________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
૩૧
શ્લોકાર્થ :
અને ત્યારપછી ગર્ભ આવિર્ભત થયો. પ્રમોદથી તેને વહન કરતી એવી હવે આને કાલપરિણતિને, ત્રીજા માસમાં આ મનોરથ થયો. ll૧૬ll શ્લોક :
अभयं सर्वसत्त्वेभ्यः, सर्वार्थिभ्यो धनं तथा ।
ज्ञानं च ज्ञानशून्येभ्यश्चेद्यच्छामि यथेच्छया ।।१७।। શ્લોકાર્ય :
સર્વજીવોને ઈચ્છા પ્રમાણે અભય આપું અને સર્વઅર્થીઓને ઈચ્છા પ્રમાણે ધન આપું અને જ્ઞાનશૂન્ય જીવોને ઈચ્છા પ્રમાણે જ્ઞાન આપું. II૧૭ll શ્લોક :
तथाविधविकल्पं तं, निवेद्य वरभूभुजे ।
संपूर्णेच्छा ततो जाता, कृत्वेष्टं तदनुज्ञया ।।१८।। શ્લોકાર્ય :
તે તેવા પ્રકારના વિકલ્પને પૂર્વમાં જીવોને અભય આદિ દાન આપવાનો જે વિકલ્પ કાલપરિણતિને થયો તે તેવા પ્રકારના વિકલ્પને રાજાને નિવેદન કરીને, ત્યારપછી કાલપરિણતિ તેની અનુજ્ઞાથી= રાજાની અનુજ્ઞાથી, ઈષ્ટને કરીને સંપૂર્ણ ઈચ્છાવાળી થઈ. ll૧૮ll બ્લોક :
अथ संपूर्णकालेन, मुहूर्ते सुन्दरेऽनघा ।
सा दारकं शुभं सूता, सर्वलक्षणसंयुतम् ।।१९।। શ્લોકાર્થ :
હવે, સંપૂર્ણકાલ થવાથી ગર્ભનો કાલ પૂર્ણ થવાથી, સુંદર મુહૂર્તમાં નિર્દોષ એવી તેણીએ પિતા, પુત્ર અને માતાની સમુદિત એવી કાલપરિણતિએ, સર્વલક્ષણયુક્ત સુંદર પુત્રને જન્મ આપ્યો. ll૧૯ll
पुत्रजन्ममहोत्सवो नामकरणविधिश्च ततः ससम्भ्रममुपगम्य निवेदितं दारकस्य जन्म नरपतये प्रियनिवेदिकाभिधानया दासदारिकया, दत्तं च तेनालादातिरेकसंपाद्यमनाख्येयमवस्थान्तरमनुभवता तस्यै एव मनोरथाधिकं पारितोषिकं दानं, दत्तश्चानन्दपुलको दसुन्दरं देहं दधानेन महत्तमानामादेशः, यदुत-भो भो महत्तमाः! देवीपुत्र