓમાં શરલક્ષ્મીની જેમ, શરલક્ષ્મીઓમાં કુમુદિની જેમ, કુમુદિનીઓમાં કમલિની જેમ, કમલિનીઓમાં કલહંસિકાની જેમ, કલહંસિકાઓમાં રાજહંસિકાની જેમ, ઘણી નિયતિ, યદચ્છા વગેરે દેવીઓમાં પોતાના રૂપ, લાવણ્ય, વર્ણ, વિજ્ઞાન, વિલાસ આદિ ગુણો વડે રમણીયપણાથી પ્રધાનતમ કાલપરિણતિ નામની મહાદેવી છે.
જેમ હાથીમાં તેના ગંડસ્થલમાંથી મદ ઝરે છે. ત્યારે ઉન્માદવાળો થઈને કોઈનાથી નિયંત્રણમાં આવતો નથી, પરંતુ ઉન્માદને વશ ઇચ્છા પ્રમાણે તોફાન કરે છે. તેમ કર્મપરિણામરાજા પણ પોતાની રુચિઅનુસાર સર્વત્ર અખ્ખલિત પ્રસરવાળો છે. અને તેની કાલપરિણતિ નામની મહાદેવી છે. અને અન્ય પણ નિયતિ,