SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ તે જ્ઞાતભુવન ઉચિતવાળી છે=ભુવનનું શું શું ઉચિત કરવું તે જાણનારી છે. તે=ભવિતવ્યતા, સૂતેલા જીવોમાં જાગતી હોય છે. તે=ભવિતવ્યતા, સર્વની નિરૂપિકા છે=જગતમાં થતાં સર્વકાર્યોનું નિરૂપણ કરનારી છે. આ વસ્તુની આ પ્રકારની ભવિતવ્યતા હતી એ પ્રકારે નિરૂપણ કરનારી છે. [૧] શ્લોક : सा केवलं जगत्यत्र, विचरन्ती निराकुला । न कुतश्चिद्विभेत्युच्चैर्मत्तेव गन्धहस्तिनी ।।२।। શ્લોકાર્ધ : તે=ભવિતવ્યતા, આ જગતમાં કેવલ નિરાકુલ વિચરતી મતગંધહસ્તિની જેમ કોઈનાથી ડરતી નથી. શા. બ્લોક : सा कर्मपरिणामेन, महाराजेन पूजिता । यतोऽनुवर्त्तयत्येव, तामेषोऽपि प्रयोजने ।।३।। શ્લોકાર્ચ - તે કર્મપરિણામ મહારાજાથી પૂજાયેલી છે. જે કારણથી પ્રયોજનમાં=પોતાના પ્રયોજનમાં, આ પણ કર્મપરિણામરાજા પણ, તેનું અનુસરણ જ કરે છે Il3II. શ્લોક : तथाऽन्येऽपि महात्मानः, कुर्वन्ति स्वं प्रयोजनम् । यान्तोऽनुकूलतां तस्या, यत एतदुदाहृतम् ।।४।। શ્લોકાર્ય : અને તેની અનુકૂલતાને પામેલા=ભવિતવ્યતાની અનુકૂલતાને પામેલા, અન્ય પણ મહાત્માઓ સ્વપ્રયોજનને કરે છે. જે કારણથી આ કહેવાયું છે. ll૪ો. શ્લોક : बुद्धिरुत्पद्यते तादृग् व्यवसायश्च तादृशः । सहायास्तादृशाश्चैव, यादृशी भवितव्यता ।।५।। શ્લોકાર્ય : “બુદ્ધિ તેવી ઉત્પન્ન થાય છે અને વ્યવસાય=પ્રયત્ન, તેવો થાય છે અને સહાયો તેવા જ પ્રાપ્ત થાય છે જેવી જ ભવિતવ્યતા છે.”
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy